Book Title: Aho Shruta gyanam Paripatra 15 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ વર્તમાનકાળના અજોડ કૃતસેવકો. ૧૯મી સદીમાં ઔધોગીક ક્રાંતી આવી. મુદ્રણ યુગના મંડાણ થયા. લોકવ્યવહારમાં મુદ્રણકળા વિસ્તરવા લાગી. જૈનશાસનમાં પ્રથમ ભીમસિંહ માણેક અને હીરાલાલ હંસરાજ નામના શ્રાવકે સૌ પ્રથમ હસ્તલિખિત પરથી સંપાદનો કરીને પુસ્તકો છપાવવા માંડ્યા. કલકત્તાથી પણ બાબુ ધનપતસિંહ નામના શ્રાવકે ગ્રંથો છપાવવાની શરૂઆત કરી, જૂના જ્ઞાનભંડારોમાં આજે પણ તેની કોપીઓ ઉપલબ્ધ થઇ શકે છે, આગામોધ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તો અનેકવિધ હસ્તલિખિત ગ્રંથો પરથી સંપાદન કરીને વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક આગમગ્રંથોને પ્રકાશિત કરાવીને જૈન સંઘમાં અમર નામના કરી ગયા છે. - પ. પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજા તથા શ્રુતપ્રભાવક પ. પૂ. શ્રી જંgવિજયજી મહારાજાએ તો અનેકવિધ હસ્તલિખિતો પરથી શુધ્ધ પાઠ સંપાદન કરીને જે મુદ્રિત પ્રકાશનો સંઘને આપ્યા છે તેનો જોડો જડવો મુશ્કેલ છે. તદુપરાંત અન્ય અનેક મહાત્માઓએ પણ સુંદર સંશોધન-સંપાદન કરી અનેક ગ્રંથો મુદ્રણ કરાવીને પ્રકાશિત કરાવ્યા છે અને કરાવી રહ્યા છે. તેની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. સદ્ભાગ્યે આજેય એ ઉત્તમશુદ્ધ શાસ્ત્ર વારસો આપણને ઉપલબ્ધ બની રહેલ છે. મુદ્રતિ થયેલ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ થવા માંડ્યા પ્રાચીન લીપીના પ્રમાણમાં તેનું વાંચન સરળ સુલભ હોઇ મહાત્માઓમાં અભ્યાસ અને રવાધ્યાય વધ્યો. સંશોધનસંપાદનનું સ્તર ઘણું ઉંચું આવ્યું. જે તે કાળે મુદ્રિત થયેલા ગ્રંથો અપ્રાપ્ય બનતા તેના પુનઃમુદ્રણો થવા લાગ્યા. આ રીતે શ્રુતજ્ઞાનનું પાસુ અધિક અધિક સમૃધ્ધ બનવા માંડ્યું. - અહીં એક વાત ઉલ્લેખનીય છે કે જૈન શાસ્ત્રગ્રંથો છપાવવા માટે જ મુદ્રણ પધ્ધતિની શોધ થઇ ન હતી. સામાન્ય જનવ્યવહારમાં મુદ્રણકળા પ્રસિધ્ધ પામતી જતી હતી. તેના કેટલાક મહત્વના લાભો પણ જણાયા અને એટલે તત્કાલીન સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષોએ લોકપ્રસિધ્ધ મુદ્રણકળાનો શાસનના હિતમાં યોગ્ય ઉપયોગ કરીને શ્રુતરક્ષા અને શ્રુત સંવર્ધનનું એક મહત્વનું કાર્ય કર્યું - જગતના વ્યવહારમાં ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધતી હતી. પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોમાં સચવાયેલ મહત્વની અને જૂજ પ્રમાણમાં ઉપલબ્ધ હસ્તપ્રતોને જો એ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સાતવી લેવામાં આવે તો મૂળભૂત પ્રતોની સુરક્ષા થઇ જાય અને સંશોધન-સંપાદન પણ વેગવંતુ બને એવા શુભ આશયથી પ.પૂ.ગીતાર્થ ગુરુ ભગવંતોની પ્રેરણા અને માર્ગદર્શનથી માઇક્રોફિલ્મ અને આગળ વધતા સ્કેનીંગ દ્વારા પણ શુતરક્ષાનું સમયાનુરૂપ અતિ અમોદનીય કાર્ય થયું. જે દ્વારા સંશોધન-સંપાદન ક્ષેત્રે વધુ સુવિકસિત બન્યું. આ પ્રમાણે શ્રુતરક્ષાનો આંશિક ક્રમિક વિકાસ આપણે જોયો. ' તરક્ષા બાબત ઘણી બધી સંસ્થાઓ પોતાની સમજશક્તિ અને માન્યતા અનુસાર કાર્ય કરતી જોવાય છે. અને ત્યારે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જે હવે જોઇએ આપણી મૂળભૂત પરંપરા પુત્યયલિહણ ની નહી પરંતુ એક અક્ષર પણ નહિ લખાવવાની છે, અને આગમગ્રંથોમાં તેના સ્પષ્ટ ઉલ્લેખો છે તથા એક અક્ષર લખવાનું પણ પ્રાયશ્ચિત કહ્યું છે. એટલે પરંપરાને જો આગળ કરીએ તો પુસ્તક લખાવવાની વાત જ રહેતી નથી. જો એમ કહો કે જે તે કાળની પરિસ્થિતિને અનુરૂપ તત્કાલીન મહાપુરુષોએ તાડપત્ર અને હસ્તપ્રત લેખન સ્વીકાર્યું તો એ રીતે જ તો જે તે કાળને અનુલક્ષીને જ સંવિન ગીતાર્થ ગુરૂભગવંતોએ પુરાકોના મુદ્રણને પણ અપનાવ્યું જ છે. એટલે ટૂંકસાર અહીં એટલો જ છે કે જેમજેમ કાળ બદલાય, સંયોગો બદલાય, તેમ ઋતરક્ષાના ઉપાયો પણ બદલાય. અને શ્રી સંઘ-શાસનને શાસ્ત્રાપાઠોની શુદ્ધિ આદિની અપેક્ષાએ જે ઉપાય યોગ્ય જણાય તેનો સહર્ષ સ્વીકાર થાય એ આપણે સવિસ્તર આગળ જોયું. માટે અહીં પ્રાચીન-અર્વાચીન પરંપરા કે પ્રાચીન પધિત એ ગૌણ બને છે, એમ જાણવું જોઇએ. (જેની વધુ વિચારણા આવતા અંકમાં કરશું)Page Navigation
1 ... 5 6 7 8