Book Title: Aho Shruta gyanam Paripatra 11 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ - I શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ | પુસ્તક / શી s અહોnશ્રુતજ્ઞાdia સંકલન સં-૨૦૬૭, શ્રાવણ સુદ-૫ શાહ બાબુલાલ સરેમલ - પ.પૂ.જિનસાશન શણગાર ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના પાવન ચરણોમાં સેવક બાબુલાલ સરેમલ બેડાવાળાની હાર્દિક વંદનાવલી રવીકારશોજી. શ્રીશ્રુતપ્રેમી સાધમિક બેંધુઓને સબહુમાન પ્રણામ. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી સુખ શાંતિ પ્રવર્તે છે. વિશેષમાં પૂર્વના પરિપત્રમાં શ્રુતછાપકામ પણ યોગ્ય છે એ વિષયક જે અગ્રલેખ લખેલ, તે બાબત કેટલાક પૂજ્યશ્રીઓની જે સૂચના મળી તે અમે અહીં સાંકળીએ છીએ. (૧) કેટલાક કહે છે કે શ્રુતલેખન એ જ માર્ગ છે, જે ઉભો રાખવો જોઇએ, પણ, અહીં વિચારીએ તો ચુતની મુખપાઠ પરંપરા એ જ મૂળમાર્ગ છે. શ્રુતલેખન એ પણ જે તે કાળે અપવાદપદે સ્વીકારાયેલૈં છે. તો વર્તમાન પરિસ્થિતિમાં લાભાલાભની અપેક્ષાએ શ્રાવક માટે શ્રુતછાપકામ પણ કેમ રવીકાર્ય ન બની શકે? (૨) તાડપત્ર કે હસ્તપ્રતના કાગળનું આયુષ્ય ૬૦૦-૮૦૦ વર્ષ હોય છે, માટે દીર્ઘકાળ શ્રુત સાચવવા હસ્તલેખન કરાવવું, એમાઁ કોઇ કહે તો હાલમાં શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી ૬૦૦-૮૦૦ વર્ષ કે તૈથી વધુ સમય ટકી શકે એવા વિશિષ્ટ પ્રકારના અત્યંત કિંમતી. કાગળો પર આગમો છપાવી જે તે યોગ્ય સંઘો અને સંસ્થાઓને ભેટ આપવાનું એક ભગીરથ અનુમોદનીય કાર્ય થયું છે. અથતિ દીર્ઘકાળ શ્રુત સાચવણી એ છાપકામ દ્વારા પણ શક્ય બની જ શકે છે અને બની છે. (૩) કેટલાક કહે છે કે છાપકામની પ્રતમાં એક ભૂલ રહી તો ૨૦૦-૫૦૦ નકલમાં એક સરખી જ ભૂલ રહેવાની, જે ક્યારેય સુધરશે નહીં... તો આ દલીલ એકદમ યોગ્ય છે. પણ અહીં વાસ્તવિક્તા એ છે કે આજે લખાતા પ્રાયઃ કરીને ૯૯% દરેકે દરેક ગ્રંથો મુદ્રિત પ્રતના આધારે જ લખાયા છે,વળી એ લખનારા લહીયાઓને સંસ્કૃત-પ્રાકૃતનું કોઇ જ્ઞાન હોતું નથી. એટલે એમાં પ્રીન્ટેડ પ્રતની ભૂલો તો આવે ને આવે જ, પણ તેથી એ અધિક નવા નવા અશુદ્ધ ઢગલાબંધ પાઠો ઉમેરાતા જાય છે. હાલ તો વલભી અને માથરી એ બે સ્ટાન્ડર્ડ વાર્ચનાઓ મળે છે, પણ આ પ્રકારના હસ્તલેખન દ્વારા તો કોણ જાણે કેટલીયે અશુદ્ધ વાચનાઓ ભવિષ્યની પેઢીને મળશે એ બહુવિચારણીય પ્રશ્ન બની રહે છે. વળી, લહીયાઓ દ્વારા લખાયેલ હસ્તપ્રતો અક્ષરશઃ તપાસતી હોય એવું કેટલું બની શકે ? વળી, એ તપાસનાર વ્યક્તિ જે તે આગમાદિ શાસ્ત્રાના જ્ઞાતા હોય પછી માત્ર સંસ્કૃત-પ્રાકત જાણનાર બ્રાહ્મણ વિદ્ધાનો ? તથા એ પણ કેટલી ચોક્સાઇ પૂર્વક એ તપાસે છે ? એ બધા બહુ વિકટ પ્રશ્નો છે. જે તે વિદ્વાને ભુલો કાઢ્યા બાદ લહિયાઓ પાસે એ ભુલો ફરીથી સુધરાવવી.. આ બધુ પણ અતિ અગત્યનું છે. માત્ર ાથી કાર્ય પૂરે થઇ જતું નથી.. અને તેથી જ આપણા પૂર્વ મહાપુરૂષોએ બની શકે એટલી પ્રાચીનતમતાડપત્ર કે હસ્તપ્રતને જ પ્રમાણભૂત માની સંશોધનો કર્યા છે. કારણકે પછી પછીના કાળે લહીયાઓ દ્વારા લખાયેલી હસ્તપ્રતોમાં ઉપરોક્ત જણાવેલ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે. આ દેષ્ટિએ વિચારીએ તો આજના કાળે તો શ્રુતછાપકામ જ યોગ્ય જણાય છે. મુદ્રિતપ્રતો પરથી શ્રુતલેખન જરીએ નહીં. જેઓને શ્રુતલેખેન દ્વારા જ વાસ્તવિક શ્રુતભકિત કરવી હોય તેઓએ હજી સુધી જે જે અપ્રગટ કૃતિઓ છે, પ્રાચીન લીપીમાં છે, તેનું વર્તમાન લિપીમાં લીયંતરણ કરવું જોઇએ. તથા અર્નેક પ્રતાધારે તેની શુદ્ધ વાચના તેચર કરી મુદ્રિત કરાવવી જોઇએ. ઍ માટે પ્રાચીન લિપી ઉકેલી શકે તેવા પંડિતો તૈયાર કરવા જોઇએં. હજી પણ ઘણી ચૂઓ વિગેરેની અનેક હસ્તપ્રતાધારે સુવિશુદ્ધ વાચના પ્રકાશિત થાય તે ઇચ્છનીય છે. બાકી, મુદ્રિત પ્રત-પુસ્તકો પરથી હસ્તલેખન એ તો અમારી દૃષ્ટિએ ગંભીર વિચારણીય બાબત જણાય છે. એ જ. " રાણોદ્દ સર્વ ધૂનામ્ " શ્રી સંઘસેવક શાહ બાબુલાલ સોમલાPage Navigation
1 2 3 4 5 6 7 8