Page #1
--------------------------------------------------------------------------
________________
( II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
પુસ્તકો / શી -
અહો ! શ્રતશાળા,
સંકલન સં.૨૦૬૮ દ્વિ. ભાદરવા સુદ-૫
કે શાહ બાબુલાલ સોમલ જિનશાસનના અણગાર, શાસનના શણગાર શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણારવિંદમાં સેવકની સાદર કોટિશ: વંદનાવલી, જિનાજ્ઞાસમાધારક શ્રેષ્ઠીવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રીને પ્રણામ...
| વાંચે ગુજરાત - વંચાય શ્રુતજ્ઞાન છેલ્લા ત્રણ અંકથી શ્રીસંઘના મોભીઓએ શ્રુતરક્ષા બાબત કરવા યોગ્ય આવશ્યક કાર્યોની આપણે વિચારણા કરી રહ્યા છીએ. એ શૃંખલામાં આગળ વધીએ. (૧) શ્રીસંઘના પ-૧૦ ટ્રસ્ટીઓમાં એકાદ-બે ટ્રસ્ટીઓ તો એવા મળવાના જ, કે જેઓને જ્ઞાન પ્રત્યે લગાવ હોય, રસ હોય, ઘગશ હોય, (વાસ્તવમાં તો શ્રીસંઘના ટ્રસ્ટીઓની નિમણૂંકમાં પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે દરેકે દરેક ક્ષેત્રના અનુભવી/રસવાળા ટ્રસ્ટીઓ ટ્રસ્ટબોર્ડની અંદર હોય) આવા ટ્રસ્ટીઓએ શ્રીસંઘના અન્ય કાર્યોની સાથે શ્રુતભક્તિને સવિશેષપણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવવું જોઇએ. (૨) શ્રીસંઘમાં સુંદર-વિશાળ જ્ઞાનભંડાર હોય, એટલું પુરતું નથી. વાંચવાવાળા પણ એ પ્રમાણમાં હોવા જોઇએ. શ્રીસંઘના આરાધકોનું જ્ઞાનનું સમજણનું સ્તર ઉંચું આવે તે માટે કોમન લાયરી જેવું પણ હોવું જોઇએ. જેમાં કથા-વાત-િઉપદેશ-પ્રવચનોના અનેક સાધુ મ. સા. આદિ લેખકોના પુસ્તકો હોય, કે જે શ્રીસંઘના સભ્યોને સાહજિક રસનો વિષય બને (૨) બે-પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કર્મગ્રંથ આદિ પ્રારંભિક અભ્યાસના વિવિધ લેખકોના અનેક પ્રકાશનો અહીં સંગ્રહિત હોય, શ્રાવકો વાંચન અભ્યાસ માટે પુસ્તકો ઘરે લઇ જઇ શકે વગેરે વ્યવસ્થા હોય, તેની નોંધણી માટે રજીસ્ટર પણ રાખી શકાય,
- અહીં સૌથી મહત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આવા કાર્યો માટે પ્રાયઃ શ્રીસંઘમાં ઉત્સાહ-સફળતાની બહુ મોટી આશા રાખવી વ્યર્થ છે. ઘણા પ્રયત્ન બાદ પણ ૧૫-૨૦% માંડ સફળતા મળે એવું હોય છે. એટલે ઘણી મહેનત બાદ પણ જો ૨૦ ટકા જેટલું રીઝલ્ટ મળે તો તેને પણ ૧૦૦ ટકા સફળતા જ જાણવી જોઇએ. શ્રીસંઘની ઉન્નતિ, આબાદી, પ્રગતિ એમને એમ રાતોરાત થતી નથી, આવા ૧૫-૨૦ ટકા રીઝલ્ટવાળા કાર્યો એ તેની પાયાની ઇંટ રૂપ બની જતી હોય છે. અને ભવિષ્યમાં તેના મોટા લાભો દેખાય છે. માટે શ્રુતરક્ષાના કાર્યમાં ભક્તિપૂર્વક જોડાવું જોઇએ. (૩) શ્રીસંઘના નામે કેટલી”યે પત્ર-પત્રિકાઓ આવતી રહે છે. શ્રુતભક્તિના જિજ્ઞાસુ શ્રાવકે એમાંથી સારભૂત પત્રિકાઓ શ્રીસંઘને કાયમ મળતી રહે એ માટે યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઇએ. તથા એ પત્રિકાઓ શ્રીસંઘની જે તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે અને વંચાય એ માટેનો પ્રયત્ન કરવો જોઇએ. જ્ઞાન અને સમજણની વૃદ્ધિ એ શ્રીસંઘની ઉન્નતિ અને પ્રગતિનું સૂચક છે. વાંચે ગુજરાત' ની જેમ ઋતભક્તિ સંપન્ન શ્રાવકોએ વંચાય શ્રુતજ્ઞાન’ ની પ્રવૃતિ મોટે પાયે ઉપાડી લેવી જોઇએ.
