Book Title: Aho Shruta gyanam Paripatra 18 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ શ્રત સમન્વય માટેના અગત્યના મુદ્દાઓ. (૧) પ્રકાશન વિભાગ :- પોતાને ત્યાંથી પ્રકાશિત થયેલા તેમજ ભવિષ્યમાં પ્રકાશિત થનાર બધાજ ગ્રંથોની વિગત તૈયાર કરીને એક-બીજાને આપી શકાય. તેમજ તેઓ જે પણ મુદ્રક પાસે કાર્ય કરાવતા હોય તેના ભાવ વ્યવહાર અને કાર્ય અંગેના અનુભવોનું આદાન-પ્રદાન કરી શકાય. તેને લીધે રીપ્રીન્ટ થનાર પુસ્તકો તેમજ નવા પ્રીન્ટીંગ વખતે માહિતીની આપ-લે દ્વારા દ્રવ્યનો ખૂબ જ બચાવ થાય. તેમજ જ્ઞાનદ્રવ્ય વડે છપાયેલી પુસ્તકો જો ફ્રી આપવાના હોય તો વિતરણ માટે એકબીજાનો સહકાર મેળળી શકે. (૨) જ્ઞાનભંડાર :- પોતાની પાસે રહેલા પુસ્તકોની માહિતી કોમ્યુટરના એક્સેલ શીટમાં દેવનાગરી લીપીમાં યુનીકોડમાં કરીને એક બીજાને આપી શકાય. જેથી ગુરુભગવંતોને જોઇતું પુસ્તક પોતાની પાસે ન હોય તો બીજા કયા જ્ઞાનભંડારમાં છે તેની વિગત પણ જણાવી શકાય અને પૂજ્યોને અભ્યાસ-સ્વાધ્યાય માટે પુસ્તકો સહેલાઇથી મળી શકે. પોતાની પાસે રહેલ વધારાના પુસ્તકોનો વિનિમય કરી શકાય અને નવા ખરીદતી વખતે એકસાથે વધારે સંખ્યામાં લેવાથી કોમર્શીયલ પ્રકાશક પાસેથી સારું વળતર (ડીસ્કાઉન્ટ) પણ મેળવી શકાય. (૩) ઇ-લાયબ્રેરી :- પોતાની પાસે રહેલ સ્કેન કરેલ ડીઝીટલ ફોરમેટમાં રહેલ પુસ્તકો મેગેઝીનોની માહિતીને એક્સેલ શીટમાં બનાવીને એક-બીજાને પૂરી પાડી શકાય. અને તે ઇ-લાયબ્રેરીમાં પુસ્તકો પૈકી પ્રાયઃ અલભ્ય અને અપ્રાપ્ય હોય તેવા પુસ્તકો મેગેઝીનોની નકલ જરૂર મુજબ બીજા જ્ઞાનભંડારને ખર્ચ લઇને (૧ રૂપીયા પ્રતિ પૃષ્ઠ દ્વારા) પૂરી પાડી શકાય. જેથી બધા જ જ્ઞાનભંડારો સમૃદ્ધ બને અને જુના મુદ્રિત પ્રાયઃ અપ્રાપ્ય એવા પુસ્તકો-ગ્રંથો પૂજ્યોને જુદી જુદી જગ્યાએથી ઉપલબ્ધ બની શકે. (૪) હસ્ત પ્રત વિભાગ :- સંસ્થા પાસે રહેલ બધીજ હસ્તપ્રત કે તેના ડીઝીટલ ફોરમેટના સંગ્રહને એક્સેલ શીટમાં સૂચીપત્ર બનાવીને બધાને આપી શકાય જેથી સંશોધક પૂજ્યોને જોઇતી જરૂરી હસ્તપ્રત કયા જ્ઞાનભંડારમાં સંગ્રહાયેલી છે તેમજ તે મેળવવા અંગેની અરજી પણ ઝડપથી કરી શકાય. (૫) સંશોધન વિભાગ :- પોતાના ત્યાં થઇ રહેલ સંશોધન તેમજ બીજે પણ આ જ વિષયનું કાર્ય થઇ | રહ્યું હોય તો એક બીજા સાથે માહિતીની આપલે દ્વારા ખૂબ જ ઉત્તમકોટિનું કાર્ય થઇ શકે અને જુદા જુદા સમુદાયના જુદા જુદા પૂજ્યો દ્વારા જે કાર્ય થઇ રહ્યું હોય તેમાં સંયમ જીવનની મર્યાદા અને નિયમોને લીધે ધીમે ધીમે કાર્ય ચાલતું હોય છે ત્યારે શ્રુત પ્રેમી સંસ્થા દ્વારા તેઓને જોઇતી માહિતી એક-બીજા પાસેથી મેળવી શકાય છે. (૬) આદાન-પ્રાદન :- આ બધી જ સંસ્થાઓના સંચાલકો ટેલીફોન તેમજ ઇ-મેઇલ દ્વારા પોતાને ત્યાં રહેલ કાર્ય અંગેની માહિતીનું આદાન-પ્રદાન અઠવાડીક કે માસિક પણ કરી શકે અને બધી જ સંસ્થાના સંચાલકો બે-ત્રણ મહીને ભેગા મળીને જ્ઞાનગોષ્ટી વિચાર પણ કરી શકે અને પ્રેરક ગુરુભગવંતોના સૂચન મુજબ યોગ્ય માહિતીનું આદાન-પ્રદાન કરી શકે. તેમજ પોતાની પાસે રહેલ કીમતી હસ્તપ્રતનો ડેટા કે પુસ્તકોની સીડી વગેરેનું પણ યોગ્ય લાગે તે રીતે વિનિમય અંગે વિચારણા કરી શકે.. (૯) ઉપસંહાર :- ઉપર મુજબ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ સંસ્થાઓના સમન્વય થવાથી, સમય, શક્તિ અને જ્ઞાનદ્રવ્યનો બચાવ તો થશે જ પરંતુ સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ દ્વારા થઇ રહેલ કાર્યની માહિતી અને તેની અનુમોદના થઇ શક્યું તેમજ એક બીજાને મદદરૂપ થવાથી ભાવનાને લીધે કાર્યઝડપથી સુંદર રીતે થશે તેમજ જુદા જુદા સમુદાયો વચ્ચે જ્ઞાનના ક્ષેત્રમાં આદાનપ્રદાનને લીધે સહકારના લીધે નિકટતા વધશે અને શ્રાવકોમાં એક બીજાના વ્યવહારમાં પ્રેમભાવ પણ વધશે. મિચ્છામિ દુક્કડમ ગત સંપૂર્ણ વર્ષ દરમ્યાન અમારા દ્વારા કોઇ પણ રીતે મન-વચન-કાયાથી આપનું દિલ દુભાયું હોય તો તેની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ.Page Navigation
1 ... 5 6 7 8