Page #1
--------------------------------------------------------------------------
________________
- I શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
પુસ્તક / શી s
અહોnશ્રુતજ્ઞાdia
સંકલન સં-૨૦૬૭, શ્રાવણ સુદ-૫
શાહ બાબુલાલ સરેમલ - પ.પૂ.જિનસાશન શણગાર ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના પાવન ચરણોમાં સેવક બાબુલાલ સરેમલ બેડાવાળાની હાર્દિક વંદનાવલી રવીકારશોજી. શ્રીશ્રુતપ્રેમી સાધમિક બેંધુઓને સબહુમાન પ્રણામ.
દેવ-ગુરુ-ધર્મની કૃપાથી સુખ શાંતિ પ્રવર્તે છે. વિશેષમાં પૂર્વના પરિપત્રમાં શ્રુતછાપકામ પણ યોગ્ય છે એ વિષયક જે અગ્રલેખ લખેલ, તે બાબત કેટલાક પૂજ્યશ્રીઓની જે સૂચના મળી તે અમે અહીં સાંકળીએ છીએ. (૧) કેટલાક કહે છે કે શ્રુતલેખન એ જ માર્ગ છે, જે ઉભો રાખવો જોઇએ, પણ, અહીં વિચારીએ તો ચુતની મુખપાઠ પરંપરા એ જ મૂળમાર્ગ છે. શ્રુતલેખન એ પણ જે તે કાળે અપવાદપદે સ્વીકારાયેલૈં છે. તો વર્તમાન પરિસ્થિતિમાં લાભાલાભની અપેક્ષાએ શ્રાવક માટે શ્રુતછાપકામ પણ કેમ રવીકાર્ય ન બની શકે? (૨) તાડપત્ર કે હસ્તપ્રતના કાગળનું આયુષ્ય ૬૦૦-૮૦૦ વર્ષ હોય છે, માટે દીર્ઘકાળ શ્રુત સાચવવા હસ્તલેખન કરાવવું, એમાઁ કોઇ કહે તો હાલમાં શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી ૬૦૦-૮૦૦ વર્ષ કે તૈથી વધુ સમય ટકી શકે એવા વિશિષ્ટ પ્રકારના અત્યંત કિંમતી. કાગળો પર આગમો છપાવી જે તે યોગ્ય સંઘો અને સંસ્થાઓને ભેટ આપવાનું એક ભગીરથ અનુમોદનીય કાર્ય થયું છે. અથતિ દીર્ઘકાળ શ્રુત સાચવણી એ છાપકામ દ્વારા પણ શક્ય બની જ શકે છે અને બની છે. (૩) કેટલાક કહે છે કે છાપકામની પ્રતમાં એક ભૂલ રહી તો ૨૦૦-૫૦૦ નકલમાં એક સરખી જ ભૂલ રહેવાની, જે ક્યારેય સુધરશે નહીં... તો આ દલીલ એકદમ યોગ્ય છે. પણ અહીં વાસ્તવિક્તા એ છે કે આજે લખાતા પ્રાયઃ કરીને ૯૯% દરેકે દરેક ગ્રંથો મુદ્રિત પ્રતના આધારે જ લખાયા છે,વળી એ લખનારા લહીયાઓને સંસ્કૃત-પ્રાકૃતનું કોઇ જ્ઞાન હોતું નથી. એટલે એમાં પ્રીન્ટેડ પ્રતની ભૂલો તો આવે ને આવે જ, પણ તેથી એ અધિક નવા નવા અશુદ્ધ ઢગલાબંધ પાઠો ઉમેરાતા જાય છે. હાલ તો વલભી અને માથરી એ બે સ્ટાન્ડર્ડ વાર્ચનાઓ મળે છે, પણ આ પ્રકારના હસ્તલેખન દ્વારા તો કોણ જાણે કેટલીયે અશુદ્ધ વાચનાઓ ભવિષ્યની પેઢીને મળશે એ બહુવિચારણીય પ્રશ્ન બની રહે છે.
