________________ સમગ્ર ભારતભરમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘોની મંદિરનિર્માણ અંગે માર્ગદર્શક 'શિલ્ય શિબિર સફળતાપૂર્વક સંપન્ન સમગ્ર ભારતભરમાં તથા વિદેશોમાં પણ અનેક જૈન સંઘોમાં જિનમંદિરોના નિર્માણકાર્ય ચાલતા હોય છે. આ નિમણિકાર્ય શિલ્પશાસ્ત્ર પ્રમાણે ભવ્ય કલાકૃતિસંપન અને પ્રભાવશાળી બને એ માટે સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની પ્રતિનિધિ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી, શેઠશ્રી જીવણદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ પેઢી-તથા શ્રી સમસ્ત મુંબઈ શ્વેતામ્બર જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય શિલ્ય શિબિર તા. 27-28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ (શ્રી જૈન વીશા ઓશવાળ ભવન, આંબાવાડી)માં આયોજન થયેલ. અતિ વિશાળ પાયે આયોજિત આ શિલ્ય શિબિરમાં ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાંથી 10 રાજ્યોમાંથી 150 થી વધુ સંઘોના મોભીઓ, પ્રતિનિધિ, ટ્રસ્ટીઓ સહિત કુલ 450 થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં દુબઈથી પણ એક સંઇવાળા સ્પેશિયલ શિબિર માટે પધારતાં, આ શિબિર નેશનલ ન રહેતા ઈન્ટરનેશનલ બની રહી. આંબાવાડી સંઘમાં બિરાજમાન પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ. સંયમૈકલક્ષી આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્રા પ્રદાન કરી. પ.પૂ. તકસમ્રાટ આ. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજાએ જિનાલય નિમણિ અંગે શાસ્ત્રપાઠો સહિત વિશદ્ રજૂઆત કરી. પ્રવચનશિખર પ. પૂ.પં.પ્ર. શ્રી મહાબોધિવિજયજી મ. સા. એ મંદિરનિમણિમાં શાસ્ત્રવિધિની મહત્તા પર સવિશેષ ભE પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ.પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા.એ જિનાલચ નિમણિની વ્યવસ્થિત પદ્ધતિ, જૈન તીર્થ નિમણિ, જીર્ણોદ્ધારની વાસ્તવિક સમજણ તથા જિનમંદિરને પ્રભાવશાળી બનાવવાના રહસ્યવિજ્ઞાન ષેિ વિસ્તૃત માદિર્શન આપેલ. દ્વિદિવસીય શિલ્યશિબિરના પાંચ સેશન દ્વારા શાસ્ત્રીય શિલ્યગ્રંથ - જૈન શિલ્યવિધાન” (ભાગ 12) તથા વ્યવહારિક શિલ્યગ્રંથ - જિનાલય નિર્માણ માદિર્શિકા'ના આધારે ઘણી મહત્ત્વની પ્રેક્ટીકલ બાબતો વિડીયો ક્લીપીંગ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવી હતી. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી સંવેગભાઇ સહિતટસ્ટીઓ. ગોરવભાઇ, અશોકભાઇ શ્રીપાલભાઇ, જયેન્દ્રભાઇ, સુદીપભાઇ તથા સચીનભાઇ, શ્રી શંખેશ્વર તીર્થ પેઢીના શ્રી શ્રેયકભાઇ, દેવલભાઇ આદિ તથા જિનશાસનરત્ન શ્રી કુમારપાલભાઇ વી.શાહ, સાધર્મિકવત્સલ શ્રી કલ્પેશભાઇ વી.શાહ, જયેશભાઇ ભણશાલી, પરેશભાઇ શેઠ (નંદપ્રભા), સુપ્રસિદ્ધ લેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, પ્રકાશભાઇ સંઘવી (શિરોડી), પ્રકાશભાઇ વસા, અતુલભાઇ શાહ (દાઢી) ગિરીશભાઇ (સમસ્ત મહાજન), શ્રુતપ્રેમી શ્રી બાબુભાઇ વગેરે જિનશાસનના અનેક અગ્રગણ્ય મહાનુભાવો આ શિલ્ય શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket પ્રકારક શ્રી આશાપૂરા પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી છોડાવાળા ભવન હિરાન સોસાયટી, સાબારમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ્ - 29 8