Book Title: Aho Shruta gyanam Paripatra 15 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 6
________________ કૂતરક્ષા માટે પુત્યયલિહણ : વિચાર-વિનિમય અને વલોણ અનંત ઉપકારી પરમકૃપાળુ શ્રી મહાવીર પ્રભુ પાસેથી વિનયવંત ગણધર ભગવંતોએ ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગીની રચના કરી... અરિહંત ભગવંતોએ અર્થ દ્વારા વહાવેલી શ્રુતગંગાને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. એ જ પરંપરામાં થયેલ પૂર્વધર ભગવંતો તથા શ્રુતપ્રભાવક આચાર્ય ભગવંતોએ અનેક ગ્રંથોના સર્જનો કર્યા. શ્રત રક્ષા : ગઇકાલ અને આજ કાલો હિ દુરતિક્રમઃ 1 કાળની ગતિને કળી શકાતી નથી. રાજકીય, સામાજિક અને કુદરતી અનેકવિધ ઉલટ સુલટ માં પ્રભુનું શ્રુતજ્ઞાન સાચવવું મુશ્કેલ બન્યું.. શ્રુતસાગર પણ ધીરે ધીરે સૂકાવા લાગ્યો હતો તે સમયે જૈન સંઘોને જે સાચા યુગદ્રષ્ટા મહાપુરુષ મળ્યા તે હતા શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ. તેઓએ મતિહીનતાદિ એનેક કારણોને ધ્યાનમાં લઇને ઉપલબ્ધ સર્વ શ્રત લિપિબદ્ધ કર્યું ને તે વલ્લભી વાચના તરીકે જિનશાસનમાં પ્રચલિત થઇ. અહીં ઉલ્લેખનીય છે કે જેનાગમોમાં એક અક્ષર પણ લખવા માટે સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રાયશ્ચિત કહ્યું છે. આવો સ્પષ્ટ શાસ્ત્રમાં ઉલ્લેખ હોવા છતાં જિનશાસનમાં ક્યાંય તેમની ટીકા-ટીપ્પણ તો નથી થઇ, પરંતુ તે કાળને અનુલક્ષીને તેમણે લીધેલા નિર્ણયમાં સર્વત્ર તેમની શ્રુતભક્તિ અને દુરંદેશીપણાના જ દર્શન થયા છે. આ યોગ્ય પગલા દ્વારા જિનશાસનમાં તેઓનું સર્વદા સમ્માનનીય સ્થાન રહ્યું છે. શ્રુતજ્ઞાન અને તેના કારણરૂપ શાસ્ત્રગ્રંથો થકી જ આ શાસન ૧૮ હજાર વરસ સુધી ચાલવાનું છે. શાસનરક્ષાના અગત્યના કાર્યોમાં શ્રુતરક્ષાનું પણ એક મોખરાનું સ્થાન છે. અને તે માટે જે તે કાળે લાભાલાભ અને દીર્ધદર્શિતાથી સમર્થ સંવિન ગીતાર્થ આચાર્ય ભગવંતો જે નિર્ણય લેતા હોય છે તે શારઝના સંદર્ભો કરતા વધુ મહત્વના હોય છે એ ધ્યાનમાં રાખવું જોઇએ. જાણી લ્યો કે.... અહીં એક વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે લેખનકળા એ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પણ ઘણા પૂર્વ કાળથી સમાજમાં પ્રચલિત છે, આપણે તો લેખનકળાના આધસર્જક જ પ્રભુ ઋષભદેવને સ્વીકારીએ છીએ. શ્રાવકવર્ગમાં પણ લેખનકળા પરાપૂર્વથી જ હતી. માત્ર શ્રમણ-શ્રમણીઓને લેખનનો નિષેધ હતો. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે જે તે કાળે યોગ્ય વિચારણા કરીને લોકપ્રસિદ્ધ લેખનકળાને અપનાવી શાસ્ત્રને લીપીબદ્ધ કર્યા. તત્કાલીન પ્રાપ્ત લેખનસામગ્રીને અનુસાર તાડપત્રો પર ગ્રંથલેખન કરવામાં આવ્યા અને શ્રુતરક્ષાના સમુચિત કાર્યનો વિધિસર ત્યારે પ્રારંભ થયો, અથતિ તેના શ્રીગણેશ મંડાયા. ત્યારબાદ ૧૧, ૧૨, ૧૩ મી સદી પછી લોકવ્યવહારમાં લેખન સામગ્રીમાં તાડપત્રોનું સ્થાન ટકાઉ કાગળોએ લીધું... અને તત્કાલીન લોકપરિસ્થિતિને અનુસરી જે તે કાળના મહાપુરુષોએ શ્રુતરક્ષાના માધ્યમ તરીકે તાડપત્રને સ્થાને કાગળને અપનાવ્યું. માટે જ ૧૩-૧૪ મી સદી પછીથી ઘણી બધી (૮૦-૯૦ ટકા) પ્રતિઓ કાગળ ઉપર જ છે. આ સમયે નૂતન ગ્રંથોના સર્જનો પણ વધ્યા.., આ સર્વ શ્રુતને લખાવવું. પ-૨૫-૧૦૦ કોપીઓ કરવી આ બધુ પણ જરૂરી હોઇ તત્કાલીન ગીતાર્થ મહાપુરુષોએ શ્રાવકના કર્તવ્યોમાં પુત્વચલિહણ ને સ્થાન આપ્યું તેનાથી પુસ્તક ગ્રંથો લખાવવા બાબતની જાગૃતી આવી... તેના મહાક્યુદર્શક શ્લોકો વગેરેની પણ રચના આ જ કાળમાં થઇ.... | પુત્યયલિહણ બાબત પૂજ્યોની પ્રેરણા અને શ્રાવકોની ઉદારતાને લઇને ૧૮-૧૯ મી સદી સુધી અનેકવિધ ગ્રંથો લખાયા, જે આજે પણ જ્ઞાનભંડારોમાં સચવાયેલા છે.Page Navigation
1 ... 4 5 6 7 8