________________ શ્રીસંઘ દ્રવ્યનો સુયોગ્ય સદવ્યય પવધિરાજ પર્યુષણની આરાધના દિવસોમાં પ્રાયઃ દરેક સંઘોમાં જુદા જુદા સર્વ ક્ષેત્રની બોલીઓ તેમજ ટીપ થાય છે. શ્રીસંઘના શ્રાવકો ખૂબ જ ઉદારતા પૂર્વક લાભ લઇ મહાન સકતની કમાણી કરે છે. ત્યારે જે તે સંઘના સ્ત્રીઓ અને શ્રાવિકા ઉપાશ્રયની વહીવટકતાં શ્રાવિકાઓએ લોકોએ તેમના પર મૂકેલા વિશ્વાસને યોગ્ય ન્યાય આપવા માટે વિશેષ જાગૃત રહેવું જોઇએ, તે માટેના કેટલાક મુદ્દાઓ અહીં રજૂ કરીએ છીએ. (1) ટીપ કે ઉછામણી જે ખાતા માટે થઇ હોય તે જ ક્ષેત્રના ખાતાની પહોંચ આપીને જે તે ખાતામાં જ તે રકમ જમા થાય તેની ચીવટ રાખવી જોઇએ. (2) આવેલ રકમ પૈકી શ્રીસંઘનો પોતાનો ખર્ચ જે ક્ષેત્રનો હોય તે જ ક્ષેત્રમાં એ રકમ વાપરવી જોઇએ. જે ક્ષેત્રનો ખર્ચ સંઘને કાયમી ધોરણે હોય તે ખાતાની રકમ જરૂરીયાત મુજબ રાખી શકાય. જેમકે દેરાસરનું કામચાલુ હોય તો દેવદ્રવ્યની રકમ, વિહારમાં વારંવાર ગુરુ ભ.નો હાલ લાભ મળતો હોય તો વૈયાવચ્ચની રકમ. (3) શ્રીસંઘ કે શ્રાવિકા ઉપાશ્રયની બહેનો, પોતે જે ક્ષેત્રનું કાર્ય ન કરતા હોય અને આવક થઇ હોય તો જે તે આવક નિશ્રા દાતા ગુરુ ભગવંતની સાથે સલાહ વિચારણા કરીને જે તે ક્ષેત્રનું કાર્ય કરતી સારી સંસ્થાઓ કે વ્યક્તિઓને ફાળવવી જોઇએ. (4) જો સંઘને પોતાનું પુસ્તક પ્રકાશન અથવા સાધુ-સાધ્વીજી ને ભણાવવાની કાયમી પાઠશાળા ન હોય તો જ્ઞાનખાતાની રકમ તુરત જ જ્ઞાનનું ઉત્તમ કાર્ય કરતી સંસ્થાઓને ફાળવવી જોઇએ. - જ્ઞાનખાતાની અને જીવદયાની રકમ પણ જે તે ક્ષેત્રનું કાર્ય કરતી સંસ્થાઓને જ ફાળવવી જોઇએ. જો નીચેનું ક્ષેત્ર સીદાતું હોય, નીચેના ક્ષેત્રની જરૂરીયાત હોય તો તે ક્ષેત્રની રકમ ઉપરના દેવદ્રવ્યાદિ ક્ષેત્રમાં લઇ જઇ શકાય નહિ. ફક્ત વિશિષ્ટ એવું કોઇ કારણ હોય તો સંવિન ગીતાર્થ આચાર્ય ભગવંતના માર્ગદર્શન અનુસાર એક ક્ષેત્રની રકમ બીજા ઉપરના ક્ષેત્રમાં વાપરવી હિતાવહ છે. (5) જીવદયાની રકમ ફદાય સીધી કે ડાયરેક્ટ ન મોકલી શકાય તો જે તે પાંજરાપોળ માટે પશુ આહાર ખોળ કે ઘાસની ટ્રક ખરીદીને પણ ઉત્તમ લાભ લઇ શકાય. અલબત્ત છુટક છુટક આ બધા કાર્યો થાય તેમાં કેટલી સમૃદ્ધ પાંજરાપોળો છલકાયા કરે અને સીદાતી પાંજરાપોળો પાસે વિશેષ નેટવર્ક ન હોવાથી સરદાયા જ કરે. આ માટે સાર્વજનિક લેવલે જીવદયાના વિશાળ પાયે કાર્ય કરતી વિશ્વાસુ સંસ્થાઓને તે રકમ ફાળવવામાં આવે તો તેઓ દ્વારા યથાયોગ્ય વિનિમય થાય. જીવો છોડાવીને પાંજરાપોળોમાં મૂકીએ ત્યારે તેના નિભાવ માટેની રકમ પણ સાથે દાન આપવી જોઇએ. (6) જ્ઞાનખાતાની રકમમાંથી પૂજ્ય ગુરુ ભ.ના અભ્યાસ ઉપયોગી મહત્વના ગ્રંથો, શબ્દકોષો વગેરેની 25-50 નકલ ખરીદીને જુદા જુદા જ્ઞાનભંડારોને ભેટ મોકલી શકાય. અલભ્ય અભ્યાસ યોગ્ય પુસ્તકોની 15-20 નકલો ઝેરોક્ષ કરાવીને પણ જુદા જુદા ભંડારોને ભેટ મોકલાય, તો જ્ઞાનદ્રવ્યનો ઉત્તમ લાભ મળી શકે. Printed Matter BookPosted 1147) U/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com