Page #1
--------------------------------------------------------------------------
________________
પુરતક
અહી શ્રેલા,
I' III શ્રી ચિંતામણિ શંખેશ્વર આશાપૂરણ પાશ્વનાથાય નમ: II
S. 16થી , DE
સંકલન
શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૯, ભાદરવા સુદ - ૫
બેડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંચમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન...
જિનાજ્ઞા સમારાધક પંડિતવર્યશ્રી/શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ. -: જ્ઞાનક્ષેત્રે ઘણું મહત્વનું છતાં ઉપેક્ષિત ક્ષેત્ર-શિલ્પજ્ઞાન - શિલ્પજ્ઞાનની મહત્તા :
સંબોધ પ્રકરણમાં સુરિપુરંદર આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રાવકોને દેવદ્રવ્યની સુરક્ષા-સવ્યય પર ઘણો જ ભાર મૂકેલો છે. દેવદ્રવ્યના યોગ્ય વહીવટ દ્વારા આ ભવ-પરભવના સર્વ સુખોની પ્રાપ્તિ થવા ઉપરાંત, છેક તીર્થકરપદની પ્રાપ્તિ સુધીના લાભો દશવ્યિા છે. છતી શક્તિએ, સંયોગ-સામર્થ્ય અનુકુળ હોવા છતાં, જેઓ દેવદ્રવ્યની ઉપેક્ષા કરે, તેના વિનાશને રોકે-અટકાવે નહિ, તો તેઓ મહાપાપના ભાગી થાય છે એમ ત્યાં જણાવ્યું છે. ઉપરાંતમાં ત્યાં સુધી કહ્યું છે કે સર્વ સાવધથી વિરકત અથતિ અટકેલા એવા સાધુ ભગવંતો પણ જો અવસર આવ્યું, પોતાની શક્તિ-- સામર્થ્ય અને સંયોગોની અનુકુળતા હોવા છતાં દેવદ્રવ્યના વિનાશને અટકાવે નહિ, પણ ઉપેક્ષા જ કરે તો તેઓ પણ પાપના ભાગી થાય છે. એટલે દેવદ્રવ્યની સુરક્ષા અને સવ્યય એ કેટલી મહત્વની બાબત છે એ સમજી શકાય છે. દ્રવ્યસણતિકાના ગુણદ્વાર અને દોષદ્વારનું અવગાહન કરતાં આ બાબત હજી વિશેષ સ્પષ્ટતા થશે અને તેનું શાસ્ત્રોક્ત અમાપ મહત્વ સમજાશે. આ દેવદ્રવ્યની સુરક્ષા અને સવ્યય તે શિભવિધાના શાસ્ત્રીય અને વ્યવહારીક જ્ઞાનના દ્વારા શક્ય બને છે, માટે તેની પણ મહત્તા આપોઆપ સિદ્ધ થઇ જાય છે.
-: શિલ્યક્ષેત્રે શ્રાવકોએ તૈયાર થવું જરૂરી છે. :-
મંદિર નિમણિાદિ કાર્યો શ્રાવકોના કર્તવ્યરૂપે છે. વર્તમાન કાળે શ્રાવકો શાસ્ત્રમયદિાને અતિક્રમીને સંસારવઈક એવા પણ પોતાના ઘર, ઓફીસ વગેરેના બાંધકામમાં પ્રવૃત હોય, કેટલાક વળી બીલ્ડર તરીકેનો જ વ્યવસાય કરતા હોય તેવા સમયે સંસારતારક એવા જિનમંદિર, જિનમૂર્તિ આદિ નિમણિકાર્યો શ્રાવકોએ દિલ દઇને, જાતદેખરેખ હેઠળ પ્રભાવસંપન્ન અને દીર્થસ્થાયીપણે થાય એ રીતે કરાવવા આત્મિક લાભનું કારણરૂપ બને છે. જેનોએ બુદ્ધિશાળી પ્રજા હોય છે. પરમાત્મા પાછળ સરેરાશ ઘણો ખર્ચ કરનારા જેનો છે. મંદિર-પ્રતિષ્ઠા આદિ માટે સર્વસ્વ સમર્પણ કરી દેતાં તેઓ અચકાતાં નથી. આવી ઉચ્ચ ભાવના હોવા છતાં એકમાત્ર શિલ્યક્ષેત્ર સંબંધી વિશેષ જ્ઞાનના અભાવે રૂપિયા ખર્ચવાના પ્રમાણમાં વધુ લાભ- રીઝલ્ટ લઇ શકાતું નથી.
ચોગ્યતા અને શક્તિસંપન્ન શ્રાવકો જો આ વિષયમાં રસ લઇ તૈયાર થાય તો શ્રીસંઘને તથા તેઓને બે વિશિષ્ટ લાભ થાય. (૧) દેવદ્રવ્યની સુરક્ષા અને સવ્યય દ્વારા શાસ્ત્રોક્ત વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી બને, આલોક-પરલોકના વિશિષ્ટ પુણ્યફળો પામી તે આત્મા મોક્ષ પામે. (૨) જિનમંદિર તે સકળ શ્રીસંઘની પ્રબળ આસ્થા શ્રદ્ધાનું કારણ છે, મંદિરો સવિશેષ પ્રભાવશાળી બનતાં સકળ શ્રીસંઘને સુખ-શાંતિ અને સમૃદ્ધિદાયક થાય. તે માટે ભોગ આપનારને તો અવશ્ય ઉન્નતિકારક થાય.