(અનુ. પાન નં - પ ઉપર)
" વાસોન્દ સર્વ સાધૂનામ્ " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ
Page #2
--------------------------------------------------------------------------
________________
કહાવલી
૧૫ |
સંવત ૨૦૦૭-૨૦૬૮ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો | ક્રમ : પુસ્તકનું નામ
કત-સંપાદક ભાષા પ્રકાશક અહિંસા હી અમૃતમ્
આ.રાજયશસૂરિજી અં | એલ. વી.એ. ચેરી.ટ્રસ્ટ ભાવયાત્રા ટૂ શગુંજ્ય
આ. રાજયશસૂરિજી અં | એલ. વી. એ. ચેરી.ટ્રસ્ટ લાઇક ટૂ નો મસ્ટ ટૂ ફોલો
આ. રાજયશસૂરિજી | એલ. વી. એ. ચેરી.ટ્રસ્ટ અહિંસા હી અમૃતમ્
આ. રાજયશસૂરિજી તામિલ લબ્ધિ સ્વર્ગો.વણિમસમિતિ અહિંસા હી અમૃતમ્
આ.રાજયશસૂરિજી | તેલુગુ લબ્ધિ વગ.સ્વર્ણિમસમિતિ કણટિક જિનમંદિર દર્શનમ
આ. રાજયશસૂરિજી | હિ લધિ વગ. સ્વર્ણિમસમિતિ | ત્રિશષ્ટિશલાકા પુરુષ પર્વ-૧૦
આ. શીલચંદ્રસૂરિજી |સ . હેમ, શતા. શિક્ષણ નિધિ
પૂ. કલ્યાણકીર્તિવિજયજી મા હેમ. શા. શિક્ષણ નિધિ પ્રાકૃત પ્રબોધ
સા. દીક્ષિપ્રજ્ઞાશ્રીજી હેમ. શતા. શિક્ષણ નિધિ | ત્રિશષ્ટિશલાકા પુરુષ ગદ્ય સારોધ્ધાર ભા. ૧થી| પૂ. ધમકીર્તિવિજયજી હેમ. શતા. શિક્ષણ નિધિ | યશોવિજયજી કૃત ચોવિશી
પં. રત્નત્રયવિજયજી રંજનવિજયજી પુસ્તકાલય ૧૨ | ભવ આલોચના
આ. અભયચંદ્રસૂરિજી આશાપૂરણ જ્ઞાન ભંડાર | ભાનુ પદમ્ સ્વાધ્યાય
પૂ.સિધ્ધિવિજયજી | દિવ્યદર્શન ટ્રસ્ટ પ્રશ્નોનો પ્રવાહ વાતનું વહેણ
આ. અજિતશેખરસૂરિજી | ગુજ | અહંમ આરાધક ટ્રસ્ટ પ્રભુશ્રી વર્ધમાનવામી ભા-૧,૨
આ. નયવર્ધનસૂરિજી ભારત વર્ષિય જિન.સમિતિ ૧૬ | કથાઓ અને કથા પ્રસંગો
આ. નયવર્ધનસૂરિજી | ગુજ | ભારત વર્ષિય જિન. સમિતિ તપોરત્ન મહોદધિ
આ. નયવર્ધનસૂરિજી |ગુજ | ભારત વર્ષિય જિન. સમિતિ | જૈન શાસનના કોહિનુર
આ.નયવર્ધનસૂરિજી |ગુજ | | ભારત વર્ષિય જિન. સમિતિ | અભિનવ પાકૃત રૂપાવલિ
પૂ. શ્રધ્ધર ચરણ હિમભૂષણસૂરિ સ્મૃ. ગ્રંથમાળા ધમોપદેશ તત્વજ્ઞાન
પૂ. વિજ્ઞાનપ્રભવિજયજી |ગુજ | મુક્તિચંદ્રશ્રમણ આરા. ટ્રસ્ટ ૨૧ | પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ
પૂ.વિજ્ઞાનપ્રભવિજયજી | ગુજ મુક્તિચંદ્રશ્રમણ આરા.ટ્રસ્ટ ચારિત્રમાં મુજ મન વસો
પૂ. પુંડરિકવિજયજી ગુજ | મુક્તિચંદ્રશ્રમણ આરા.ટ્રસ્ટ ૨૩ | બદલો ભલા શુરાનો
પૂ. કલ્પપરત્નવિજયજી |ગુજ | દિવ્યદર્શન ટ્રસ્ટ | રાગનો અંધાપો યાને સુનંદા રૂપસેન પૂ. કલ્પપરત્નવિજયજી | ગુજ | દિવ્યદર્શન ટ્રસ્ટ રાગાદિ દોષથી કેમ બચાય
પૂ. કપરત્નવિજયજી ગુજ | | દિવ્યદર્શન ટ્રસ્ટ | સિદ્ધહેમ શબ્દાનુ બૃહદવૃતિ
પૂ. સંભવખભવિજયજી | સં-ગુજ સ્વાદવા પ્રકાશન બ્રહભ્યાસ ગુર્જર વિવરણ અધ્યાય ૧ / ૧,૩,૪ પૂ.પ્રશમપ્રભવિજયજી | અપને શરીર કો નિરોગ કરો
પૂ.રમ્યદર્શનવિજયજી | |સં-હિ | મોક્ષપથ પ્રકાશન ૨૮ | હોલિકા આખ્યાન
પૂ. જયાનંદવિજયજી | સં-હિ | | ગુરુરામચંદ્ર પ્રકાશન કામધટકથાનકમ્
