Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
અહો ! શ્રુતજ્ઞાછાણ
II શ્રી ચિંતામણિ શંખેશ્વર-આશાપૂરણ પાશ્વનાથાય નમ: II
સંકલન શાહ બાબુલાલ સરેમલ
oડાવાળા સંવત ૨૦૦૭ - આસો સુદ-૫
જિનશાસનના શણગાર, પૂજ્ય સંચમી, ગીતાર્થ, વિદ્વાન ગુરુભગવંતોના ચરણોમાં કોટિશ: વંદનાવલી..જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી/પંડિતવર્યશ્રી આદિને પ્રણામ... આ વર્ષના ત્રણેય અંકમાં જિનશાસનમાં થઇ રહેલ ત્રણ પ્રકારના પ્રીન્ટીંગ પૈકી બે ની વિચારણા કરી. આ અંકમાં પત્રિકા, બેનર વગેરે સંબંધી વિચારીએ...
જિનશાસનમાં પ્રતિવર્ષ સેકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા, પૂજા-પૂજન, ઉપધાન, છ'રી પાલક સંઘ, તપધર્મના વધામણા, વગેરે અનેક પ્રકારના મહત્સવો-ઉજમણા આદિ થઇ રહ્યા છે, જે શાસનની શોભા છે, આનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે પત્રિકા, હોર્ડીગ્સ, બેનર વગેરે દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. કોમ્પણ અનુષ્ઠાન કે ધાર્મિક પ્રસંગ હોય તો તેની યોગ્ય જાહેરાત પ્રચાર-પ્રસાર કરવો જ જોઇએ, પરંતુ તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને નજર સમક્ષ રાખીને તથા વિવેક જાળવવો જોઇએ. (૧) જે ક્ષેત્રમાં/સંઘમાં પ્રસંગ થવાનો હોય ત્યાં જે તે ક્ષેત્ર કે સંઘના જ ભાવિકો લાભ લેતા હોય છે. ત્યારે દૂર દૂરના ક્ષેત્રમાં એ પત્રિકા મોકલવાનો શો અર્થ ? એક અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સંશવાળા ગુરુભગવંતોને પૂછવા ગયા કે આપની તરફથી કેટલી પત્રિકા જોઇશે ? ગુરુ ભ. એ કહ્યું ૮૦૦૦, સંઇવાળા ચોંકી ગયા. એક જમણવારનો ખર્ચ એમાં નિકળી જાય એટલો જંગી ખર્ચ એટલી પત્રિકાનો થઇ જાય, ફરી વાર મીટીંગ કરી પૂછયુ.. સાહેબજી? એમાંથી આવનારા કેટલા છે? કહે આવવાનું કોઇ નથી એમને માત્ર પ્રસંગની જાણ થાય એટલા માટે જ છે.. પછીતો સંઇવાળા એ વચ્ચેનો રસ્તો કાઢી ૮૦૦૦ સારા પેમ્ફલેટ અલગથી છપાવી દીધા. ' એટલે લાગતા વળગતા થોડાને પત્રિકા મોકલાય એટલું પુરતું છે, બાકી બધાય ને મોંઘી દાટ પત્રિકાઓ મોકલ્યા કરવી એ કેટલું વ્યાજબી ગણાય? વાત્સવમાં એવા ભક્તોને સોશ્યલ મીડીયાનો જ ઉપયોગ કરીને મેસેજ પહોંચાડી શકાય છે. દરેક ને એસ.એમ.એસ, વોટ્સએપ, કે ઇમેઇલ દ્વારા અથવા પોતાની વેબસાઇટ દ્વારા મેસેજ પહોંચાડી શકાય. એ માટે પત્રિકાના ખોટા ખર્ચની જરૂર જણાતી નથી.
વળી, શ્રાવકોને પણ ઘણી વાર પત્રિકાની એલજી હોય છે. પત્રિકા મોકલનાર તો એકવાર પત્રિકા મોકલીને છુટી જાય છે. પરંતુ એનો નિકાલ હવે કેવી રીતે કરવો એ ટેન્શન વાળુ હોય છે. એટલા માટે કે, હવે તેમાં દેવ અને ગુરુની ફોટાઓ છપાતા થઇ ગયા છે, એને ગમે ત્યાં રખડતા પણ કેમ મુકવા, વળી થોડો ઘણો ધર્મ પામેલા હોય તેને જ્ઞાનની આશાતના નજરમાં આવતી હોય છે આજ કારણે ઘણા શ્રાવકો પત્રિકાથી ઉબકી ગયા હોય છે.
વળી, આજનો ટેકનોલોજીનો યુગ છે. છાપાઓ પણ હવે નેટ પર વંચાતા થયા છે. થઇ રહ્યા છે. બધુ ઇલેક્ટ્રોનીક મીડીયામાં જઇ રહ્યું છે. સારી સારી સાત્વિક પુસ્તકો પણ લોકો જોઇએ તેવી વાંચતા નથી, તો પત્રિકાઓ કોણ વાંચવાનું છે, માત્ર કયો પ્રસંગે, ક્યારે, કોની નિશ્રામાં - એવું થોડું ઘણું જ લોકોને જાણવું હોય છે. એની ડીઝાઇનનને આર્ટ વર્કને જાડો પેપર અને આકર્ષક બોક્ષ, લેમીનેશન આ બધામાં સામાન્ય પબ્લીકને કાંઇ લાગતુ વળગતુ નથી. વળી, પત્રિકા ક્ષણજીવી છે. ગમે તેટલી સારી, મોંઘી દાટ પત્રિકા હશે, તેને કોઇ પણ ગૃહસ્થ સાચવતુ નથી (સિવાય કે તેજ લાભાર્થી હોય), કોઇના ઘરે એવી પત્રિકાઓ સાચવવા જગ્યાઓ પણ નથી, પ્રસંગ પત્યા પછી રૂા.૪૦૦ ની પત્રિકા પસ્તીમાં કાઢતા રૂા.૪ આવે છે. મોટી અને મોદી પત્રિકાઓ મોકલવાના આંગડીયા-કુરીયરના ખર્ચ અલગ.... આ વિશે બીજી પણ વાતો તથા યોગ્ય વિષય આવતા અંકે વિચારીશું. આપનું યોગ્ય સૂચન આવકાર્ય છે.
