Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજીના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા ચરોતરમાં પેટલાદ પાસે આવેલું નાર ગામ જેનામાં જાણીતું છે, કારણ કે આ ગામના લેઉઆ પાટીદાર જેનોએ બે ડઝનથી પણ વધારે પિતાના સંતાનોને ચારિત્રય લેવા સમર્યા છે. આ નાર ગામમાં સં. ૧૯૪૨ના પોપ શુદિ પંચમીના રોજ લેઉઆ પાટીદાર પટેલ લલ્લુભાઈને ત્યાં આચાર્યશ્રી અજિતસાગરસૂરિજીને જન્મ થયો હતો. તેમનું જન્મનામ “અંબાલાલ” રાખવામાં આવ્યું હતું. તેમના પિતા લલુભાઈ પટેલ અને માતા સોનબાઈ બંને ભેળા દિલનાં, ધર્મનિષ્ઠ, પ્રભુભક્ત, ઉદારચિત્ત, સાધુ પ્રેમી તથા માયાળુ હતાં. એ વડીલને વારસો બાલ્યાવસ્થાથી જ અંબાલાલમાં પણ આબાદ રીતે ઉતરી આવ્યો હતો. ઉપરાંત ભવિષ્યમાં થનારા ભાગ્યોદય અને પ્રભાવિકતાનાં કેટલાંક સૂચનો પણ આ અંબાલાલના શરીર પરનાં સામુદ્રિક લક્ષણો તથા પ્રકૃતિ પરથી થતાં હતાં. તે વખતે પણ તેમનામાં કુદરતી વચન-ચાતુર્ય અને વિશાળ બુદ્ધિ હતી. તેના ફળ તરીકે તેઓ સુગમતાથી ગુજરાતી સાત ચોપડીઓને અભ્યાસ કરી ગયા. તેઓ પોતાનામાં રહેલી વાફશક્તિ અને બુદ્ધિને ઉપગ કરવા માર્ગ શોધતા હતા તેવામાં તેમના માતા-પિતા સ્વર્ગવાસ પામ્યાં અને તેથી તેમને સંસારની અસારતા અને અસ્થિરતા સમજાઈ ગઈ. સં. ૧૯૫૬માં સ્થાનકવાસી સાધુઓના પ્રસંગમાં આવતાં તેમણે પોતાનો વૈરાગ્ય આ રસ્તે વાળ્ય-સ્થાનકવાસી દીક્ષા અંગીકાર કરી. આ પછી સ્થાનકવાસી સાધુ અમીઋષિ તરીકે તેમણે મહારાષ્ટ્ર, ખાનદેશ, કર્ણાટક, માલવા, મધ્ય હિંદ વગેરે દેશમાં વિહાર કર્યો, ભિન્ન ભિન્ન ધર્મોના ગ્રંથને તથા ભાષાઓને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16