Book Title: Aho Shruta gyanam Paripatra 23
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ - શુક સ્કોલરોના સંશોધનો વિચારણીય:કેટલાક અધધ વિદ્વાનોએ તો જૈન સંધનું વાતાવરણ ડહોળવાના પણ જધન્ય કૃત્યો કર્યાં છે. જેમકે અહિંસાના મહાનાયક એવા પણ ભગવાન મહાવીર પરનો માંસભક્ષણનો આરોપ એ તો પછી પ. પૂ. પ્રખરવિદ્વાન પં. કલ્યાણવિજયજીએ " માનવ ભોજ્ય મીમાંસા " દ્વારા તેનો જડબાતોડ જવાબ આપ્યો. એક વિદ્વાને પંચસૂત્રનું ટ્રાંસલેશન કર્યું, જેમાં પૂજ્યપાદ સુરિડુંદર હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાની ભુલો કાઢી પોતાની નિષ્ફર અજ્ઞાનતાનું વરવું પ્રદર્શન કર્યું. ક્યાં ઐરાવત હાથી ને કયો ગધેડો ? એ તો પછી પૂભુવનભાનુસૂરિજી મહારાજાએ વિશદ દલીલો અને તર્ક-વિતર્કપૂર્વક તેનું ખંડન કરી જિનાજ્ઞાનું સ્થાપન કર્યું. આવા બીજા પણ ઘણા મુદ્દાઓ છે. - એવા સ્કોલરોને શાસ્ત્રકારો પ્રત્યે આદર-બહુમાન ન હોવાથી, તેઓ પૂવચાર્યોના ગ્રંથોનો અભ્યાસ નહિ, પણ જાણે કે પોસ્ટમોર્ટમ જેવું કરતાં હોય એમ લાગ્યા રે. -: ગીતાગુરુની નિશ્રા જરૂરી: સંસ્કૃત-પ્રાકૃતમય ગૂઢાર્યયુક્ત શાસ્ત્રગ્રંથોના સંશોધન, એ વિદ્વાન સ્કોલરોના અધિકાર બહારની વાત છે. હા, કેટલાક એવા વિદ્વાન શ્રદ્ધાયુક્ત સ્કોલરો-શ્રાવકો હોય ને તેમની યોગ્યતા જોઇને અધિકારી ગીતાર્થ ગુરુભગવંતો એમને જે તે કાર્યમાં પ્રયુક્ત કરે અને તેઓ ગુરુની નિશ્રામાં કાર્ય કરે એ વાત જુદી. પરંતુ એકમાત્ર પી. એચ. ડી વગેરે જેવી લૌકીક ડીગ્રીઓ મેળવવાની આશયથી, શાસ્ત્રીયપદાર્થોના પૂવપિર સંદર્ભો અને શાસ્ત્રકારોના આંતરિક આશયો સમજ્યા વિના કરાતા-થયેલ સંપાદનો જૈન સંધને નુકશાનકારક સંભવી શકે છે. વિદ્વાન સ્કોલરો એ વિદ્વાન ગીતાર્થ સંવિજ્ઞ ગુરુભગવંતોની રાહબરી હેઠળ જ એવા કાર્યો ક્રવા જોઇએ, જે એવા ન હોય તે ગમે તેટલા પણ વિદ્વાન કેમ ન હોય, તેમને સ્થાન કે પ્લેટફોર્મન મળે તે જ ઇચ્છનીય છે. અમૃત જે મદિરાપાનમાં હોય તો એમાં અમૃતની અવગણના અને અવહેલના છે. | સંશોધન-સંપાદનની એક સુંદર વ્યવસ્થિત પદ્ધતિ હોય તે ઇચ્છનીય છે. પણ જ્યાં એમાં થોડી ઘણી ઉણપ હોય એટલા માત્રથી એ ગુરુભગવંતોના પુરુષાર્થની કે એથી આગળ વધી એમના હૃદયની ઉત્તમ ભાવના કે આશયની કદર કર્યા વિના ખોડખાંપણ કાઢવી એ ઉંટના અઢાર અંગ વાંકા જેવું સમજવું. કનકોત્સવ :- દાદા ગુરુદેવ ને શ્રુતભક્તિ સભર અંજલિ :- પૂ. કનકસૂરીશ્વરજી મ. સા.ની પ૦ મી સ્વગરિોહણ તિથી નિમિત્તે આધ્યાત્મયોગી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય ગણિવર્યશ્રી તીર્થભદ્રવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી માટુંગા જૈન સંઘ અને કચ્છ સાત ચોવીસી સમાજ દ્વારા ત્રણ દિવસના મહોત્સવનું ભવ્ય આયોજન રવામાં આવ્યુ હતું. પૂણહિતિ માં શ્રાવણ વદ-૫, રવિવારના રોજ શ્રુતસભા નું આયોજન કરેલ. જેમાં તેમના શિષ્યો દ્વારા સંશોધિત-સંપાદિત પાંચ ગ્રંથોનું વિમોચન કરવામાં આવેલ તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી અપ્રગટ એવી ૯૧ કુતિઓને જુદી જદી હસ્તપ્રતોમાંથી સંશોધન-સંપાદન કરીને પ્રકાશમાન ક્રવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું તેની હાર્દિક અનુમોદના.. સહ અભિનંદન. આ પ્રસંગે વિશાળ સભામાં શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇ, શ્રી મુકેશભાઇ શાહ, શ્રી ખીમજીભાઇ છેડવા, શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા તથા ડૉ. ભાનુબેન સત્રા, ડૉ. પાર્વતી ખીરાણી અને ડૉ. રતનબેન છેડવા ખાસ હાજર રહ્યા હતા. અહો ! શ્રતાનમઃ ૨૨

Loading...

Page Navigation
1 ... 5 6 7 8