| લી. સકળશ્રીસંઘચરણસેવક શ્રી બાબુલાલ સરેમલજી ડોડાવાળા " તાણોદ સર્વ સાધૂનામ્ "
'અહો ! શ્રુતજ્ઞાનમ - ૨૯ ૧ |
ની
Page #2
--------------------------------------------------------------------------
________________
જ
ગુજ
| સં-ગુ
| ગુજ
નુતન પ્રકાશન સંવત - ૨૦૦૦ ક્રમ. પુસ્તકનું નામ છે કત (સંપાદક ભાષા પ્રકાશક નમોક્કાર-એક વિભાવના આ. હેમચંદ્રસૂરિજી
| અંબાલાલ રતનચંદ હેમાંજલિ
આ. હેમચંદ્રસૂરિજી
| અંબાલાલ રતનચંદ ગૃહમંદિર નિમણિ એવું સંચાલન આ. કીર્તિયશસૂરિજી
સન્માર્ગ પ્રકાશન દીક્ષા યુગ પ્રવર્તક સૂરિ રામચંદ્ર આ. કીર્તિયશસૂરિજી
સતસાહિત્ય પ્રકાશન શ્રી સત્તરભેદી પૂm (ભાવાર્થ સાથે) આ. કીર્તયશસૂરિજી ગુજ | સંગમનેર શ્વે.મૂ. પૂ. સંઘ બારસાસ્ત્રમ્ સચિત્ર-પ્રતાકાર પૂ.રમ્યદર્શન વિજયજી મોક્ષ પથ પ્રકાશન ગણરજી મહોદધિ | v. પૂણ્યકીર્તિવિજયજી
સન્માર્ગ પ્રકાશન વૈરાગ્ય શતક-ઇન્દ્રિય પરાજય પં. પૂણ્યકીર્તિવિજયજી
સન્મામાં પ્રકાશન દશર્વેકાલિક સૂગ (ત્રણ ટીકા સહ) | પૂ. તત્વપ્રભવિજયજી
જિનપ્રભસૂરિ ગ્રંથાવલી | (તિલકાચાર્ય, સુમતિસાધુ હરિભદ્રસૂરિ) સિરિ સિરિવાલ કહા
પૂ. ધર્મશિખરવિજયજી મા અરિહંત આરાધક ટ્રસ્ટ | કુમારપાળ ભૂપાળ ચરિત્ર પૂ. વિવેકશવિજયજી
| સન્માર્ગ પ્રકાશનો શ્રુતિ-સ્મૃતિ-અનુભૂતિ
આ. રાજયશસૂરિજી ગુજ બાબુ અમીચંદ પનાલાલ સંસ્મરણ યાત્રા
સા. સુભાંશુયશાશ્રીજી
લવિશ્વ વિક્રમઅમીવર્ષા કેન્દ્ર શાસ્ત્ર ચિંતન સા.મોક્ષયશાશ્રીજી
લબ્ધિ વિક્રમસંસ્કૃતિ કેન્દ્ર લબ્ધિ આંતર વૈભવ સાં. વાંચમયશાશ્રીજી
લધિ વિક્રમસંસ્કૃતિ કેન્દ્ર ગ્રંથ ચિંતન સા. મોક્ષયશાશ્રીજી
લવિધ વિકમસંસ્કૃતિ ટ્રસ્ટ વૈરાગ્ય અષ્ટકમ્
આ. યશોવર્મસૂરિજી
લિધિ વિક્રમશાસન ટ્રસ્ટ મુક્તિ અષ્ટકમ્ આ. યશોવર્મસૂરિજી
લધિ વિક્રમશાસન ટ્રસ્ટ કથા પ્રસાદી આ. યશોવર્મસૂરિજી
લવિધ વિક્રમશાસન ટ્રસ્ટ સાથ મળો તો આવો આ. યશોવર્મસૂરિજી
લધિ વિક્રમશાસન ટ્રસ્ટ ચેતન..મોહ બિંદુ અબ ત્યાગો આ. યશોવર્મસૂરિજી
|લધિ વિકમશાસન ટ્રસ્ટ પંચ કલ્યાણક પૂ.ધમરત્નવિજયજી
માનવ કલ્યાણ સંસ્થાન સમાધિ સે સિદ્ધિ પૂ. ધર્મરત્નવિજયજી
માનવ કલ્યાણ સંસ્થાના પાર્શ્વનાથ પૂર્વ ભવ વર્ણન પૂ.ધર્મરત્નવિજયજી
માનવ કલ્યાણ સંસ્થાના પાથ ફોર લીટલ અન્સ
પ્રેરકઃ આ.હેમરત્નસૂરિજી નેિમીનાથ જૈન ટેમ્પલ મારા ગુરુ મહારાજ પં. ઉદયરત્નવિજયજી
રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ | જિનાલય નિર્માણ માર્ગદર્શિકા પૂ. સૌમ્યરત્નવિજયજી
| હિ
જિનશાસન આરાધના ટ્રસ્ટ | શત્રુંજય નજરાણા (સચિત્ર ભાવયાત્રા) પૂ.વિનિતર નવિજયજી | દિન શુદ્ધિ દીપિકા
પૂ. ભદ્રસેનવિજયજી ગુજ યશોવિજયજી આરાધના ભવના હેમસાધિત ધાતુ સાર્થ-અંગાવલી સા. અમિતરનાશ્રીજી સં-ગુજ નિતીસૂરિજી તત્વજ્ઞાન શાળા મારી પ્રાર્થના
પૂ. વિરાગચંદ્રસાગરજી ગુજ આગમોદ્ધાર પ્રતિષ્ઠાના માતૃ પૂજા પૂ. સંભવચંદ્રસાગરજી
સંયમ સુવર્ણ સત્કાર પરિવાર શબ્દ કળશ (૫૦ લેખોનો સંચય) ડૉ. શરદ ઠાકર ગુજ ગુર્જર ગ્રંથ કાર્યાલય
ગુજ
ગુજ
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૨
Page #3
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોદ્ધાર સેટ
9
ક
ક
ક
૭.
પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણા, માર્ગદર્શન અને આર્શીવાદથી પ્રાયઃ અપ્રાપ્ય અને જીર્ણ ગ્રંથોને ડીજીટલાઇઝેશન દ્વારા અહો શ્રુતજ્ઞાનમ જીર્ણોદ્ધાર યોજના અન્વયે તેમા રહેલ શ્રતને સુરક્ષિત કરવાનું અને તેની મર્યાદિત નકલો પ્રિન્ટ કરાવીને જુદા જુદા શહેરોમાં આવે ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ મોકલ્યા છે. આ રીતે ગ્રંથો અભ્યાસ સંશોદન માટે ઉપલબ્ધ બનાવવાનો લાભ મળ્યો છે. આ વર્ષે પણ જુદા જુદા વિષઓના ૧૮ ગ્રંથ સ્કેનીંગ કરીને ડીવીડી બનાવી છે. અને મર્યાદિત નકલો ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ મોકલવાનું આયોજન કરેલ છે જે માટે શ્રાવકશ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી સહયોગ મળ્યો છે. જ્ઞાનદ્રવ્યના સવ્યય માટે તેઓની હૃદયપૂર્વક અનુમોદના... અહો શ્રુતજ્ઞાનમૂના ગ્રંથ જીર્ણોદ્ધારના બધા જ પુસ્તકો
www.ahoshrut.org ઉપર ઉપલબ્ધ છે. | માં ગ્રંથના નામ
કર્તા - સંપાદક | ભાષા | પ્રકાશક નૃત્યરત્ન કોશ-૧
પૂ.જિનવિજયજી
રાજસ્થાન ઓરી. ઇન્સ્ટીટયુટ નૃત્યરત્ન કોશ-૨
પૂ.જિનવિજયજી
રાજસ્થાન ઓરી. ઇન્સ્ટીટયુટ નૃત્યાધ્યાય
અશોરૂમલ્લ
સંવર્તિકા પ્રકાશન સંગીતનૃત્યનાટ્ય સંબંધી જૈન ગ્રંથો| હીરાલાલ કાપડીયા ગુજ મુક્તિકમલ જૈન મોહનમાળા સંગીત રત્નાકર-૧
મૃગેશ રામકૃષ્ણ
અધ્યાર લાયબ્રોરી સંગીત રતનીકર-૨
મૃગેશ રામકૃષ્ણ
અધ્યાર લાયબ્રેરી સંગીત રત્નાકર-૩
મૃગેશ રામકૃષ્ણ
અધ્યાર લાયબ્રેરી સંગીત રત્નાકર-૪
મૃગેશ રામકૃષ્ણ
અધ્યાર લાયબ્રેરી સંગીત મકરંદ
મૃગેશ રામકૃષ્ણ
સેન્ટ્રલ લાયબ્રેરી શીઘ બોધ ૧ થી ૫
પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘ બોધ ૬ થી ૧૦.
પૂ. જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘ બોધ ૧૧ થી ૧૫
પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘ બોધ ૧૬ થી ૨૦
પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘુ બોધ ૨૧ થી ૨૫
પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક અધ્યાત્મસાર,
ગંભીરવિજયજી ટીકા નરોત્તમ ભાણજી ૧૬ મગનુસારિઆ
ડી. એસ. શાહ | ભગવાન મહાવીર ચેરી. ટ્રસ્ટ ૧૦ મયુરદુતમ-ખંડ કાવ્યમ
પૂ. ધર્મધુરંધરવિજયજી| સં. જૈન ગ્રંથ પ્રસારક સભા ૧૮ શબ્દ સ્તોમ મહાનિધી
તારાનાથ
સરરવતી યંત્રાલય પૂ. આ. શ્રી યોગતિલકસૂરિજીની પ્રેરણાથી ગ્રંથ સમર્પણ અને રાષ્ટ્રીય સંગોષ્ટિનું આયોજન જેન કાવ્ય વિષય ઉપર તા.૧ અને ૨ નવેમ્બરના રોજ ઓશવાલ ભવન- શાહીબાગ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપદેશ સાહિત્ય માળા ભાગ-૧ થી ૧૧. કાવ્ય સાહિત્ય માળાના ભાગ 1 પુસ્તકોનું વિમોચન રાખેલ છે. આ સંગોષ્ટિમાં દિલ્હી, વારાણસી, બેંગ્લોર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતના વિદ્વાનો હાજર રહેશે. જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકો માટે અગત્યની સૂચના :- કોમર્શીયલ પ્રકાશકો તરફથી પ્રકાશિત થતાં પૂજ્ય ગુરુભગવંતોને અભ્યાસમાં ઉપયોગી પુસ્તકોની એક સાથે ૨૫-૩૦ નકલ ડીસ્કાઉન્ટથી ખરીદવાનું પૂ.ગુરુભગવંતોની પ્રેરણાથી આયોજન કરેલ છે. જે પણ જ્ઞાનભંડારોને સ્વદ્રવ્યથી આ યોજનામાં જોડાવું હોય તેઓએ એસ. એમ. એસ. કે ઇમેઇલ કે પત્ર દ્વારા સંપર્ક કરવો.
