Book Title: Aho Shruta gyanam Paripatra 03 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 3
________________ પુનર્મુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો (૧) આજથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે છપાયેલા પુનર્મુદ્રણ યોગ્ય ગ્રંથોની શક્ય યાદી આ સાથે છે. જો કોઇ ગ્રંથ નજીકના કાળમાં પુનર્મુદ્રણ થઇ ગયો હોય તો અમને અચૂક જણાવશો. (૨) આ પ્રમાણેની યાદી કરવાનું કાર્ય કપરું હતું, છતાં વૈરાગ્યદેશનાદક્ષ આ. વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. આ.કલ્યાણબોધિસૂરિજી મ. સા. તથા આ. કૈલાસસાગરસૂરિજી જ્ઞાનભંડારકોબાની ઉદારતાપૂર્વકની સહાયથી અમારી સમજ મુજબ આ લીસ્ટ તૈયાર કરી ૨-૩ વિદ્વાન મહાત્માઓ દ્વારા સંશોધિત કરાવ્યું છે છતાં તેમાં કોઇ ક્ષતિ રહી જતી હોય તો અમારું ધ્યાન દોરશો. (૩) પુનર્મુદ્રણ એ ૨ જો ઉપાય છે અને ઝેરોક્ષ એ ત્રીજે. શક્ય હોય ત્યાં સુધી પૂર્વ મુદ્રિત ગ્રંથો નૂતન સંપાદન-સંસ્કરણ દ્વારા શુદ્ધિપૂર્વકના અને વિશિષ્ટ પરિશિષ્ટો સહિતના બહાર પડે એ જ ઇચ્છનીય છે, એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પુનમુદ્રણ બાબત પુનઃ પુનઃ ધ્યાન દેવા જોગ પુનર્મુદ્રણ કરાવનાર દરેકે પૂર્વના લેખક-સંપાદક, પ્રકાશક આદિનો અચૂક આભાર માનવાની કૃતજ્ઞતા-સજનતા વ્યક્ત કરવી જોઇએ. માત્ર રીપ્રીન્ટ કરાવીને સંપાદક તરીકે પોતાને નામે ચડાવી દેવામાં ધણાં અનર્થો સર્જાય છે. આ લીસ્ટથી જે કોઇ પુનમુદ્રણ કરાવવા પ્રેરાય તેમાં વળી ગ્રંથો લેવડાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ અને માટે જ મુદ્રણ કરાવતા પૂર્વે માધ્યમ તરીકે અમને માત્ર જાણ રે તો બે સ્થાનેથી મુદ્રણ થવા દ્વારા થતા સમય-શક્તિ અને જ્ઞાનદ્વવ્યના વ્યયને અટકાવી શકાશે. આ * જે જે ગ્રંથો જૂના ટાઇપમાં હોય તેઓનું એમને એમ મુદ્રણ કરાવવા કરતા ફરીથી ટાઇપ ફ્રાવી પ્રકાશિત કરવા જોઇએ. એ ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. પુનમુદ્રણ ક્રતાય વધુ મહત્વનું કાર્યસંશોધન-સંપાદનનું છે. ઘણા વિદ્વાન મહાત્માઓને તેની ભાવના પણ હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે કાં તો કાર્ય કરી શક્તા નથી અથવા કરે તો પણ પ્રાથમિકતા દેવા યોગ્ય ગ્રંથો રહી જાય અને અન્યોન્ય ગ્રંથો થયા આ બાબત અમે વિદ્વાન અનુભવી મહાત્માઓને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આવા સંશોધન-સંપાદન કરવા યોગ્ય ગ્રંથોનું લીસ્ટ અમને મોકલવા યોગ્ય ક્યું તો અમે પરિપત્રના માધ્યમે સૌને પહોંચાડવા યોગ્યક્રશું. વર્ષો પૂર્વે (નવા નહિ) મુદ્રિત થયેલ પુસ્તકો-પ્રતો વિતરણના અભાવે જે પ્રકાશક સંસ્થા/સંઘ/ઉપાશ્રયોમાં ઘણી મોટી સંખ્યામાં પડ્યા હોય તેની યોગ્ય વ્યવરથા માટે. (૧) તે સંરથા/સંઘાદિ અમને પુરતકાદિની જાણ કરે (૨) રાજસ્થાનના મહત્વના ક્ષેત્રો તેમજ અમદાવાદના કેટલાક સ્થાનોમાં આવા પુરતક-પ્રતો નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા અમે સંભાળવા તૈયાર છીએ. પરંતુ પૂર્વે અમને જાણ કરીને પછી જ અમુક યોગ્ય સંખ્યામાં જનકલો અમને પહોંચાડવાની રહેશે. (૩) બીજ વિસ્તારમાં કે બીજા સ્થાનોમાં જે કોઇ એક-બે શ્રુતસેવાભાવી મહાત્મા, સંઘ કે શ્રાવક તે તે ક્ષેત્રના સારા જ્ઞાનભંડારોમાં પુસ્તક-wતો મોકલવાની જવાબદારી સ્વીકારી લે તો આ | સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ આવી જાય ક્ષેત્રના સુયોગ્ય જ્ઞાનભંડારોનું લીસ્ટ અમારી પાસે છે. તો આ બાબત અચૂક સહકાર આપવા સૌને અમારી નમ્ર અપીલ છે. હવે પછીના પરિપત્રમાં વધુ વિચારણા જોઇશું..Page Navigation
1 2 3 4 5 6 7 8