Book Title: Aho Shruta gyanam Paripatra 02
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523302/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 2 II શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II સં-૨૦૬૫ ભાદરવા સુદ-૫ અહો ! શ્રુતજ્ઞાનમ્ જિનશાસન શણગાર સર્વે શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણોમાં શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા ની સબહુમાન વંદના. શ્રુત પરિપત્રના પ્રથમ સોપાનને મળેલો જબ્બર પ્રતિસાદ એ અમારા ઉત્સાહનું પ્રેરક ને પૂરક બળ બની રહ્યો છે. આ કાર્ય બાબત અનેક મહાત્માઓના સંપર્કમાં આવતા તેમની જ્ઞાનાભ્યાસ બાબતની અસુવિધાઓ પણ જાણવામાં આવી, જે તેમના જ શબ્દોમાં- "ઘણાં જ્ઞાનભંડારો માંથી જલ્દીથી પુસ્તકો અમને અભ્યાસ માટે મળતા નથી, ક્યાંક વળી તે સ્થાનમાં હોઇએ ત્યાં સુધી જ અભ્યાસ માટે મળે, અન્ય સ્થાને નહિ... તો શું અમારે ગ્રંથ અધૂરા વાંચેલા એમ ને એમ મૂકી દેવા.. કે પછી એક જ સ્થાને સ્થિરવાસ કરી દેવો ! કેટલાક સારા જ્ઞાનભંડારો તો અમુક દિવસથી વધુ પુસ્તકો રાખવા પર શ્રાવક દ્વારા દંડ ભરપાઇ કરાવનારા મળ્યા. વાસ્તવમાં શું આ અમારા શ્રાવકોનો ગેરવર્તાવ ન કહેવાય ? સંસ્કૃતપ્રાકૃતાદિના ગ્રંથો મુખ્યત્વે જ્ઞાનદ્રવ્ય ખાતામાંથી જ છપાય છે.. અને એ પુસ્તકો દરેક જ્ઞાનભંડારને ભેટ રૂપે અપાય છે.. અમે શ્રાવકો તો માત્ર વહીવટદાર છીએ, નહિ કે માલિક. વળી, આ જ્ઞાનભંડારના પુસ્તકો કંઇ માત્ર સંગ્રહ કરવા માટે ભેટ નથી મળતા. પરંતુ પૂજ્ય ગુરુભગવંતોને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે છે, જરૂર વખતે ગ્રંથો કામમાં નહિ આવે તો છેલ્લે ઉધઇને જ ભેટયું ધરવામાં કામ આવશે ! ** સંકલન શાહ બાબુલાલ સરેમલ ઉત્તમ જ્ઞાનભંડાર તો તેને જ કહેવાય કે જે જરૂરી પુસ્તકો-ગ્રંથો છૂટથી આપતા હોય. પુસ્તકો કેટલા અને કેવા છે તેના કરતા પણ દર મહિને ભંડારમાંથી કેટલા ઇશ્યુ થાય છે એ વધુ મહત્વની બાબત છે. હા ! કેટલેક સ્થાને પુસ્તકો પાછા ન આવવા ઇત્યાદિ ફરીયાદો હોય છે, એ કારણ હોય તો પણ તેવા અલભ્ય પુસ્તકો માટે જ નીતિ-નિયમો કરાય, પણ દરેકે દરેક પુસ્તકો માટે નહિ.. એમ દરેકે દરેક મહાત્માઓને પણ એક જ દ્રષ્ટિથી જોવાય તે પણ અમારી શ્રાવક પણાની મર્યાદાએ કેટલું ઉચિત ગણાય ? તે નિખાલસ ભાવે વિચારવું રહ્યું પ્રાર્થના : જિનશાસન સેવાની નિઃસ્વાર્થ ભાવનાથી પ્રારંભાયેલ આ કાર્યમાં આશીર્વાદ સાથે યોગ્ય સૂચનો પણ જણાવી ઉપકૃત કરશો. .. दासोsहं सर्व साधूनाम् ' શ્રી સંઘ ચરણરજ શાહ બાબુલાલ સરેમલ ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ | સંવત ૨૦૬૪-૬૫ દરમ્યાન નવા પ્રકાશિત ગ્રંથો પ્રકાશિત ગ્રંથ | કર્તા/ટીકા/સંપાદક | અનુ.