૧૫
સં. -ગુ
| સં.-ગુ
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૩
Page #4
--------------------------------------------------------------------------
________________
| પાઠશાળા ચેતનવંતી કરવા માટેના ઉપાયો
પં. શ્રી યશોવિજયજી મ. સા. આ વર્ષે અહોશ્રુતજ્ઞાનમ-૬ માં મારી પાઠશાળા પધ્ધતિ અને અભ્યાસક્રમ અંગે સૂચન કરેલ. પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.પં. શ્રી યશોવિજયજી મ. સા.એ પાઠશાળા દ્વારા સંસ્કાર-અભ્યાસ માટે સુંદર મુદ્દાસભર લેખ મોકલ્યો છે. તે અત્રે સાભાર પ્રસ્તુત છે. (?) S. GRI How Does Helath Science & Jain Food Shake Hand with each other? નું લેક્ઝરSlide Show સાથે ગોઠવી શકાય Pictuer સાથે. (2) Today's Science & Low's of Jainism. Set up a Powerpoint Presentation for Example (૧) વનસ્પતિ સજીવ છે. (૨) ઉકાળેલુ પાણી વાપરવાના ફાયદા
(૩) વ્યક્તિ ખસી ગયા પછી પણ તેના પુગલો-ઓરા સર્કલ અંતમુહર્ત રહે છે. આજે ચોર
ચોરી ગયા પછી પણ તેના ફોટા પાડી શકાય છે. (અમુક સમય સુધી)
(૪) વર્ણ - શGદ - ગંધ વિગેરેના પગલો પકડી શકાય છે. વિગેરે સિદ્ધાંતો વગર લેબોરેટરી ટેસ્ટ કરે ભગવાન મહાવીરે જણાવેલ છે. (૩) નૂતન વાંજીત્રો (Music Instrument) ગીટાર, કેસીયો, ડ્રમ્સ, ઢોલ વિગેરે બાળકોને શિખવાડવા જેથી આવા આકર્ષણથી તેઓ ખેંચાય. (૪) What's App ઉપર કરવા માટે રોજ સારા વિચારો, સુવાક્યો, સારા મેસેજો, ધાર્મિક સમાચારો આપવા જેથી એટલો સમય બીજા સાંસારીક કે વગર સમાચાર - પિશ્ચરોથી દૂર રાખે. (૫) Daily Lucky Draw System ગોઠવી શકાય કે જેનું પરિણામ દર રવિવારે પાઠશાળામાં જાહેર કરાય - એકી સાથે અઠવાડીયાનું ગોઠવાય. (૬) તીર્થ દર્શન, મહાવીર જીવન ચરિત્ર, ચંદનબાળા વિગેરે મુવી મળે છે તે પાઠશાળામાં મહિને એકવાર ગોઠવી શકાય. (૯) અઠવાડીયે ધાર્મિક અંતાક્ષરી, મેમરી ગેમ, Quick Contest વિગેરે ગોઠવી શકાય, સામુહિક આરતી તથા સંધ્યા ભક્તિ. (૮) વર્તમાન જગતના બાલ આદર્શા. જેઓએ નાની ઉંમરમાં સેંકડો ગાથાઓ, સ્તવન, સઝાય, સ્તુતિઓ કંઠસ્થ કરેલ છે. તેઓને બોલાવી સંઘમા/પાઠશાળામાં બહુમાન ગોઠવી શકાય તેનો Live Show ગોઠવી શકાય, જેથી બાળકોને પ્રોત્સાહન મળે. (૯) દર વર્ષે અમુક સ્પેશ્યલ સૂત્રો માટે ઇનામની જાહેરાત જે તે એક વર્ષમાં પુરી કરવાની રહે દા.ત.: અજીત શાંતિ રૂા. પ૦૦, અતિચાર રૂા.૧૫૦૦ સાથે પાંચ ચૌદશ પ્રતિક્રમણમાં સંઘમાં બોલવાનું. (૧૦) દર મહિને ક્યારેક પાંજરાપોળમાં ઘાસ નિરણ, વિકલાંગ શાળામાં ક્ટ વિતરણ, અનાથ આશ્રમમાં મિઠાઇ વિતરણ વિ. પાઠશાળાના બાળકો દ્વારા કરાવવું, જેથી સંસ્કાર સિંચન થાય, હોસ્પીટલમાં નહીં, કારણકે ચેપ વિગેરે નાના બાળકોને લાગવાની શક્યતા રહે. (૧૧) વિવિધ આરાધનાઓ માર્ક સાથે Monthly કાર્ડભરવા આપવા મહિનાના અંતે બહુમાન. (૧૨) દર રવિવારે સામુહિક અનુષ્ઠાન જેવાકે સામાયિક, કોન બનેગા જ્ઞાનપતિ, Quiz General on Jainism, વિગેરે માસિક વકૃત્વ સ્પર્ધા, વાર્ષિક એક નાટક શિખવાડવું. (૧૩) દેરાસર શુદ્ધિકરણ, જ્ઞાનભંડાર શુદ્ધિકરણ, અષ્ટપ્રકારી પૂજ, સ્નાત્ર મહોત્સવ, વિ. અનુષ્ઠાનો બાદ અલ્પાહારની વ્યવસ્થા. (૧૪) વાર્ષિક હાજરીના ટકાવારી મુજબ કન્સેશન રેટ સાથે યાત્રા પ્રવાસ
1 અહો ! શ્રુતજ્ઞાનમ - ૨૯ ૪
Page #5
--------------------------------------------------------------------------
________________
'પાઠશાળા ચેતનવંતી કરવા માટેના ઉપાયો