આ દ્વારા શિલ્પજ્ઞાનક્ષેત્રે શ્રાવકો જાણકાર બની સ્વ-પર કલ્યાણ સાધનારા બને એજ અભ્યર્થના સાથે જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્... " રાસો€ સર્વ સાધૂનામ્ "
જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહો ! શુSિામ ૨૬
Page #2
--------------------------------------------------------------------------
________________
સંવત ૨૦૬૯ દરમ્યાન નુતન પ્રકાશિત ગ્રંથ
| ગુજ.
ક્રમ પુસ્તકનું નામ કત-સંપાદક ભાષા
પ્રકાશક | આચારાંગસૂત્ર-૨
પૂ.રત્નજ્યોતવિજયજી | શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય આચારાંગસૂત્ર-ચૂર્ણ-૩ | પૂ. રત્નજ્યોતવિજયજી
| ગુજ..
શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય સિધ્ધહેમશબ્દાનુ. મધ્યમવૃતિ-૧ || પૂ. રત્નજ્યોતવિજયજી સં. શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય
ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા પૂ.રત્નત્રયવિજયજી | ગુજ. શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય | કલ્પસૂત્રના વ્યાખ્યાન (પ્રત). પૂ.હૃદયરત્નવિજયજી
અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ તત્પન્યાયવિભાકર ભા-૧,૨,૩ ગણિ વિકમસેનવિજયજી | ગુજ. લધિ ભુવન જૈન સાહિત્ય સદન જિનાલય નિર્માણ માર્ગદર્શિકા પૂ. સૌમ્યરતનવિજયજી | ગુજ. | જિનશાસન આરાધના ટ્રસ્ટ જઇજીયuો (યતિ જીવકલ્પ) પં.નયભદ્રવિજયજી
(સાધુરત્નસૂરિ ટીકા) | સઢ જીયuો (શ્રાધ્ધ જીત કલ્ય)| પં.નયભદ્રવિજયજી | | પ્રા/સ
(ધર્મઘોષસૂરિ ટીકા) જંબૂદ્વિપ પ્રજ્ઞપ્તિ પૂ.પાર્થરત્નસાગરજી
ઓમકારસૂરિ આરાધના ભવન | સિધ્ધ પ્રાભૃતા પૂ.પાર્જરત્નસાગરજી
ઓમકારસૂરિ આરાધના ભવન આખ્યાન મણિકોશ ભા.૧ થી ૪ | પૂ.પાર્થરત્નસાગરજી
ઓમકારસૂરિ આરાધના ભવન નવતત્વ સુમંગલા ટીકા આ. સૂર્યોદયસૂરિજી
શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ | સિંદૂર પ્રસરસ્તવ (અંશ પ્રવચનના) | આ. ચંદ્રગુપ્તસૂરિજી
અનેકાંત પ્રકાશન | અધ્યાત્મમહિમા (વાચના) આ.ચંદ્રગુમસૂરિજી.
અનેકાંત પ્રકાશન ધર્મરન પ્રકરણ (અંશ પ્રવચનના) આ.ચંદ્રગુપ્તસૂરિજી
અનેકાંત પ્રકાશન ઉપાધિ થી સમાધિ તરફ આ.ભુવનભાનુસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ સતિ દમયંતિ આ.ભુવનભાનુસૂરિજી
દિવ્યદર્શન ટ્રસ્ટ | પલક મેં ફૂટ જાયેગા
આભુવનભાનુસૂરિજી. દિવ્યદર્શન ટ્રસ્ટ | જીવન એક સંગ્રામ
આ.ભુવનભાનુસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્ય દર્શન
આ.ભુવનભાનુસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ | ભુવનભાનુસૂરિ એન્સાઇક્લોપિડીયા| પં.પદ્રસેનવિજયજી દિવ્યદર્શન ટ્રસ્ટ ભાગ પ૧ થી ૦૫ ગુરુ-જેના વિના જીવન અધુરું-૨ |પૂ.નિપુણરત્નવિજયજી | રાજ રાજેન્દ્ર પ્રકાશન | મુનિરાજશ્રી વૃધ્ધિચંદ્રજી ચરિત્ર કુંવરજી આણંદજી . ગુજ. જૈન ધર્મ પ્રસારક સભા ૨૫ | શ્રાધ્ધવિધિ પ્રવચનો પૂ.જિનમૃગાંકસૂરિજી
પરમશ્રદ્ધેય પ્રકાશન ૨૬ | જ્ઞાનભંડાર જાળવણી અને વ્યવસ્થા પૂ.ભવ્યસુંદરવિજયજી શ્રમણોપાસક પરિવાર પ્રેરણાની પરબ પૂ. રાજરત્નસૂરિજી
ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ પ્રેરણાનો પરાગ પૂ.રાજરત્નસૂરિજી
ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ પ્રેરણાનાં પારિજાત
પૂ.રાજરત્નસૂરિજી ગુજ. ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ ૩૦] પ્રેરણાનો પયગામ