પૂર્વ પ્રકાશન | ભાષા | પ્રકાશક નાટ્ય સાહિત્ય માલા ભા-૧ (નાટ્ય દર્પણ) | શ્રીમદ્ રામચંદ્રાચાર્ય તારવી નાન્દી | સં/ગુજ. પૂ.યોગતિલકસૂરિજી નાટ્ય સાહિત્ય માલા ભા-૨ -વિબુધાનંદ | શ્રી શીલાંકસૂરિજી પ્રેરિત વીર શાસનમ્ સત્ય હરિશચંદ્ર નાટકમ શ્રી રામચંદ્રસૂરિજી કૌમુદીમિત્રાનન્દમ્ નલવિલાસ નાટકમ્ નિર્ભયભીમવ્યાયોગ નાટ્ય સાહિત્ય માલા ભા-૩ રઘુવિકાસ નાટકમ્ મહેન્દ્ર દવે રઘુ વિકાસ નાટકોદ્વારા મલ્લિકામકરન્દ પ્રકરણમ્ આર.પી.મહેતા ચંદ્રલેખાવિજય પ્રકરણ પૂ. દેવચંદ્ર ગણિવર નિરંજન પટેલ નાટ્ય સાહિત્ય માલા ભા-૪ મુર્તિકુમુદચંદ્ર પ્રકરણમ્ | શ્રી યશચંદ્ર વિભુતિ ભટ્ટ રાજીમતિ પ્રબોધઃ રાજેન્દ્ર નાણાવટી મોહરાજ પરાજયમ્ શ્રી યશપાલ મંત્રી મૃદુલા જાની પ્રબુધ્ધ રોહિણેયમ્ પૂ.રામભદ્રમુની પૂ. શીલચંદ્રસૂરિજી નાટ્ય સાહિત્ય માલા ભા-૫ કરુણા વજાયુધમ્ પૂ.બાલચંદ્રસૂરિજી નારાયણ ગોસાઇ શંખપરા ભવ્યાયોગ શ્રી હરિહર કમલેશ ચોકસી હમ્મીર મદમર્દનમ્ પૂ.જયસિંહસૂરિજી નારાયણ કંસારા ધમળ્યુદયમ્ પૂ. મેઘપ્રભસૂરિજી મૃદુલા જાની મન્મથમનનમ્ પૂ. મલયચંદ્રસૂરિજી મૃદુલા જાની શમામૃતમ્ અજ્ઞાત પ્રશમરતિવિજયજી પ્રીત કીયે દુઃખ હોય પૂ. ભદ્રગુપ્તસૂરિજી |વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ હિંદી મહાવીર જૈન આરા. કેન્દ્ર હૃદય કમલ મેં ધ્યાન ધરત હું ( પૂર્વ પ્રકાશન ) પાંપણે બાંધ્યું પાણિયારુ લય-વિલય-પ્રલય અનુભવ રસ પ્યાલા એક રાત અનેક વાત કલિકાલ સર્વજ્ઞા યહી હૈ જીંદગી જીંદગી ઇતિહાન લેતી હૈ માયાવી રાણી વિચાર પંખી સમરાદિત્ય મહાકથા ભાગ-૧ |પૂ. ભદ્રગુપ્તસૂરિજી સમરાદિત્ય મહાકથા ભાગ-૨ સમરાદિત્ય મહાકથા ભાગ-૩ જૈન રામાયણ ભાગ-૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ કમ 7. IEEI સંવત ૨૦૬૪-૬૫ દરમ્યાન નવા પ્રકાશિત ગ્રંથો પ્રકાશિત ગ્રંથ કર્તા/ટીકા અનુવાદક | ભાષા પ્રકાશક ૩૬| જૈન રામાયણ ભાગ-૨ પૂ. ભદ્રગુપ્તસૂરિજી ગુજ. |મહાવીર જૈન આરા. કેન્દ્ર ૩૦ | પૂર્વ ભવ: ભા-૧ પૂ. ધર્મતિલકવિજયજી | શ્રી કાંતિવિજયજી ગણિ ૩૮ | પૂર્વ ભવઃ ભા-૨ પૂ. ધર્મતિલકવિજયજી જૈન ગ્રંથ માલા બત્રીસીના સથવારે કલ્યાણની પગથારે ભા-૨ | પૂ. અભયશેખરસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ | બત્રીસીના સથવારે કલ્યાણની પગથારે ભા-૩ ૨નાકર પંચવિશિકા પૂ. હિતરત્નવિજયજી કુસુમ-અમૃત ટ્રસ્ટ ધર્મ તીર્થ-૨ પૂ.