________________
શ્રુતજ્ઞાનની સુરક્ષા અંગે શારશ્નો અને પરંપરા
(પ્રાચીન ગ્રુતવારસાના સાચા સંરક્ષણ માટે શ્રુતલેખન કરતાં પણ શ્રત છાપકામ વધુ યોગ્ય ઉપાય છે.) શ્રી જૈન સંઘ પાસે " ભાંગ્યું ભાંગ્યુ તો'ય ભરૂચ " એ ન્યાયે આજે'ય ઘણો ઋતવારસો સંગ્રહિત છે. આપણા વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતો જે તે કાળે અનેક નવા ટીકા ગ્રંથો, પ્રકરણ ગ્રંથો વગેરે ની રચના કરીને આપણા સુધી તે શ્રુતજ્ઞાન પહોંચાડ્યું છે. વર્તમાન શ્રી સંઘ પાસે એ માટે હવે મુખ્ય બે જવાબદારી છે. (૧) જે તે પ્રાચીન ગ્રુતવારસાનું યથાવત સંરક્ષણ કરવું તથા (૨) શુદ્ધતાપૂર્વક સંશોધિત-સંપાદિત થયેલ શ્રત એ બીજા ૫૦૦-૧૦૦૦ વરસ સુધી ભવિષ્યની પેઢીને ઉપલબ્ધ બની રહે એ માટેનો પ્રયત્ન કરવો, ભવિષ્યની પેઢીને શ્રુતવારસો મળી રહે એ માટે વર્તમાનમાં મુખ્ય ચાર વિકલ્પો છે. (૧) તાડપત્રીય લેખન (ઉત્કીર્ણન), (૨) સાંગાનેરી વગેરે દેશી કાગળ પર હસ્તલેખન અને (૩) ડીજીટલાઇઝેશન દ્વારા શ્રત સંરક્ષણ (૪) છાપકામ-પ્રીન્ટીંગ. હવે, ઉપરોક્ત ચારેય વિત્યોમાંથી કયો વિકલ્પ શાસ્ત્રીચ છે ? કયો વિકલ્પ લાભદાયી છે? આપણા પૂવચિાર્યોએ તથા શ્રીસંઘે કયો વિકલ્પ વિશેષથી માન્ય રાખ્યો છે ? વગેરે વગેરે ઘણા બધા વિકલ્પોની પ્રશ્નોત્તર દ્વારા પ્રસ્તુત છે. શાસ્ત્રીયવિચારણા, પ્રશ્નઃ - તો પછી પરાપૂર્વથી શાસ્ત્રો લખાતા આવ્યા છે તેનું શું? ઉત્તર :- અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જિનશાસનની શ્રુતના સંરક્ષણ માટેની મૂળભૂત પરંપરા તો મુખપાઠ’ની જ છે. પૂર્વકાળે દરેક ગુરુભગવંત પોતાના શિષ્યને શ્રુતજ્ઞાન-સૂત્રોના પાઠ, આલાવાઓ આપતા જાય.. તેઓ તેને મુખપાઠ દ્વારા જ કંઠસ્થ કરતા જાય અને તેઓ વળી પોતાના શિષ્યોને મુખપાઠ દ્વારા જ જ્ઞાન આપે, એટલા જ માટે કેટલાક સ્થાનોમાં મૂળ આગમમાં પણ વાચનાભેદ જોવા મળે છે. આમ, મૂળભૂત શાસ્ત્ર તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત જણાવતા હોવાથી જેઓ એકદમ ચુસ્તપણે શાસ્ત્રને જ વળગીને ચાલનારા છે, અને જેઓને શાસ્ત્રીય રીતે જ શ્રતની સુરક્ષા કરવી હોય તેઓએ કોઇપણ પ્રકારનું શ્રુતલેખન - હરતલેખન કરાવાય જ નહિ. પ્રશ્ન :- ”શ્રુતલેખન એ શાસ્ત્રીય નથી' એમ શી રીતે કહેવાય ? કારણકે ...... વગેરે જેવા શાસ્ત્રપાઠો તો મળે જ છે કે જે શ્રુતલેખનના અનેક લાભો જણાવે છે. ઉત્તર :- કોઇપણ મૂળ આગમગ્રંથમાં શ્રુતલેખનની વાત નથી, એમાં તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત જણાવ્યું છે. પરંતુ જે તે કાળે સમય-સંયોગે અને પરિસ્થિતિનું નિમણિ થતા ઋતવારસાને નષ્ટ થતો અટકાવવા શ્રુત લખાવવું અત્યંત આવશ્યક બન્યું. મુખપાઠ દ્વારા વહેતું શ્રુતજ્ઞાન દુકાળ, મતિમાંધ, રાજકિય અરાજકતા વગેરે કારણે નષ્ટ, ભ્રષ્ટ, પાઠભિન્ન થતુ હતું તે સમયે શ્રી વીરનિવણિથી ૯૮૦ વર્ષ પૂર્વે (મતાંતરે ૯૯૩ વર્ષે વિક્રમની પાંચમી સદીમાં શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે અત્યંત દીર્ધદષ્યિપૂર્વક સમયસૂચકતા વાપરીને વલ્લભીપુરમાં પ૦૦ આચાર્ય ભગવંતો સાથે વિચાર વિમર્શ કરીને વિવિધ વાચનાઓના સંકલન કરીને (જે શ્રત લખાવવામાં શાસ્ત્રકારો પ્રાયશ્ચિત જણાવે છે એ જ) શ્રતનું સૌ પ્રથમ લેખનકાર્ય શરૂ થયું આજે એ પછીના ૧૫૦૦ વર્ષના ઇતિહાસમાં કોઇપણ આચાર્ય ભગવંતે તેમની ટીકા તો નથી કરી, પરંતુ સમય-સંજોગ જોઇ પરમ ગીતાર્થતા વાપરી તેમણે તાડપત્ર ઉપર સૌ પ્રથમ જે આગમગ્રંથો લખાવ્યા, તેની ભરપેટ અનુમોદના જ કરી છે. પછી પછીના કાળે શ્રુતને લખાવવાની પ્રવૃતિ વ્યાપક બનતી ગઇ. નૂતન ગ્રંથોની રચનાઓનું પ્રમાણ પણ વધ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી છે તે કાળે અન્ય પણ શ્રુતસર્જક પ્રભાવક આચાર્ય ભગવંતો થયા છે.
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૬