(૧૫) PowerPoint Presentation દ્વારા જીવવિચાર, નવતત્વ, લધુ સંગ્રહણી, જૈન વાતઓિ, પૂર્વના મહા મુનિઓ, પૂર્વના મહા શ્રાવકો, વર્તમાનના શ્રાવકો કે નજીકના સમયમાં
શ્રાવકો જે નાની ઉંમરમાં ૯૯ યાત્રા, ઉપધાન, વિવિધ તપશ્ચર્યા કરતા હોય, સાહસિક કામ કરેલા હોય.. (૧) અઠવાડીયા માટે સહેલા નિયમો આપવા જેથી વ્રતમાં આવી શકે, દરેક વ્રતની સમજણ પ્રેક્ટીકલ આપવી. (૧૯) ચૈત્ર સુદ-૧૩, અખાત્રીજ, પોષ દશમી, વગેરે પર્વોમાં વિવિધ સ્પધઓિ - ગહ્લી હરીફાઇ, સાથીયા હરીફાઇ ખમાસણી હરીફાઇ, આંગી હરીફાઇ, આરતી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ક્વીઝ પણ ગોઠવી શકાય (૧૮) એકેન્દ્રીય - બેઇન્દ્રીય...પંચેન્દ્રીય જીવો slide Shoe કે ગુગલ ઉપરથી લઇ બતાવવા કે સમજાવવા જેથી જીવનમાં પ્રેક્ટીકલ જીવદયા કેવી રીતે પાળી શકાય તેની જાણકારી મળે. (૧૯) પાઠશાળાના શિક્ષકો એવા તૈયાર કરવા જે કુશળતા પૂર્વક બાળકોને હેન્ડલ કરી શકે. (૨૦) દરેક વિધિઓ પ્રેક્ટીકલ, Live DVD દ્વારા દેખાડીને સમજાવાથી બાળકો ટીવી થી ટેવાયેલા હોય છે., વાંચનનો શોખ નથી માટે ગમે તેવા પુસ્તકો છપાવો છતા કારગત ન નિવડે તેવું બને છે. અષ્ટપ્રકારી પૂજા વિધિ, દેરાસર દર્શન વિધિ, ગુરુવંદન, ચૈત્યવંદન વિધિ, ઉપકરણોની સમજ, ઉકાળેલું પાણી, ગાળેલું પાણી, ભક્ષ્યાભક્ષ વિવેક બધુ ડીવીડી દ્વારા દેખાડી સમજાવી શકાય. (૨૧) જીવવિચાર, નવતત્વ, લઘુ સંગ્રહણી (જૈન ભુગોળ) આ બધાની સમજણ પણ કોમ્યુટર live સમજાવવી. (૨૨) માત્ર સૂત્રની ગોખણપટ્ટી કરાવવામાં વિદ્યાર્થી ૧૦માં ધોરણ સુધી પહોંચી જવા છતાં બે પ્રતિક્રમણ પણ પુરા ન થતા હોય અને કેરીયર બનાવવામાં પાઠશાળા છુટી જાય છે. આના કરતા આ અલગ ધાર્મિક કોર્ષ ગોઠવાય જેમાં થોડા સૂત્રો, થોડા અર્થો, થોડી વિધિ, થોડી કથાઓ, થોડું જૈનધર્મનું જનરલ નોલેજ, થોડી પદાર્થોની જાણકારી, થોડો ઇતિહાસ, વગેરે હોય, સ્કુલની ગોખણપટ્ટીનો જમાનો પૂરો થવા આવ્યો છે અને બાળકોની સમજણ શક્તિ વધતી જાય છે. (૨૩) નાના બાળકોને રવિવાર/રજાના દિવસોમાં જે જે વિધિઓ બતાવેલી હોય તેની પ્રેક્ટીસ કરાવવી,
નાત્ર મહોત્સવસ અષ્ટપ્રકારી પૂજાદિ ગોઠવવા. (૨૪) મહાત્માઓ પાસે રજાના દિવસોમાં શિબિરો ગોઠવવી અને મહાત્માઓનું વિચરણ ન હોય ત્યાં પીઢ શ્રાવકો તથા પંડિતો દ્વારા શિબિરો ચલાવવી. (૨૫) દક્ષિણ ભારત, પૂર્વ ભારત વગેરે ક્ષેત્રોમાં મહાત્માઓ અત્ય હોવાથી અને ત્યાંના લોકો ધર્મભૂખ્યા હોવાથી ત્યાના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક (સંઘને ખર્ચની ચિંતા ન આવે તે રીતે) ૫/૬ દિવસની શિબિરો ગોઠવાય (૨૬) જૈન ધર્મ સંબંધી જનરલ નોલેજના ક્લાસો ગોઠવવા, જેમાં જૈન તીર્થો, જૈન સાહિત્ય, ધાર્મિક વહીવટ, સમુદાયો, મહાત્માઓ, વિશિષ્ટ કાર્ય કરનાર શ્રાવક-શ્રાવિકાઓનો પરિચય વગેરે અપાય જેમકે પૂ.હંસરત્ન મ.સા.ના ૧૮૦ ઉપવાસ, કીંજલબેનના ૧૮૦ ઉપવાસ, નાના બાળકે કરેલ અઠ્ઠાઇ વગેરે વમાનના સંદર સમાચાર બાળકોમાં ફેલાવાય. JAIN PATHSHALA ની એક General Website ખોલવી. જેમાં ભારતભરની તમામ પાઠશાળાઓ Register srial is, d GIENO) State & city wise bifercation 8241 241 website Guz Latest News, Updates, General syllabus, અલગ અલગ Course વગેરે માહિતિ રાખી શકાય. કોઇપણ સારા સમાચારો, તપ, દિક્ષાઓ વગેરેના સમાચારો પણ રાખી શકાય. પાઠશાળાઓ વચ્ચેની સ્પધનિા સમાચાર, તેના રીઝલ્ટ વગેરે પણ આના માધ્યમથી બધાને જાણ કરી શકાય.