યુગભૂષણસૂરિજી ગીતાર્થ ગંગા સમ્યકત્વ પ્રકરણ પૂ. પુણ્યકીર્તિવિજયજી/તીલકાચાર્ય પા.-ગુજ. | સન્માર્ગ પ્રકાશન ધર્મોપદેશ કાવ્ય પૂ.પુણ્યકીર્તિવિજયજી/લક્ષ્મીવલ્લભગણિ ગુજ. ભાવ પ્રતિક્રમણ કા તાલા ખોલો | પૂ.પુણ્યકીર્તિવિજયજી કુષ્માપુરા ચરિત્રમ્ સા. ચંદનબાલાશ્રીજી પ્રા/સં/હિં/ગુ/ ભદ્રંકર પ્રકાશન અનુસંધાન (૪૮-૪૯) પૂ. શીલચંદ્રસૂરિજી | શ્રી નેમિસૂરિજી નંદનવન કલ્પતરુ (૨૨) જૈન સ્વાધ્યાય મંદિર કથા હું કહું શત્રુંજય નામની | પૂ. અજીતશેખરસૂરિજી અહંમ પ્રકાશન (શ્રાધ્ધવિધી પ્રકરણ અંતર્ગત કથા)| ભીતર ઉમટ્યો ઉજાસ (ઉદયનરાજર્ષિ ચરિત્ર) હોઠે હાસ્ય હૈયે માંગલ્ય (બોધપ્રદરમુજો) ધરિએ સમકિતરંગ (સમકિત ૬૬ બોલ સર્જાય) શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર પૂ. ચંદ્રગુપ્તસૂરિજી અનેકાંત પ્રકાશન ભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ | પૂ.વજસેનવિજયજી ભદ્રંકર પ્રકાશન ૫૫| જૈન ધર્મવર સ્તોત્ર ગોધિલિકાW | પૂ. વજસેનવિજયજી લોગસ્સ સૂત્ર સ્વાધ્યાય અમૃતલાલ કાલીદાસ ગુજ. શ્રુત રત્નાકર ગુજ. પૂર્વ પરિપત્રમાં નૂતન વર્ષના પ્રકાશિત પર પ્રતો અને ૮૮ પુસ્તકોની યાદી આપશ્રીને મોકલાવેલ તેમાં જે રહી ગયા હતા તે ઉપર મુજબ પ્રકાશિત કરીએ છીએ. | આગામી પરિપત્રમાં શું નિહાળશો ? હવે પછીના પરિપત્રોમાં. (૧) સંશોધન-સંપાદન કરવા યોગ્ય ગ્રંથો (૨) પુનર્મુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો (૩) ઉત્તમજ્ઞાનભંડારોની યાદી જેઓ ઉદારતાપૂર્વક પૂજ્યોને ગ્રંથો અભ્યાસ માટે આપતા હોય, આ બાબતમાં અમારુ જ્ઞાન બહુ ટૂંકુ હોવાથી જો વિદ્વાન મહાત્માઓ અમને આ બાબત માહિતિ મોકલશે તો અમે સાભાર રજૂ કરવા યોગ્ય કરીશું. આપ જ્યાં બિરાજમાન છો ત્યાંના તેમજ અન્ય ક્ષેત્રની પણ સારા ઉદારવૃતિના જ્ઞાનભંડારની માહિતી આપની પાસે હોય તો અમોને જાણ કરવા અનુગ્રહ કરશોજી. Page #4 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીપુત્રોને વંદના યોગ્ય સંકલનના અભાવે સંશોધન-સંપાદન કરનાર મહાત્માઓમાં એકના એક ગ્રંથો પર કામ થવાથી થતા સમય-શક્તિ અને જ્ઞાનદ્રવ્યના વ્યયની જે વાત અમે પૂર્વ પરિપત્રમાં રજૂ કરેલ, તે બાબત મહાત્માઓએ ખૂબ સહૃદયતાથી અનુમોદનાઆશીષ ને સૂચન પૂર્વક જે માહિતિ મોકલી છે તે અત્રે રજૂ કરીએ છીએ. જે જે ગ્રંથો પર સંશોધન-સંપાદન કાર્ય હાલમાં ચાલુ છે તે નીચે મુજબ છે. વૈરાગ્યદેશનાદક્ષ આ.