Book Title: Aho Shruta gyanam Paripatra 15 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ - II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાશ્વનાથાય નમઃ | પુસ્તક GU અહો ! શ્રવજ્ઞાન સંકલન સં. ૨૦૬૮ અષાઢ સુદ-૫ શાહ બાબુલાલ સરેમલ પૂજ્ય જિનશાસનશણગાર ગુરુભગવંતોને વંદના અહો શ્રુતજ્ઞાનમ ચાતુર્માસિક માસિકના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં થઇ રહેલ અનેકવિધ પ્રવૃતિઓ જેવી કે નવા પ્રકાશન, થઇ રહેલા ગ્રંથોના સંશોધન, સંશોધન કરવા યોગ્ય ગ્રંથોની યાદી તેમજ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં કરવા યોગ્ય કાર્યો અંગેની જાણકારી યથાશક્તિ પૂજ્ય ગુરુભગવંતોના માર્ગદર્શન અને પ્રેરણાથી આપી હતી, અને આ ચોથા વર્ષના પ્રથમ અંકમાં પણ ફક્ત શ્રુતજ્ઞાન અંગેની માહિતી અમોને જે મળી છે તે આપને મોકલી રહ્યા છીએ. જુદા જુદા સંઘો પાસે પ્રતિક્રમણ સૂત્રોની બોલી અને દીક્ષા પ્રસંગે નવકારવાળી અને પોથીની ઉપજ જે બધા સંશો જ્ઞાનદ્વવ્યમાં લઇ જાય છે. જેના વપરાશ અંગેની માહિતીના અભાવને લીધે ડીપોઝીટ વધતી જાય છે. પરંતુ આ દ્રવ્યના સદુઉપયોગ કરવા અંગે વિચારણા કરવી જરૂરી લાગે છે. - જ્ઞાનદ્રવ્ય નો સદઉપયોગ (૧) પૂજ્ય ગુરૂભગવંતોને અભ્યાસ ઉપયોગી પ્રકરણ ગ્રંથોની ટીકા અને ભાવાનુવાદ તેમજ ચરિત્ર ગ્રંથોના પુનઃમુદ્રણમાં કરવાથી પૂજ્યોને અભ્યાસ ઉપયોગી ગ્રંથો સરળતાથી મળતા થાય અને તેઓને અભ્યાસ ઉપયોગી પુસ્તકો સરળતાથી મળવાથી તેઓના અભ્યાસમાં ચોક્સ પણે વધારો થાય છે. (૨) આપણો અમૂલ્ય ઋતવારસો પ્રાચીન હસ્તપ્રત રૂપે જુદા જુદા ભંડારોમાં સંગ્રહાયેલો છે તે બધી જ હસ્તપ્રતોને ડીઝીટલાઇજેશન દ્વારા સુરક્ષિત કરવી જોઇએ અને તેમાં રહેલા પદાર્થો સંશોધનકર્તા પૂજ્ય ગુરૂભગવંતોને ઝેરોક્ષ નકલ રૂપે આપવાથી ઘણા બધા અપ્રગટ રહેલા ગ્રંથો પ્રકાશમાન બનશે. આપણા પૂર્વાચાર્યોએ અથાગ મહેનત કરીને જે શાસ્ત્રોનું સર્જન કરેલ છે તેની સંશોધન-સંપાદન કરીને પ્રકાશિત કરવાની તાકીદની જરૂર છે. (૩) આપણી પ્રાચીન હસ્તપ્રતોને જે જુના ભંડારોનાં સંગ્રહાયેલી છે તેઓ બધા અત્યારે ઘણું કરીને બંધ હાલતમાં છે, અને તે સંસ્થાઓ પાસે અત્યારે આવકનું સાધન ન હોવાથી જુના જર્જરિત મકાનમાં ઘણું કરીને વેરવિખેર રીતે પણ સચવાયેલી છે. તે બધી જ હરતપ્રતોને સંઘના કાર્યકર યુવાનોએ દાબડા પોથી વગેરે દ્વારા યોગ્ય રીતે સુરક્ષિત સાચવવાની જરૂર છે, જે માટે માતબર સંઘોએ ઉદારતાપૂર્વક એક એક ભંડારના ખર્ચની જવાબદારી લઇને તે જ્ઞાનભંડારોને ઉત્થાન માટે દત્તક લેવો જોઇએ. સંઘના કાર્યકર યુવાનોએ સાધુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરી દેવા જોઇએ. (૪) પૂજ્ય ગુરૂભગવંતોને રવાધ્યાય અભ્યાસ માટે ઘણા બધા પુસ્તકોની જરૂર પડે છે તે સહેલાઇથી ઉપલધ બને તે માટે દરેક સંઘોએ પોતાની શક્તિ અનુસાર એક જ્ઞાન ભંડાર બનાવવો જોઇએ અને તે માટે યોગ્ય માણસની નિમણુંક કરીને અને ટ્રસ્ટીઓ પૈકી એક-બે ટ્રસ્ટીને તેની જવાબદારી સોંપીને સમૃધ્ધ અને સક્યિ રાખવો જોઇએ. (૫) પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવા માટે :- અર્જન પંડીતોને પગાર ઉદારતાપૂર્વક જ્ઞાનખાતામાંથી તેમજ જૈન પંડીતોને સાધારણ ખાતામાંથી લાભ લેવા માટે સામેથી પુંછવું જોઇએ અને આવો ઉત્તમ લાભ સતત મળતો રહે એ માટે સાધુ-સાધ્વીજીની પાઠશાળા કાયમી ધોરણે દરેક સંઘોએ તે ચલાવવી જોઇએ. " વાતો € સર્વ સહુનામુ " લી જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલPage Navigation
1 2 3 4 5 6 7 8