પૂ. જયાનંદવિજયજી ગુરુરામચંદ્ર પ્રકાશન પૃથ્વીચંદ્ર ચરિત્રમ્
પૂ. જયાનંદવિજયજી ગુરુરામચંદ્ર પ્રકાશન | ચન્દ્રરાજ ચરિત્રમ
પૂ. જયાનંદવિજયજી | સં. | ગુરુરામચંદ્ર પ્રકાશન શબ્દોના શિખર(અભિધાન રાજેન્દ્રકોષ-૧ વિવે) પૂ.વૈભવરનવિજયજી | રાજ રાજેન્દ્ર પ્રકાશન | માતૃભક્તિ
| સમકિત યુવક મંડળ | કમેં વર્તાવ્યો કાળો કેર
પૂ. રવિરત્નવિજયજી | અહંમ પ્રભાવક ટ્રસ્ટ | જૈન તત્ત્વજ્ઞાનના અધ્યાપકોનો સંપર્ક સેતુ | પૂ. દિવ્યજીતવિજયજી ગુજ | | નીલેશ સેવંતીલાલ
| |સં-હિ
E
Page #3
--------------------------------------------------------------------------
________________
| ગધ |
J18
૨૦૦૭
19
પૂજ્ય જંgવિજયજી પ્રેરિત ડીવીડી સેટમાં ઉપલબ્ધ લિવ્યંતરણ કરી
| સંશોધન-સંપાદન કરવા યોગ્ય પ્રાયઃ અપ્રગટ ગ્રંથ રત્નો પ્રાયઃ અપ્રગટ ગ્રંથોની જે યાદી અમોએ અહીં આપી છે તે તો ફક્ત નમુનાના થોડાક જ ગ્રંથો છે પરંતુ આવા હજારો ગ્રંથો જેમની રચના પૂવચાર્યોએ કરી છે તેમાના હજુ પણ ઘણા અપ્રકાશિત છે તો જ્ઞાની ગુરુભગવંતો જેઓ સતત સ્વાધ્યાય અને જ્ઞાનસાધનાથી સંયમજીવનનું સિંચન કરી રહ્યા છે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ સંશોધન-સંપાદનના કાર્યમાં આપે અને વિશિષ્ટ શક્તિ ધરાવતા દરેક ગુરુભગવંતો ફક્ત એક એક પુસ્તક પણ દર વર્ષે જો કરે તો આપણા અપ્રગટ રહેલા બધા જ ગ્રંથો ટૂંક જ સમયમાં શાસનમાં ઉપલબ્ધ બને અને કાળના પ્રભાવથી પહેલા ઘણા ગ્રંથો લુપ્ત થયા છે તે અટકી જશે. ક્રમ _ પુસતકનું નામ | કત-સંપાદક હસ્તપ્રતભંડાર વરૂપ ગ્રંથાર્થ ભાષા
આશ્ચર્ય યોગમાળા - મૂળ | નાગાર્જુન | ભાંડારકર | પદ્ય કથાવલિ - મૂળ પૂ. ભદ્રેશ્વરસૂરિજી પાતાસંઘવી | ૧૨૪૦૦ ધર્મ પરિક્ષા - મૂળ હરિપેણ ભાંડારકર ન્યાય કલિકા - મૂળ જયંત પાતાસંઘવી ગ પદાર્થ રન મંજૂષા
કૃષ્ણ પંડિત પાકાહેમ ગ
૩૨૦ પ્રજ્ઞા પ્રકાશ ષ ચિંશિકા રૂપશી ભાંડારકર
ગ્લો..૩૦ પ્રત્યંગિ સ્તોત્ર
અજ્ઞાત
જેતાજિ. સીતા ચરિત્ર
પૂ.ભુવનતુંગસૂરિજી પાતાસંઘવી ધર્મ લક્ષણ - મૂળ પૂ.જિનવલ્લભ ખંભાત.તાડ | ગધ ૧૦ | કથા સંગ્રહ
અજ્ઞld | પાતાસંઘવી ગઈ અનેકા ધ્વનિ મંજરિ એlld
પાકાહેમ ગઈ | ૩૦૩ અનેકાર્થ ધ્વનિ મંજરિ શ્રવણક પાકાહેમ ધાતુ રનાકર
સાધુ સુંદરગણિ પાકાહેમ જ્ઞાનપ્રકાશ
અજ્ઞાત પાતાહેમ ગર મંત્ર સંગ્રહ
પૂ. જિનદત્તસૂરિજી પાકાહેમ ગઈ ક્રિયા રન સમુચ્ચય-બીજક | અજ્ઞાત પાતાસંઘવી ગઈ ક્રિયા કલાપ
પૂ.વિજયાનંદ | પાકાહેમ વિચાર રત્નાકર પૂ. કીર્તિવિજયગણિ | પાકાહેમ ક્રિયા કલાપ
પૂ. જિનદેવસૂરિજી | પાકાહેમ શબ્દસંચય
અજ્ઞાત પાકાહેમ શતશ્લોકી
બોપદેવા પાકાહેમ વંકચૂલ રાસ
અજ્ઞાત પાકાહેમ ભગવતી સૂત્ર - બીજક પૂ. હર્ષકુલગણિ
| જે કા.જી
પE
JIEJ
૪૪૧
ઉં
૧૩૫
Page #4
--------------------------------------------------------------------------