વિ.હેમચંદ્રસૂરિજી તથા આ. કલ્યાણબોધિસૂરિજી મ.સા. દ્વારા શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દિ નિમિત્તે સંશોધન-સંપાદન-નૂતન સર્જન ૧ જીરાવલીયમ કાવ્ય શ્રી જીરાવલા તીર્થ અથ થી આજ તક ૨ જીરાવલા જુહારીએ શ્રી જીરાવલા ગીતગુંજન ૩ આર્ષોપનિષદ્ -૧ શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૪ આર્ષોપનિષદ્ -૨ (ઇસિભાસિયાઇ) આગમસૂત્ર ૫ આર્ષોપનિષદ્ -૩ સંસ્કૃત ટીકા ભા-૧-૨-૩ સંપૂર્ણ ૬ તત્વોપનિષદ્ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ષષ્ઠી દ્વાચિંશિકા સં-હિંદી ટીકા ૦ તત્વોપનિષદ્ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ષષ્ઠી દ્વાચિંશિકા સં-અંગ્રેજી ટીકા ૮ વાદોપનિષદ્ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત અષ્ટમી દ્વાચિંશિકા સં-હિ ટીકા ૯ શિક્ષોપનિષદ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત અષ્ટાદશીદ્વાચિંશિકા સં-ગુજ ટીકા ૧૦ સ્તવોપનિષદ્ર શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિકૃત/ક. સ. હેમચંદ્રાચાર્ય કૃત અદ્ભુત સ્તુતિના રહસ્ય સં-ગુજ. ૧૧ લોકોપનિષદ્ શ્રી હરિભદ્રકૃત લોકતત્વનિર્ણય ગ્રંથ સંસ્કૃત ટીકા ભા-૧ ૧૨ હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રકૃત સ્વોપજ્ઞ અવચૂરિ હિંસાષ્ટક ગ્રંથ ગુજ.ટીકા ૧૩ અહિંસોપનિષદ્ અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ ક્ષી હરિભદ્રસૂરિકૃત) નાનાચિત્ત પ્રકરણ સંસ્કૃત-સાનુવાદ ટીકા ૧૪ સ્તોત્રોપનિષદ્ શ્રી વજસ્વામીકૃત શ્રી ગૌતમસ્વામિનું સ્તોત્ર સચિત્રસાનુવાદ ૧૫ સામ્યોપનિષદ્ ઉપા.શ્રીયશોવિજયજીકૃત સમાધિસામ્ય દ્વાચિંશિકા અનુવાદ ૧૬ દેવધર્મોપનિષદ ઉપા.શ્રીયશોવિજયજીકૃત દેવધર્મ પરિક્ષા ગ્રંથ ગુર્જર ટીકા ૧૦ પરમોપનિષદ્ ઉપા.શ્રીયશોવિજયજીકૃત પરમજ્યોતિ પંચવિંશિકા તથા પરમાત્મપંચવિંશિકા અજ્ઞાતકર્તક પરમસુખ દ્વાચિંશિકા ગુ. ટીકા ૧૮ સત્વોપનિષદ્ પ્રાચીન પરમર્ષિકૃત યોગસાર પ્રક.ચતુર્થ પ્રકાશવૃતિ સાનુવાદ ૧૯ ધર્માચાર્ય કુલકમ શ્રીરત્નસિંહકૃત ધર્માચાર્યબહુમાનકુલકવિસ્તૃત ટીકા-સાનુ. ૨૦ વિશેષશતક શ્રી સમયસુંદરમણિકૃત વિશેષશતક ગ્રંથ ભાવાનુવાદ ૨૧ કર્મોપનિષદ્ આ.