વળી, લહીયાઓ દ્વારા લખાયેલ હસ્તપ્રતો અક્ષરશઃ તપાસતી હોય એવું કેટલું બની શકે ? વળી, એ તપાસનાર વ્યક્તિ જે તે આગમાદિ શાસ્ત્રાના જ્ઞાતા હોય
પછી માત્ર સંસ્કૃત-પ્રાકત જાણનાર બ્રાહ્મણ વિદ્ધાનો ? તથા એ પણ કેટલી ચોક્સાઇ પૂર્વક એ તપાસે છે ? એ બધા બહુ વિકટ પ્રશ્નો છે. જે તે વિદ્વાને ભુલો કાઢ્યા બાદ લહિયાઓ પાસે એ ભુલો ફરીથી સુધરાવવી.. આ બધુ પણ અતિ અગત્યનું છે. માત્ર
ાથી કાર્ય પૂરે થઇ જતું નથી.. અને તેથી જ આપણા પૂર્વ મહાપુરૂષોએ બની શકે એટલી પ્રાચીનતમતાડપત્ર કે હસ્તપ્રતને જ પ્રમાણભૂત માની સંશોધનો કર્યા છે. કારણકે પછી પછીના કાળે લહીયાઓ દ્વારા લખાયેલી હસ્તપ્રતોમાં ઉપરોક્ત જણાવેલ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે. આ દેષ્ટિએ વિચારીએ તો આજના કાળે તો શ્રુતછાપકામ જ યોગ્ય જણાય છે. મુદ્રિતપ્રતો પરથી શ્રુતલેખન જરીએ નહીં. જેઓને શ્રુતલેખેન દ્વારા જ વાસ્તવિક શ્રુતભકિત કરવી હોય તેઓએ હજી સુધી જે જે અપ્રગટ કૃતિઓ છે, પ્રાચીન લીપીમાં છે, તેનું વર્તમાન લિપીમાં લીયંતરણ કરવું જોઇએ. તથા અર્નેક પ્રતાધારે તેની શુદ્ધ વાચના તેચર કરી મુદ્રિત કરાવવી જોઇએ. ઍ માટે પ્રાચીન લિપી ઉકેલી શકે તેવા પંડિતો તૈયાર કરવા જોઇએં. હજી પણ ઘણી ચૂઓ વિગેરેની અનેક હસ્તપ્રતાધારે સુવિશુદ્ધ વાચના પ્રકાશિત થાય તે ઇચ્છનીય છે. બાકી, મુદ્રિત પ્રત-પુસ્તકો પરથી હસ્તલેખન એ તો અમારી દૃષ્ટિએ ગંભીર વિચારણીય બાબત જણાય છે. એ જ.
" રાણોદ્દ સર્વ
ધૂનામ્ "
શ્રી સંઘસેવક શાહ બાબુલાલ સોમલા
Page #2
--------------------------------------------------------------------------
________________
સં.
'વિ. સં ૨૦૬૭ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો પ્રસ્તુત વર્ષ દરમ્યાન નૂતન પ્રકાશિત થયેલ ગ્રંથોની અમને ઉપલબ્ધ થયેલ યાદી આ સાથે રજુ કરી રહ્યા છીએ. અમારી જાણ બહાર અન્ય પુસ્તકો પણ પ્રકાશિત થયા હોય તો પુસ્તક અમને મોકલવા દ્વારા જાણ કરાશે તો હવે પછીના અંકમાં તે સમાવી લેવા યોગ્ય કરીશું. ક્રમ પ્રકાશિત ગ્રંથ
કર્તા/ટીકા સંપાદક | ભાષા પ્રકાશક આહંત દર્શન દિપિકા
જગચંદ્રસૂરિજી સં-ગુ. સુરેન્દ્રસૂરિજી તત્વજ્ઞાન શાળા | વ્યવહાર સૂત્ર ૧થી ૬ પ્રતાકાર | મુનિચંદ્રસૂરિજી સં. | ઓમકારસૂરિજી આરા.ભવન) વાત્સલ્યનો ઘુઘવતો સાગર યશોવિજયસૂરિજી ગુજ. | | ઓમકારસૂરિજી આરા.ભવન) સંબોધ સિતરી (પ્રત)
રાજશેખરસૂરિજી
| અરિહત આરા. ટ્રસ્ટ અધ્યાત્મિક વિકાસના ૩ પગથીયા| રાજશેખરસૂરિજી
| અહિત આરા. ટ્રસ્ટ યોગ શાસ્ત્ર
ધર્મશખરવિજયજી સં-ગુજ. અરિહત આરા.ટ્રસ્ટ વિતરાગ સ્તોત્ર
ધર્મશેખરવિજયજી સં-ગુજ. | અરિહત આરા. ટ્રસ્ટ જૈન રામાયણ ભા ૧ થી ૭ શ્રેયાંશપ્રભસૂરિજી ગુજ. સ્મૃતિ મંદિર પ્રકાશન સાધુ વેશનો મહિમા - ૧ શ્રેયાંશપ્રભસૂરિજી ગુજ. | સ્મૃતિ મંદિર પ્રકાશના કર્મ હારે ધર્મ જીતે (ભીમસેન) યોગતિલકસૂરિજી
સંયમ સુવાસ. પાર્શ્વનાથ ચરિત્ર
શ્રેયાંશચંદ્રસૂરિજી
( બોરીવલી જૈન સંઘ દરવાજે દસ્તક
રાજરત્નસૂરિજી
ધર્મકૃપા ટ્રસ્ટ નવપદ પ્રવચનો
પં.વજસેનવિજયજી
ભદ્રંકર પ્રકાશન જિનેન્દ્ર સ્તોત્રમ
રાજસુંદરવિજયજી
| શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ અ8ષભદેવ સ્તોત્રમ્
સર્વોદયસાગરજી
| ચારિત્ર રત્ન ફાઉન્ડેશન પૃથ્વીચંદ્ર ચરિત્ર
જયાનંદવિજયજી
| ગુરુ રામચંદ્ર પ્રકાશન પંચ સંગ્રહ - ૧
સા. રમ્યરેણુ સં-ગુજ. | ઓમકારસૂરિજી આરા. ભવના પંચ સંગ્રહ - ૨
સા. રગણુ સં-ગુજ. ઓમકારસૂરિજી આરા.ભવન જેનિઝમકોર્સ - ૧
સા. મણિપ્રભાશ્રીજી | વિશ્વતારક રત્નત્રયી વિ.રા. જેનિઝમકોર્સ - ૨
સા. મણિપ્રભાશ્રીજી વિશ્વતારક રત્નત્રયી વિ.રા. જેનિઝમકોર્સ - ૩
સા. મણિપ્રભાશ્રીજી વિશ્વતારક રત્નત્રયી વિ.રા. નવતત્ત્વ પ્રકરણ સાથે
સા.ડૉ.નિલંજનાશ્રીજી રત્નમાલા પ્રકાશન નવતત્ત્વ પ્રશ્નોત્તર