________________
1 અહો ! તજ્ઞાનમ ગ્રંથ જીણોદ્ધાર સેટ નં-૪ પૂર્વમાં મુદ્રિત પરંતુ હાલમાં પ્રાયઃ અપ્રાપ્ય એવા પૂજ્યોને રવાધ્યાય, અભ્યાસ સંશોધન કાર્યમાં ઉપયોગી અને પૂવચિાર્યોએ રચેલ ગ્રંથોના શ્રુતને ભાવિ પેઢી માટે ઉપલબ્ધ કરાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ નીચેના પુરકો સ્કેન કરાવીને તેની મર્યાદિત નકલો જ્ઞાનદ્રવ્યની સહાયથી જુદા જુદા શહેરોમાં આવેલા સકિય ઉત્તમ ઉદારતાવાળા જ્ઞાનભંડારોને ભેટ મોકલ્યા છે જે પૂજ્યોને અભ્યાસ માટે અમારા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી પણ મળી શકશે. ક્રમ પુસ્તકનું નામ
લેખક-સંપાદક પ્રકાશક ભાષા પૃષ્ઠ ૧૨૭ | મહાપ્રભાવિક નવમરણ
સારાભાઈ નવાબ સારાભાઇ નવાલા ૧૨૮| જૈન ચિત્ર કલ્પલતા
સારાભાઇ નવાળા સારાભાઇ નવાબ ૧૨૯| જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ-ભાગ-૨ હીરાલાલ હંસરાજ | હીરાલાલ હંસરાજ ૧૩૦ | ઓપરેશન ઇન સર્ચ ઓફ સં. મેન્યુ-ભા-૬ પી. પીટરસના એશિયાટિક સોસાયટી ૧૩૧ | જૈન ગણિત વિચાર
કુંવરજી આણંદજી | જૈન ધર્મ પ્રસારક સભા દૈવજ્ઞ કામધેનુ (પ્રાચીન જ્યોતિષ ગ્રંથ) શીલખંડ | વ્રજ વી.દાસ-બનારસ ૧૩૩] કણ પ્રકાશ
બ્રહ્મદેવ | સુધાકર દ્વિવેદી | ન્યાય વિશારદ મહો.યશોવિજયજી પૂ.યશોદેવસૂરિજી | યશોભારતી પ્રકાશન | રવ.હસ્તલિખિત કૃતિ સંગ્રહ ભૌગોલિક કોશ-૧
ડાહ્યાભાઇ પીતાંબરદાસ ગુજ.વર્નાક્યુલર સોસા. | ભૌગોલિક કોશ-૨
ડાહ્યાભાઇ પીતાંબરદાસ ગુજ.વર્નાક્યુલર સોસા. ૧૩૦| જૈન સાહિ. સંશોધક વર્ષ-૧ અંક-૧-૨ પૂ.જિનવિજયજી જૈન સાહિત્ય સંશો-પૂના ૧૩૮| જૈન સાહિ. સંશોધક વર્ષ-૧ અંક-૩-૪ પૂ. જિનવિજયજી | જૈન સાહિત્ય સંશો-પૂના ૧૩૯| જૈન સાહિ. સંશોધક વર્ષ-૨ અંક-૧-૨ પૂ. જિનવિજયજી | જૈન સાહિત્ય સંશો-પૂના ૧૪૦| જૈન સાહિ. સંશોધક વર્ષ-૨ અંક-૩-૪ પૂ. જિનવિજયજી જૈન સાહિત્ય સંશો-પૂના ૧૪૧| જૈન સાહિ. સંશોધક વર્ષ-૩ અંક-૧-૨ પૂ.જિનવિજયજી જૈન સાહિત્ય સંશો૧૪૨ | જૈન સાહિ. સંશોધક વર્ષ-૩ અંક-૩-૪ પૂ. જિનવિજયજી જૈન સાહિત્ય સંશો-પૂના | નવપદોની આનુપૂર્વી-૧
પૂ. સોમવિજયજી શાહ બાબુભાઇ સવચંદ | | નવપદોની આનુપૂર્વી-૨
પૂ. સોમવિજયજી | શાહ બાબુભાઇ સવચંદ | નવપદોની આનુપૂર્વી-૩
પૂ. સોમવિજયજી | શાહ બાબુભાઇ સવચંદ | ભાષવતિ
શતાનંદ માચ્છાત | એચ. પી.ગુપ્તા એન્ડ સન્સ ૧૪ | જૈન સિધ્ધાંત કૌમુદી(અર્ધ માગધી વ્યાકરણ) રતનચંદ્ર રવામી ઐરોદાન શેઠીયા | | શ્રી મંગરાજ ગુણકલ્પ મહોદધિ
જયદયાલ શર્મા | જયદયાલ શમાં ૧૪૯ | ફક્ઝીકા રત્ન મંજૂષા - ૧,૨
કનકલાલ ઠાકૂર હરિકૃષ્ણ નિબંધ | અનૂભુત સિધ્ધવિશા યંત્ર (છ કલ્ય સંગ્રહ) પૂ. મેઘવિજયજી | મહાવીર ગ્રંથમાલા સારાવલિ
કલ્યાણ વર્ધન | પાંડુરંગ જીવાજી | જ્યોતિષ સિધ્ધાંત સંગ્રહ
વિશ્વેશ્વરપ્રસાદ દ્વિવેદી | બ્રાજભૂષણદાસ-બનારસ | સં. ૨૩૨ ૧૫૩] જ્ઞાન પ્રદીપિકા તથા સામદિક શાસ્ત્ર | રામવ્યાસ પાંડેચ | જૈન સિદ્ધાંત ભવન
નુતન સંકલન ૧ આ. ચંદ્રસાગરસૂરિજી જ્ઞાનભંડાર-ઉર્જન હતપ્રત સૂચીપત્ર આશાપૂરણ જૈન જ્ઞાનભંડાર હિ ૧૨૨ ૨ | ગુજરાતી શે.મૂ. પૂ. જૈન સંઘ-કલકત્તા હસ્તપ્રત સૂચીપત્ર આશાપૂરણ જૈન જ્ઞાનભંડાર હિ ૧૦૫