શ્રી પ્રેમસૂરિજીકૃત કર્મસિદ્ધિ ગ્રંથનો ગુર્જર ભાવાનુવાદ ૨૨ શમોપનિષદ ષોડશભાવનાત્મક નવનિર્મિત સપ્તક પ્રકરણ ૨૩ ધર્મોપનિષદ વેદથી બાઇબલ સુધીના ધર્મ શાસ્ત્રોના રહસ્યો હિંદી અનુ. ૨૪ ધર્મોપનિષદ્ વેદથી બાઇબલ સુધીના ધર્મ શાસ્ત્રોના રહસ્યો અંગ્રેજી અનુ. ૨૫ આત્મોપનિષદ્ર-૧ શ્રી ઉદયનાચાર્યકૃત આત્મવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા ૨૬ દર્શનોપનિષદ્ શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જર ટીકા Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વૈરાગ્યોપનિષદ્ શ્રીહરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટકનો ગુ.ભાવાનુવાદ ૨૮ સૂક્તોપનિષદ્ પરદર્શનીય અભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ ૨૯ વેદોપનિષદ્ શ્રીસિદ્ધસેનદિવાકરકૃત નવમી વેદવાદદ્વાચિંશિકાસે. ટીકા સાનુ. ૩૦ સમતામહોદધિ સમતાસાગર.પદ્મવિજયજી મ.નું સં.કાવ્યમયચરિત્ર-સાનુવાદ પૂ.આ. વિ. ગુણરત્નસૂરિશ્વરજી (શ્રી ભુવનભાનુસૂરિ સમુદાય) પ્રાકૃત વ્યાકરણ અંગ્રેજીમાં દરેક ઉદાહરણની સાધનિકા સહિત ખવગસેઢી ગુજરાતી (ભાષાંતર સહિત) ઉદય સ્વામિત્વ આ.વિ.ગુણરત્નસૂરિજી લિખિત સ્વતંત્ર ગ્રંથ દેશોપશમના આ.વિ.ગુણરત્નસૂરિજી લિખિત આ.શ્રી સૂર્યોદયસૂરિજી આ.રાજરત્નસૂરિજી (શ્રી ધર્મસૂરિજી સમુદાય) પંચમકર્મગ્રંથ (વિવેચન સહિત). ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ (સવિવેચન) સુમંગલા ટીકા (ગુર્જરભાવાનુવાદ સહ) | આ.વિ. મુનિચંદ્રસૂરિજી (બાપજી મ.કારસૂરિ સમુદાય) - વ્યવહાર સૂત્ર (નિર્યુક્તિ-ભાષ્ય અને આ.મલયગિરિકૃત ટીકા) પુણ્યાક્યુદય કથા સુમતિસંભવ કાવ્ય - આ.વિ.શીલચંદ્રસૂરિજી (પૂ. નેમિસૂરિજી સમુદાય) કલ્પચૂર્ણિ અથવા બૃહક્કલ્પચૂર્ણિ ભાગ-૨ સિધ્ધહેમશબ્દાનુ શાસન ઢુંઢીકા ભાગ-૨ (પ્રેસમાં) જૈન તર્કભાષા સટીક (પ્રેસમાં) આ. શ્રી જગદ્ગદ્રસૂરિજી મ.સા. ( ડહેલાવાળા) કૂપૂત્ર ચરિત્ર અઢાર પાપસ્થાનક સજ્જાયા નેમિનિસ્તુત્યષ્ટક સિદ્ધહેમશબ્દાનુ શાસન-લgવૃત્તિ અવચૂરિ(જિતેન્દ્રવિજય કૃત) સરસ્વતી અષ્ટક (સટીક) સંશોધના આ.વિ. અજીતશેખરસૂરિજી-પં.વિમલબોધિ વિજયજી (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) કુવલયમાળા પ્રાકૃત સંસ્કૃત છાયા સહિત ધર્મસંગ્રહણી સટીક સાનુવાદ ભા-૧,૨ નંદીસૂત્ર મલયગિરિ ટીકા પ્રારંભિક ન્યાયના વિષમપદના ભાષાંતર વિશેષાવશ્યક ભાષ્ય-કોયાચાર્ય ટીકા (સંશોધન-સંપાદન) અષ્ટાબ્દિકાપ્રવચન (હિન્દી) પર્યુષણના ચોથા થી આઠમા દિવસના પ્રવચનો (હિન્દી) પં. મુક્તિચંદ્ર વિજયજી / પં. મુનિચંદ્ર વિજયજી (પૂ.