Book Title: Aho Shruta gyanam Paripatra 23 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 6
________________ શ્રુત સંશોધન-સંપાદન વિચાર વલોણું ૦ આપણા પૂર્વાચાર્ય ભગવંતોએ પૂર્વવર્તી સાહિત્ય-આગમગ્રંથોનું દોહન કરી કરીને વિષયવાર, ક્રમવાર વગેરે પદ્ધતિપૂર્વક પ્રકરણ ગ્રંથોની રચના કરી છે જે તે કાળે મુદ્રણ વ્યવસ્થા ન હોઇ ગ્રંથકાર એની પ્રથમ હસ્તાદ તૈયાર કરતા. પછી એમના શિષ્યપ્રશિષ્યાદિ વર્ગતની પ્રતિલીપી કરતા. જો કે ઘણું કરીને તો એ માટે લહિયાઓ પર જ આધાર રાખવો પડતો હતો. મૂળભૂત ગ્રંથો સંસ્કૃત-પ્રાકૃતમાં હોઇ, લહિયાઓને તેનું જ્ઞાન ન હોઇ હસ્તપ્રતોમાં અશુદ્ધિ ઉમેરાતી જતી.. એકનો એક ગ્રંથ અલગ અલગ સ્થાને અલગ અલગ લહિયાઓ દ્વારા લખાતા એમાં અઢળક પાઠાંતરો વગેરે પણ થાય જ એ એકદમ સ્વાભાવિક છે. માટે જ ગરુભગવંતો સંશોધન-સંપાદન માટે શક્ય પ્રાચીનતમ હસ્તાદર્શનો આગ્રહ રાખતા હોય છે. પણ એ ગુટક, અપૂર્ણ હોવી વગેરે ઘણા કારણોને લીધે અલગ અલગ સ્થાનની વિવિધ હસ્તાદર્શોને આધારે સંશોધન-સંપાદન કરતા હોય છે. તથા આજ સુધીમાં જે સાચા ખોટા પાઠાંતરો થયા તેમાંથી યોગ્ય નિર્ણય લઇને એક શુદ્ધ ગ્રંથનું મહામહેનતે સંપાદન કરતા હોય છે. વર્તમાનમાં મુદ્રણવ્યવસ્થા સુંદર હોઇ તેમના સુવિશુદ્ધ સંપાદનનો એકસરખી ૪૦૦પ૦૦ નકલ તૈયાર થઇ શકે છે તથા આજે તો ૫૦૦-૯૦૦ વર્ષ ટકી શકે એવા પણ કાગળો પર મુદ્રણ શક્ય બને છે. એટલે ભારે પરિશ્રમ કરીને કરેલ સંપાદન કાર્ય, પાઠભેદ કે પાઠાંતરો વિના એક સમાન પણે દીર્ધકાળ ટકી શકે છે. -: ગ્રંથ સંશોધન-સંપાદનનો આશય :૦ વિદ્વાન સાધુ-સાધ્વીજી ભગવંતો સંશોધન-સંપાદન કાર્યો કરે છે એમ સ્કોલરો પણ એ કાર્ય કરતા હોય છે. અલબત્ત ઘણું કરીને તેમના આંતરિક આશયમાં ભેદ પડી જાય છે. ૦ ગુરુભગવંતોના સંશોધન-સંપાદન કાર્યોમાં પૂવચાર્યોની સદણમુક્તિની એક ભવ્ય ભાવના મહેકતી હોય છે. પોતાને મળેલ શ્રુતવારસો, ભવિષ્યની પેઢીને શુદ્ધ સ્વરૂપે મળી રહે, એ દ્વારા પ્રભુનો સત્ય માર્ગ-ઉપદેશ જગતમાં પ્રવર્તે અને તે દ્વારા સૌ જીવો આત્મકલ્યાણ સાધી વહેલામાં વહેલા મોક્ષે પહોંચે એ તેમની હૃદયગત લાગણી હોય છે. પોતાની વિદ્વતાપ્રદર્શનની બદબૂ પ્રાયઃ કરી એમના કાર્યોમાં જોવા મળતી નથી. વિવરણ કે ભાવાનુવાદ લખતી વેળાએ પણ, આ ગ્રંથના જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ વધે, તેઓ શાસ્ત્રના જ્ઞાતા બને. પોતાના જ્ઞાન દ્વારા સંઘને સત્યજ્ઞાનમાર્ગે પ્રવતવનારા થાય.. શુભ પુણ્યાનુબંધી પુણય બાંધી ઇહલોકપરલોકમાં સુખી થાય એજ એક ભાવના હોય છે. વિવિધ પરિશિષ્ટ, ટિપ્પણો વગેરે દ્વારા પણ ગ્રંથની ઉપાદેયતા વધારી સંતતોગત્વા તો ઉપરોક્ત શુભભાવનાની પુષ્ટિ જ કરવાનો તેમનો સદાશય હોય છે. કેટલાક અપવાદને બાદ કરતાં વિદ્વાન સ્કોલરોના જૈનગ્રંથ સંશોધનસંપાદનનો આશય મુખ્યત્વે તુલનાત્મક અભ્યાસ કરવાનો હોય છે. તેઓને આત્મકલ્યાણકર પ્રભુના વચનો-પદાર્થો કરતાં પણ સંસ્કૃત ભાષાનું પાંડિત્ય, વ્યાકરણ, અલંકાર, છંદ વગેરેનું આકર્ષણ વધુ હોય છે. જુદા જુદા ધર્મગ્રંથોની તુલનાઓ કરીને કયો ગ્રંથ ભાષા વગેરે દષ્ટિએ શ્રેષ્ઠ છે એની અનધિકારી ચેષ્ટાનો અધિકાર કોઇએ આપ્યા વિના જ તેઓ મેળવી લેતા હોય છે. અહો ! શ્રુતજ્ઞામ હશેPage Navigation
1 ... 4 5 6 7 8