Book Title: Aho Shruta gyanam Paripatra 18 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ ( II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ | પુસ્તકો / શી - અહો ! શ્રતશાળા, સંકલન સં.૨૦૬૮ દ્વિ. ભાદરવા સુદ-૫ કે શાહ બાબુલાલ સોમલ જિનશાસનના અણગાર, શાસનના શણગાર શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણારવિંદમાં સેવકની સાદર કોટિશ: વંદનાવલી, જિનાજ્ઞાસમાધારક શ્રેષ્ઠીવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રીને પ્રણામ... | વાંચે ગુજરાત - વંચાય શ્રુતજ્ઞાન છેલ્લા ત્રણ અંકથી શ્રીસંઘના મોભીઓએ શ્રુતરક્ષા બાબત કરવા યોગ્ય આવશ્યક કાર્યોની આપણે વિચારણા કરી રહ્યા છીએ. એ શૃંખલામાં આગળ વધીએ. (૧) શ્રીસંઘના પ-૧૦ ટ્રસ્ટીઓમાં એકાદ-બે ટ્રસ્ટીઓ તો એવા મળવાના જ, કે જેઓને જ્ઞાન પ્રત્યે લગાવ હોય, રસ હોય, ઘગશ હોય, (વાસ્તવમાં તો શ્રીસંઘના ટ્રસ્ટીઓની નિમણૂંકમાં પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે દરેકે દરેક ક્ષેત્રના અનુભવી/રસવાળા ટ્રસ્ટીઓ ટ્રસ્ટબોર્ડની અંદર હોય) આવા ટ્રસ્ટીઓએ શ્રીસંઘના અન્ય કાર્યોની સાથે શ્રુતભક્તિને સવિશેષપણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવવું જોઇએ. (૨) શ્રીસંઘમાં સુંદર-વિશાળ જ્ઞાનભંડાર હોય, એટલું પુરતું નથી. વાંચવાવાળા પણ એ પ્રમાણમાં હોવા જોઇએ. શ્રીસંઘના આરાધકોનું જ્ઞાનનું સમજણનું સ્તર ઉંચું આવે તે માટે કોમન લાયરી જેવું પણ હોવું જોઇએ. જેમાં કથા-વાત-િઉપદેશ-પ્રવચનોના અનેક સાધુ મ. સા. આદિ લેખકોના પુસ્તકો હોય, કે જે શ્રીસંઘના સભ્યોને સાહજિક રસનો વિષય બને (૨) બે-પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કર્મગ્રંથ આદિ પ્રારંભિક અભ્યાસના વિવિધ લેખકોના અનેક પ્રકાશનો અહીં સંગ્રહિત હોય, શ્રાવકો વાંચન અભ્યાસ માટે પુસ્તકો ઘરે લઇ જઇ શકે વગેરે વ્યવસ્થા હોય, તેની નોંધણી માટે રજીસ્ટર પણ રાખી શકાય, - અહીં સૌથી મહત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આવા કાર્યો માટે પ્રાયઃ શ્રીસંઘમાં ઉત્સાહ-સફળતાની બહુ મોટી આશા રાખવી વ્યર્થ છે. ઘણા પ્રયત્ન બાદ પણ ૧૫-૨૦% માંડ સફળતા મળે એવું હોય છે. એટલે ઘણી મહેનત બાદ પણ જો ૨૦ ટકા જેટલું રીઝલ્ટ મળે તો તેને પણ ૧૦૦ ટકા સફળતા જ જાણવી જોઇએ. શ્રીસંઘની ઉન્નતિ, આબાદી, પ્રગતિ એમને એમ રાતોરાત થતી નથી, આવા ૧૫-૨૦ ટકા રીઝલ્ટવાળા કાર્યો એ તેની પાયાની ઇંટ રૂપ બની જતી હોય છે. અને ભવિષ્યમાં તેના મોટા લાભો દેખાય છે. માટે શ્રુતરક્ષાના કાર્યમાં ભક્તિપૂર્વક જોડાવું જોઇએ. (૩) શ્રીસંઘના નામે કેટલી”યે પત્ર-પત્રિકાઓ આવતી રહે છે. શ્રુતભક્તિના જિજ્ઞાસુ શ્રાવકે એમાંથી સારભૂત પત્રિકાઓ શ્રીસંઘને કાયમ મળતી રહે એ માટે યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઇએ. તથા એ પત્રિકાઓ શ્રીસંઘની જે તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે અને વંચાય એ માટેનો પ્રયત્ન કરવો જોઇએ. જ્ઞાન અને સમજણની વૃદ્ધિ એ શ્રીસંઘની ઉન્નતિ અને પ્રગતિનું સૂચક છે. વાંચે ગુજરાત' ની જેમ ઋતભક્તિ સંપન્ન શ્રાવકોએ વંચાય શ્રુતજ્ઞાન’ ની પ્રવૃતિ મોટે પાયે ઉપાડી લેવી જોઇએ. (અનુ. પાન નં - પ ઉપર) " વાસોન્દ સર્વ સાધૂનામ્ " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલPage Navigation
1 2 3 4 5 6 7 8