કલાપૂર્ણસૂરિજી સમુદાય) ૧ સંવેગરંગશાળા પ્રાકૃતની સંસ્કૃત છાયા S Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. રત્નાકરસૂરિજી ના શિષ્ય રત્નત્રય વિજયજી ૧ સિદ્ધહેમશબ્દાનુશાસન અવસૂરિ પં. બોધિરત્નવિજયજીના શિષ્ય પૂ.ધર્મરત્નવિજયજી (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) ૧ ઓધનિયુક્તિ બૃહદ્ ભાષ્ય ૨ પંચાશક પ્રકરણ લધુટીકા- આ.યશોભદ્રસૂરિ ૩ સ્થાનાંગસૂત્ર દિપિકા ભાગ-૨ - પૂ. નગર્ષિમુનિ શ્રી વૈરાગ્યરતિ વિજયજી (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) ૧ પ્રાચીન હસ્તપત્રોને આધારે 'પ્રશમરતિ પ્રકરણ ' સટીકનું સંશોધના સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી ના સંશોધન-સંપાદનો યુક્ત ગ્રંથો જયંતીચરિત્ર(ગર્ભિતા) પૂ. આ.માનતુંગસૂરિકૃત વૃતિ મેરુપ્રભાચાર્ય વિવેકમંજરી આસડકવિકૃત વૃતિ આ.બાલચંદ્રસૂરિજી. ઉત્તરાધ્યયન દીપિકાવૃતિ વિવિધપક્ષીય જયકીર્તિવિજયજી ૪ ઉપદેશમાલાકણિકાવૃતિ અપ્રગટ ગ્રંથ-હસ્તપ્રતોને આધારે રચિત દષિદત્તા ચરિયં કર્તા ગુણપાલમુનિ તાડપત્રીય ઉપરથી લિવ્યંતર ૬ જંબૂચરિયં સિંધી ગ્રંથમાલાના નુતન સંપાદન કર્તા ગુણપાલમુનિ પ્રકાશન પાતંજલયોગસૂત્રાણિ રાજમાતૈડવૃતિ સહ ઉપા.યશોવિજયજીની ટીપ્પણ રૂપ વ્યાખ્યા સાથે શબ્દશઃ વિવેચન - પ્રવીણભાઇ મોતા મુનિ આર્યરક્ષિત વિજયજી (શિષ્ય પં.ચંદ્રશેખરજી) આવશ્યક સૂત્ર હરિભદ્રીય વૃતિ ભાષાંતર સા.મહાયશાશ્રીજી (પૂ. ઓમકારસૂરિજી સમુદાય) ચૈત્યવંદન ચોવીશીની ટીકા સા. હેમગુણાશ્રીજી - સા. દિવ્યગુણાશ્રીજી (પૂ. ઓમકારસૂરિજી સમુદાય) શ્રેણિક ચરિત્ર (દ્રયાશ્રય કાવ્ય) ' પૂ.પૂણ્યકીતિવિજયજી (આ.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) હિતાવરણ પ્રકરણ ઉપા.સકલચંદ્રવિજયજીની અપ્રગટ ટીકા શ્રાધ્ધવિધિ પ્રકરણ વિનિશ્ચય પૂ.હર્ષભૂષણસૂરિજીની અપ્રગટ ટીકા મુનિ દિવ્યરત્નવિજયજી નિશીલ સૂત્ર સહચૂર્ણ - સંશોધન ૨ અહો ! અહો! થઇ જાય એવી આ યાદી જોઇ અંતરમન ઝુમી જાય છે. અમારો આ પ્રથમ પ્રયત્ન હોઇ શક્ય છે કે હજી ઘણાં મહાત્માઓના કાર્યો અમને ન પણ મળી શક્યા હોય, તો સૌને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ જે મહાત્માઓને પોતાના કાર્યની વિગત મોકલવી બાકી હોય તેઓ જરૂરથી મોકલાવી શકે, જે પછીના પરિપત્રમાં સમાવી લઇશું તા.