પૂ.રાજરત્નસૂરિજી ગુજ. ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ ૩૧] પ્રેરણાનું પંચામૃત
પૂ.રાજરત્નસૂરિજી ગુજ, ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ | સિધ્ધસેન શતક
ઉપા.ભુવનચંદ્રવિજયજી | સં./ગુ પાર્જચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન | જિનસ્તવન ચતુશિતિકા | ઉપા.ભુવનચંદ્રવિજયજી | સં./ગુ પાર્જચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન
(પાર્જચંદ્રસૂરિજી વિરચિત) ૩૪] વેલિકાવ્ય સ્વરૂપ અને સમીક્ષા | ડૉ.કવીન શાહ | ગુજ, 1 રૂપાબેન અસ્તિકુમાર
અહો ! શ્રુતજ્ઞાનમાં ૨૨
| ગુજ
ગુજ
Page #3
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના
(નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. ઉપા.શ્રી રત્નત્રયવિજયજી મ.સા. (કલીકુંડતીર્થોદ્ધારક પૂ.આ. શ્રીરાજેન્દ્રસૂરિજી સમુદાય) (૧) પ્રબંધ પંચશતિ - ભાષાંતર સહિત
(૨) સિધ્ધહેમશબ્દાનુશાસનમ્ મધ્યમવૃત્તિ ભાગ-૨ (૩) સિધ્ધહેમશબ્દાનુશાસનમ્ મધ્યમવૃત્તિ ભાગ-૩ (૪) ઉપદેશ કલ્પવલ્લિ - ભાષાંતર
(૫) ભીનમાલ નગરનો ઇતિહાસ
પૂ.પાર્શ્વરત્નસાગરજી મ. સા. (પૂ.આ. નવરત્નસાગરજી મ.સા.) (૧) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ - વૃત્તિ - પૂ.પૂણ્યસાગરજી મ.સા. ટીકા (૨) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ - ચૂર્ણી કર્તા - અજ્ઞાત
(૩) વસુદેવ હીંડી - પ્રાકૃત - સંસ્કૃત છાયા સાથે
(૪) વિશેષ આવશ્યક પ્રશ્નોત્તરી - ગુજરાતી અનુવાદ સહિત શ્રુતભુવન - પુના દ્વારા થઇ રહેલ ગ્રંથોના સંશોધન-સંપાદન (પૂ.વૈરાગ્યરતિવિજયજી ના માર્ગદર્શનથી)
(૧) મહાવીર સ્તવ-ખન્ડનખન્ડખાધઃ સટીક (કર્તા : ઉપા. યશોવિજયજી) પૂ.વિરતીન્દ્રવિજયજી તથા પૂ.કીર્તિન્દ્રવિજયજી મ.સા. દ્વારા
(૨) આત્મતત્વવિવેક દીધિતિ-ગુણાનન્દી ટીકા (અપ્રગટ) પૂ.વિરતીન્દ્રવિજયજી તથા પૂ.કીર્તિન્દ્રવિજયજી મ. સા. દ્વારા
(૩) બૃહત્કલ્પ વિશેષચૂર્ણી (અપ્રગટ) - રૂપેન્દ્રકુમાર પગારિયા (૪) બૃહત્કલ્પ બૃહદ્ ભાષ્ય (અપ્રગટ) - રૂપેન્દ્રકુમાર પગારિયા
(૫) શ્રેયાંશનાથ ચરિત્ર (પ્રાકૃત)
(૬) પ્રમાણપ્રમેય કલિકાદિ (પ્રાયઃ અપ્રગટ)
(૭) ભવભાવના - અવસૂરિ (પ્રાયઃ અપ્રગટ)
(૮) નવવાદસ્થલાનિ - કર્તા : ભૂવનનુંગસૂરિજી (૯) સ્તોત્રત્રય - કર્તા : ૠષિવર્ધનસૂરિજી
(૧૦) ચર્તુવિંશતિજિનસ્તુતિ
પં.તત્વપ્રભવિજયજી મ.સા.(આ.રામચંદ્રસૂરિજી સમુદાય)
(૧) દશવૈકાલિક સૂત્ર - સુમતિસાધુ ટીકા,હરિભદ્રસૂરિજી ટીકા,તીલકાચાર્ય ટીકા ત્રણેય ટીકાઓ એક સાથે એક જ પત્ર ઉપર સાથે મુદ્રિત કરવામાં આવશે.
શિલ્પ શિબિર :- ૫.પૂ.શ્રુતસમુધ્ધારક પૂજ્ય આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મ.સા.ની નિશ્રામાં તા.૧૯, ૨૦ ઓક્ટોબર ના રોજ જૈન સંઘના ગૌરવસમાન શ્રીકુમારપાળભાઇ વી.શાહ ની આગેવાનીમાં શિલ્પશિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સ્થપતિઓ, શિલ્પકાર, એન્જીનિયર અને જિનાલય નિર્માણમાં રૂચીવંત શ્રાવકો ભાગ લેશે. રસ ધરાવતા સૌને આમંત્રણ છે.રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન ફોર્મ ભરો. www.shilpvidhi.in સ્થળ : શ્રી વિનય વાટિકા જૈન તીર્થ, સી.એન.જી પંપ સામે, વઢવાણ-કોઠારીયા રોડ, વઢવાણ, ડી.સુરેન્દ્રનગર. સંપર્ક : હાર્દિકભાઇ -મો.૯૮૨૫૪૧૬૧૯૮ કિશોરભાઇ -મો.૯૦૬૨૦૧૦૦
અહો ! શ્રુતજ્ઞાનમ્ ૨૩
3
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાયઃ અપ્રાપ્ય મુદ્રિત ગ્રંથોનું સંરક્ષણ