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૫ |
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનની સુરક્ષા અંગે શારશ્નો અને પરંપરા
(પ્રાચીન ગ્રુતવારસાના સાચા સંરક્ષણ માટે શ્રુતલેખન કરતાં પણ શ્રત છાપકામ વધુ યોગ્ય ઉપાય છે.) શ્રી જૈન સંઘ પાસે " ભાંગ્યું ભાંગ્યુ તો'ય ભરૂચ " એ ન્યાયે આજે'ય ઘણો ઋતવારસો સંગ્રહિત છે. આપણા વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતો જે તે કાળે અનેક નવા ટીકા ગ્રંથો, પ્રકરણ ગ્રંથો વગેરે ની રચના કરીને આપણા સુધી તે શ્રુતજ્ઞાન પહોંચાડ્યું છે. વર્તમાન શ્રી સંઘ પાસે એ માટે હવે મુખ્ય બે જવાબદારી છે. (૧) જે તે પ્રાચીન ગ્રુતવારસાનું યથાવત સંરક્ષણ કરવું તથા (૨) શુદ્ધતાપૂર્વક સંશોધિત-સંપાદિત થયેલ શ્રત એ બીજા ૫૦૦-૧૦૦૦ વરસ સુધી ભવિષ્યની પેઢીને ઉપલબ્ધ બની રહે એ માટેનો પ્રયત્ન કરવો, ભવિષ્યની પેઢીને શ્રુતવારસો મળી રહે એ માટે વર્તમાનમાં મુખ્ય ચાર વિકલ્પો છે. (૧) તાડપત્રીય લેખન (ઉત્કીર્ણન), (૨) સાંગાનેરી વગેરે દેશી કાગળ પર હસ્તલેખન અને (૩) ડીજીટલાઇઝેશન દ્વારા શ્રત સંરક્ષણ (૪) છાપકામ-પ્રીન્ટીંગ. હવે, ઉપરોક્ત ચારેય વિત્યોમાંથી કયો વિકલ્પ શાસ્ત્રીચ છે ? કયો વિકલ્પ લાભદાયી છે? આપણા પૂવચિાર્યોએ તથા શ્રીસંઘે કયો વિકલ્પ વિશેષથી માન્ય રાખ્યો છે ? વગેરે વગેરે ઘણા બધા વિકલ્પોની પ્રશ્નોત્તર દ્વારા પ્રસ્તુત છે. શાસ્ત્રીયવિચારણા, પ્રશ્નઃ - તો પછી પરાપૂર્વથી શાસ્ત્રો લખાતા આવ્યા છે તેનું શું? ઉત્તર :- અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જિનશાસનની શ્રુતના સંરક્ષણ માટેની મૂળભૂત પરંપરા તો મુખપાઠ’ની જ છે. પૂર્વકાળે દરેક ગુરુભગવંત પોતાના શિષ્યને શ્રુતજ્ઞાન-સૂત્રોના પાઠ, આલાવાઓ આપતા જાય.. તેઓ તેને મુખપાઠ દ્વારા જ કંઠસ્થ કરતા જાય અને તેઓ વળી પોતાના શિષ્યોને મુખપાઠ દ્વારા જ જ્ઞાન આપે, એટલા જ માટે કેટલાક સ્થાનોમાં મૂળ આગમમાં પણ વાચનાભેદ જોવા મળે છે. આમ, મૂળભૂત શાસ્ત્ર તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત જણાવતા હોવાથી જેઓ એકદમ ચુસ્તપણે શાસ્ત્રને જ વળગીને ચાલનારા છે, અને જેઓને શાસ્ત્રીય રીતે જ શ્રતની સુરક્ષા કરવી હોય તેઓએ કોઇપણ પ્રકારનું શ્રુતલેખન - હરતલેખન કરાવાય જ નહિ. પ્રશ્ન :- ”શ્રુતલેખન એ શાસ્ત્રીય નથી' એમ શી રીતે કહેવાય ? કારણકે ...... વગેરે જેવા શાસ્ત્રપાઠો તો મળે જ છે કે જે શ્રુતલેખનના અનેક લાભો જણાવે છે. ઉત્તર :- કોઇપણ મૂળ આગમગ્રંથમાં શ્રુતલેખનની વાત નથી, એમાં તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત જણાવ્યું છે. પરંતુ જે તે કાળે સમય-સંયોગે અને પરિસ્થિતિનું નિમણિ થતા ઋતવારસાને નષ્ટ થતો અટકાવવા શ્રુત લખાવવું અત્યંત આવશ્યક બન્યું. મુખપાઠ દ્વારા વહેતું શ્રુતજ્ઞાન દુકાળ, મતિમાંધ, રાજકિય અરાજકતા વગેરે કારણે નષ્ટ, ભ્રષ્ટ, પાઠભિન્ન થતુ હતું તે સમયે શ્રી વીરનિવણિથી ૯૮૦ વર્ષ પૂર્વે (મતાંતરે ૯૯૩ વર્ષે વિક્રમની પાંચમી સદીમાં શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે અત્યંત દીર્ધદષ્યિપૂર્વક સમયસૂચકતા વાપરીને વલ્લભીપુરમાં પ૦૦ આચાર્ય ભગવંતો સાથે વિચાર વિમર્શ કરીને વિવિધ વાચનાઓના સંકલન કરીને (જે શ્રત લખાવવામાં શાસ્ત્રકારો પ્રાયશ્ચિત જણાવે છે એ જ) શ્રતનું સૌ પ્રથમ લેખનકાર્ય શરૂ થયું આજે એ પછીના ૧૫૦૦ વર્ષના ઇતિહાસમાં કોઇપણ આચાર્ય ભગવંતે તેમની ટીકા તો નથી કરી, પરંતુ સમય-સંજોગ જોઇ પરમ ગીતાર્થતા વાપરી તેમણે તાડપત્ર ઉપર સૌ પ્રથમ જે આગમગ્રંથો લખાવ્યા, તેની ભરપેટ અનુમોદના જ કરી છે. પછી પછીના કાળે શ્રુતને લખાવવાની પ્રવૃતિ વ્યાપક બનતી ગઇ. નૂતન ગ્રંથોની રચનાઓનું પ્રમાણ પણ વધ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી છે તે કાળે અન્ય પણ શ્રુતસર્જક પ્રભાવક આચાર્ય ભગવંતો થયા છે.