કઃ સંશોધન-સંપાદનના ગ્રંથો બાબત જેને કોઇ વિશેષ માહિતિ જોઇતી હોય, તેઓ તે તે પૂજ્યશ્રી સાથે સીધો સંપર્ક કરી શકે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ હવે, ઉપાય વિચારીએ ગત પરિપત્રમાં "સંઘોમાં જે બીનજરૂરી પુસ્તકો ઉઘરાવવાની પ્રવૃતિ શરૂ થઇ છે, તેમાં ગુજરાતી વાંચનોપયોગી સારા પુસ્તકો પણ ઘણાં આવે છે તેનો શું ઉપાય કરવો ? અમે જે વિચાર રજૂ કરેલ તે બાબત ઘણાં માર્ગદર્શક પત્રો મળ્યા છે. જેમ કે "જિનશાસનનું માત્ર પ્રીન્ટીંગનો દર વર્ષનો ખર્ચ ૫૦ કરોડથી અધિકનો છે (આ આંકડો આંખ ઉઘાડી નાખે તેવો છે) અતિ આકર્ષક,ક્યારેય કોઇની ન બની હોય તેવી પત્રિકાઓ બનાવવાની જાણે હોડ ચાલી છે. વાસ્તવમાં (૧) જે સદ્ઘાંચન યુક્ત હોય અથવા (૨) જે દીર્ઘકાલીન વિશિષ્ટ શ્રુતરક્ષા-સંવર્ધનના કાર્યો થાય છે તે સાર્થક વ્યય થયો ગણાય, બાકી, શાસન પ્રભાવના જેવા સારા આશયથી થતા કાર્યો પણ શું વાસ્તવિક રીતે શાસનની પ્રભાવનાની કોટિમાં આવે છે કે કેમ? તે બહુ વિચારણા માંગી લે તેમ છે.” બીજા એક મહાત્મા લખે છે " અત્યભોપયોગી સ્તવન-સજ્જાયાદિના પુસ્તકો વિગેરેમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ થતો હોય તો એ ઉચિત ગણી શકાય ખરું ? જ્ઞાદ્રવ્યના ઉપયોગનું એક નિયમિત બંધારણ હોવું ન ઘટે?.. ઇત્યાદિ ” મહાત્માઓ પોતાની વ્યથા ઠાલવે છે. પરંતુ આ સકળ સંઘને લગતી બાબતો છે. સંઘ ખરેખર શ્રમણપ્રધાન છે. પ્રભાવક શ્રમણો જો આ બાબત જાગૃત થાય અને સંઘને તે તે પ્રકારે પ્રેરે તો જ આ શક્ય બને. કેટલાકનું સૂચન એમ હતું કે શ્રાવકના ઘરોમાં છાપા, ટી.વી., ચેનલ, ઇન્ટરનેટના અનહદ નિમિત્તો છે, જેમાંથી હિંસા-વ્યભિચાર અને આતંકવાદ સિવાય કંઇ શિખવા મળતું નથી. શ્રાવકને ઘરે થોડા સારા ધાર્મિક પુસ્તકો, ભલે ન વંચાતા હોય, તો પણ, રાખવા જોઇએ કે જે ગમે ત્યારે શાંતિ-સમાધિ-ધર્મનું કારણ બને. સારા પુસ્તકોનો સદુપયોગ નીચે પ્રમાણે થઇ શકે. (૧) સ્તવન-પૂજાસંગ્રહ વિગેરેના પુસ્તકો નાના નાના ગામડાઓના દેરાસરમાં મૂકાય તો ત્યાં તેનો ઉપયોગ થાય. (૨) વિહારના દરેક સ્થાનોમાં પાંચ-પચ્ચીસ પુસ્તકો હોવા જ જોઇએ. જેથી આવતા-જતાં સાધુ ભગવંતો તેનો લાભ લે. (૩) દરેક તીર્થની ધર્મશાળાઓમાં રૂમદીઠ ૨-૩ પુસ્તકો રાખવા જોઇએ. તીર્થયાત્રા કરવા આવેલ ને ક્યારેક સાચે જ તીર્થયાત્રા ફળી જાય ! (૪) હોસ્પીટલોમાં દરેક રૂમે તેમજ જનરલ વોર્ડમાં માર્ગાનુસારીના સદ્વિચારના જનરલ પુસ્તકો રાખવા-પહોંચાડવા, જેથી દર્દી તેમજ મળવા આવનાર સગાઓને સદ્ઘાંચન મળે. (૫) અનાથાશ્રમ, ઘરડાઘર વિગેરેમાં આવા પુસ્તકો પહોંચાડવા. (૬) મોટી મોટી લાયબ્રેરીઓમાં આપણા મહાત્માઓના પુસ્તકો જતા નથી તો ત્યાં પહોંચાડવા જોઇએ. પૂજ્ય