મુદ્રણયુગના બસો વર્ષમાં ઘણા બધા વિદ્વાનોએ હસ્તપ્રત ઉપરથી સંશોધનસંપાદન કરીને પ્રત અને પુસ્તકો મદ્રિત કરાવીને ૨૫૦-૫૦૦ નકલો પ્રકાશિત કરાવી છે જેને લીધે પૂર્વાચાર્યોએ બનાવેલ કૃતિઓ, ગ્રંથોનો પ્રસાર, પ્રચાર થયો છે અને સ્વાધ્યાય અભ્યાસ માટે ગ્રંથો સહેલાઇથી ઉપલબ્ધ બન્યા છે. આગમ અને પ્રકરણ ગ્રંથો કે જેની અભ્યાસ માટે બહુ ઉપયોગીતા હતી તેવા ગ્રંથોની સતત સંશોધન થઇ ભાવાનુવાદ, વિવેચન કે રીપ્રીન્ટ દ્વારા એક જ ગ્રંથની ઘણી બધી આવૃત્તિઓ જુદા જુદા પૂજ્યો દ્વારા પુનઃપ્રકાશિત થઇ છે જેને લીધે સહેલાઇથી ઉપલબ્ધ બન્યા છે. પણ જે ગ્રંથો બહુ જ અલ્પ ઉપયોગી હોય, થોડાક જ વિદ્વાનોને ઉપયોગી હોય, ચરિત્ર, ન્યાય કે વ્યાકરણ આવા નાના નાના ગ્રંથો એક વખત મુદ્રિત થયા પછી ફરીથી પુનઃમુદ્રણ થયા નથી. એવા ઘણા ગ્રંથો કાળના પ્રભાવે જીર્ણ થવાથી અત્યારે ઉપલબ્ધ નથી. ૫૦૧૦૦ વર્ષ પહેલા પ્રકાશિત ગ્રંથોને સંશોધન-સંપાદન કરીને પુનઃમુદ્રણ કરવાની ખાસ જરૂર છે જેથી આ શ્રુતના વારસાની માહિતી અત્યારે રહેલા સંયમી જ્ઞાની પિપાસુ પૂજ્યોને મળે અને જરૂર મુજબ તેઓ તેનો અભ્યાસ પણ કરે છે. સંશોધન-સંપાદન કરવાની અનુકુળતા ન હોય તો તેનું પુનઃમુદ્રણ કરવાથી પણ આ શ્રુત આગામી સો વર્ષ સુધી ઉપલબ્ધ બની જશે. આચાર્ય કૈલાશસાગરસૂરિજી જ્ઞાનમંદિર - કોબાની સહાયથી અમારી સમજ મુજબના જિર્ણોદ્ધાર યોગ્ય પ્રતાકાર છપાયેલ ગ્રંથોની યાદી સામેના પેજ પર ઉપલબ્ધ છે. (નોંધ : ચાર વર્ષમાં પુસ્તક રૂપે મુદ્રિત ૧૫૩ ગ્રંથો પુનઃમુદ્રિત કરીને અમારા દ્વારા જ્ઞાનદ્રવ્યની સહાયથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે અને આ વર્ષે પણ આવા અપ્રાપ્ય પુસ્તકોનું પુનઃમુદ્રણનું આયોજન કરેલ છે જેની યાદી આવતા અંકમાં આપીશું.)
-
www.ahoshrut.org :- Up Coming Events
પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં શ્રીસંઘ તેમજ સંસ્થાઓ તરફથી જે પણ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન થયેલ હોય તેની પત્રિકાની પીડીએફ ફોર્મેટમાં અથવા સીડીઆર માં વિગત ઇમેઇલ કે સીડી દ્વારા મોકલાવવાથી તેની વિગત આ વેબસાઇટમાં સતત ઓનલાઇન પ્રસંગની પૂર્ણાહૂતી સુધી ચાલુ રહે છે અને પ્રસંગ પત્યા બાદ તેની કાયમી યાદગીરી આમંત્રણ પત્રિકા વિભાગમાં સંગ્રહિત રહે છે. જેથી ભવિષ્યમાં જયારે પણ જરૂર હોય ત્યારે તે વિગત ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાય છે.આના લીધે કિંમતી પત્રિકામાં વપરાયેલ કાગળોનો બચાવ થાય છે. અને પત્રિકામાં છપાયેલ ફોટા લગેરેની પસ્તીમાં જવાથી આશાતનાથી પણ બચી શકાય છે. સર્વે સમુદાયના પૂજ્ય ગુરુભગવંતોને પણ નમ્ર વિનંતી છે કે આ યોજના સંપૂર્ણત: નિશુલ્ક છે અને કોમન પ્લેટફોર્મ તરીકે અપનાવીને પત્રિકા માટે ખર્ચાતા કરોડો રૂપિયાના ખર્ચને સાધર્મિક કે પાઠશાળાના ઉદ્ધાર માટે ફાળવી શકાય અને જ્ઞાનની આશાતનાથી પણ બચી શકાય.
સંયમી આત્માઓના જીવનને બાધા ન પહોંચે અને નિર્મળ જીવન વ્યતિત થાય તે માટે વેબસાઇટમાં રહેલી વિગતો શ્રાવકો પ્રિન્ટ કરીને પૂજ્યોને જરૂર મુજબ ઉપલબ્ધ કરાવે તે આપણું શ્રાવક જીવનનું કર્તવ્ય છે. અને પૂજ્યોની ભક્તિનો લાભ મળે એ સૌભાગ્ય છે. આપના શ્રીસંઘમાં થઇ રહેલ અનુષ્ઠાનો તેમજ પુસ્તક ઉપર થી થઇ રહેલ પરિક્ષા ના પેપરો તેમજ અનુષ્ઠાનના પ્રવેશ પત્રના ફોર્મ પણ આ રીતે વેબસાઇટ ઉપર મુકવાથી ઘણો બધો પ્રિન્ટીંગ તેમજ કાગળનો બચાવ થઇ શકે છે.
