Book Title: Aho Shruta gyanam Paripatra 29
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ 'પાઠશાળા ચેતનવંતી કરવા માટેના ઉપાયો (૧૫) PowerPoint Presentation દ્વારા જીવવિચાર, નવતત્વ, લધુ સંગ્રહણી, જૈન વાતઓિ, પૂર્વના મહા મુનિઓ, પૂર્વના મહા શ્રાવકો, વર્તમાનના શ્રાવકો કે નજીકના સમયમાં શ્રાવકો જે નાની ઉંમરમાં ૯૯ યાત્રા, ઉપધાન, વિવિધ તપશ્ચર્યા કરતા હોય, સાહસિક કામ કરેલા હોય.. (૧) અઠવાડીયા માટે સહેલા નિયમો આપવા જેથી વ્રતમાં આવી શકે, દરેક વ્રતની સમજણ પ્રેક્ટીકલ આપવી. (૧૯) ચૈત્ર સુદ-૧૩, અખાત્રીજ, પોષ દશમી, વગેરે પર્વોમાં વિવિધ સ્પધઓિ - ગહ્લી હરીફાઇ, સાથીયા હરીફાઇ ખમાસણી હરીફાઇ, આંગી હરીફાઇ, આરતી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ક્વીઝ પણ ગોઠવી શકાય (૧૮) એકેન્દ્રીય - બેઇન્દ્રીય...પંચેન્દ્રીય જીવો slide Shoe કે ગુગલ ઉપરથી લઇ બતાવવા કે સમજાવવા જેથી જીવનમાં પ્રેક્ટીકલ જીવદયા કેવી રીતે પાળી શકાય તેની જાણકારી મળે. (૧૯) પાઠશાળાના શિક્ષકો એવા તૈયાર કરવા જે કુશળતા પૂર્વક બાળકોને હેન્ડલ કરી શકે. (૨૦) દરેક વિધિઓ પ્રેક્ટીકલ, Live DVD દ્વારા દેખાડીને સમજાવાથી બાળકો ટીવી થી ટેવાયેલા હોય છે., વાંચનનો શોખ નથી માટે ગમે તેવા પુસ્તકો છપાવો છતા કારગત ન નિવડે તેવું બને છે. અષ્ટપ્રકારી પૂજા વિધિ, દેરાસર દર્શન વિધિ, ગુરુવંદન, ચૈત્યવંદન વિધિ, ઉપકરણોની સમજ, ઉકાળેલું પાણી, ગાળેલું પાણી, ભક્ષ્યાભક્ષ વિવેક બધુ ડીવીડી દ્વારા દેખાડી સમજાવી શકાય. (૨૧) જીવવિચાર, નવતત્વ, લઘુ સંગ્રહણી (જૈન ભુગોળ) આ બધાની સમજણ પણ કોમ્યુટર live સમજાવવી. (૨૨) માત્ર સૂત્રની ગોખણપટ્ટી કરાવવામાં વિદ્યાર્થી ૧૦માં ધોરણ સુધી પહોંચી જવા છતાં બે પ્રતિક્રમણ પણ પુરા ન થતા હોય અને કેરીયર બનાવવામાં પાઠશાળા છુટી જાય છે. આના કરતા આ અલગ ધાર્મિક કોર્ષ ગોઠવાય જેમાં થોડા સૂત્રો, થોડા અર્થો, થોડી વિધિ, થોડી કથાઓ, થોડું જૈનધર્મનું જનરલ નોલેજ, થોડી પદાર્થોની જાણકારી, થોડો ઇતિહાસ, વગેરે હોય, સ્કુલની ગોખણપટ્ટીનો જમાનો પૂરો થવા આવ્યો છે અને બાળકોની સમજણ શક્તિ વધતી જાય છે. (૨૩) નાના બાળકોને રવિવાર/રજાના દિવસોમાં જે જે વિધિઓ બતાવેલી હોય તેની પ્રેક્ટીસ કરાવવી, નાત્ર મહોત્સવસ અષ્ટપ્રકારી પૂજાદિ ગોઠવવા. (૨૪) મહાત્માઓ પાસે રજાના દિવસોમાં શિબિરો ગોઠવવી અને મહાત્માઓનું વિચરણ ન હોય ત્યાં પીઢ શ્રાવકો તથા પંડિતો દ્વારા શિબિરો ચલાવવી. (૨૫) દક્ષિણ ભારત, પૂર્વ ભારત વગેરે ક્ષેત્રોમાં મહાત્માઓ અત્ય હોવાથી અને ત્યાંના લોકો ધર્મભૂખ્યા હોવાથી ત્યાના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક (સંઘને ખર્ચની ચિંતા ન આવે તે રીતે) ૫/૬ દિવસની શિબિરો ગોઠવાય (૨૬) જૈન ધર્મ સંબંધી જનરલ નોલેજના ક્લાસો ગોઠવવા, જેમાં જૈન તીર્થો, જૈન સાહિત્ય, ધાર્મિક વહીવટ, સમુદાયો, મહાત્માઓ, વિશિષ્ટ કાર્ય કરનાર શ્રાવક-શ્રાવિકાઓનો પરિચય વગેરે અપાય જેમકે પૂ.હંસરત્ન મ.સા.ના ૧૮૦ ઉપવાસ, કીંજલબેનના ૧૮૦ ઉપવાસ, નાના બાળકે કરેલ અઠ્ઠાઇ વગેરે વમાનના સંદર સમાચાર બાળકોમાં ફેલાવાય. JAIN PATHSHALA ની એક General Website ખોલવી. જેમાં ભારતભરની તમામ પાઠશાળાઓ Register srial is, d GIENO) State & city wise bifercation 8241 241 website Guz Latest News, Updates, General syllabus, અલગ અલગ Course વગેરે માહિતિ રાખી શકાય. કોઇપણ સારા સમાચારો, તપ, દિક્ષાઓ વગેરેના સમાચારો પણ રાખી શકાય. પાઠશાળાઓ વચ્ચેની સ્પધનિા સમાચાર, તેના રીઝલ્ટ વગેરે પણ આના માધ્યમથી બધાને જાણ કરી શકાય. 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૫ |

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8