quo
Page #5
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદન તથા પુનઃમુદ્રણનું કાર્ય ચાલુ છે. પૂ.ગચ્છા. આ. શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મ. સા. (પૂ. આ. રામચન્દ્રસૂરીશ્વરજી સમુદાય). (૧) પંચનિગ્રંથી પ્રકરણ - કત. ઉપા. યશોવિજયજી. બાલાવબોધ સહ (૨) પ્રમાણસુંદર - પૂ.પદ્મવિજયજી ગણિ (૩) પદાર્થખંડન - પૂ. સિદ્ધિચન્દ્રમણિ (૪) તત્વાર્થસૂત્ર બાલાવબોધ - ઉપા. યશોવિજયજી (૫) કસ્તુરી પ્રકરણ - પૂ. હેમવિજયજી ગણિવર્ય
પૂ. આ. અભયચંદ્રસૂરિજી મ. સા. (પૂ. આ. શ્રી પ્રેમ-ભુવન ભાનુસૂરિજી સમુદાય) (૧) દશવૈકાલિક - પૂ. સુમતિસાધુસૂરિજી ટીકા - મૂળ છાયા સહિત પં. મુક્તિચન્દ્રવિજયજી મ. સા./પં. મુનિચન્દ્રવિજયજી મ. સા. (પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય)| | (૧) ભવભાવના - સંસ્કૃત છાયા - કત મલધારિ હેમચંદ્રસૂરિજી
પં.નયભદ્રવિજયજી મ. સા. (પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) શ્રાધ્ધજીતકલ્પ - આ.ધર્મઘોષસૂરિજી રચિત કૃતિ સહિત શુદ્ધિકરણ સાથે નૂતન સંપાદન (૨) યતિજીતકલ્પ - આ.સાધુરતનસૂરિજી રચિત વૃતિ સહિત શુદ્ધિકરણ સાથે નૂતન સંપાદન
પૂ. આગમચન્દ્રસાગરજી મ. સા. (પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી સમુદાય) (૧) પ્રવચન કીરણાવલી - કર્તા શ્રીમદ્વિજય પદ્મસૂરિજી - ભાષાંતર સહિત (૨) તપાગચ્છ પટ્ટાવલી સૂવમ્ - કત મહો. શ્રી ધર્મસાગરજી
- અનુ. ૫. કલ્યાણવિજયજી-સચિત્ર-સંસ્કૃત અનુવાદ સહિત (૩) બૃહદ યોગવિધી :(૪) ૪૫ આગમમૂળ પ્રતાકારનો સેટ પણ પુનઃમુદ્રણ થઇ રહ્યો છે. જે પણ સંઘ જ્ઞાનભંડારોને વસાવવા માટે જરૂર હોય તેઓએ સંપર્ક કરવો.
ગણિવર્ય શ્રી તત્વઝભવિજયજી (પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) દશવૈકાલિક - પૂ.સમયસુંદર, પૂ.સમતિસાધુ, પૂ.તિલકાચાર્ય - ટીકા ત્રણેયનું ભેગુ પુરતક
| પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. (પૂ. આ. શ્રી ઓમકારસૂરિજી સમુદાય) (૧) ઔપપાતિક સૂત્ર - સટીક (૨) રાજપ્રશ્નીય સૂત્ર - સટીક (અનુ. પાન નં- ૧ નું ચાલુ) (૪) શ્રીસંઘની જાગૃતિને અનુલક્ષીને કેટલીક મહત્વની બાબતો પત્રો શ્રીસંઘના બોર્ડ ઉપર મૂકવા જોઇએ... ઉપદેશાત્મક કેટલુંક લખાણ પણ શ્રીસંઘના બોર્ડ પર વંચાય તો યોગ્ય આત્માને સમાધિનું નિમિત્ત બની શકે. (૫) આજે કેટલાક પુસ્તકો પર ઓપન બુક એક્ઝામ હોય છે, પોતાના સંઘમાં પણ આવી યોજનાઓનો લાભ મળે તે માટે સક્રીય પ્રયત્ન કરવો જોઇએ. આ દ્વારા મોટે પાયે શ્રુતજ્ઞાનના પ્રસાર-પ્રચાર શક્ય બને છે. આ પ્રમાણે શ્રુતભક્તિ કરી મળેલ માનવભવને આપણે સફળ કરીએ.
Page #6
--------------------------------------------------------------------------
________________
| શ્રુત સમન્વય - શ્રુત સેતુ.