અહો ! શ્રુતજ્ઞાનમ્ ૨૩
૪
Page #5
--------------------------------------------------------------------------
________________
સં.
સં.૧૯૪૭)
પ્રાયઃ જિર્ણોદ્ધાર કરવા યોગ્ય મુદ્રિત અપ્રાપ્ય પ્રતની યાદિ ક્રમ . ગ્રંથનું નામ કત -સંપાદક ભાષા વર્ષ પૃષ્ઠ ટીકાકાર ૧ પ્રમેય કમલ માર્તન્ડ | | પ્રભાયંદ્રસૂરિ સં. સં.૧૯૬૦| ૨૧૫\તુકારામજાવજજી
મહાવીર સ્તવ પ્રકરણ-૧ પૂ. યશોવિજયજી | સં. સં.૧૯૯૭ ૨૦૫ તારાચંદ મોતીજી જાવાલા મહાવીર સ્તવ પ્રકરણ-૧ પૂ. યશોવિજયજી
૧૯૯૩ ૩૦૦| તારાચંદ મોતીજી જાવાલ ષષ્ટિશતક પ્રકરણ સહ છાયા|નેમીચંદ ભંડારી
૧૯૨૪ ૧૩૮| સત્યવિજય પુસ્તક ભંડાર સંદેહ દોલાવલિ પ્રકરણ પૂ.પ્રબોધચંદ્ર
૧૯૦૫ ૧૪૫|ગુલાબચંદ ગોમાજી સર્વજ્ઞ શતક પૂ. ધર્મસાગરજી
સં.૨૦૧૨ ૨૨મીઠાલાલ કલ્યાણજી સંવાદ સુંદર પૂ. રત્નમંડના
સં.૧૯૦૫ ૨૮ હીરાલાલ હંસરાજ ગણધર સાર્ધશતક વૃતિ પૂ. સવરાજ
સં.૧૯૦૨ ૧૧૩|હીરાલાલ હંસરાજ મંગ મહોદધિ પૂ.મહિધર
સં.૧૯૩૨ ૨૪૦|ખેમરાજ રાજકૃષ્ણદાસ ૧૦|વંદારુ વૃતિ
પૂ.દેવેન્દ્રસૂરિ
સં.૧૯૮૫ ૧૬૩|ષભદાસ કેશરીમલ ૧૧|સામાચારિ શતકમ પૂ. સમયસુંદર
સં.૧૯©| ૧૯૪|જિનદત્તસૂરિભંડાર ૧૨|વૈરાગ્ય રત્નાકર રામચંદ્ર દિનાનાથ
૧૩૦| રામચંદ્ર દિનાનાથ ૧૩ પ્રાકૃત મનોરમા વ્યાકરણ આ. કાત્યાન
સં. ૧૯૨૦ ૨૮ |ધનપતસિંહ બહાદુરસિંહ ૧૪ મેઘમાળા વિચાર પૂ.વિજયપ્રભાકરસૂરિ | સં. ૧૯૫૬ ભીમશી માણેક ૧૫ સૂરિમંગધ્રુહદકલ્પ વિવરણ પૂ.જિનપ્રભસૂરિજી સં. ૧૯૮૫) ડાહ્યાભાઇ મહોકમચંદ ૧૬ સ્યાદવાદ બિંદુ પૂ. દર્શનવિજયજી સં.૧૯૦૫ જૈિન ગ્રંથ પ્રસારક સભા ૧૦]ઉપદેશ સાર
સંપા.પ્રતાપસૂરિજી સં. ૧૯૯૪). મુક્તિકમળ જૈન ગ્રંથમાળા ૧૮ |સિત્તરિ સહ ભાષ્ય, ચૂર્ણ | અમૃતલાલ મોહનલાલ સં. ૧૯૯૯). મુક્તાબાઇ જ્ઞાનભંડાર ૧૯ ધર્મ પરિક્ષા કથાનક પૂ. સૌભાગ્યુંચદ્રસાગર | સં.૧૯૯૮) મુક્તિવિમલ જૈન ગ્રંથમાળા સુપાત્રદાન પ્રકાશ પૂ.દેવેન્દ્રસૂરિજી
સં.૧૯૯૫| ષભદાસ કેશરીમલ ૨૧ ધર્મવિધિ પ્રકરણ પૂ. ઉદયસિંહસૂરિજી સં.૧૯૨૪] ૧૬૦|હંસવિજય જૈન લાયબ્રેરી ૨૨ દેવવંદન ભાષ્ય પૂ.ધર્મકીર્તિસૂરિજી ૧૯૯૪| ૪૬૨| ઋષભદાસ કેશરીમલા ૨૩|નિવણ કલિકા પૂ.પાદલિપ્તસૂરિજી ઇ.૧૯૨૬] નિર્ણયસાગર પ્રેસ ૨૪ પ્રતિમા શતક-સટીક ઉપા. યશોવિજયજી સં.૧૯૮ ૩૨૪ મુક્તિકમળ જૈન ગ્રંથમાળા ૨૫ કહા રયણ કોશો. પૂ.દેવભદ્રસૂરિજી પ્રા |સં.૨૦૦૪ ૩૯૨
૯૨| જૈન આત્માનંદ સભા ૨૬|વિનોદ કથા સંગ્રહ પૂ. વીરવિજયજી
| ૧૬૦| કક્કલદાસ ભુદરમલ શીલ તરંગિની આ.જયકીર્તિસૂરિજી
પ૮૫| હીરાલાલ હંસરાજ ૨૮ સદૈવ વત્સકુમાર ચરિત્ર પૂમતિસાગરજી
૧૯૯૦| ૧૯૫|હીરાલાલ હંસરાજ ૨૯ |સિંદૂર પ્રકરણ (સટીક). પૂ. હર્ષકીર્તિસૂરિજી સં.૧૯૨૩ | જૈન વિદ્યાશાળા ૩૦|પંચ સંયત પ્રકરણ પૂ. અભયદેવસૂરિજી સં.૧૯૮૩ ૧૬૮| જૈન ધર્મ પ્રસારક સભા
(દ્વિપ સાગર પ્રજ્ઞપ્તિ) ૩૧|રણયગૃડરાય ચરિચંમ પૂ. નેમીચંદ્રાચાર્ય મા |સં.૧૯૯૮ ૧૪૦|મણિવિજયજી ગ્રંથમાળા ૩૨ પ્રશ્ન ચિંતામણી પ્ર. વીરવિજયજી |સ |સં.૧૯૦૪ ૧૮૫|હીરાલાલ હંસરાજ નમ્ર વિનંતી:- ઉપરની યાદિમાંથી જો કોઇ પણ ગ્રંથ પુનઃમુદ્રણ થઇ ગયા હોય તો અમને જણાવશો તથા જો આપ કોઇ ગ્રંથ મુદ્રિત કરાવવાના હો તો પણ જણાવશો જેથી એક જ ગ્રંથ બે ત્રણ સ્થાનેથી પુનઃમુદ્રણ ન થાય.
