________________ જ ન થાય, તો તેને લાભ સંવાયા લેજ... શ્રુતજ્ઞાનને વંદન હોજો..... (1) "અહો શ્રુતજ્ઞાનમ" ના 1 થી 11 અંકો આપને છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન ચાતુર્માસમાં મોકલ્યા છે. શ્રુતજ્ઞાન ક્ષેત્રે અનેકવિધ માહિતિથી સભર આ અંકો આપને ઉપયોગી બન્યા હશે, જેને વ્યવસ્થિત સાચવશો. હા! આપે વાંચી લીધા પછી જે આપને તેની જરૂર ન હોય તો નજીકના શ્રી સંઘ અથવા તો જ્ઞાનભંડારના સંચાલકોને વાંચવા આપશો. તેમ છતાં પણ વધારાના કોઇ પણ અંક આપને બિનઉપયોગી હોય તો અચૂક અમને પરત મોકલવા યોગ્ય કરશો. અન્યોન્ય સ્થાનેથી તેની માંગણી ખૂબ હોઇ તેના એક પણ અંક પરઠવશો નહીં. (2) સંશોધન ક્ષેત્રે આગળ વધતા પૂજ્યશ્રીઓ માટે જુદા જુદા કેટલાક મહત્વના હસ્તલિખિત જ્ઞાનભંડારોના અને ઇન્સ્ટીટ્યુટોના કેટલોગ અમારી પાસે ઉપલબ્ધ છે. અને કેટલોગમાં નોંઘેલ હસ્તપ્રતોની ઝેરોક્ષ જે તે સ્થાનેથી પ્રાયઃ કરીને ચાર્જથી ઉપલબ્ધ થાય છે, તો જરૂરીયાતવાળા પૂજ્યશ્રીઓ સંશોધન માટે જરૂર હોય તો અવશ્ય સંપર્ક કરી શકે છે.આ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ માટે તે સંગ્રહસ્થાને અરજી કરવાની રહેશે. (3) પ્રાયઃ, અપ્રાપ્ય અને પ્રાચિન મુદ્રિત જુદા જુદા વિષયોના વિશિષ્ટ કક્ષાના પુસ્તકો શુદ્ધ રવરૂપે મળી રહે તે માટે અમોએ સ્કેન કરાવીને ઉપલબ્ધ બનાવ્યા છે. તેમાં પૂજ્ય આ.લાવણ્યસૂરિજી મ.સા. સંપાદિત ધાતુ રત્નાકર ભાગ 1 થી 7 ની પ્રથમઆવૃતિ (પૃષ્ઠ 4000) જે પૂર્ણતઃ શુદ્ધ રવરૂપે છે તેની પીડીએફ ફાઇલની ડીવીડી મળી શકશે, અને જે પણ જ્ઞાનભંડારોને પોતાને સમૃદ્ધ બનાવવા માટે આ સેટ વસાવવો હોય તેઓને તેમના ખર્ચે બનાવી આપીશું. (4) પૂ.આ.ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર - ઉજ્જૈનમાં રહેલી હસ્તપ્રતોનું સૂચિપત્ર ડેટાશીટના આધારે અમોએ નવેસરથી એક્સલ ફાઇલમાં તૈયાર કરેલ છે. તે ડીવીડીની જરૂર હોય તો મંગાવશોજી. અને તેની ઝેરોક્ષ નકલ પણ જરૂર મુજબ મળી શકશે તો શ્રુતભક્તિનો લાભ આપશોજી. આ ગ્રંથ ભંડારમાં રહેલ હસ્તપ્રતો પૈકી જે પણ ગ્રંથની સંશોધન માટે જરૂર હોય તેની ઝેરોક્ષ નકલ મળી શકશે. . (4) જે પણ ગુરુભગવંતો/વિદ્વાનો અહો શ્રુતજ્ઞાન ના જુના અંકો અથવા અમારી પાસે રહેલ કોઇપણ વિગત તાત્કાલિક જોઇતી હોય તેમણે તેમનો ઇમેઇલ આઇડી અમોને એસએમએસ કરવાથી તુરત જ જોઇતી માહિતી મેઇલ દ્વારા મોકલી આપશું. જેની પ્રીન્ટ નકલ કરાવીને આપ તેનો શીધ્ર ઉપયોગ કરી શકશો. Printed Matter BookPosted 1147) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com