________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
“ બના વસુંધરા” પૃથ્વી પરનાં અનેક રત્નોમાંનું બુદ્ધિસાગરજી સૂરીશ્વરરૂપી રત્ન તેમના મનનું સમાધાન કરવા પ્રકાસ્યું. શંકા સમાધાન થયું, હદય શાન્ત થયું અને સંવત ૧૯૬૫ માં શ્રીમદ્ શાસ્ત્રવિશારદાગનિક સૂરીશ્વર શ્રી બુદ્ધિસાગરજીના અજિતસાગર નામગ્રાહી શિષ્ય થયા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ગ્રંથાને અભ્યાસ આદર્યો. કાવ્યની પરંપરા ચાલી અને વાણીનાદે ભવિજનને મંત્રમુગ્ધ કરવા શરૂ કર્યો. પુસ્તકલેખન કાર્ય શરૂ થયું. ટીકા, ભાષ્ય વગેરે વાંચવાનું શરૂ થયું અને સત્ય તત્ત્વ ગ્રહણ કરવા હદયમાં દઢતા જાગી. પરધર્મો સહિષ્ણુતા કેળવવા પ્રયત્ન કર્યા. સમતાને દીપ પ્રદીપ્ત થયો. શિક્ષણ સંસ્થાઓ દઢ કરવા ઉપદેશ આદર્યો, કર્તવ્ય બજાવવા કટિબદ્ધ થવા યુવાનોને હાકલ કરી. આત્મલક્ષી કાવ્યકારના પગલે ચાલી કવિતાપ્રવાહ વહેવડાવવા માંડ્યો. પરિણામે કાવ્યસુધાકર ગીત રત્નાકર ગીત પ્રભાકર તરંગવતી વગેરે ગ્રંથે પ્રસિદ્ધિને પામ્યા. સંસ્કૃત ભાષામાં પણ તેમણે સ્વતંત્ર ગ્રંથ અને ટીકાઓની રચના કરી. શ્રીમંત અને સંસ્કારી હલકી કેમને ધર્મોપદેશ એ અજિતસાગરજીનું શ્રેષ્ઠ કાર્ય હતું. ભલ, કેળા, ઠાકરડા વગેરેને અમૂલ્ય ધર્મોપદેશ આપી સપંથે ચઢાવવા સદ્ગત સૂરીશ્વરે અજ« પ્રયત્ન કર્યા હતા. એમને તે અંતરમાં એક જ ભાવના હતી કે “આત્મવત સર્વભૂતેષ.” પ્રભુ મહાવીરની વિશ્વપ્રેમ ભાવના તેમની રગેરગમાં વ્યાપી હતી જે ભાવના અન્યમાં લાવવા તે યત્ન કરતા હતા. સંવત ૧૯૭૨ માં સાણંદ મુકામે પં. શ્રી વીરવિજયજી . ગણીવરે તેમને પંન્યાસપદ અને ગણપદથી વિભૂષિત ક્ય.
મહાત્માઓના જીવનમાં વિવિધતા હોય છે, તેથી સૂરિજી અનેક જનહિતના ઉપદેશો, ભાષણ આપી જનતામાં ઉત્સાહ પ્રગરાવતા, ગ્રંથરચના કરી સંસ્કાર સમર્પતા, સુકોમળ હદયભાવો કવિતામાં પ્રવાહિત કરતા, તેમને ઉપદેશ સર્વધર્માવલંબીજને શ્રવણ
For Private And Personal Use Only