જિનશાસનના સાત ક્ષેત્રોમાં જુદી જુદી સંસ્થો દ્વારા અને વ્યક્તિગત ધોરણે ઘણા બધા ઉત્તમ કાર્યો નિરંતર થતા રહે છે અને તેને લીધે શાસન જયવંતુ વર્તે છે. સાત ક્ષેત્રો પૈકી જેના લીધે પ્રભુ વીરનું શાસન ૧૮૫૦૦ વર્ષ સુધી ચાલવાનું છે તે જિનાગમ અને શ્રુતજ્ઞાનના ક્ષેત્રોમાં પણ પૂજ્ય ગુરુભગવંતો પ્રેરિત સંસ્થાઓ દ્વારા ખૂબ જ ઉત્તમકાર્ય થઇ રહ્યું છે. તેમાં પણ જુની તાડપત્ર અને હસ્તપ્રતોને પૂજ્ય ગુરુભગવંતો દ્વારા સંશોધન કરીને અત્યાર સુધી અપ્રગટ રહેલા ઘણાં બધા નવા ગ્રંથો મુદ્રિત થઇને શાસનને મળ્યા છે. જેના લીધે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને સહેલાઇથી ગ્રંથો ઉપલબ્ધ બનતા તેમના અભ્યાસ અને સ્વાધ્યાયમાં ખૂબ જ વધારો થયો છે અને અલ્પ પરિવાળા સાધુઓ પણ જ્ઞાનના ક્ષેત્રમાં ઉંડો અભ્યાસ કરીને આગવું પ્રદાન કરી રહ્યા છે અને સ્વ અને પર કલ્યાણાર્થે ખૂબ જ ભગીરથ પ્રયત્ન કરીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ દ્વારા સંયમ સાધના દીપાવી રહ્યા
આપણા ત્યાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના જ્ઞાનદ્રવ્યના સવ્યય દ્વારા ગ્રંથોનું સંશોદન, સંપાદન, પ્રકાશન, સૂચિપત્રો, સ્કેનીંગ દ્વારા ડીઝીટલ ડેટાબેંક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇ-લાયબ્રેરી અને ઇ-મેઇલ દ્વારા દૂર દૂરના પ્રદેશમાં રહેલ વિદ્વાનોને જરૂરી માહિતિ ત્વરીત અને સમયસર પુરી પાડવામાં આવે છે, અને તેને લીધે થોડા સમયમાં શક્તિ અને સમયનો બચાવ કરીને વધારે ને વધારે કાર્ય કરીને શ્રુતભક્તિ કરી રહ્યા છે. પરંતુ બધી જ સંસ્થાઓ પોતપોતાની રીર્ત સ્વતંત્ર રીતે આગવા નિયમ મુજબ પોત પોતાનું કાર્ય કરી રહી છે. જેને લીધે એકના એક કાર્ય નું પુનરાવર્તન પણ ઘણી વખત થાય છે. વળી, જરૂરી માહિતી પણ એક બીજાને આપવાનું વ્યવસ્થા તંત્ર ન હોવાથી સમય, શક્તિ અને દ્રવ્યનો ખર્ચ બાબત પણ પુનરાવર્તન-દુર્વ્યય થાય છે.
શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ બધી જ સંસ્થાના સંચાલકો પોતાના માર્ગદર્શક ગુરુભગવંતની મંજુરી સલાહ મેળવીને જ્ઞાનમાં સમન્વય કરે તો ઘણા જ્ઞાનદ્રવ્યનો બચાવ થાય અને વધારાના દ્રવ્ય વડે જ્ઞાનના બીજા મહત્વના કાર્યો થઇ શકે.
ખરેખર તો જ્ઞાનદ્રવ્ય એ જિનશાસનનું ત્રીજા નંબરનું ક્ષેત્ર છે જેની માલિકી પણ પ્રભુ વીરના શાસનની છે. તેની ઉપજ પ્રાયઃ પ્રતિક્રમણ સૂત્રો આદિની બોલીમાંથી આવે છે અને પ્રતિક્રમણ સૂત્રો ગણધર ભગવંતોએ બનાવેલ છે તેથી ગણધર ભગવંતોની હકુમત એટલે કે પાટ પરંપરાએ આચાર્ય ભગવંતની માલિકી ગણાય અને ગીતાર્થ સંવિન આચાર્ય ભગવંતના માર્ગદર્શન મુજબ જ તેનો વપરાશ થઇ શકે. શ્રીસંઘ કે શ્રાવિકા ઉપાશ્રયના વહીવટકર્તા ટ્રસ્ટીઓ કે શ્રાવક-શ્રાવિકાઓ તો ફક્ત તેના વહીવટદાર ગણાય નહીં કે માલિક. તેઓ પોતાની ઇચ્છા મુજબ યોગ્ય લાગે ત્યાં આ રકમને વાપરે છે પરંતુ તે માટેનો યોગ્ય વિવેક જાળવવો જોઇએ. દરેક સમુદાયમાં જે પણ કાર્ય થઇ રહ્યું હોય તેઓ પોતાના સમુદાયમાં એક ગુરુભગવંતને બધી જ માહિતીની જાણ કરીને સંકલન કરવું જોઇએ.
આપને શ્રુતભક્તિથી પ્રેરાઇને અહોશ્રુતજ્ઞાનમ ના અંકો મોકલીએ છીએ તે વાંચીને આપશ્રી સંઘના ટ્રસ્ટી-મોભીઓને વાંચવા આપશો. આપને માહિતીની જરૂર હોયતો વ્યવસ્થિત સંગ્રહ કરશો અને જરૂર ન હોય તો પરઠવશો નહીં | પરંતુ અમોને પરત મોકલી શકાશે. જેથી બીજાને ઉપયોગી બની શકે..
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રત સમન્વય માટેના અગત્યના મુદ્દાઓ.
