Book Title: Aho Shruta gyanam Paripatra 02
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ પુસ્તક 2 II શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II સં-૨૦૬૫ ભાદરવા સુદ-૫ અહો ! શ્રુતજ્ઞાનમ્ જિનશાસન શણગાર સર્વે શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણોમાં શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા ની સબહુમાન વંદના. શ્રુત પરિપત્રના પ્રથમ સોપાનને મળેલો જબ્બર પ્રતિસાદ એ અમારા ઉત્સાહનું પ્રેરક ને પૂરક બળ બની રહ્યો છે. આ કાર્ય બાબત અનેક મહાત્માઓના સંપર્કમાં આવતા તેમની જ્ઞાનાભ્યાસ બાબતની અસુવિધાઓ પણ જાણવામાં આવી, જે તેમના જ શબ્દોમાં- "ઘણાં જ્ઞાનભંડારો માંથી જલ્દીથી પુસ્તકો અમને અભ્યાસ માટે મળતા નથી, ક્યાંક વળી તે સ્થાનમાં હોઇએ ત્યાં સુધી જ અભ્યાસ માટે મળે, અન્ય સ્થાને નહિ... તો શું અમારે ગ્રંથ અધૂરા વાંચેલા એમ ને એમ મૂકી દેવા.. કે પછી એક જ સ્થાને સ્થિરવાસ કરી દેવો ! કેટલાક સારા જ્ઞાનભંડારો તો અમુક દિવસથી વધુ પુસ્તકો રાખવા પર શ્રાવક દ્વારા દંડ ભરપાઇ કરાવનારા મળ્યા. વાસ્તવમાં શું આ અમારા શ્રાવકોનો ગેરવર્તાવ ન કહેવાય ? સંસ્કૃતપ્રાકૃતાદિના ગ્રંથો મુખ્યત્વે જ્ઞાનદ્રવ્ય ખાતામાંથી જ છપાય છે.. અને એ પુસ્તકો દરેક જ્ઞાનભંડારને ભેટ રૂપે અપાય છે.. અમે શ્રાવકો તો માત્ર વહીવટદાર છીએ, નહિ કે માલિક. વળી, આ જ્ઞાનભંડારના પુસ્તકો કંઇ માત્ર સંગ્રહ કરવા માટે ભેટ નથી મળતા. પરંતુ પૂજ્ય ગુરુભગવંતોને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે છે, જરૂર વખતે ગ્રંથો કામમાં નહિ આવે તો છેલ્લે ઉધઇને જ ભેટયું ધરવામાં કામ આવશે ! ** સંકલન શાહ બાબુલાલ સરેમલ ઉત્તમ જ્ઞાનભંડાર તો તેને જ કહેવાય કે જે જરૂરી પુસ્તકો-ગ્રંથો છૂટથી આપતા હોય. પુસ્તકો કેટલા અને કેવા છે તેના કરતા પણ દર મહિને ભંડારમાંથી કેટલા ઇશ્યુ થાય છે એ વધુ મહત્વની બાબત છે. હા ! કેટલેક સ્થાને પુસ્તકો પાછા ન આવવા ઇત્યાદિ ફરીયાદો હોય છે, એ કારણ હોય તો પણ તેવા અલભ્ય પુસ્તકો માટે જ નીતિ-નિયમો કરાય, પણ દરેકે દરેક પુસ્તકો માટે નહિ.. એમ દરેકે દરેક મહાત્માઓને પણ એક જ દ્રષ્ટિથી જોવાય તે પણ અમારી શ્રાવક પણાની મર્યાદાએ કેટલું ઉચિત ગણાય ? તે નિખાલસ ભાવે વિચારવું રહ્યું પ્રાર્થના : જિનશાસન સેવાની નિઃસ્વાર્થ ભાવનાથી પ્રારંભાયેલ આ કાર્યમાં આશીર્વાદ સાથે યોગ્ય સૂચનો પણ જણાવી ઉપકૃત કરશો. .. दासोsहं सर्व साधूनाम् ' શ્રી સંઘ ચરણરજ શાહ બાબુલાલ સરેમલ ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8