સા.ડૉ.નિલંજનાશ્રીજી રત્નમાલા પ્રકાશન સંખ્યાત્મક કોશ
મૃગેન્દ્રવિજયજી ગુજ. શ્રત રત્નાકર પ્રબોધ ચિંતામણી
હિતવર્ધનવિજયજી કુસુમ અમૃત ટ્રસ્ટ ચતુર્વિશતિ ચૈત્યવંદન
સા.મહાયશાશ્રીજી
ઓમકારસૂરિજી આરા.ભવન, હું તો માંગુ સમ્યગદર્શન સભ્ય દર્શન વિજયજી ગુજ. | સ્મૃતિ મંદિર પ્રકાશન જૈન ભૂગોળનું તર્ક શુદ્ધ વિજ્ઞાન સંજય વોરા
| જંબુદ્વિપ રીસર્ચ સંસ્થાના ભક્તામર તુલ્યું નમઃ
ડૉ. રેખા વ્રજલાલ | જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ સમ્યક્ દેવતત્વ
તત્વખભવિજયજી
જિનપ્રભસૂરિજી ગ્રંથમાળા સમ્યક્ ગુરુતત્વ
તત્વમભવિજયજી
જિનપ્રભસૂરિજી ગ્રંથમાળા, સમ્યક ધર્મતત્વ
તત્વમભવિજયજી
જિનપ્રભસૂરિજી ગ્રંથમાળા શાંતિ સોમસ્વાધ્યાય સંપૂટ તત્વમભવિજયજી
જિનપ્રભસૂરિજી ગ્રંથમાળા ધર્મ સ્વાધ્યાય ૧ થી ૧૦ સૂર્યોદયસૂરિજી
ધર્મકૃપા ટ્રસ્ટ - ડભોઇ
Page #3
--------------------------------------------------------------------------
________________
યુગપ્રભાવક ગચ્છાધિપતિ આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજાની જન્મશતાબ્દિ નિમિત્તે પ્રકાશિત ગ્રંથો. ક્રમ પ્રકાશિત ગ્રંથ
કર્તા/ટીકા સંપાદક ભાષા | પ્રકાશક . સૂત્રકૃતાંગ સૂત્ર દ્વિતિય શ્રુત સ્કંદ કુલચંદ્રસૂરિજી | દિવ્યદર્શન ટ્રસ્ટ એન્જોય જેનિઝમ
કલ્યાણબોધિસૂરિજી હિ. કે.પી. સંઘવી ગુપ ડાયમન્ડ ડાયરી
કલ્યાણબોધિસૂરિજી) કે.પી.સંઘવી ગ્રુપ લાઇફ સ્ટાઇલ
કલ્યાણબોધિસૂરિજી કે.પી. સંઘવી ગુપ સ્ટોરી - સ્ટોરી
કલ્યાણબોધિસૂરિજી કે.પી.સંઘવી ગુપ આરાધનાના અજવાળાં
અજિતશેખરસૂરિજી ગુજ. |અહમપરિવાર ટ્રસ્ટ (નમસ્કાર મહમ– વિવેચન) બ્રહ્મ સત્ય ભોગ મિથ્યા ભુવનભાનુસૂરિજી ગુજ. દિવ્યદર્શન ટ્રસ્ટ સરલમ સંસ્કૃતમ ૧ થી ૫
ભક્તિયશ વિજયજી સં-ગુજ. દિવ્યદર્શન ટ્રસ્ટ બત્રીશીના સથવારે - ૫
અભયશેખરસૂરિજી | ગુજ. દિવ્યદર્શન ટ્રસ્ટ મૂલશુદ્ધિ પ્રકરણ વિવેચન રત્નબોધિવિજયજી સં-ગુજ. જિનશાસન આરા. ટ્રસ્ટ મહા વ્રતો
ગુણવંતવિજયજી
કમલ પ્રકાશન ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ - ૧ ગુણવંતવિજયજી
કમલ પ્રકાશન વિવેચના આવશ્યક નિર્યુક્તિ-૨
આર્યરક્ષિતવિજયજી સં-ગુજ. પ્રેમસૂરિજી સં.પાઠશાળા આવશ્યક નિર્યુક્તિ-૩
આર્યરક્ષિતવિજયજી | સં-ગુજ. પ્રેમસૂરિજી સં.પાઠશાળા આવશ્યક નિર્યુક્તિ-૪
આર્યરક્ષિતવિજયજી સં-ગુજ. પ્રેમસૂરિજી સં.પાઠશાળા તણખો
રત્નસુંદરસૂરિજી . રત્નત્રયી ટ્રસ્ટ ઉપલો માળ ભાડે આપેલો છે રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ મસ્તિની સ્થિરતા સ્થિરતાની મતિ| રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ મને બચાવી લો
| રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ ધર્મીને ઘેર ધાડ ખરેખર ? રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ મોબાઇલ-કમાલ, સલામકે ધમાલ ? રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ સાઇન બોર્ડ
રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ વિપ્લવ
રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ અવતરણનું આગમન
રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ જીવન વૈભવ
રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ આપણને ખબર પડી ? રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ ૨૦ પ્રવચન પંચામૃત
રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ ૨૮ | | વ્રત નિયમઉતારે ભવપાર કલ્યરત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ
| જિન ભક્તિ આપે અનેરી શક્તિ | કલ્ચરત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૦ | | મન સાધ્યું તેણે સઘળું સાધ્યું કલ્યરત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ હવે પુછો, આમકેમ?
કયરનવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ જિન ભક્તિના તાણા વાણા કલ્યરત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ
શેઠની શિખામણ ઝાંપા સુધી કલ્યરત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૪ પુછો કેમ જવાબ મળે એમ? કારત્નવિજયજી | ગુજ. દિવ્ય દર્શન ટ્રસ્ટ
૨૯ |
Page #4
--------------------------------------------------------------------------
________________
| સરસ્વતી પુત્રોને વંદના નિમ્નોક્ત ગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટૂંક સમયમાં પ્રકાશિત થશે. - પૂ.આ.શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી / પૂ. કલ્યાણબોધિસૂરિજી
(પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) અંગચૂલિકા - ૧ અને ૨ - સંસ્કૃત (૨) વર્ગચૂલિકા - સંસ્કૃત (૩) દુઃષમગંડિકા - સંસ્કૃત (૪) પ્રવ્રજ્યા વિધાન - સંસ્કૃત /ગુજરાતી. (૫) તત્ત્વોનિષદ્ - સંસ્કૃત /ગુજરાતી | હિન્દી (૬) ગૌતમીય કાવ્ય - રૂપચંદ્ર ગણિ - સંસ્કૃત (6) નેમિનિર્વાણ કાવ્ય - શ્રી વાભટ કવિ - સંસ્કૃત - પૂ.આ.શ્રી જગન્સંદ્રસૂરિજી મ.સા. (પૂ.આ.રામસૂરિજી ડહેલાવાળા સમુદાય) (૧) આદિજિન શાંતિ જિનાદિ સ્તવન - કર્તા - સોમસુંદરસૂરિજી શિષ્ય (૨) નમિઉણ સ્તોત્ર - અભિપ્રાય ચંદ્રિકા ટીકા - જિનપ્રભસૂરિજી (૩) નમસ્કાર મહામંત્ર છાયા - અજ્ઞાત (૪) ચતુર્વિશતિ જિન સ્તવન - અજ્ઞાત (૫) ભક્તામર સ્તોત્ર - સુખબોધિકા ટીકા (૬) અષ્ટપ્રવચન માતા કથા - અજ્ઞાત (6) પ્રત્યેક બુદ્ધ ચરિત્ર -
પૂ.આ. શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ.સા. (પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) કુવલયમાળા - પ્રાકૃત - સંસ્કૃત - છાયા સાથે.
ચુતભવન સંશોધન કેન્દ્ર (પુના) પ્રેરક પૂ. શ્રી વૈરાગ્યરતિવિજયજી (૧) સ્યાદ્વાદ પુષ્પકલિકા - કર્તા - વાચકસંયમ, વિષય, દ્રવ્યાનુ યોગ (૨) મનઃ સ્થિરિકરણ પ્રકરણ - કર્તા - આ.મહેન્દ્રસૂરિજી, વિષય - કર્મગ્રંથ (૩) પરબ્રહ્મોત્થાપનાદિવાદસ્થળ કર્તા - આ.ભુવનસુંદર, વિષય - દર્શન (૪) સર્વજ્ઞ નિરાકરણ વાદસ્થલ -કર્તા - અજ્ઞાત, વિષય- દર્શન (૫) પ્રજ્ઞાપ્રકાશ ષટત્રિશિકા કત - યશસ્વિગણિ શિષ્ય, વિષય - ઉપદેશ (૬) સર્વદર્શનાભિમત પ્રમાણાનિ -કર્તા - અજ્ઞાત, વિષય - દર્શન (૭) સડઘ પટ્ટક લધુ વૃત્તિ- કર્તા - આ.જિનવલ્લભસૂરિ, વિષય - ચર્ચા (૮) સ્તોત્ર ત્રયી - કર્તા - આ.બદષિવર્ધનસૂરિ, વિષય - સ્તોત્ર (૯) આત્મહિતોપદેશમાલા - કર્તા - અજ્ઞાત, વિષય - ઉપદેશ