અહો ! શ્રુતજ્ઞાનમાં હક
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રુત સંશોધન-સંપાદન વિચાર વલોણું ૦ આપણા પૂર્વાચાર્ય ભગવંતોએ પૂર્વવર્તી સાહિત્ય-આગમગ્રંથોનું દોહન કરી કરીને વિષયવાર, ક્રમવાર વગેરે પદ્ધતિપૂર્વક પ્રકરણ ગ્રંથોની રચના કરી છે જે તે કાળે મુદ્રણ વ્યવસ્થા ન હોઇ ગ્રંથકાર એની પ્રથમ હસ્તાદ તૈયાર કરતા. પછી એમના શિષ્યપ્રશિષ્યાદિ વર્ગતની પ્રતિલીપી કરતા. જો કે ઘણું કરીને તો એ માટે લહિયાઓ પર જ આધાર રાખવો પડતો હતો. મૂળભૂત ગ્રંથો સંસ્કૃત-પ્રાકૃતમાં હોઇ, લહિયાઓને તેનું જ્ઞાન ન હોઇ હસ્તપ્રતોમાં અશુદ્ધિ ઉમેરાતી જતી.. એકનો એક ગ્રંથ અલગ અલગ સ્થાને અલગ અલગ લહિયાઓ દ્વારા લખાતા એમાં અઢળક પાઠાંતરો વગેરે પણ થાય જ એ એકદમ સ્વાભાવિક છે. માટે જ ગરુભગવંતો સંશોધન-સંપાદન માટે શક્ય પ્રાચીનતમ હસ્તાદર્શનો આગ્રહ રાખતા હોય છે. પણ એ ગુટક, અપૂર્ણ હોવી વગેરે ઘણા કારણોને લીધે અલગ અલગ સ્થાનની વિવિધ હસ્તાદર્શોને આધારે સંશોધન-સંપાદન કરતા હોય છે. તથા આજ સુધીમાં જે સાચા ખોટા પાઠાંતરો થયા તેમાંથી યોગ્ય નિર્ણય લઇને એક શુદ્ધ ગ્રંથનું મહામહેનતે સંપાદન કરતા હોય છે. વર્તમાનમાં મુદ્રણવ્યવસ્થા સુંદર હોઇ તેમના સુવિશુદ્ધ સંપાદનનો એકસરખી ૪૦૦પ૦૦ નકલ તૈયાર થઇ શકે છે તથા આજે તો ૫૦૦-૯૦૦ વર્ષ ટકી શકે એવા પણ કાગળો પર મુદ્રણ શક્ય બને છે. એટલે ભારે પરિશ્રમ કરીને કરેલ સંપાદન કાર્ય, પાઠભેદ કે પાઠાંતરો વિના એક સમાન પણે દીર્ધકાળ ટકી શકે છે.
-: ગ્રંથ સંશોધન-સંપાદનનો આશય :૦ વિદ્વાન સાધુ-સાધ્વીજી ભગવંતો સંશોધન-સંપાદન કાર્યો કરે છે એમ સ્કોલરો પણ એ કાર્ય કરતા હોય છે. અલબત્ત ઘણું કરીને તેમના આંતરિક આશયમાં ભેદ પડી જાય છે. ૦ ગુરુભગવંતોના સંશોધન-સંપાદન કાર્યોમાં પૂવચાર્યોની સદણમુક્તિની એક ભવ્ય ભાવના મહેકતી હોય છે. પોતાને મળેલ શ્રુતવારસો, ભવિષ્યની પેઢીને શુદ્ધ સ્વરૂપે મળી રહે, એ દ્વારા પ્રભુનો સત્ય માર્ગ-ઉપદેશ જગતમાં પ્રવર્તે અને તે દ્વારા સૌ જીવો આત્મકલ્યાણ સાધી વહેલામાં વહેલા મોક્ષે પહોંચે એ તેમની હૃદયગત લાગણી હોય છે. પોતાની વિદ્વતાપ્રદર્શનની બદબૂ પ્રાયઃ કરી એમના કાર્યોમાં જોવા મળતી નથી.
