Book Title: Alankar Chintamani ma Nirupit Mahakavya na Varna Vishayo Author(s): Parul Mankad Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 9
________________ ૧૪૬ પારુલ માંકડ Nirgrantha જોઈએ. તેનામાં અક્ષુદ્રતા, સર્વસંપન્નતા, પ્રાતા, શૂરવીરતા, ઝડપી ક્રિયાશીલતા હોવી જોઈએ. રાજા દ્વારા પરીક્ષિત ધર્મ અને કામ વડે થતી પરીક્ષાથી નહિ ડરનારો હોવો જોઈએ. રાજા, લોકો અને પોતાનું હિત વિચારનારો નિઃસ્પૃહ અને શમયુક્ત હોવો જોઈએ. આ ઉપરાંત અમોઘવચની, નીરોગી, સંપૂર્ણપણે દર્શનનું પાલન કરનાર, સર્વત્ર પાત્રની ઉચિતતા. પ્રમાણે પદક્રમ યોજનાર, આન્વીક્ષિકી ત્રયી, વાર્તા અને દંડનીતિમાં શ્રમ કરનારો, વણિકપુત્ર મંત્રી) રાજયની વૃદ્ધિ માટે હોય છે. સેનાપતિના ગુણોમાં અજિતસેનમાં અશ્વસવારીમાં નિપુણતા એ મહત્ત્વની વાત નોંધાઈ છે. (૧૩૬) રાજકુમારના વણ્ય વિષયો અમરચંદ્ર વિસ્તૃત કર્યા છે જેમાં રાજકુમાર “વાહ્યાલી” અને “ખુરલી૦ એટલે કે અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં નિષ્ણાત હોવો જોઈએ. (સૈનિકના અભ્યાસમાં નિપુણ) અને વાહ્યાલી (અશ્વને દોડાવવાનીeખેલવાની જગ્યા) એટલે કે ઘોડેસવારીમાં નિપુણ હોવો જોઈએ એવો નિર્દેશ કર્યો છે. (કા. ક. ૧/પ૬૦) દેશવર્ણનમાં અમરચંદ્ર ખાણ અને ખનિજદ્રવ્યનું નિરૂપણ વિશેષમાં ઉમેરે છે. (૧/૫/૬૨) અમરચંદ્ર સમુદ્રવર્ણનમાં વિષ્ણુનો ઉલ્લેખ ૧૫૬૬, પર્વતવર્ણનમાં ઉપત્યકાનો (પર્વતની તળેટી), વનમાં ભીલોનો, આશ્રમમાં યજ્ઞના ધુમાડાનો અને મુનિસુતાનો તથા દ્રસેક (વૃક્ષમાંથી રસ ઝરવો ?) (૧) પ/૭૧)નો સમાવેશ કર્યો છે. દૂતના વણ્ય વિષયોમાં પણ અમરચંદ્ર ઝીણું કાઢ્યું છે : જેમકે, સ્વસ્વામી પોતાના સ્વામીની તેજસ્વિતા, શ્રી, વિક્રમ, તથા ઉન્નતિને અનુલક્ષીને જ વાણી બોલવી. શત્રુઓને ક્ષોભ કરનારી ચેષ્ટા અને ધૃષ્ટતા, દક્ષતા તથા ભયરહિતતા હોવી જોઈએ. ( ૧૩) યુદ્ધના વર્ય વિષયોની ચર્ચા કરતાં અમરચંદ્ર અજિતસેન કરતાં બે વિગતો વિશેષ નોંધી છે : (૧) લોહીની નદીઓ (૨) અમર = દેવો દ્વારા થતી પુષ્પવૃષ્ટિ. (કo ક૧/૫/૭૪) વિવાહમાં લાજાહોમનો ઉલ્લેખ ધ્યાનાર્હ છે. ૧/૫/૮૬. બાકીનું નિરૂપણ અલંક ચિંતા જેવું જ છે, જયારે જલક્રીડા અને સુરતના વણ્ય વિષયો અમરચંદ્ર સંક્ષેપમાં દર્શાવ્યા છે. ૧૯૧.૯૨. જૈન કવિ હોવા છતાં જન્મકલ્યાણકનો નિર્દેશ અમરચંદ્ર કરતા નથી એ સાશ્ચર્ય છે. અંતે અજિતસેનની જેમ જ અમરચંદ્ર પણ નોંધે છે કે મહાકાવ્યના વર્ય વિષયનું આ (દિમાત્ર) દિગ્દર્શન જ છે. वर्येषु वर्ण्यभावानां दिङ्मात्रमिति कीर्तितम् । चिदुपैश्चिन्त्यमानानां भवत्येषामनन्तता ॥ (काव्यकल्प. १/५/९३) અમરચંદ્ર સુરાપાનના વિષયો વર્ણવતી વખતે કે ગયાનિરૂપણ વખતે ઉપદેશાત્મક વલણ અખત્યાર કર્યું નથી; જ્યારે આપણે જોયું કે અજિતસેન તેનાથી વિરત થવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આમ અજિતસેન પર કાવ્યકલ્પલતાનો પ્રભાવ હોય તેવી કલ્પના થઈ શકે છે, છતાં કશું ચોક્કસ કહી શકાય નહીં. અમરચંદ્ર પણ કાવ્યકલ્પલતામાં મહાકાવ્યનું સ્વરૂપ જોઈએ તેવું સ્પષ્ટ કરતા નથી, એટલે કે પંચસંધિઓનો નિર્દેશ તેમણે પણ કર્યો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11