પૂ.સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ.સા. (પૂ.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સમરાઇથ્ય કહા ભાગ-૧-૨-કર્તા હરિભદ્રસૂરિજી સંસ્કૃત છાયા સાથે (પુસ્તક) (૨) મૃગાવતી ચરિત્ર - કર્તા મલધારિ દેવપ્રભસૂરિજી (૩) મૃગાવતી ચરિત્ર ચોપાઇ - કર્તા કવિ સમયસુંદર (૪) મૃગાવતી ચરિત્ર - કર્તા ઉપા.શ્રી સકલચંદ્રજી
કે રોકે
Page #5
--------------------------------------------------------------------------
________________
પુનરોદ્ધારનો એક નૂતન પ્રયોગ
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રાયઃ અપ્રાપ્ય અને જીર્ણ એવા મુદ્રિત ગ્રંથોને સ્કેન કરાવીને જુદા જુદા શહેરો માં આવેલ જ્ઞાનભંડારાને મોકલ્યા છે. તેની માંગણી આવ્યથી પૂજ્ય ગુરૂભગવંતોને પણ યથાયોગ્યપણે પહાચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા ૧૨૬ ગ્રંથોનો પુનરોદ્ધાર કરવામાં આવેલ
પુનરોદ્ધારના આ પ્રક્રમમાં આગળ વધતા અમો એક નૂતન પ્રયોગ વિચારી રહ્યા છીએ. પૂર્વના મહાપુરુષોએ સ્વ-અભ્યાસ કાળમાં પદાર્થો-વાચનાઓની નોટો રસ્વહસ્તાક્ષરમાં તૈયાર કરેલી હોય છે, જે અમૂલ્ય ખજાના રૂપ જ ગણી શકાય. આ પ્રકારની હસ્તલિખિત નોટો જુદી જુદી સંસ્થાઓમાં જ્ઞાનભંડારોમાં અથવા તો તેમના શિષ્યગણ પાસે સંગ્રહાયેલી હોય છે. ઘણી વાર આ સંગ્રહ વર્ષોના વર્ષો સુધી એમને એમ પડ્યો રહ્યો હોય છે. ક્યારેક તો કેટલાક ગ્રંથોના અનુવાદો, સંશોધિત લીયંતરણો, પાઠભેદો આદિ યુક્ત મહત્ત્વનું સાહિત્ય પણ આ રીતે સંગ્રહાયેલું હોય છે, અને સમય જતાં કાગળ પણ જીર્ણ થઇ બટકી જવા અથવા તો ઉધઇ, અગ્નિ કે પાણીનો ભોગ બની જવાની ઘટનાઓ બનતી હોય છે. અને આ રીતે પૂર્વના વિદ્વાન જ્ઞાની મહાપુરુષોની દીર્ઘકાલીન મહેનત પર પાણી ફરી વળે છે. એટલે આ દૃષ્ટિએ વિચારતા ઉપરોક્ત બાબતે જાગૃત થવું અતિ જરૂરી છે.
| છે તે કોઇ સાધુ સાધ્વીજી ભગવંત, પોતાને વારસામાં મળેલ આ મહત્ત્વનું સાહિત્ય છપાવવા કે જાહેરમાં લાવવાની ખેવનાવાળા અથવા તો ક્ષમતાવાળા પણ હોતા નથી.. આવા સંજોગોમાં આ બધા ઉત્તમ પદાર્થોની અને તેમણે કરેલ મહેનતની કદર રૂપે આ હસ્તલિખિત સાહિત્યનું જ સ્કેન કરાવીને તેમના નામોલ્લેખપૂર્વક મહત્વના જ્ઞાનભંડારોમાં આ સાહિત્ય મુકાવવું અને આ રીતે જગત્સમક્ષ મુકવું. જે માટે ગુરૂભગવંત અમને આ પ્રકારનું સાહિત્ય મોકલશે તો ૧૦-૧૫ દિવસના ટૂંકા ગાળામાં અમે તે સ્કેન કરાવીને પરત મોકલાવીશું. મર્યાદિત નકલો જ્ઞાનભંડારોને ભેટ મોકલીશું. તથા અભ્યાસ જરૂરીયાતવાળા વિદ્વાનોને નિઃશુલ્ક પૂરી પાડવા યોગ્ય કરીશું. આ વિષયના શાસ્ત્રજ્ઞાતા ગુરૂભગવંતોના માર્ગદર્શન પૂર્વક અમે આ કાર્યમાં આગળ વધશું તો આ બાબત આપની પાસે યોગ્ય સલાહ સૂચન તથા સહકારની અપેક્ષા રાખીએ છીએ.