વિવરણ કે ભાવાનુવાદ લખતી વેળાએ પણ, આ ગ્રંથના જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ વધે, તેઓ શાસ્ત્રના જ્ઞાતા બને. પોતાના જ્ઞાન દ્વારા સંઘને સત્યજ્ઞાનમાર્ગે પ્રવતવનારા થાય.. શુભ પુણ્યાનુબંધી પુણય બાંધી ઇહલોકપરલોકમાં સુખી થાય એજ એક ભાવના હોય છે. વિવિધ પરિશિષ્ટ, ટિપ્પણો વગેરે દ્વારા પણ ગ્રંથની ઉપાદેયતા વધારી સંતતોગત્વા તો ઉપરોક્ત શુભભાવનાની પુષ્ટિ જ કરવાનો તેમનો સદાશય હોય છે.
કેટલાક અપવાદને બાદ કરતાં વિદ્વાન સ્કોલરોના જૈનગ્રંથ સંશોધનસંપાદનનો આશય મુખ્યત્વે તુલનાત્મક અભ્યાસ કરવાનો હોય છે. તેઓને આત્મકલ્યાણકર પ્રભુના વચનો-પદાર્થો કરતાં પણ સંસ્કૃત ભાષાનું પાંડિત્ય, વ્યાકરણ, અલંકાર, છંદ વગેરેનું આકર્ષણ વધુ હોય છે. જુદા જુદા ધર્મગ્રંથોની તુલનાઓ કરીને કયો ગ્રંથ ભાષા વગેરે દષ્ટિએ શ્રેષ્ઠ છે એની અનધિકારી ચેષ્ટાનો અધિકાર કોઇએ આપ્યા વિના જ તેઓ મેળવી લેતા હોય છે.
અહો ! શ્રુતજ્ઞામ હશે
Page #7
--------------------------------------------------------------------------
________________
- શુક સ્કોલરોના સંશોધનો વિચારણીય:કેટલાક અધધ વિદ્વાનોએ તો જૈન સંધનું વાતાવરણ ડહોળવાના પણ જધન્ય કૃત્યો કર્યાં છે. જેમકે અહિંસાના મહાનાયક એવા પણ ભગવાન મહાવીર પરનો માંસભક્ષણનો આરોપ એ તો પછી પ. પૂ. પ્રખરવિદ્વાન પં. કલ્યાણવિજયજીએ " માનવ ભોજ્ય મીમાંસા " દ્વારા તેનો જડબાતોડ જવાબ આપ્યો. એક વિદ્વાને પંચસૂત્રનું ટ્રાંસલેશન કર્યું, જેમાં પૂજ્યપાદ સુરિડુંદર હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાની ભુલો કાઢી પોતાની નિષ્ફર અજ્ઞાનતાનું વરવું પ્રદર્શન કર્યું. ક્યાં ઐરાવત હાથી ને કયો ગધેડો ? એ તો પછી પૂભુવનભાનુસૂરિજી મહારાજાએ વિશદ દલીલો અને તર્ક-વિતર્કપૂર્વક તેનું ખંડન કરી જિનાજ્ઞાનું સ્થાપન કર્યું. આવા બીજા પણ ઘણા મુદ્દાઓ છે.
- એવા સ્કોલરોને શાસ્ત્રકારો પ્રત્યે આદર-બહુમાન ન હોવાથી, તેઓ પૂવચાર્યોના ગ્રંથોનો અભ્યાસ નહિ, પણ જાણે કે પોસ્ટમોર્ટમ જેવું કરતાં હોય એમ લાગ્યા રે.
-: ગીતાગુરુની નિશ્રા જરૂરી:
સંસ્કૃત-પ્રાકૃતમય ગૂઢાર્યયુક્ત શાસ્ત્રગ્રંથોના સંશોધન, એ વિદ્વાન સ્કોલરોના અધિકાર બહારની વાત છે. હા, કેટલાક એવા વિદ્વાન શ્રદ્ધાયુક્ત સ્કોલરો-શ્રાવકો હોય ને તેમની યોગ્યતા જોઇને અધિકારી ગીતાર્થ ગુરુભગવંતો એમને જે તે કાર્યમાં પ્રયુક્ત કરે અને તેઓ ગુરુની નિશ્રામાં કાર્ય કરે એ વાત જુદી. પરંતુ એકમાત્ર પી. એચ. ડી વગેરે જેવી લૌકીક ડીગ્રીઓ મેળવવાની આશયથી, શાસ્ત્રીયપદાર્થોના પૂવપિર સંદર્ભો અને શાસ્ત્રકારોના આંતરિક આશયો સમજ્યા વિના કરાતા-થયેલ સંપાદનો જૈન સંધને નુકશાનકારક સંભવી શકે છે.
વિદ્વાન સ્કોલરો એ વિદ્વાન ગીતાર્થ સંવિજ્ઞ ગુરુભગવંતોની રાહબરી હેઠળ જ એવા કાર્યો ક્રવા જોઇએ, જે એવા ન હોય તે ગમે તેટલા પણ વિદ્વાન કેમ ન હોય, તેમને સ્થાન કે પ્લેટફોર્મન મળે તે જ ઇચ્છનીય છે. અમૃત જે મદિરાપાનમાં હોય તો એમાં અમૃતની અવગણના અને અવહેલના છે.
| સંશોધન-સંપાદનની એક સુંદર વ્યવસ્થિત પદ્ધતિ હોય તે ઇચ્છનીય છે. પણ જ્યાં એમાં થોડી ઘણી ઉણપ હોય એટલા માત્રથી એ ગુરુભગવંતોના પુરુષાર્થની કે એથી આગળ વધી એમના હૃદયની ઉત્તમ ભાવના કે આશયની કદર કર્યા વિના ખોડખાંપણ કાઢવી એ ઉંટના અઢાર અંગ વાંકા જેવું સમજવું.
