Book Title: Aho Shruta gyanam Paripatra 11
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પુનરોદ્ધારનો એક નૂતન પ્રયોગ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રાયઃ અપ્રાપ્ય અને જીર્ણ એવા મુદ્રિત ગ્રંથોને સ્કેન કરાવીને જુદા જુદા શહેરો માં આવેલ જ્ઞાનભંડારાને મોકલ્યા છે. તેની માંગણી આવ્યથી પૂજ્ય ગુરૂભગવંતોને પણ યથાયોગ્યપણે પહાચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા ૧૨૬ ગ્રંથોનો પુનરોદ્ધાર કરવામાં આવેલ પુનરોદ્ધારના આ પ્રક્રમમાં આગળ વધતા અમો એક નૂતન પ્રયોગ વિચારી રહ્યા છીએ. પૂર્વના મહાપુરુષોએ સ્વ-અભ્યાસ કાળમાં પદાર્થો-વાચનાઓની નોટો રસ્વહસ્તાક્ષરમાં તૈયાર કરેલી હોય છે, જે અમૂલ્ય ખજાના રૂપ જ ગણી શકાય. આ પ્રકારની હસ્તલિખિત નોટો જુદી જુદી સંસ્થાઓમાં જ્ઞાનભંડારોમાં અથવા તો તેમના શિષ્યગણ પાસે સંગ્રહાયેલી હોય છે. ઘણી વાર આ સંગ્રહ વર્ષોના વર્ષો સુધી એમને એમ પડ્યો રહ્યો હોય છે. ક્યારેક તો કેટલાક ગ્રંથોના અનુવાદો, સંશોધિત લીયંતરણો, પાઠભેદો આદિ યુક્ત મહત્ત્વનું સાહિત્ય પણ આ રીતે સંગ્રહાયેલું હોય છે, અને સમય જતાં કાગળ પણ જીર્ણ થઇ બટકી જવા અથવા તો ઉધઇ, અગ્નિ કે પાણીનો ભોગ બની જવાની ઘટનાઓ બનતી હોય છે. અને આ રીતે પૂર્વના વિદ્વાન જ્ઞાની મહાપુરુષોની દીર્ઘકાલીન મહેનત પર પાણી ફરી વળે છે. એટલે આ દૃષ્ટિએ વિચારતા ઉપરોક્ત બાબતે જાગૃત થવું અતિ જરૂરી છે. | છે તે કોઇ સાધુ સાધ્વીજી ભગવંત, પોતાને વારસામાં મળેલ આ મહત્ત્વનું સાહિત્ય છપાવવા કે જાહેરમાં લાવવાની ખેવનાવાળા અથવા તો ક્ષમતાવાળા પણ હોતા નથી.. આવા સંજોગોમાં આ બધા ઉત્તમ પદાર્થોની અને તેમણે કરેલ મહેનતની કદર રૂપે આ હસ્તલિખિત સાહિત્યનું જ સ્કેન કરાવીને તેમના નામોલ્લેખપૂર્વક મહત્વના જ્ઞાનભંડારોમાં આ સાહિત્ય મુકાવવું અને આ રીતે જગત્સમક્ષ મુકવું. જે માટે ગુરૂભગવંત અમને આ પ્રકારનું સાહિત્ય મોકલશે તો ૧૦-૧૫ દિવસના ટૂંકા ગાળામાં અમે તે સ્કેન કરાવીને પરત મોકલાવીશું. મર્યાદિત નકલો જ્ઞાનભંડારોને ભેટ મોકલીશું. તથા અભ્યાસ જરૂરીયાતવાળા વિદ્વાનોને નિઃશુલ્ક પૂરી પાડવા યોગ્ય કરીશું. આ વિષયના શાસ્ત્રજ્ઞાતા ગુરૂભગવંતોના માર્ગદર્શન પૂર્વક અમે આ કાર્યમાં આગળ વધશું તો આ બાબત આપની પાસે યોગ્ય સલાહ સૂચન તથા સહકારની અપેક્ષા રાખીએ છીએ. - ઘણા બધા સંઘોમાં, જ્ઞાનભંડારોમાં તથા ગુરૂભગવંતો અને શ્રાવકો પાસે ૧૦, ૨૦ કે ૫૦ ની અલ્પ સંખ્યામાં હસ્તલિખિત પ્રતો અને તાડપત્રના ગ્રંથો સંગ્રહાયેલા હોય છે. બહુ જ અલ્પ સંખ્યામાં હોવાથી તેની વ્યવસ્થિત યાદી કે નોંધ પણ ક્યારેક હોતી નથી. પરંતુ સંશોધન કરતા જ્ઞાની ગુરૂભગવંતોને રેફરન્સ માટે કે પાઠભેદ માટે પણ આવા ઘણા બધા ગ્રંથોની જરૂરીયાત હોય છે. પોતાના વતનના ગામના ઉપાશ્રય કે કોઇકના ઘરોમાં રહેલા આવા ગ્રંથો કાળના પ્રભાવે નષ્ટ થઇ જતા અમે જોયા છે. જે આપની પાસે આવા ગ્રંથો હોય તો તેની વ્યવસ્થિત યાદી યોગ્ય ફોર્મેટમાં બનાવીને આપીશુ અને જો સ્કેન કરાવવા હશે તો સ્કેનીંગ કરાવીને તેને સુરક્ષિત કરી આપીશું. આવા ગ્રંથોની સંકલિત કરેલ યાદી વિદ્વાનો સંશોધક ગુરૂભગવંતોને આપીશું, જેથી આપની પાસે રહેલા જ્ઞાનના ખજાનાને જગત કલ્યાણારાર્થે પ્રકાશન કરવા દ્વારા પૂણ્યાનુબંધી પૂણ્યનું આપ ઉપાર્જન કરી શકશો અને તેમાં સહભાગી બનવાનો અમને લાભ મળશે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8