Book Title: Aho Shruta gyanam Paripatra 18
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ | શ્રુત સમન્વય - શ્રુત સેતુ. જિનશાસનના સાત ક્ષેત્રોમાં જુદી જુદી સંસ્થો દ્વારા અને વ્યક્તિગત ધોરણે ઘણા બધા ઉત્તમ કાર્યો નિરંતર થતા રહે છે અને તેને લીધે શાસન જયવંતુ વર્તે છે. સાત ક્ષેત્રો પૈકી જેના લીધે પ્રભુ વીરનું શાસન ૧૮૫૦૦ વર્ષ સુધી ચાલવાનું છે તે જિનાગમ અને શ્રુતજ્ઞાનના ક્ષેત્રોમાં પણ પૂજ્ય ગુરુભગવંતો પ્રેરિત સંસ્થાઓ દ્વારા ખૂબ જ ઉત્તમકાર્ય થઇ રહ્યું છે. તેમાં પણ જુની તાડપત્ર અને હસ્તપ્રતોને પૂજ્ય ગુરુભગવંતો દ્વારા સંશોધન કરીને અત્યાર સુધી અપ્રગટ રહેલા ઘણાં બધા નવા ગ્રંથો મુદ્રિત થઇને શાસનને મળ્યા છે. જેના લીધે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને સહેલાઇથી ગ્રંથો ઉપલબ્ધ બનતા તેમના અભ્યાસ અને સ્વાધ્યાયમાં ખૂબ જ વધારો થયો છે અને અલ્પ પરિવાળા સાધુઓ પણ જ્ઞાનના ક્ષેત્રમાં ઉંડો અભ્યાસ કરીને આગવું પ્રદાન કરી રહ્યા છે અને સ્વ અને પર કલ્યાણાર્થે ખૂબ જ ભગીરથ પ્રયત્ન કરીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ દ્વારા સંયમ સાધના દીપાવી રહ્યા આપણા ત્યાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના જ્ઞાનદ્રવ્યના સવ્યય દ્વારા ગ્રંથોનું સંશોદન, સંપાદન, પ્રકાશન, સૂચિપત્રો, સ્કેનીંગ દ્વારા ડીઝીટલ ડેટાબેંક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇ-લાયબ્રેરી અને ઇ-મેઇલ દ્વારા દૂર દૂરના પ્રદેશમાં રહેલ વિદ્વાનોને જરૂરી માહિતિ ત્વરીત અને સમયસર પુરી પાડવામાં આવે છે, અને તેને લીધે થોડા સમયમાં શક્તિ અને સમયનો બચાવ કરીને વધારે ને વધારે કાર્ય કરીને શ્રુતભક્તિ કરી રહ્યા છે. પરંતુ બધી જ સંસ્થાઓ પોતપોતાની રીર્ત સ્વતંત્ર રીતે આગવા નિયમ મુજબ પોત પોતાનું કાર્ય કરી રહી છે. જેને લીધે એકના એક કાર્ય નું પુનરાવર્તન પણ ઘણી વખત થાય છે. વળી, જરૂરી માહિતી પણ એક બીજાને આપવાનું વ્યવસ્થા તંત્ર ન હોવાથી સમય, શક્તિ અને દ્રવ્યનો ખર્ચ બાબત પણ પુનરાવર્તન-દુર્વ્યય થાય છે. શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ બધી જ સંસ્થાના સંચાલકો પોતાના માર્ગદર્શક ગુરુભગવંતની મંજુરી સલાહ મેળવીને જ્ઞાનમાં સમન્વય કરે તો ઘણા જ્ઞાનદ્રવ્યનો બચાવ થાય અને વધારાના દ્રવ્ય વડે જ્ઞાનના બીજા મહત્વના કાર્યો થઇ શકે. ખરેખર તો જ્ઞાનદ્રવ્ય એ જિનશાસનનું ત્રીજા નંબરનું ક્ષેત્ર છે જેની માલિકી પણ પ્રભુ વીરના શાસનની છે. તેની ઉપજ પ્રાયઃ પ્રતિક્રમણ સૂત્રો આદિની બોલીમાંથી આવે છે અને પ્રતિક્રમણ સૂત્રો ગણધર ભગવંતોએ બનાવેલ છે તેથી ગણધર ભગવંતોની હકુમત એટલે કે પાટ પરંપરાએ આચાર્ય ભગવંતની માલિકી ગણાય અને ગીતાર્થ સંવિન આચાર્ય ભગવંતના માર્ગદર્શન મુજબ જ તેનો વપરાશ થઇ શકે. શ્રીસંઘ કે શ્રાવિકા ઉપાશ્રયના વહીવટકર્તા ટ્રસ્ટીઓ કે શ્રાવક-શ્રાવિકાઓ તો ફક્ત તેના વહીવટદાર ગણાય નહીં કે માલિક. તેઓ પોતાની ઇચ્છા મુજબ યોગ્ય લાગે ત્યાં આ રકમને વાપરે છે પરંતુ તે માટેનો યોગ્ય વિવેક જાળવવો જોઇએ. દરેક સમુદાયમાં જે પણ કાર્ય થઇ રહ્યું હોય તેઓ પોતાના સમુદાયમાં એક ગુરુભગવંતને બધી જ માહિતીની જાણ કરીને સંકલન કરવું જોઇએ. આપને શ્રુતભક્તિથી પ્રેરાઇને અહોશ્રુતજ્ઞાનમ ના અંકો મોકલીએ છીએ તે વાંચીને આપશ્રી સંઘના ટ્રસ્ટી-મોભીઓને વાંચવા આપશો. આપને માહિતીની જરૂર હોયતો વ્યવસ્થિત સંગ્રહ કરશો અને જરૂર ન હોય તો પરઠવશો નહીં | પરંતુ અમોને પરત મોકલી શકાશે. જેથી બીજાને ઉપયોગી બની શકે..

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8