કનકોત્સવ :- દાદા ગુરુદેવ ને શ્રુતભક્તિ સભર અંજલિ :- પૂ. કનકસૂરીશ્વરજી મ. સા.ની પ૦ મી સ્વગરિોહણ તિથી નિમિત્તે આધ્યાત્મયોગી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય ગણિવર્યશ્રી તીર્થભદ્રવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી માટુંગા જૈન સંઘ અને કચ્છ સાત ચોવીસી સમાજ દ્વારા ત્રણ દિવસના મહોત્સવનું ભવ્ય આયોજન રવામાં આવ્યુ હતું. પૂણહિતિ માં શ્રાવણ વદ-૫, રવિવારના રોજ શ્રુતસભા નું આયોજન કરેલ. જેમાં તેમના શિષ્યો દ્વારા સંશોધિત-સંપાદિત પાંચ ગ્રંથોનું વિમોચન કરવામાં આવેલ તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી અપ્રગટ એવી ૯૧ કુતિઓને જુદી જદી હસ્તપ્રતોમાંથી સંશોધન-સંપાદન કરીને પ્રકાશમાન ક્રવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું તેની હાર્દિક અનુમોદના.. સહ અભિનંદન. આ પ્રસંગે વિશાળ સભામાં શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇ, શ્રી મુકેશભાઇ શાહ, શ્રી ખીમજીભાઇ છેડવા, શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા તથા ડૉ. ભાનુબેન સત્રા, ડૉ. પાર્વતી ખીરાણી અને ડૉ. રતનબેન છેડવા ખાસ હાજર રહ્યા હતા.
અહો ! શ્રતાનમઃ ૨૨
Page #8
--------------------------------------------------------------------------
________________ જિનાલય નિમણિ માર્ગદર્શિકા ગ્રંથ પ્રકાશિત થઇ ચૂક્યો છે. જેમાં આપ મેળવશો... જિનાલય નિર્માણ માર્ગદર્શિકા જિનાલય નિમણિનો વિચાર કરવાથી માંડીને પ્રતિષ્ઠા સહિત સંપૂર્ણ મંદિર તૈયાર થઈ જાય તે દરમ્યાન જિનાલય નિમણિના કાર્યસંલગ્ન શ્રાવકોએ જે જે પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવે, તેનું ક્રમિક 15 તબક્કા અને 500 થી પણ અધિક મુદ્દાઓ દ્વારા વિસ્તૃત રસ્પષ્ટ માર્ગદર્શન... જિનાલય નિમણિ સંબંધી ખાત-શિલાન્યાસાદિ સર્વ ધાર્મિક વિધિઓના રહસ્યવિજ્ઞાન જીર્ણોદ્ધાર - પુનરુદ્ધાર - નવનિમણિ સંબંધી આવશ્યક સ્પષ્ટતા... જિનાલય નિર્માણ માર્ગદર્શિકા આપના જિનમંદિરને વધુ પ્રભાવશાળી બનાવનારી માહિતીઓ... 'જે આપના સંઘની પેટીમાં આ ગ્રંથ ન વસાવ્યો હોય તો આજે જ વસાવી લો... સંપર્ક : અમદાવાદ : શ્રી બાબુભાઈ બેડાવાળા મો. 94265 85904 - વડોદરા : શ્રી દેવાંગભાઈ શાહ મો. 99980 05233 મુંબઈ : શ્રી અક્ષયભાઈ શાહ મો. ૯૫૯૪પ પપપ૦૫ પી. ' પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ નોંધ : પરમાત્મા સાથેના મેળાપક જોવા માટેનું ધારણાગતિ યંત્ર તથા ખાત-શિલાન્યાસાદિ મંદિરનિમણિની ધાર્મિક વિધિઓની પુસ્તિકા પણ પ્રકાશિત થશે. આહારમઃ- આજના આધુનિક યુગમાં ફાસ્ટફુડ અને જંક ફુડનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ધર્મ-સ્વાથ્ય અને જનરેશન ભ્રષ્ટ કરવાવાળા આ ખોરાક ખરેખર શું છે અને તે અંગેની જાગૃતિ લાવવા માટે પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી એક ઓડીયો-વીડીયો ડીવીડી નું વિમોચન વડોદરા મુકામે થયું છે. જે પૂ.પં શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ને સમર્પિત કરવામાં આવી છે. બે કલાકની આ વીડીયો ડીવીડી ગુજરાતી અને હિન્દી ભાષામાં 14 જુદા જુદા ચેપ્ટર દ્વારા ખોરાકના ઇન્ટીગ્રેન્ટસ અને કલેરીટી ની વિગત આપવામાં આવેલ છે. ફુડ એજ્યુકેશન ની આ ડીવીડી દરેક જૈન-જૈનેતર વ્યક્તિઓએ પોતાના ઘરમાં વસાવીને ખાસ બાળકોને બતાવવી જરૂરી છે. અને દરેક પાઠશાળામાં, સંઘોમાં પણ જાહેરમાં બતાવીને વેજીટેરીયન ખોરાકની સાચી માહિતી મેળવવી યોગ્ય છે. ડીવીડી માટે સંપર્ક:- દર્શન મહેતા (વડોદરા-માંજલપુર) 09023610291 શાલીભદ્ર (ઘાટકોપર) 090288040 Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket શહીદUશ્રવાળી પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 942658504 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતડામ 23