- ઘણા બધા સંઘોમાં, જ્ઞાનભંડારોમાં તથા ગુરૂભગવંતો અને શ્રાવકો પાસે ૧૦, ૨૦ કે ૫૦ ની અલ્પ સંખ્યામાં હસ્તલિખિત પ્રતો અને તાડપત્રના ગ્રંથો સંગ્રહાયેલા હોય છે. બહુ જ અલ્પ સંખ્યામાં હોવાથી તેની વ્યવસ્થિત યાદી કે નોંધ પણ ક્યારેક હોતી નથી. પરંતુ સંશોધન કરતા જ્ઞાની ગુરૂભગવંતોને રેફરન્સ માટે કે પાઠભેદ માટે પણ આવા ઘણા બધા ગ્રંથોની જરૂરીયાત હોય છે. પોતાના વતનના ગામના ઉપાશ્રય કે કોઇકના ઘરોમાં રહેલા આવા ગ્રંથો કાળના પ્રભાવે નષ્ટ થઇ જતા અમે જોયા છે. જે આપની પાસે આવા ગ્રંથો હોય તો તેની વ્યવસ્થિત યાદી યોગ્ય ફોર્મેટમાં બનાવીને આપીશુ અને જો સ્કેન કરાવવા હશે તો સ્કેનીંગ કરાવીને તેને સુરક્ષિત કરી આપીશું. આવા ગ્રંથોની સંકલિત કરેલ યાદી વિદ્વાનો સંશોધક ગુરૂભગવંતોને આપીશું, જેથી આપની પાસે રહેલા જ્ઞાનના ખજાનાને જગત કલ્યાણારાર્થે પ્રકાશન કરવા દ્વારા પૂણ્યાનુબંધી પૂણ્યનું આપ ઉપાર્જન કરી શકશો અને તેમાં સહભાગી બનવાનો અમને લાભ મળશે.
Page #6
--------------------------------------------------------------------------
________________
વન - સંકલ્પ - સિદ્ધિ |
પ્રભુનો શ્રીસંઘ એ રત્નોની ખાણ છે. તેની એક શાખા રૂપ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં અનેક વિદ્વાન સાધુ ભગવંતો ઉપરાંત સાધ્વીજી ભગવંતો પણ વિશિષ્ટ બુદ્ધિમત્તા ધરાવતા હોય છે. તેઓની બુદ્ધિક્ષમતાનો મહત્તમ ઉપયોગ શાસનના હિતમાં થાય તે માટેના હજી વિશેષ પ્રયત્નો આવકારદાયક છે. (૧) પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતા પ્રાચીન લિપી શીખીને અપ્રગટ ગ્રંથોના લિવ્યંતરણનું કાર્ય જો ઉપાડી લે તો શ્રુતજ્ઞાનક્ષેત્રે મહત્ત્વનું કાર્ય થાય. ફક્ત સંસ્કૃતની બે બુક કરેલી હોય તેઓ દશ જ દિવસમાં લિવ્યંતરણનું જ્ઞાન મેળવી શકે છે. અમે કરેલ આ પ્રકારના પ્રયોગમાં અમદાવાદ-સાબરમતીના જુદા જુદા સાધ્વીજી ભગવંતોએ છેલ્લા બે વર્ષમાં આ પ્રમાણે લિપી શીખીને ૨૫ થી વધુ ગ્રંથોનું લિવ્યંતરણનું કાર્ય કરેલ છે અને હાલ તે ગ્રંથો પ્રકાશન અંતર્ગત છે. તેમજ જેમને સંપાદન માટે જોઇતા હોય તેઓ મંગાવી શકે છે. (૨) એ જ પ્રમાણે પ્રુફ ચેકીંગનું કાર્ય એથીયે સરળ છે. તેની પ્રારંભિક સમજ મેળવી લેવાય તો ઘણા વિદ્વાનોને તેમના ગ્રંથોના પ્રકાશનમાં ખૂબ ઉપયોગી થાય. (૩) શ્રી સંઘમાં અનેક મહાત્માઓ દ્વારા અનેક વિષયના પુસ્તક પ્રતાદિ છપાય છે, પરંતુ યોગ્ય વિતરણ વ્યવસ્થાને અભાવે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાં ક ઉપાશ્રયોમાં ઘણા સમય સુધી પડ્યા રહે છે. અને અંતે ક્યારેક રદ્દી જેવા નકામા બની રહે છે. એના ઉપાયરૂપે જે કંઇપણ નવું સ્ટાન્ડર્ડ પ્રકાશન થાય તે આપણા માસિકોમાં યોગ્ય નોંધ સાથે શ્રી સંઘની જાણકારી અર્થે મૂકવું જોઇએ. ભેટ સ્વરૂપે આપવાના હોય તો પૂ. વૈરાગ્યદેશનાદક્ષ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા અમને સમગ્ર ભારતભરના સક્રીય જ્ઞાનભંડારોની યાદી જે મોકલવામાં આવી છે તે આપને મળી શકશે. તો તે તે જ્ઞાનભંડારોને ભેટ મોકલી શકાય.
અન્ય રીત પ્રમાણે જ્ઞાનભંડારો તથા ગુરૂભગવંતોને ચાતુર્માસના સરનામે પોસ્ટકાર્ડ લખીને પુસ્તક પ્રકાશનની જાણ કરવી અને મંગાવે તેઓને મોકલવું અથવા નજીકના પ્રાપ્તિસ્થાનેથી પુરૂ પાડવું. આ માટે દરેક સમુદાયનું પોતાનું એક પુસ્તક પ્રાપ્તિસ્થાન દરેક મોટા શહેરમાં હોવું જોઇએ. જ્યાંથી ગુરૂભગવંતો અને જ્ઞાનભંડારોને ભેટ મળી શકે.
' પુસ્તક વેચાણથી આપવાના હોય તો દરેક શહેરમાં જૈન પુસ્તકો કે ઉપકરણો વેચતા વિક્રેતાને ત્યાં કે શ્રુતજ્ઞાનનું કાર્ય કરતી સંસ્થાઓને યોગ્ય કમીશન આપીને વેચાણ માટે મૂકવું જોઇએ.
