Book Title: Aho Shruta gyanam Paripatra 29 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ પુસ્તક અહો ! શ્રુતજ્ઞાછાણ II શ્રી ચિંતામણિ શંખેશ્વર-આશાપૂરણ પાશ્વનાથાય નમ: II સંકલન શાહ બાબુલાલ સરેમલ oડાવાળા સંવત ૨૦૦૭ - આસો સુદ-૫ જિનશાસનના શણગાર, પૂજ્ય સંચમી, ગીતાર્થ, વિદ્વાન ગુરુભગવંતોના ચરણોમાં કોટિશ: વંદનાવલી..જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી/પંડિતવર્યશ્રી આદિને પ્રણામ... આ વર્ષના ત્રણેય અંકમાં જિનશાસનમાં થઇ રહેલ ત્રણ પ્રકારના પ્રીન્ટીંગ પૈકી બે ની વિચારણા કરી. આ અંકમાં પત્રિકા, બેનર વગેરે સંબંધી વિચારીએ... જિનશાસનમાં પ્રતિવર્ષ સેકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા, પૂજા-પૂજન, ઉપધાન, છ'રી પાલક સંઘ, તપધર્મના વધામણા, વગેરે અનેક પ્રકારના મહત્સવો-ઉજમણા આદિ થઇ રહ્યા છે, જે શાસનની શોભા છે, આનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે પત્રિકા, હોર્ડીગ્સ, બેનર વગેરે દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. કોમ્પણ અનુષ્ઠાન કે ધાર્મિક પ્રસંગ હોય તો તેની યોગ્ય જાહેરાત પ્રચાર-પ્રસાર કરવો જ જોઇએ, પરંતુ તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને નજર સમક્ષ રાખીને તથા વિવેક જાળવવો જોઇએ. (૧) જે ક્ષેત્રમાં/સંઘમાં પ્રસંગ થવાનો હોય ત્યાં જે તે ક્ષેત્ર કે સંઘના જ ભાવિકો લાભ લેતા હોય છે. ત્યારે દૂર દૂરના ક્ષેત્રમાં એ પત્રિકા મોકલવાનો શો અર્થ ? એક અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સંશવાળા ગુરુભગવંતોને પૂછવા ગયા કે આપની તરફથી કેટલી પત્રિકા જોઇશે ? ગુરુ ભ. એ કહ્યું ૮૦૦૦, સંઇવાળા ચોંકી ગયા. એક જમણવારનો ખર્ચ એમાં નિકળી જાય એટલો જંગી ખર્ચ એટલી પત્રિકાનો થઇ જાય, ફરી વાર મીટીંગ કરી પૂછયુ.. સાહેબજી? એમાંથી આવનારા કેટલા છે? કહે આવવાનું કોઇ નથી એમને માત્ર પ્રસંગની જાણ થાય એટલા માટે જ છે.. પછીતો સંઇવાળા એ વચ્ચેનો રસ્તો કાઢી ૮૦૦૦ સારા પેમ્ફલેટ અલગથી છપાવી દીધા. ' એટલે લાગતા વળગતા થોડાને પત્રિકા મોકલાય એટલું પુરતું છે, બાકી બધાય ને મોંઘી દાટ પત્રિકાઓ મોકલ્યા કરવી એ કેટલું વ્યાજબી ગણાય? વાત્સવમાં એવા ભક્તોને સોશ્યલ મીડીયાનો જ ઉપયોગ કરીને મેસેજ પહોંચાડી શકાય છે. દરેક ને એસ.એમ.એસ, વોટ્સએપ, કે ઇમેઇલ દ્વારા અથવા પોતાની વેબસાઇટ દ્વારા મેસેજ પહોંચાડી શકાય. એ માટે પત્રિકાના ખોટા ખર્ચની જરૂર જણાતી નથી. વળી, શ્રાવકોને પણ ઘણી વાર પત્રિકાની એલજી હોય છે. પત્રિકા મોકલનાર તો એકવાર પત્રિકા મોકલીને છુટી જાય છે. પરંતુ એનો નિકાલ હવે કેવી રીતે કરવો એ ટેન્શન વાળુ હોય છે. એટલા માટે કે, હવે તેમાં દેવ અને ગુરુની ફોટાઓ છપાતા થઇ ગયા છે, એને ગમે ત્યાં રખડતા પણ કેમ મુકવા, વળી થોડો ઘણો ધર્મ પામેલા હોય તેને જ્ઞાનની આશાતના નજરમાં આવતી હોય છે આજ કારણે ઘણા શ્રાવકો પત્રિકાથી ઉબકી ગયા હોય છે. વળી, આજનો ટેકનોલોજીનો યુગ છે. છાપાઓ પણ હવે નેટ પર વંચાતા થયા છે. થઇ રહ્યા છે. બધુ ઇલેક્ટ્રોનીક મીડીયામાં જઇ રહ્યું છે. સારી સારી સાત્વિક પુસ્તકો પણ લોકો જોઇએ તેવી વાંચતા નથી, તો પત્રિકાઓ કોણ વાંચવાનું છે, માત્ર કયો પ્રસંગે, ક્યારે, કોની નિશ્રામાં - એવું થોડું ઘણું જ લોકોને જાણવું હોય છે. એની ડીઝાઇનનને આર્ટ વર્કને જાડો પેપર અને આકર્ષક બોક્ષ, લેમીનેશન આ બધામાં સામાન્ય પબ્લીકને કાંઇ લાગતુ વળગતુ નથી. વળી, પત્રિકા ક્ષણજીવી છે. ગમે તેટલી સારી, મોંઘી દાટ પત્રિકા હશે, તેને કોઇ પણ ગૃહસ્થ સાચવતુ નથી (સિવાય કે તેજ લાભાર્થી હોય), કોઇના ઘરે એવી પત્રિકાઓ સાચવવા જગ્યાઓ પણ નથી, પ્રસંગ પત્યા પછી રૂા.૪૦૦ ની પત્રિકા પસ્તીમાં કાઢતા રૂા.૪ આવે છે. મોટી અને મોદી પત્રિકાઓ મોકલવાના આંગડીયા-કુરીયરના ખર્ચ અલગ.... આ વિશે બીજી પણ વાતો તથા યોગ્ય વિષય આવતા અંકે વિચારીશું. આપનું યોગ્ય સૂચન આવકાર્ય છે. | લી. સકળશ્રીસંઘચરણસેવક શ્રી બાબુલાલ સરેમલજી ડોડાવાળા " તાણોદ સર્વ સાધૂનામ્ " 'અહો ! શ્રુતજ્ઞાનમ - ૨૯ ૧ | નીPage Navigation
1 2 3 4 5 6 7 8