Book Title: Aho Shruta gyanam Paripatra 03 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ | || ૐ હ્રીં શ્રીં અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || પુસ્તક સંકલન શાહ બાબુલાલ સરેમલ અહો ! શ્રવજ્ઞાળa. સંવત ૨૦૬૫ આસો સુદ-૫ પ્રભુ શાસનના અણગાર, કલિકાલના શણગાર પૂ. શ્રમણ-શ્રમણી ભગવંત તથા શ્રી સંઘના ચરણોમાં શાહ બબુલાલ અમલ બેડાવાળા ની વંદના. વલભીપુર માં સૌ પ્રથમ આગમ લેખનની શરૂઆત થયા બાદ તાડપત્રીય યુગ, ભોજ પત્ર, તામ્ર પત્ર, હાથવણાટના કાગળ પર હસ્તલેખન યુગ અને ૧૯મી સદીમાં તો યાંત્રિક છાપકામનો યુગ આવ્યો. વિદ્વાન અનેક મહાત્માઓએ શ્રુતભક્તિથી પ્રેરાઇને વિવિધ હસ્તલિખિત ગ્રંથો પરથી સંશોધનો-સંપાદનો કરી કરીને ઘણી મહેનતે જ્ઞાનદ્રવ્ય દ્વારા તે પ્રકાશિત કરાવ્યા... આ છપાયેલા ગ્રંથો આજેય જૂના સમૃધ્ધ જ્ઞાનભંડારોની શોભા બન્યા છે. કમનસીબે જૂના જ્ઞાનભંડાર પ્રાયઃ કરી બંધ જેવા કે અલ્ય ઉપયોગી જ રહે છે. કાળક્રમે રથપાતા નવા જ્ઞાનભંડારો માં તે પુસ્તકો ઉપલબ્ધ થતા નથી, અને પરિણામે કાં ઉધઇ કાં આગ કાં પાણી કે અંતે કાળનો કોળીયો બની ગયા છે. બની રહ્યા છે અને હજી ઉપેક્ષા કરશું તો બની જશે એ નિઃશંક છે. આવા ઘણા ગ્રંથો પુનઃમુદ્રણને ઝંખે છે. અમારી સમજ મુજબ આવા કેટલાક ગ્રંથોનું લીસ્ટ તથા તેના શક્ય ઉપાયો પરિપત્રમાં રજૂ કર્યા છે. - પર્યુષણ પર્વ તેમજ અન્ય પર્વતિથિઓમાં શ્રી સંઘ તેમજ શ્રાવિકા ઉપાશ્રયો માં બારસાસ્ત્ર વિગેરેના ચઢાવાઓ, પ્રતિક્રમણમાં સૂત્રોની ઉછામણીઓ તથા દીક્ષા પ્રસંગોમાં નવકારવાળી, પોથી વિગેરેના ચઢાવાઓ, આ બધા જ પછી ભલે તે મામાં બોલાતા હોય કે રૂપિયામાં પણ જ્ઞાનખાતામાં જ જાય, માતબર સંધોમાં લાખો કરોડો રૂપિયા જ્ઞાનખાતાના વર્ષોના વર્ષોથી વપરાયા વિના જ્ઞાનખાતામાં પડ્યા રહે છે, કે જેના ભાવિ સરકારી નુકશાનો ઘણા છે. ક્યારેક દેવદ્રવ્યમાં જ લઇ જાય છે એમ પણ જોયું છે. શ્રાવિકા ઉપાશ્રયોના વહીવટદારો આ બધી રકમથી મોટે ભાગે પ્રભુજીની આંગી-આભૂષણાદિ બનાવી દ્રવ્ય ઉંચા ખાતામાં વાપચનિો આત્મસંતોષ માને છે. - વારતવમાં ગીતાર્થ ગુરુભગવંતોના શ્રીમુખે અનેકવાર સાંભળ્યું છે કે જે ખાતુ સીદાતુ હોય તે ખાતાનું યોગ્ય દ્રવ્ય તેનાથી ઉપરના એવા પણ ક્ષેત્રમાં વાપરવાથી દોષના ભાગી થવાય છે. શ્રુતજ્ઞાનના ક્ષેત્રે ભાગીરથ કાર્યો કરતી સંસ્થાઓની અરજીઓ દર વર્ષે બહાર પડતી હોય છે. રૂા. નો સંગ્રહ ન ક્રતા સંસ્થાઓને ઉદાર હૃદયે જ્ઞાનદ્રવ્ય આપવું એ આજના કાળની તાકીદની જરૂરિયાત છે.. નાના બજેટવાળા શ્રાવિકા ઉપાશ્રયોના વહીવટદારો વિગેરે પણ જ્ઞાનદ્રવ્યનો શ્રેષ્ઠ સવ્યય કેવી રીતે કરી શકે તે અને જ્ઞાનભંડારો બાબત કરવા યોગ્ય કાર્યની નોંધ હવે પછીના પાનાઓમાં ન પરિપત્રમાં રજુ કરવા ધારીએ છીએ. પ્રાર્થના : જિનશાસનની શ્રુતસેવાની નિર્મળ ભાવનાથી આરંભાયેલા આ શુભકાર્યમાં આપશ્રીના આશિષ સહ યોગ્ય સલાહ-સૂચન અવશ્ય કરશોજી. લી. શ્રી સંઘચરણોપાસક * વાસો કર્દ સર્વ સાધૂનામ્ " શાહ બાબુલાલ સરેમલPage Navigation
1 2 3 4 5 6 7 8