Book Title: Ajitsagarsuriji Pachmi Smaranjali
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧ ] અભ્યાસ કર્યો અને અનેક સાધુ-સંત તથા મહાત્માઓની સાથે જ્ઞાનચર્ચા કરી પૂરતો અનુભવ મેળવ્યો. સ્થાનકવાસી પંથમાં મૂર્તિપૂજન માનવામાં આવતું નથી તે વાત તેમને પોતાનાં જ્ઞાનપૂર્વક મળેલા અનુભવથી અનુચિત ભાસી. એતિહાસિક પ્રમાણોથી તેમને જણાયું કે બત્રીસ સુત્રોની જ શાસ્ત્રમર્યાદામાં ગાંધી રહેવાની પદ્ધતિ ભ્રમમૂલક અને મૂર્તિ પ્રજાને ઈરાદાપૂર્વક ઉડાવવાને જ ઉત્પન્ન કરેલી છે. આ સંબંધી થતી શંકાઓનું સમાધાન શ્રી અમીઋષિજીને સ્થાનકપંથમાં ન જ થયું. કેટલાકએ તેમની શંકાઓના પ્રશ્નોને ઉડાવ્યા તો કેટલાકોએ મૌન સેવ્યું અથવા મિથ્યા શ્રદ્ધાશીલતામાં જ જીવન વીતાવવા જણાવ્યું; પણ સત્યશોધકને આથી સંતોષ ન જ થાય. તેઓએ અધ્યાત્મજ્ઞાન-દિવાકર યોગનિક આચાર્ય શ્રી બુદિસાગરજી મહારાજ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને તેમાં પિતાની શંકાઓ રજુ કરી. ઘણાખરા ખુલાસાઓ થઈ ગયા એટલે તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને જઈ મળ્યા અને તેમની સાથે આચાર, ભદ્યાભય, સામાચારી, જીવદયા, પ્રાકૃત-સંસ્કૃત ભાષા, સંત્રરચના તથા મૂર્તિની પ્રાચીનતા અને આવશ્યકતા વગેરે વગેરે સંબંધી પુષ્કળ ઉહાપોહ, ચર્ચા અને મિમાંસા કરી. છેવટે સંપૂર્ણ ખાત્રી થઈ કે સ્થા. મત બહુ જ અર્વાચીન છે. તે પોતે પણ આડકતરી રીતે કે છૂપી રીતે મૂર્તિના સદ્ અથવા અસદુ સ્થાપના રૂપમાં માનનારા છતાં તેઓ અજ્ઞાન મનુષ્યોને મિથ્યા ભ્રમજાળમાં નાખી તેઓના અને પોતાના સાચા આત્મિક હિતનો નાશ કરે છે. આમ અમીઋષિજીએ સંપૂર્ણ પરીક્ષા કરી સં. ૧૯૬૫ની સાલમાં સ્થા. મતનો ત્યાગ કરી શ્રીમાન બુદ્ધિસાગરજી મહારાજ પાસે શ્વેતાંબર સંપ્રદાયમાં સંગીપણાની દીક્ષા અંગીકાર કરો. હવે તેઓ અહીં અજિતસાગરજીના નામથી ઓળખાવા લાગ્યા. જોકે તેઓએ આમ પિતાને મિથ્યા લાગવાથી સ્થા. મતને ત્યાગ કર્યો, તો પણ તેઓ પરમતસહિષ્ણુ હોવાથી બીજા મતની સાથે જેમ સમભાવ રાખતા હતા તેમ આ મત સાથે પણ સદા સમભાવ રાખે છે. એમણે ઘણુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16