Book Title: Aho Shruta gyanam Paripatra 23
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ પુરતક અહી શ્રેલા, I' III શ્રી ચિંતામણિ શંખેશ્વર આશાપૂરણ પાશ્વનાથાય નમ: II S. 16થી , DE સંકલન શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૯, ભાદરવા સુદ - ૫ બેડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંચમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞા સમારાધક પંડિતવર્યશ્રી/શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ. -: જ્ઞાનક્ષેત્રે ઘણું મહત્વનું છતાં ઉપેક્ષિત ક્ષેત્ર-શિલ્પજ્ઞાન - શિલ્પજ્ઞાનની મહત્તા : સંબોધ પ્રકરણમાં સુરિપુરંદર આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રાવકોને દેવદ્રવ્યની સુરક્ષા-સવ્યય પર ઘણો જ ભાર મૂકેલો છે. દેવદ્રવ્યના યોગ્ય વહીવટ દ્વારા આ ભવ-પરભવના સર્વ સુખોની પ્રાપ્તિ થવા ઉપરાંત, છેક તીર્થકરપદની પ્રાપ્તિ સુધીના લાભો દશવ્યિા છે. છતી શક્તિએ, સંયોગ-સામર્થ્ય અનુકુળ હોવા છતાં, જેઓ દેવદ્રવ્યની ઉપેક્ષા કરે, તેના વિનાશને રોકે-અટકાવે નહિ, તો તેઓ મહાપાપના ભાગી થાય છે એમ ત્યાં જણાવ્યું છે. ઉપરાંતમાં ત્યાં સુધી કહ્યું છે કે સર્વ સાવધથી વિરકત અથતિ અટકેલા એવા સાધુ ભગવંતો પણ જો અવસર આવ્યું, પોતાની શક્તિ-- સામર્થ્ય અને સંયોગોની અનુકુળતા હોવા છતાં દેવદ્રવ્યના વિનાશને અટકાવે નહિ, પણ ઉપેક્ષા જ કરે તો તેઓ પણ પાપના ભાગી થાય છે. એટલે દેવદ્રવ્યની સુરક્ષા અને સવ્યય એ કેટલી મહત્વની બાબત છે એ સમજી શકાય છે. દ્રવ્યસણતિકાના ગુણદ્વાર અને દોષદ્વારનું અવગાહન કરતાં આ બાબત હજી વિશેષ સ્પષ્ટતા થશે અને તેનું શાસ્ત્રોક્ત અમાપ મહત્વ સમજાશે. આ દેવદ્રવ્યની સુરક્ષા અને સવ્યય તે શિભવિધાના શાસ્ત્રીય અને વ્યવહારીક જ્ઞાનના દ્વારા શક્ય બને છે, માટે તેની પણ મહત્તા આપોઆપ સિદ્ધ થઇ જાય છે. -: શિલ્યક્ષેત્રે શ્રાવકોએ તૈયાર થવું જરૂરી છે. :- મંદિર નિમણિાદિ કાર્યો શ્રાવકોના કર્તવ્યરૂપે છે. વર્તમાન કાળે શ્રાવકો શાસ્ત્રમયદિાને અતિક્રમીને સંસારવઈક એવા પણ પોતાના ઘર, ઓફીસ વગેરેના બાંધકામમાં પ્રવૃત હોય, કેટલાક વળી બીલ્ડર તરીકેનો જ વ્યવસાય કરતા હોય તેવા સમયે સંસારતારક એવા જિનમંદિર, જિનમૂર્તિ આદિ નિમણિકાર્યો શ્રાવકોએ દિલ દઇને, જાતદેખરેખ હેઠળ પ્રભાવસંપન્ન અને દીર્થસ્થાયીપણે થાય એ રીતે કરાવવા આત્મિક લાભનું કારણરૂપ બને છે. જેનોએ બુદ્ધિશાળી પ્રજા હોય છે. પરમાત્મા પાછળ સરેરાશ ઘણો ખર્ચ કરનારા જેનો છે. મંદિર-પ્રતિષ્ઠા આદિ માટે સર્વસ્વ સમર્પણ કરી દેતાં તેઓ અચકાતાં નથી. આવી ઉચ્ચ ભાવના હોવા છતાં એકમાત્ર શિલ્યક્ષેત્ર સંબંધી વિશેષ જ્ઞાનના અભાવે રૂપિયા ખર્ચવાના પ્રમાણમાં વધુ લાભ- રીઝલ્ટ લઇ શકાતું નથી. ચોગ્યતા અને શક્તિસંપન્ન શ્રાવકો જો આ વિષયમાં રસ લઇ તૈયાર થાય તો શ્રીસંઘને તથા તેઓને બે વિશિષ્ટ લાભ થાય. (૧) દેવદ્રવ્યની સુરક્ષા અને સવ્યય દ્વારા શાસ્ત્રોક્ત વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી બને, આલોક-પરલોકના વિશિષ્ટ પુણ્યફળો પામી તે આત્મા મોક્ષ પામે. (૨) જિનમંદિર તે સકળ શ્રીસંઘની પ્રબળ આસ્થા શ્રદ્ધાનું કારણ છે, મંદિરો સવિશેષ પ્રભાવશાળી બનતાં સકળ શ્રીસંઘને સુખ-શાંતિ અને સમૃદ્ધિદાયક થાય. તે માટે ભોગ આપનારને તો અવશ્ય ઉન્નતિકારક થાય. આ દ્વારા શિલ્પજ્ઞાનક્ષેત્રે શ્રાવકો જાણકાર બની સ્વ-પર કલ્યાણ સાધનારા બને એજ અભ્યર્થના સાથે જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્... " રાસો€ સર્વ સાધૂનામ્ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહો ! શુSિામ ૨૬

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8