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૬
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનની સુરક્ષા અંગે શાસ્ત્રો અને પરંપરા
આ સર્વ શ્રુત પણ ભવિષ્યની પેઢી માટે લખાવવું આવશ્ય હતું. તે લખાવવા માટે તાડપત્ર કાગળ ની આવશ્યકતા ઊભી થઇ. એ માટે ધનની જરૂરૂીયાત ઉભી થઇ. મુખ્યત્વે ધનની જરૂરીયાત અને શ્રાવકવર્ગને શ્રુતજ્ઞાનની મહત્તા સમજાવી, તેના સંરક્ષણ-વહન માટે તત્કાલીન ઉપાય રૂપ શ્રુતલેખનની મહત્તા સમજાય તે માટે વિક્રમની પ્રાયઃ ૧૨-૧૩ મી સદી પછીના કાળે પૂ.ગુરુભગવંતોએ શ્રુતલેખનના માહાત્મદર્શક શ્લોકો બનાવ્યા, તેનો પ્રચાર-પ્રસાર થયો. એ પૂર્વાચાર્યોની દીર્ઘદષ્ટિને કારણે જ આપણને આજે આવો ભવ્ય શ્રુતવારસો સાંપડયો છે. પ્રશ્ન :- સૌ પ્રથમ પૂ.દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના કાળે જ જે આગમો લખાયા તે તાડપત્ર પર જ શા માટે લખાવ્યા ? તાડપત્ર એટલે તો તાડ નામના વૃક્ષનું પત્ર-પાંદડું, જે વનસ્પતિ હોઇ તેની વિરાધનાનો દોષ ના લાગે?
ઉત્તર :- અહીં એક વાત બહુ સમજી રાખવા જેવી છે કે તાડપત્ર ઉપરનું લેખન એ કોઇ જૈનસંઘનું સંશોધન નથી જ્યારે આપણે આગમો નહોતા લખાવતા, તે પહેલાથી જ તાડપત્રનો ઉપયોગતો સમગ્ર ભારતવર્ષમાં લેખન સામગ્રી તરીકે થતો જ આવ્યો છે. આજેય બંગ વગેરે દેશોમાં લખાયેલ અન્ય દર્શનના પ્રાચીન તાડપત્રો ઉપલબ્ધ થાય જ છે. તત્કાલીન શ્રી જૈનસંઘ આગમો લખાવવા કોઇ સ્પેશીયલ તાડપત્રીય ઉધોગ શરૂ કર્યાં નથી કે કરાવ્યા નથી, પરંતુ જે તે કાળે લોકમાં લેખન સામગ્રી રૂપે તાડપત્રનો વિપુલ વપરાશ હતો એટલે શ્રી જૈનસંઘે જૈનાગમાદિના લેખન માટે તાડપત્રોને અપનાવી લીધા.
પ્રશ્ન:- પરંતુ તાડપત્રીય પ્રતો બહુ જ ઓછી જોવા મળે છે. મોટે ભાગે તો કાગળ ઉપર લખાયેલા પ્રત જ જોવાય છે ને?
ઉત્તર :- આ તમે લેખન માટેના બીજા વિકલ્પની વાત કરી. તાડપત્ર પરના ગ્રંથો ઓછી માત્રામાં લખાયેલા હોય અથવા નષ્ટ થઇ ગયા હોય માટે ઓછા જોવા મળે છે. હાલ કાગળ ઉપર લખાયેલા ગ્રંથો વધુ જોવા મળે છે. કોઇપણ સંસ્કૃતિ ક્યારેય એક સમાન ચીલે ચાલતી નથી, ક્રાંતિ એ સંસ્કૃતિ સાથે જોડાયેલું સામાયિક અભિન્ન અંગ છે, દર એકાદ-બે-ચાર સદીએ લોકજીવનમાં પ્રજા જીવનમાં ધરખમ ફેરફારો જોવા મળશે જ.
Necessity is the mother of invention જરૂરીયાત એ સંશોધનની માતા છે. લોકવ્યવહારમાં લેખનનો વ્યાપક પ્રચાર વધતાં તાડપત્રના આવશ્યક વિકલ્પની જરૂરીયાત ઉભી થઇ. જેના અનેક પ્રયોગોના સંશોધનના પરિપાકરૂપે કાગળનો જન્મ થયો. વિક્રમની ૧૨-૧૩ મી સદી પછી લોકવ્યવહારમાં લેખનસામગ્રી રૂપે કાગળ વધુ પ્રચલિત બનતો ગયો.
