Book Title: Aho Shruta gyanam Paripatra 02
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ વ્યથાને મળી વાચા પરિપત્ર બાબત ઘણા મહાત્માઓના અનુમોદના સભર પત્રો આવે છે. મહાત્માઓ પ્રશંસાના શબ્દો લખે છે. પણ વાસ્તવમાં સંસારમાં ગળાડૂબ અમારી કોઇ જ યોગ્યતા નથી જે કાંઇ પણ છે તે એક માત્ર પ્રભુ અને ગુરુદેવોની કૃપા જ છે. આપ માત્ર અમોને આશીર્વાદ અને કાર્યની દિશાના સૂચન કરો જેથી અમે તન-મન-ધનથી શાસનની સેવા બજાવી શકીએ. આ સાથે મહાત્માઓના પત્રના અંશ રજૂ કરીએ છીએ, તેની પાછળનો આશય એજ કે જિનશાસનની આવી કેટલીક ગેરવ્યવસ્થાઓની વ્યથા દરેક પૂજ્યશ્રીઓના અંતરમાં છે.પણ યોગ્ય સંકલન કાર્ય ક્ષેત્રના અભાવે કંઇ થઇ શક્યું નથી. જિનશાસનના કોમન પ્રશ્નો બાબત જો સહુ કોઇ સહાયતા કરે તો શાસન વિશ્વમાં વધુ ઝળહળી ઉઠે. " તમારી વેદના અને વ્યથા વ્યાજબી છે.સંકલના અભાવે સર્જાઇ રહેલી ગેરવ્યવસ્થા દૂર કરવા તમે જે સૂચનો કર્યા છે એ યોગ્ય જ છે.” પૂ. આ.વિજય હેમચંદ્રસૂરિજી | સુંદર સ્તુત્ય પ્રયાસ કર્યો છે. " દુનિયા મુઠ્ઠી મેં" ની વાત ચરિતાર્થ કરી, આવડી મોટી દુનિયામાં શ્રુતોપાસના કોણ શું કરી રહ્યા છે શક્ય તમામમાહિતી ભેગી કરીને નવો જ અભિગમ અપનાવ્યો છે. પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી " અહો શ્રુતજ્ઞાનમ્ " પરિપત્ર નં-૧ મળ્યો ખૂબ સરસ છે. ગમી ગયો છે. Coming soon જેવી કોલમ બનાવીને નવા છપાતા ગ્રંથોની યાદિ આવે તો ઉપયોગી થાય. પૂ.આ.શ્રી જયસુંદરસૂરિજી " એક શાસ્ત્રનું પુનઃમુદ્રણાદિ કાર્યર/૩ સ્થાનેથી થયા એવા દાખલા જાણ્યા ખરેખર આમ થવાથી સમય, શક્તિ, સંપતિનો વાસ્તવિક ઉપયોગ થયો ન ગણાય, આ બાબત સંકલન યોગ્ય છે તમો જે પ્રયાસ કરી રહ્યા છો તે આવશ્યક અને ઉપકારક છે.” આ.વિ.કલાપૂર્ણસૂરિજી ના શિષ્ય આ.કલાપ્રભસૂરિજી ગ્રંથના સંપાદન કાર્યો બેવડાય નહીં એ માટે તમારો પ્રયાસ અનુમોદનીય છે. અભ્યાસીઓને ગ્રંથ પહોંચાડવાની તમારી તમન્નાની અનુમોદના.આ.મુનિચંદ્રસૂરિજી "તમે પુસ્તક પ્રકાશન અંગે હૃદયની વેદના જણાવી તે હકીકત સત્ય છે બધા જ અરસ પરસ મળીને સંકલન કરે તો પુસ્તકો ઘણાં પ્રગટ થઇ શકે અને ડબલ પ્રકાશન ન થાય.” પં. વજસેનવિજયજી " જ્ઞાનના ક્ષેત્રે એક કોમન પ્લેટફોર્મ ઉભું થાય એ જરૂરી છે. આ ક્ષેત્રમાં રસ લેનારા શ્રાવકો ઓછા છે, મોટા ભાગના સંઘોમાં જ્ઞાનખાતાનું દ્રવ્ય વપરાયા વિના પડ્યું રહે છે એ બાબતે જાગૃતિ આણવી જરૂરી છે.” પૂ.વૈરાગ્યરતિવિજયજી Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળ Printed by:-Bhgyalaxmi 98240 19610 પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543

Loading...

Page Navigation
1 ... 6 7 8