- અહીં કહેવાનો સૂર એટલો જ છે કે મહાત્માઓ અતિ પરિશ્રમપૂર્વક સંશોધન-સંપાદનો કરે છે, તો તેમની મહેનતની પૂર્ણ કદર થાય અને તેનો મહત્તમ ઉપયોગ થાય. માહિતી મોકલશો :- શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરતી સંસ્થાઓ, ઉદારતાપૂર્વક અભ્યાસ માટે પુસ્તકો-ગ્રંથો આપતા જ્ઞાનભંડાર - ઇન્સ્ટી. તેમજ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ આપતી સંસ્થાઓની યોગ્ય માહિતી મોકલવા વિનંતિ છે. જેથી તેઓની અનુમોદના થી બીજાને ઉપયોગી બની શકે. અહો શ્રુતજ્ઞાનના અંકો માટે આપનો લેખ પણ મોકલી શકો છો.
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુમોદના' વારવાર.....'
(૧) પ.પૂ.યુગપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ શ્રુતસમુદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા શ્રુતજ્ઞાનના ક્ષેત્રે એક દીવાદાંડી સમાન નવતર પ્રયોગરૂપ અભૂત કાર્ય કર્યું છે. સ્પેશિયલ પ્રોસેસ દ્વારા દીર્ઘકાળ સુધી ટકી રહે તેવા અતિ કિંમતી કાગળો ઉપર પ્રાચીન પ્રમાણભૂત અને અલભ્યપ્રાયઃ હસ્તપ્રતોને ઓરીજીનલ સ્પરૂપે જ ટ્રસ્ટે પ્રીન્ટ કરાવી છે. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પુનામાં આવી ૧૦૮ હસ્તપ્રતોનો સંઘાર્પણ સમારોહ ઉજવાયો. ટ્રસ્ટ દ્વારા પૂર્વે પણ શ્રુતજ્ઞાન ક્ષેત્રે ભગીરથ કાર્યો થયા છે અને થાય છે. સેંકડો હજારો વર્ષો સુધી ઓરીજીનલ હસ્તપ્રતોને આ રીતે શુદ્ધ સ્વરૂપે સાચવવાની ઉત્તમઋતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ. (૨) શ્રીપાળ રાજા નો રાસઃ શ્રુતપ્રેમી શ્રી પ્રેમલભાઇ કાપડીયા દ્વારા સંપાદિત અને હર્ષદરાય (પ્રા.) લી. દ્વારા પ્રકાશિત શ્રીપાળરાજાનો રાસ એ કલા ક્ષેત્રે જૈનધર્મનું આગવું પ્રકાશન છે. પાંચ ભાગમાં પ્રાચીન ભંડારોની હસ્તપ્રતોની ચિત્રો-બોર્ડરો વિગેરે સાથે કિંમતી આર્ટ પેપરમાં સુંદર પ્રીન્ટીંગ સાથે ગુજરાતી-હીન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં અનુવાદિત પ્રસ્તુત ગ્રંથે ગ્રંથકત ઉપા.શ્રી વિનયવિજયજી અને ઉપા.શ્રી યશોવિજયજીને સાચું ગૌરવ બક્યું છે. મુંબઇ-અમદાવાદ વિગેરે સ્થાનોમાં તેના વિમોચન સમારોહ થયા. પૂજ્યોને તથા જ્ઞાનભંડારોને બહુમાનપૂર્વક ભેટ આપે છે. તેમની વ્યુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ. અંગુલી નિર્દેશ : પ્રતિક્રમણ સૂત્રની ઉપજના રૂા. જ્ઞાનતંત્રમાં જાય છે. આજે ઘણા સ્થાનોમાં ખાસ કરીને શ્રાવિકા ઉપાશ્રયોમાં આ રકમનો ઉપયોગ પરમાત્માને બાજુબંધ, કંઠો, વગેરેમાં વાપરવામાં આવે છે. તે શાસ્ત્રીય અપેક્ષાએ વિચારણીય ગણાય. જ્ઞાનખાતામાં પણ જ્યારે સાચે જ આવશ્યક્તા હોય ત્યારે તે દ્રવ્ય ઉપરના ક્ષેત્રમાં લઇ જવું વ્યાજબી સમજાતુ નથી, માટે આ બાબત જાગૃતિ કેળવવી જોઇએ. જ્ઞાનખાતાની ઉપજમાંથી પ્રભુના અંગે ચોંટાડેલા દાગીના જ્યારે ચોરી કરવાના આશયથી અણસમજ વ્યક્તિ ડીસમીસ કે છીણી વડે દાગીના છુટા પાડે ત્યારે પ્રતિમાજીને ખંડિત થવાની શક્યતા રહેલી છે અને અજાણતામાં પણ દોષના નિમિત્ત બનીએ છીએ. “અહો શ્રુતજ્ઞાનમ્ "ના બધા જ અંકોમાં નવા પ્રકાશનમાં જણાવેલ બધા પુસ્તકો અમારા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી