Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી અજિતસાગરસૂરિજીનું સંક્ષિપ્ત જીવન. જીવન અને મૃત્યુ એ સૃષ્ટિક્રમ છે. શિશુવય, યુવાસ્થા, વૃદ્ધાવસ્થા ક્રમે ક્રમે આવે અને જાય, પણ એ અવસ્થાત્રયીની એક ક્ષણ પણ જે ઉજજવલ કરી જાય તે જીવન ઉજાળી જાય છે, જીવન ધન્ય કરી જાય છે. વિશ્વમાં એવા જીવન ધન્ય કરી જનારા સુસંસ્કારી માનો છે. તેમને આત્મા પુણ્યથી પ્રકાશિત હોય છે. એવી જીવનની ઘણી ધન્ય પળો મહાણનાર દિવ્ય પુરુષ મનુષ્ય-હદયમાં પ્રેમની ભરતી આણનાર, વાણીને અમી સિંચીને જનતાને તરબોળ કરનાર, ધર્મસંસ્કાર આપનાર, ધર્મશિક્ષક આપણું પૂજ્ય આચાર્ય અજિતસાગરજી ચરોતર પેટલાદ પાસે નહાર ગામમાં જમ્યા. સંવત ૧૯૪૨ ની શુકલપક્ષની પૌષી પાંચમની કડકડતી ઠંડીમાં પ્રેમભાવી ધર્માત્મા વેષ્ણવધર્મી પાટીદાર લલ્લુભાઈને ત્યાં સેનબાઈને રત્નકક્ષમાં આ દિવ્ય બાળકને ઉદ્ભવ થયો. સ્નેહીવર્ગ હર્ષલહરીમાં મસ્ત બન્યો. આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો. બાલકનું નામ ધરાવ્યું અંબાલાલ.ભનેહરમુખ તેજસ્વી હતું. તે નીરખી નીરખી માતા સેનબાઈ ભાનભુલી થઈ હતી. દિન, માસ, વર્ષો પસાર થવા લાગ્યાં અને અંબાલાલ વિશ્વ ઉદ્યાનમાં ખેલવા લાગ્યા. સમય જતાં તેમને નિશાળે જવાની ફરજ પડી. પ્રેમથી વિદ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20