________________
પ્રાયઃ અપ્રાપ્ય મુદ્રિત ગ્રંથોનું સંરક્ષણ
મુદ્રણયુગના બસો વર્ષમાં ઘણા બધા વિદ્વાનોએ હસ્તપ્રત ઉપરથી સંશોધનસંપાદન કરીને પ્રત અને પુસ્તકો મદ્રિત કરાવીને ૨૫૦-૫૦૦ નકલો પ્રકાશિત કરાવી છે જેને લીધે પૂર્વાચાર્યોએ બનાવેલ કૃતિઓ, ગ્રંથોનો પ્રસાર, પ્રચાર થયો છે અને સ્વાધ્યાય અભ્યાસ માટે ગ્રંથો સહેલાઇથી ઉપલબ્ધ બન્યા છે. આગમ અને પ્રકરણ ગ્રંથો કે જેની અભ્યાસ માટે બહુ ઉપયોગીતા હતી તેવા ગ્રંથોની સતત સંશોધન થઇ ભાવાનુવાદ, વિવેચન કે રીપ્રીન્ટ દ્વારા એક જ ગ્રંથની ઘણી બધી આવૃત્તિઓ જુદા જુદા પૂજ્યો દ્વારા પુનઃપ્રકાશિત થઇ છે જેને લીધે સહેલાઇથી ઉપલબ્ધ બન્યા છે. પણ જે ગ્રંથો બહુ જ અલ્પ ઉપયોગી હોય, થોડાક જ વિદ્વાનોને ઉપયોગી હોય, ચરિત્ર, ન્યાય કે વ્યાકરણ આવા નાના નાના ગ્રંથો એક વખત મુદ્રિત થયા પછી ફરીથી પુનઃમુદ્રણ થયા નથી. એવા ઘણા ગ્રંથો કાળના પ્રભાવે જીર્ણ થવાથી અત્યારે ઉપલબ્ધ નથી. ૫૦૧૦૦ વર્ષ પહેલા પ્રકાશિત ગ્રંથોને સંશોધન-સંપાદન કરીને પુનઃમુદ્રણ કરવાની ખાસ જરૂર છે જેથી આ શ્રુતના વારસાની માહિતી અત્યારે રહેલા સંયમી જ્ઞાની પિપાસુ પૂજ્યોને મળે અને જરૂર મુજબ તેઓ તેનો અભ્યાસ પણ કરે છે. સંશોધન-સંપાદન કરવાની અનુકુળતા ન હોય તો તેનું પુનઃમુદ્રણ કરવાથી પણ આ શ્રુત આગામી સો વર્ષ સુધી ઉપલબ્ધ બની જશે. આચાર્ય કૈલાશસાગરસૂરિજી જ્ઞાનમંદિર - કોબાની સહાયથી અમારી સમજ મુજબના જિર્ણોદ્ધાર યોગ્ય પ્રતાકાર છપાયેલ ગ્રંથોની યાદી સામેના પેજ પર ઉપલબ્ધ છે. (નોંધ : ચાર વર્ષમાં પુસ્તક રૂપે મુદ્રિત ૧૫૩ ગ્રંથો પુનઃમુદ્રિત કરીને અમારા દ્વારા જ્ઞાનદ્રવ્યની સહાયથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે અને આ વર્ષે પણ આવા અપ્રાપ્ય પુસ્તકોનું પુનઃમુદ્રણનું આયોજન કરેલ છે જેની યાદી આવતા અંકમાં આપીશું.)
-
www.ahoshrut.org :- Up Coming Events
પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં શ્રીસંઘ તેમજ સંસ્થાઓ તરફથી જે પણ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન થયેલ હોય તેની પત્રિકાની પીડીએફ ફોર્મેટમાં અથવા સીડીઆર માં વિગત ઇમેઇલ કે સીડી દ્વારા મોકલાવવાથી તેની વિગત આ વેબસાઇટમાં સતત ઓનલાઇન પ્રસંગની પૂર્ણાહૂતી સુધી ચાલુ રહે છે અને પ્રસંગ પત્યા બાદ તેની કાયમી યાદગીરી આમંત્રણ પત્રિકા વિભાગમાં સંગ્રહિત રહે છે. જેથી ભવિષ્યમાં જયારે પણ જરૂર હોય ત્યારે તે વિગત ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાય છે.આના લીધે કિંમતી પત્રિકામાં વપરાયેલ કાગળોનો બચાવ થાય છે. અને પત્રિકામાં છપાયેલ ફોટા લગેરેની પસ્તીમાં જવાથી આશાતનાથી પણ બચી શકાય છે. સર્વે સમુદાયના પૂજ્ય ગુરુભગવંતોને પણ નમ્ર વિનંતી છે કે આ યોજના સંપૂર્ણત: નિશુલ્ક છે અને કોમન પ્લેટફોર્મ તરીકે અપનાવીને પત્રિકા માટે ખર્ચાતા કરોડો રૂપિયાના ખર્ચને સાધર્મિક કે પાઠશાળાના ઉદ્ધાર માટે ફાળવી શકાય અને જ્ઞાનની આશાતનાથી પણ બચી શકાય.
સંયમી આત્માઓના જીવનને બાધા ન પહોંચે અને નિર્મળ જીવન વ્યતિત થાય તે માટે વેબસાઇટમાં રહેલી વિગતો શ્રાવકો પ્રિન્ટ કરીને પૂજ્યોને જરૂર મુજબ ઉપલબ્ધ કરાવે તે આપણું શ્રાવક જીવનનું કર્તવ્ય છે. અને પૂજ્યોની ભક્તિનો લાભ મળે એ સૌભાગ્ય છે. આપના શ્રીસંઘમાં થઇ રહેલ અનુષ્ઠાનો તેમજ પુસ્તક ઉપર થી થઇ રહેલ પરિક્ષા ના પેપરો તેમજ અનુષ્ઠાનના પ્રવેશ પત્રના ફોર્મ પણ આ રીતે વેબસાઇટ ઉપર મુકવાથી ઘણો બધો પ્રિન્ટીંગ તેમજ કાગળનો બચાવ થઇ શકે છે.
અહો ! શ્રુતજ્ઞાનમ્ ૨૩
૪