________________
અનુમોદના' વારવાર.....'
(૧) પ.પૂ.યુગપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ શ્રુતસમુદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા શ્રુતજ્ઞાનના ક્ષેત્રે એક દીવાદાંડી સમાન નવતર પ્રયોગરૂપ અભૂત કાર્ય કર્યું છે. સ્પેશિયલ પ્રોસેસ દ્વારા દીર્ઘકાળ સુધી ટકી રહે તેવા અતિ કિંમતી કાગળો ઉપર પ્રાચીન પ્રમાણભૂત અને અલભ્યપ્રાયઃ હસ્તપ્રતોને ઓરીજીનલ સ્પરૂપે જ ટ્રસ્ટે પ્રીન્ટ કરાવી છે. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પુનામાં આવી ૧૦૮ હસ્તપ્રતોનો સંઘાર્પણ સમારોહ ઉજવાયો. ટ્રસ્ટ દ્વારા પૂર્વે પણ શ્રુતજ્ઞાન ક્ષેત્રે ભગીરથ કાર્યો થયા છે અને થાય છે. સેંકડો હજારો વર્ષો સુધી ઓરીજીનલ હસ્તપ્રતોને આ રીતે શુદ્ધ સ્વરૂપે સાચવવાની ઉત્તમઋતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ. (૨) શ્રીપાળ રાજા નો રાસઃ શ્રુતપ્રેમી શ્રી પ્રેમલભાઇ કાપડીયા દ્વારા સંપાદિત અને હર્ષદરાય (પ્રા.) લી. દ્વારા પ્રકાશિત શ્રીપાળરાજાનો રાસ એ કલા ક્ષેત્રે જૈનધર્મનું આગવું પ્રકાશન છે. પાંચ ભાગમાં પ્રાચીન ભંડારોની હસ્તપ્રતોની ચિત્રો-બોર્ડરો વિગેરે સાથે કિંમતી આર્ટ પેપરમાં સુંદર પ્રીન્ટીંગ સાથે ગુજરાતી-હીન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં અનુવાદિત પ્રસ્તુત ગ્રંથે ગ્રંથકત ઉપા.શ્રી વિનયવિજયજી અને ઉપા.શ્રી યશોવિજયજીને સાચું ગૌરવ બક્યું છે. મુંબઇ-અમદાવાદ વિગેરે સ્થાનોમાં તેના વિમોચન સમારોહ થયા. પૂજ્યોને તથા જ્ઞાનભંડારોને બહુમાનપૂર્વક ભેટ આપે છે. તેમની વ્યુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ. અંગુલી નિર્દેશ : પ્રતિક્રમણ સૂત્રની ઉપજના રૂા. જ્ઞાનતંત્રમાં જાય છે. આજે ઘણા સ્થાનોમાં ખાસ કરીને શ્રાવિકા ઉપાશ્રયોમાં આ રકમનો ઉપયોગ પરમાત્માને બાજુબંધ, કંઠો, વગેરેમાં વાપરવામાં આવે છે. તે શાસ્ત્રીય અપેક્ષાએ વિચારણીય ગણાય. જ્ઞાનખાતામાં પણ જ્યારે સાચે જ આવશ્યક્તા હોય ત્યારે તે દ્રવ્ય ઉપરના ક્ષેત્રમાં લઇ જવું વ્યાજબી સમજાતુ નથી, માટે આ બાબત જાગૃતિ કેળવવી જોઇએ. જ્ઞાનખાતાની ઉપજમાંથી પ્રભુના અંગે ચોંટાડેલા દાગીના જ્યારે ચોરી કરવાના આશયથી અણસમજ વ્યક્તિ ડીસમીસ કે છીણી વડે દાગીના છુટા પાડે ત્યારે પ્રતિમાજીને ખંડિત થવાની શક્યતા રહેલી છે અને અજાણતામાં પણ દોષના નિમિત્ત બનીએ છીએ. “અહો શ્રુતજ્ઞાનમ્ "ના બધા જ અંકોમાં નવા પ્રકાશનમાં જણાવેલ બધા પુસ્તકો અમારા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી ફક્ત અભ્યાસ-રવાધ્યાય માટે ઇશ્ય કરીને મોકલીશું, જે અભ્યાસ પૂર્ણ થયે પરત મોકલવાના રહેશે. હા, જો આપને નવા પ્રકાશનના પુસ્તકો વસાવવા માટે જોઇએ તો જે તે પ્રકાશક અથવા ગુરૂભગવંતો પાસેથી મંગાવી શક્શો, તે માટે બધા જ પ્રકાશકોના સરનામા અમો આપને પુરા પાડીશું. સરસ્વતી પુત્રોને વંદના કોલમમાં રજૂ થતા બધા જ ગ્રંથોનું કાર્ય ચાલુ છે અને તે અંગેની વધુ વિગત આપ જે તે ગુરૂભગવંતો પાસેથી મેળવી શક્શો. આપને જોઇતી માહિતી પત્ર લખીને મંગાવવા વિનંતી છે.