(૧) પ્રકાશન વિભાગ :- પોતાને ત્યાંથી પ્રકાશિત થયેલા તેમજ ભવિષ્યમાં પ્રકાશિત થનાર બધાજ ગ્રંથોની વિગત તૈયાર કરીને એક-બીજાને આપી શકાય. તેમજ તેઓ જે પણ મુદ્રક પાસે કાર્ય કરાવતા હોય તેના ભાવ વ્યવહાર અને કાર્ય અંગેના અનુભવોનું આદાન-પ્રદાન કરી શકાય. તેને લીધે રીપ્રીન્ટ થનાર પુસ્તકો તેમજ નવા પ્રીન્ટીંગ વખતે માહિતીની આપ-લે દ્વારા દ્રવ્યનો ખૂબ જ બચાવ થાય. તેમજ જ્ઞાનદ્રવ્ય વડે છપાયેલી પુસ્તકો જો ફ્રી આપવાના હોય તો વિતરણ માટે એકબીજાનો સહકાર મેળળી શકે. (૨) જ્ઞાનભંડાર :- પોતાની પાસે રહેલા પુસ્તકોની માહિતી કોમ્યુટરના એક્સેલ શીટમાં દેવનાગરી લીપીમાં યુનીકોડમાં કરીને એક બીજાને આપી શકાય. જેથી ગુરુભગવંતોને જોઇતું પુસ્તક પોતાની પાસે ન હોય તો બીજા કયા જ્ઞાનભંડારમાં છે તેની વિગત પણ જણાવી શકાય અને પૂજ્યોને અભ્યાસ-સ્વાધ્યાય માટે પુસ્તકો સહેલાઇથી મળી શકે. પોતાની પાસે રહેલ વધારાના પુસ્તકોનો વિનિમય કરી શકાય અને નવા ખરીદતી વખતે એકસાથે વધારે સંખ્યામાં લેવાથી કોમર્શીયલ પ્રકાશક પાસેથી સારું વળતર (ડીસ્કાઉન્ટ) પણ મેળવી શકાય. (૩) ઇ-લાયબ્રેરી :- પોતાની પાસે રહેલ સ્કેન કરેલ ડીઝીટલ ફોરમેટમાં રહેલ પુસ્તકો મેગેઝીનોની માહિતીને એક્સેલ શીટમાં બનાવીને એક-બીજાને પૂરી પાડી શકાય. અને તે ઇ-લાયબ્રેરીમાં પુસ્તકો પૈકી પ્રાયઃ અલભ્ય અને અપ્રાપ્ય હોય તેવા પુસ્તકો મેગેઝીનોની નકલ જરૂર મુજબ બીજા જ્ઞાનભંડારને ખર્ચ લઇને (૧ રૂપીયા પ્રતિ પૃષ્ઠ દ્વારા) પૂરી પાડી શકાય. જેથી બધા જ જ્ઞાનભંડારો સમૃદ્ધ બને અને જુના મુદ્રિત પ્રાયઃ અપ્રાપ્ય એવા પુસ્તકો-ગ્રંથો પૂજ્યોને જુદી જુદી જગ્યાએથી ઉપલબ્ધ બની શકે. (૪) હસ્ત પ્રત વિભાગ :- સંસ્થા પાસે રહેલ બધીજ હસ્તપ્રત કે તેના ડીઝીટલ ફોરમેટના સંગ્રહને એક્સેલ શીટમાં સૂચીપત્ર બનાવીને બધાને આપી શકાય જેથી સંશોધક પૂજ્યોને જોઇતી જરૂરી હસ્તપ્રત કયા જ્ઞાનભંડારમાં સંગ્રહાયેલી છે તેમજ તે મેળવવા અંગેની અરજી પણ ઝડપથી કરી શકાય. (૫) સંશોધન વિભાગ :- પોતાના ત્યાં થઇ રહેલ સંશોધન તેમજ બીજે પણ આ જ વિષયનું કાર્ય થઇ | રહ્યું હોય તો એક બીજા સાથે માહિતીની આપલે દ્વારા ખૂબ જ ઉત્તમકોટિનું કાર્ય થઇ શકે અને જુદા જુદા સમુદાયના જુદા જુદા પૂજ્યો દ્વારા જે કાર્ય થઇ રહ્યું હોય તેમાં સંયમ જીવનની મર્યાદા અને નિયમોને લીધે ધીમે ધીમે કાર્ય ચાલતું હોય છે ત્યારે શ્રુત પ્રેમી સંસ્થા દ્વારા તેઓને જોઇતી માહિતી એક-બીજા પાસેથી મેળવી શકાય છે. (૬) આદાન-પ્રાદન :- આ બધી જ સંસ્થાઓના સંચાલકો ટેલીફોન તેમજ ઇ-મેઇલ દ્વારા પોતાને ત્યાં રહેલ કાર્ય અંગેની માહિતીનું આદાન-પ્રદાન અઠવાડીક કે માસિક પણ કરી શકે અને બધી જ સંસ્થાના સંચાલકો બે-ત્રણ મહીને ભેગા મળીને જ્ઞાનગોષ્ટી વિચાર પણ કરી શકે અને પ્રેરક ગુરુભગવંતોના સૂચન મુજબ યોગ્ય માહિતીનું આદાન-પ્રદાન કરી શકે. તેમજ પોતાની પાસે રહેલ કીમતી હસ્તપ્રતનો ડેટા કે પુસ્તકોની સીડી વગેરેનું પણ યોગ્ય લાગે તે રીતે વિનિમય અંગે વિચારણા કરી શકે.. (૯) ઉપસંહાર :- ઉપર મુજબ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ સંસ્થાઓના સમન્વય થવાથી, સમય, શક્તિ અને જ્ઞાનદ્રવ્યનો બચાવ તો થશે જ પરંતુ સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ દ્વારા થઇ રહેલ કાર્યની માહિતી અને તેની અનુમોદના થઇ શક્યું તેમજ એક બીજાને મદદરૂપ થવાથી ભાવનાને લીધે કાર્યઝડપથી સુંદર રીતે થશે તેમજ જુદા જુદા સમુદાયો વચ્ચે જ્ઞાનના ક્ષેત્રમાં આદાનપ્રદાનને લીધે સહકારના લીધે નિકટતા વધશે અને શ્રાવકોમાં એક બીજાના વ્યવહારમાં પ્રેમભાવ પણ વધશે.
મિચ્છામિ દુક્કડમ ગત સંપૂર્ણ વર્ષ દરમ્યાન અમારા દ્વારા કોઇ પણ રીતે મન-વચન-કાયાથી આપનું દિલ દુભાયું હોય તો તેની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ.