ફક્ત અભ્યાસ-રવાધ્યાય માટે ઇશ્ય કરીને મોકલીશું, જે અભ્યાસ પૂર્ણ થયે પરત મોકલવાના રહેશે. હા, જો આપને નવા પ્રકાશનના પુસ્તકો વસાવવા માટે જોઇએ તો જે તે પ્રકાશક અથવા ગુરૂભગવંતો પાસેથી મંગાવી શક્શો, તે માટે બધા જ પ્રકાશકોના સરનામા અમો આપને પુરા પાડીશું. સરસ્વતી પુત્રોને વંદના કોલમમાં રજૂ થતા બધા જ ગ્રંથોનું કાર્ય ચાલુ છે અને તે અંગેની વધુ વિગત આપ જે તે ગુરૂભગવંતો પાસેથી મેળવી શક્શો. આપને જોઇતી માહિતી પત્ર લખીને મંગાવવા વિનંતી છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ જ ન થાય, તો તેને લાભ સંવાયા લેજ... શ્રુતજ્ઞાનને વંદન હોજો..... (1) "અહો શ્રુતજ્ઞાનમ" ના 1 થી 11 અંકો આપને છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન ચાતુર્માસમાં મોકલ્યા છે. શ્રુતજ્ઞાન ક્ષેત્રે અનેકવિધ માહિતિથી સભર આ અંકો આપને ઉપયોગી બન્યા હશે, જેને વ્યવસ્થિત સાચવશો. હા! આપે વાંચી લીધા પછી જે આપને તેની જરૂર ન હોય તો નજીકના શ્રી સંઘ અથવા તો જ્ઞાનભંડારના સંચાલકોને વાંચવા આપશો. તેમ છતાં પણ વધારાના કોઇ પણ અંક આપને બિનઉપયોગી હોય તો અચૂક અમને પરત મોકલવા યોગ્ય કરશો. અન્યોન્ય સ્થાનેથી તેની માંગણી ખૂબ હોઇ તેના એક પણ અંક પરઠવશો નહીં. (2) સંશોધન ક્ષેત્રે આગળ વધતા પૂજ્યશ્રીઓ માટે જુદા જુદા કેટલાક મહત્વના હસ્તલિખિત જ્ઞાનભંડારોના અને ઇન્સ્ટીટ્યુટોના કેટલોગ અમારી પાસે ઉપલબ્ધ છે. અને કેટલોગમાં નોંઘેલ હસ્તપ્રતોની ઝેરોક્ષ જે તે સ્થાનેથી પ્રાયઃ કરીને ચાર્જથી ઉપલબ્ધ થાય છે, તો જરૂરીયાતવાળા પૂજ્યશ્રીઓ સંશોધન માટે જરૂર હોય તો અવશ્ય સંપર્ક કરી શકે છે.આ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ માટે તે સંગ્રહસ્થાને અરજી કરવાની રહેશે. (3) પ્રાયઃ, અપ્રાપ્ય અને પ્રાચિન મુદ્રિત જુદા જુદા વિષયોના વિશિષ્ટ કક્ષાના પુસ્તકો શુદ્ધ રવરૂપે મળી રહે તે માટે અમોએ સ્કેન કરાવીને ઉપલબ્ધ બનાવ્યા છે. તેમાં પૂજ્ય આ.લાવણ્યસૂરિજી મ.સા. સંપાદિત ધાતુ રત્નાકર ભાગ 1 થી 7 ની પ્રથમઆવૃતિ (પૃષ્ઠ 4000) જે પૂર્ણતઃ શુદ્ધ રવરૂપે છે તેની પીડીએફ ફાઇલની ડીવીડી મળી શકશે, અને જે પણ જ્ઞાનભંડારોને પોતાને સમૃદ્ધ બનાવવા માટે આ સેટ વસાવવો હોય તેઓને તેમના ખર્ચે બનાવી આપીશું. (4) પૂ.આ.ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર - ઉજ્જૈનમાં રહેલી હસ્તપ્રતોનું સૂચિપત્ર ડેટાશીટના આધારે અમોએ નવેસરથી એક્સલ ફાઇલમાં તૈયાર કરેલ છે. તે ડીવીડીની જરૂર હોય તો મંગાવશોજી. અને તેની ઝેરોક્ષ નકલ પણ જરૂર મુજબ મળી શકશે તો શ્રુતભક્તિનો લાભ આપશોજી. આ ગ્રંથ ભંડારમાં રહેલ હસ્તપ્રતો પૈકી જે પણ ગ્રંથની સંશોધન માટે જરૂર હોય તેની ઝેરોક્ષ નકલ મળી શકશે. . (4) જે પણ ગુરુભગવંતો/વિદ્વાનો અહો શ્રુતજ્ઞાન ના જુના અંકો અથવા અમારી પાસે રહેલ કોઇપણ વિગત તાત્કાલિક જોઇતી હોય તેમણે તેમનો ઇમેઇલ આઇડી અમોને એસએમએસ કરવાથી તુરત જ જોઇતી માહિતી મેઇલ દ્વારા મોકલી આપશું. જેની પ્રીન્ટ નકલ કરાવીને આપ તેનો શીધ્ર ઉપયોગ કરી શકશો. Printed Matter BookPosted 1147) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com