Book Title: Aho Shruta gyanam Paripatra 11
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ વન - સંકલ્પ - સિદ્ધિ | પ્રભુનો શ્રીસંઘ એ રત્નોની ખાણ છે. તેની એક શાખા રૂપ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં અનેક વિદ્વાન સાધુ ભગવંતો ઉપરાંત સાધ્વીજી ભગવંતો પણ વિશિષ્ટ બુદ્ધિમત્તા ધરાવતા હોય છે. તેઓની બુદ્ધિક્ષમતાનો મહત્તમ ઉપયોગ શાસનના હિતમાં થાય તે માટેના હજી વિશેષ પ્રયત્નો આવકારદાયક છે. (૧) પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતા પ્રાચીન લિપી શીખીને અપ્રગટ ગ્રંથોના લિવ્યંતરણનું કાર્ય જો ઉપાડી લે તો શ્રુતજ્ઞાનક્ષેત્રે મહત્ત્વનું કાર્ય થાય. ફક્ત સંસ્કૃતની બે બુક કરેલી હોય તેઓ દશ જ દિવસમાં લિવ્યંતરણનું જ્ઞાન મેળવી શકે છે. અમે કરેલ આ પ્રકારના પ્રયોગમાં અમદાવાદ-સાબરમતીના જુદા જુદા સાધ્વીજી ભગવંતોએ છેલ્લા બે વર્ષમાં આ પ્રમાણે લિપી શીખીને ૨૫ થી વધુ ગ્રંથોનું લિવ્યંતરણનું કાર્ય કરેલ છે અને હાલ તે ગ્રંથો પ્રકાશન અંતર્ગત છે. તેમજ જેમને સંપાદન માટે જોઇતા હોય તેઓ મંગાવી શકે છે. (૨) એ જ પ્રમાણે પ્રુફ ચેકીંગનું કાર્ય એથીયે સરળ છે. તેની પ્રારંભિક સમજ મેળવી લેવાય તો ઘણા વિદ્વાનોને તેમના ગ્રંથોના પ્રકાશનમાં ખૂબ ઉપયોગી થાય. (૩) શ્રી સંઘમાં અનેક મહાત્માઓ દ્વારા અનેક વિષયના પુસ્તક પ્રતાદિ છપાય છે, પરંતુ યોગ્ય વિતરણ વ્યવસ્થાને અભાવે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાં ક ઉપાશ્રયોમાં ઘણા સમય સુધી પડ્યા રહે છે. અને અંતે ક્યારેક રદ્દી જેવા નકામા બની રહે છે. એના ઉપાયરૂપે જે કંઇપણ નવું સ્ટાન્ડર્ડ પ્રકાશન થાય તે આપણા માસિકોમાં યોગ્ય નોંધ સાથે શ્રી સંઘની જાણકારી અર્થે મૂકવું જોઇએ. ભેટ સ્વરૂપે આપવાના હોય તો પૂ. વૈરાગ્યદેશનાદક્ષ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા અમને સમગ્ર ભારતભરના સક્રીય જ્ઞાનભંડારોની યાદી જે મોકલવામાં આવી છે તે આપને મળી શકશે. તો તે તે જ્ઞાનભંડારોને ભેટ મોકલી શકાય. અન્ય રીત પ્રમાણે જ્ઞાનભંડારો તથા ગુરૂભગવંતોને ચાતુર્માસના સરનામે પોસ્ટકાર્ડ લખીને પુસ્તક પ્રકાશનની જાણ કરવી અને મંગાવે તેઓને મોકલવું અથવા નજીકના પ્રાપ્તિસ્થાનેથી પુરૂ પાડવું. આ માટે દરેક સમુદાયનું પોતાનું એક પુસ્તક પ્રાપ્તિસ્થાન દરેક મોટા શહેરમાં હોવું જોઇએ. જ્યાંથી ગુરૂભગવંતો અને જ્ઞાનભંડારોને ભેટ મળી શકે. ' પુસ્તક વેચાણથી આપવાના હોય તો દરેક શહેરમાં જૈન પુસ્તકો કે ઉપકરણો વેચતા વિક્રેતાને ત્યાં કે શ્રુતજ્ઞાનનું કાર્ય કરતી સંસ્થાઓને યોગ્ય કમીશન આપીને વેચાણ માટે મૂકવું જોઇએ. - અહીં કહેવાનો સૂર એટલો જ છે કે મહાત્માઓ અતિ પરિશ્રમપૂર્વક સંશોધન-સંપાદનો કરે છે, તો તેમની મહેનતની પૂર્ણ કદર થાય અને તેનો મહત્તમ ઉપયોગ થાય. માહિતી મોકલશો :- શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરતી સંસ્થાઓ, ઉદારતાપૂર્વક અભ્યાસ માટે પુસ્તકો-ગ્રંથો આપતા જ્ઞાનભંડાર - ઇન્સ્ટી. તેમજ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ આપતી સંસ્થાઓની યોગ્ય માહિતી મોકલવા વિનંતિ છે. જેથી તેઓની અનુમોદના થી બીજાને ઉપયોગી બની શકે. અહો શ્રુતજ્ઞાનના અંકો માટે આપનો લેખ પણ મોકલી શકો છો.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8