Book Title: Aho Shruta gyanam Paripatra 03
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ હવે, ઉપાય વિચારીએ હું લગભગ દરેક સંઘો પાસે જ્ઞાનખાતાની રકમો બેંકમાં ફીક્સ રૂપે રહેલી હોય જ છે. અમુક મીનીમમ રકમ રાખીને બાકીની બધી જ યોગ્ય ઋતભક્તિના કાર્યમાં ખરચી નાખવી જોઇએ. અન્યથા સરકારનો આડી રાતનો એક જ કાયદો બધી રકમ હડપ કરી જશે ને પછી પસ્તાવાનો વારો આવશે. @ દરેક સંઘ પોતાની શક્તિ અનુસાર, પોતાને જે યોગ્ય જણાય તે ગુરુભગવંતની પ્રેરણl-માર્ગદર્શનથી વર્ષે ફક્ત એક પુસ્તક-પ્રત પણ જો જ્ઞાનખાતામાંથી પુનર્મુદ્રણ કરાવે તો પણ ઘણું કાર્ય થઇ શકે તેમ છે. હ આપણા તપાગચ્છમાં જ પદવીધારી મહાત્માઓ લગભગ 100 થી વધુ છે. તેઓ ફક્ત એક-એક ગ્રંથની પુનર્મુદ્રણની જવાબદારી સ્વીકારી લે તો પણ આ તવારસો ભાવી પેઢીને પહોચાડી શક્કીશું. નાના બજેટવાળા સંઘો શ્રાવિકા ઉપાશ્રયો પોતાની શક્તિ અનુસાર દર વર્ષે એક ગ્રંથની સારા કાગળ પર દસ-વીસ ઝેરોક્ષ કઢાવીને (જે કાર્ય માત્ર ચાર-પાંચ હજારમાં થઇ શકે) સારા વપરાશવાળા જ્ઞાનભંડારોને ભેટ આપે તો પણ ર૫-૩૦ વર્ષ સુધી તેની પ્રાપ્યતા રહે. આ પ્રમાણે ગ્રંથમુદ્રણ - ઝેરોક્ષ વિગેરેમાં પ્રથમ પાના પર ઉપાશ્રયનું નામ, પ્રેરક સાધુ-સાધ્વી, દાતાનું નામ આવે તો બીજાઓને પણ પ્રેરણારૂપ બને. @ આ પ્રમાણે કેટલાક ગ્રંથો સ્કેન - ડી. વી.ડી. ક્રાવી સારા કાગળ પર પ્રીન્ટ કરાવી 10 સારા જ્ઞાનભંડારોને ભેટ મોકલવાનું અમોએ આયોજન કરેલ છે. તો તે બાબત યોગ્ય માર્ગદર્શન આપશો. પુસ્તક-પ્રતો મુદ્રણ કર્યા બાદ લ્હાણી કરવા કરતા પોસ્ટકાર્ડથી તે તે સંઘ / જ્ઞાનભંડારને જણાવ્યા બાદ તેના પ્રત્યુત્તર પછી જ મોકલવાની રાખવી અથવા તો જે સંઘ/જ્ઞાનભંડારમાં વ્યવસ્થિત સાચવવાની જાણકારી હોય ત્યાં જ મોકલવાનું રાખવું જોઇએ. બાકી ઘણા સ્થાને ઉપાશ્રય/ઓફીસમાં ગમે ત્યાં સારી-મોંથી પુસ્તકો રખડતી પણ જોવામાં આવતી હોય છે. પુરતોના મુદ્રણ થયા બાદ યોગ્ય વિતરણ આદિના અભાવે કેટલાક પ્રકાશક સંસ્થા/સંઘો કે ઉપાશ્રયોમાં વધારાની ઘણી નકલો પડી હોય તો અમોને જાણ કરતા હવે પછીના પરિપત્રમાં પ્રકાશિત કરશું. જેથી જરૂરિયાતવાળા તે તે સ્થાનેથી મંગાવી શકે Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રdડાળa / Printed By: BhagyaLaxmi : 98240 19610 પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫, મો : 9426585904 (ઓ) 22132543

Loading...

Page Navigation
1 ... 6 7 8