Page #8
--------------------------------------------------------------------------
________________ શ્રીસંઘ દ્રવ્યનો સુયોગ્ય સદવ્યય પવધિરાજ પર્યુષણની આરાધના દિવસોમાં પ્રાયઃ દરેક સંઘોમાં જુદા જુદા સર્વ ક્ષેત્રની બોલીઓ તેમજ ટીપ થાય છે. શ્રીસંઘના શ્રાવકો ખૂબ જ ઉદારતા પૂર્વક લાભ લઇ મહાન સકતની કમાણી કરે છે. ત્યારે જે તે સંઘના સ્ત્રીઓ અને શ્રાવિકા ઉપાશ્રયની વહીવટકતાં શ્રાવિકાઓએ લોકોએ તેમના પર મૂકેલા વિશ્વાસને યોગ્ય ન્યાય આપવા માટે વિશેષ જાગૃત રહેવું જોઇએ, તે માટેના કેટલાક મુદ્દાઓ અહીં રજૂ કરીએ છીએ. (1) ટીપ કે ઉછામણી જે ખાતા માટે થઇ હોય તે જ ક્ષેત્રના ખાતાની પહોંચ આપીને જે તે ખાતામાં જ તે રકમ જમા થાય તેની ચીવટ રાખવી જોઇએ. (2) આવેલ રકમ પૈકી શ્રીસંઘનો પોતાનો ખર્ચ જે ક્ષેત્રનો હોય તે જ ક્ષેત્રમાં એ રકમ વાપરવી જોઇએ. જે ક્ષેત્રનો ખર્ચ સંઘને કાયમી ધોરણે હોય તે ખાતાની રકમ જરૂરીયાત મુજબ રાખી શકાય. જેમકે દેરાસરનું કામચાલુ હોય તો દેવદ્રવ્યની રકમ, વિહારમાં વારંવાર ગુરુ ભ.નો હાલ લાભ મળતો હોય તો વૈયાવચ્ચની રકમ. (3) શ્રીસંઘ કે શ્રાવિકા ઉપાશ્રયની બહેનો, પોતે જે ક્ષેત્રનું કાર્ય ન કરતા હોય અને આવક થઇ હોય તો જે તે આવક નિશ્રા દાતા ગુરુ ભગવંતની સાથે સલાહ વિચારણા કરીને જે તે ક્ષેત્રનું કાર્ય કરતી સારી સંસ્થાઓ કે વ્યક્તિઓને ફાળવવી જોઇએ. (4) જો સંઘને પોતાનું પુસ્તક પ્રકાશન અથવા સાધુ-સાધ્વીજી ને ભણાવવાની કાયમી પાઠશાળા ન હોય તો જ્ઞાનખાતાની રકમ તુરત જ જ્ઞાનનું ઉત્તમ કાર્ય કરતી સંસ્થાઓને ફાળવવી જોઇએ. - જ્ઞાનખાતાની અને જીવદયાની રકમ પણ જે તે ક્ષેત્રનું કાર્ય કરતી સંસ્થાઓને જ ફાળવવી જોઇએ. જો નીચેનું ક્ષેત્ર સીદાતું હોય, નીચેના ક્ષેત્રની જરૂરીયાત હોય તો તે ક્ષેત્રની રકમ ઉપરના દેવદ્રવ્યાદિ ક્ષેત્રમાં લઇ જઇ શકાય નહિ. ફક્ત વિશિષ્ટ એવું કોઇ કારણ હોય તો સંવિન ગીતાર્થ આચાર્ય ભગવંતના માર્ગદર્શન અનુસાર એક ક્ષેત્રની રકમ બીજા ઉપરના ક્ષેત્રમાં વાપરવી હિતાવહ છે. (5) જીવદયાની રકમ ફદાય સીધી કે ડાયરેક્ટ ન મોકલી શકાય તો જે તે પાંજરાપોળ માટે પશુ આહાર ખોળ કે ઘાસની ટ્રક ખરીદીને પણ ઉત્તમ લાભ લઇ શકાય. અલબત્ત છુટક છુટક આ બધા કાર્યો થાય તેમાં કેટલી સમૃદ્ધ પાંજરાપોળો છલકાયા કરે અને સીદાતી પાંજરાપોળો પાસે વિશેષ નેટવર્ક ન હોવાથી સરદાયા જ કરે. આ માટે સાર્વજનિક લેવલે જીવદયાના વિશાળ પાયે કાર્ય કરતી વિશ્વાસુ સંસ્થાઓને તે રકમ ફાળવવામાં આવે તો તેઓ દ્વારા યથાયોગ્ય વિનિમય થાય. જીવો છોડાવીને પાંજરાપોળોમાં મૂકીએ ત્યારે તેના નિભાવ માટેની રકમ પણ સાથે દાન આપવી જોઇએ. (6) જ્ઞાનખાતાની રકમમાંથી પૂજ્ય ગુરુ ભ.ના અભ્યાસ ઉપયોગી મહત્વના ગ્રંથો, શબ્દકોષો વગેરેની 25-50 નકલ ખરીદીને જુદા જુદા જ્ઞાનભંડારોને ભેટ મોકલી શકાય. અલભ્ય અભ્યાસ યોગ્ય પુસ્તકોની 15-20 નકલો ઝેરોક્ષ કરાવીને પણ જુદા જુદા ભંડારોને ભેટ મોકલાય, તો જ્ઞાનદ્રવ્યનો ઉત્તમ લાભ મળી શકે. Printed Matter BookPosted 1147) U/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com