તાડપત્રમાં જેમ વનસ્પતિની વિરાધના હતી. તેમ કાગળની બનાવટ જોઇએ તો, તેમાંય ઘણી હિંસા છે. તે કાંઇ અહિંસક તો છે જ નહીં. તેમ છતાં લોકમાં તેનો વ્યાપક ઉપયોગ જોઇ શ્રી જૈનસંઘ, જે તે લોકવ્યવસ્થાનો શ્રીસંઘના હિતમાં ઉપયોગ શરૂ કર્યો, તત્કાલીન આચાર્યાદિ ગીતાર્થ ગુરુ ભગવંતોએ તે માન્ય કર્યો અને ગ્રંથો કાગળ પર લખાવા શરૂ થયા.
બસ, એ જ રીતે ૧૮-૧૯મી સદીમાં લોકવ્યવહારમાં મુદ્રણયુગ શરૂ થયો. તેનું ચલણ વ્યાપક બનતા શ્રી જૈનસંઘે શ્રી સંઘના ગીતાર્થ ગુરુ ભગવંતોએ શ્રીસંઘના હિતમાં તે પણ અપનાવ્યું અને આગમાદિ શ્રુત છપાવવાની પરંપરાનો ત્રીજો વિકલ્પ અમલમાં આવ્યો.
ક્મશઃ (વધુ આવતા અંકે)
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ७
Page #8
--------------------------------------------------------------------------
________________ સમગ્ર ભારતભરમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘોની મંદિરનિર્માણ અંગે માર્ગદર્શક 'શિલ્ય શિબિર સફળતાપૂર્વક સંપન્ન સમગ્ર ભારતભરમાં તથા વિદેશોમાં પણ અનેક જૈન સંઘોમાં જિનમંદિરોના નિર્માણકાર્ય ચાલતા હોય છે. આ નિમણિકાર્ય શિલ્પશાસ્ત્ર પ્રમાણે ભવ્ય કલાકૃતિસંપન અને પ્રભાવશાળી બને એ માટે સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની પ્રતિનિધિ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી, શેઠશ્રી જીવણદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ પેઢી-તથા શ્રી સમસ્ત મુંબઈ શ્વેતામ્બર જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય શિલ્ય શિબિર તા. 27-28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ (શ્રી જૈન વીશા ઓશવાળ ભવન, આંબાવાડી)માં આયોજન થયેલ. અતિ વિશાળ પાયે આયોજિત આ શિલ્ય શિબિરમાં ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાંથી 10 રાજ્યોમાંથી 150 થી વધુ સંઘોના મોભીઓ, પ્રતિનિધિ, ટ્રસ્ટીઓ સહિત કુલ 450 થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં દુબઈથી પણ એક સંઇવાળા સ્પેશિયલ શિબિર માટે પધારતાં, આ શિબિર નેશનલ ન રહેતા ઈન્ટરનેશનલ બની રહી. આંબાવાડી સંઘમાં બિરાજમાન પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ. સંયમૈકલક્ષી આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્રા પ્રદાન કરી. પ.પૂ. તકસમ્રાટ આ. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજાએ જિનાલય નિમણિ અંગે શાસ્ત્રપાઠો સહિત વિશદ્ રજૂઆત કરી. પ્રવચનશિખર પ. પૂ.પં.પ્ર. શ્રી મહાબોધિવિજયજી મ. સા. એ મંદિરનિમણિમાં શાસ્ત્રવિધિની મહત્તા પર સવિશેષ ભE પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ.પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા.એ જિનાલચ નિમણિની વ્યવસ્થિત પદ્ધતિ, જૈન તીર્થ નિમણિ, જીર્ણોદ્ધારની વાસ્તવિક સમજણ તથા જિનમંદિરને પ્રભાવશાળી બનાવવાના રહસ્યવિજ્ઞાન ષેિ વિસ્તૃત માદિર્શન આપેલ. દ્વિદિવસીય શિલ્યશિબિરના પાંચ સેશન દ્વારા શાસ્ત્રીય શિલ્યગ્રંથ - જૈન શિલ્યવિધાન” (ભાગ 12) તથા વ્યવહારિક શિલ્યગ્રંથ - જિનાલય નિર્માણ માદિર્શિકા'ના આધારે ઘણી મહત્ત્વની પ્રેક્ટીકલ બાબતો વિડીયો ક્લીપીંગ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવી હતી. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી સંવેગભાઇ સહિતટસ્ટીઓ. ગોરવભાઇ, અશોકભાઇ શ્રીપાલભાઇ, જયેન્દ્રભાઇ, સુદીપભાઇ તથા સચીનભાઇ, શ્રી શંખેશ્વર તીર્થ પેઢીના શ્રી શ્રેયકભાઇ, દેવલભાઇ આદિ તથા જિનશાસનરત્ન શ્રી કુમારપાલભાઇ વી.શાહ, સાધર્મિકવત્સલ શ્રી કલ્પેશભાઇ વી.શાહ, જયેશભાઇ ભણશાલી, પરેશભાઇ શેઠ (નંદપ્રભા), સુપ્રસિદ્ધ લેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, પ્રકાશભાઇ સંઘવી (શિરોડી), પ્રકાશભાઇ વસા, અતુલભાઇ શાહ (દાઢી) ગિરીશભાઇ (સમસ્ત મહાજન), શ્રુતપ્રેમી શ્રી બાબુભાઇ વગેરે જિનશાસનના અનેક અગ્રગણ્ય મહાનુભાવો આ શિલ્ય શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket પ્રકારક શ્રી આશાપૂરા પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી છોડાવાળા ભવન હિરાન સોસાયટી, સાબારમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ્ - 29 8