ગુરુભગવંતો પ્રેરણા કરીને તીર્થયાત્રાએ જતા શ્રાવકો ને પચ્ચીસ-પચ્ચાસ પુસ્તકો આપીને વચ્ચેના સર્વ સ્થાનમાં પહોંચાડવાનું કાર્ય કરાવી દે તો શ્રેષ્ઠ ઉપયોગી થઇ શકે. જો કોઇ સંઘ અથવા સંસ્થા પાસે આવા પુસ્તકો વધારાના પડ્યા હોય તો અમને માત્ર જણાવે (પુસ્તકો મોકલે નહિ) તથા જેઓને આ રીતે કાર્ય માટે પુસ્તકોની જરૂરિયાત હોય તો તેઓ પણ જણાવે. અમે યથાયોગ્ય બંનેનો સંપર્ક કરાવી આપશું. અમારી પાસે પણ આવા ઘણા પુસ્તકોનો સંગ્રહ થયો છે તો તેના શ્રેષ્ઠ સદુપયોગ માટે આ પુસ્તકો મંગાવી અમને ઉપકૃત કરશો. "જાણતા અજાણતા કોઇનું પણ મન દુઃખ થયું હોય તો મન વચન કાયાથી 'મિચ્છામી દુક્કડમ્ " માગું છું” Page #8 -------------------------------------------------------------------------- ________________ વ્યથાને મળી વાચા પરિપત્ર બાબત ઘણા મહાત્માઓના અનુમોદના સભર પત્રો આવે છે. મહાત્માઓ પ્રશંસાના શબ્દો લખે છે. પણ વાસ્તવમાં સંસારમાં ગળાડૂબ અમારી કોઇ જ યોગ્યતા નથી જે કાંઇ પણ છે તે એક માત્ર પ્રભુ અને ગુરુદેવોની કૃપા જ છે. આપ માત્ર અમોને આશીર્વાદ અને કાર્યની દિશાના સૂચન કરો જેથી અમે તન-મન-ધનથી શાસનની સેવા બજાવી શકીએ. આ સાથે મહાત્માઓના પત્રના અંશ રજૂ કરીએ છીએ, તેની પાછળનો આશય એજ કે જિનશાસનની આવી કેટલીક ગેરવ્યવસ્થાઓની વ્યથા દરેક પૂજ્યશ્રીઓના અંતરમાં છે.પણ યોગ્ય સંકલન કાર્ય ક્ષેત્રના અભાવે કંઇ થઇ શક્યું નથી. જિનશાસનના કોમન પ્રશ્નો બાબત જો સહુ કોઇ સહાયતા કરે તો શાસન વિશ્વમાં વધુ ઝળહળી ઉઠે. " તમારી વેદના અને વ્યથા વ્યાજબી છે.સંકલના અભાવે સર્જાઇ રહેલી ગેરવ્યવસ્થા દૂર કરવા તમે જે સૂચનો કર્યા છે એ યોગ્ય જ છે.” પૂ. આ.વિજય હેમચંદ્રસૂરિજી | સુંદર સ્તુત્ય પ્રયાસ કર્યો છે. " દુનિયા મુઠ્ઠી મેં" ની વાત ચરિતાર્થ કરી, આવડી મોટી દુનિયામાં શ્રુતોપાસના કોણ શું કરી રહ્યા છે શક્ય તમામમાહિતી ભેગી કરીને નવો જ અભિગમ અપનાવ્યો છે. પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી " અહો શ્રુતજ્ઞાનમ્ " પરિપત્ર નં-૧ મળ્યો ખૂબ સરસ છે. ગમી ગયો છે. Coming soon જેવી કોલમ બનાવીને નવા છપાતા ગ્રંથોની યાદિ આવે તો ઉપયોગી થાય. પૂ.આ.શ્રી જયસુંદરસૂરિજી " એક શાસ્ત્રનું પુનઃમુદ્રણાદિ કાર્યર/૩ સ્થાનેથી થયા એવા દાખલા જાણ્યા ખરેખર આમ થવાથી સમય, શક્તિ, સંપતિનો વાસ્તવિક ઉપયોગ થયો ન ગણાય, આ બાબત સંકલન યોગ્ય છે તમો જે પ્રયાસ કરી રહ્યા છો તે આવશ્યક અને ઉપકારક છે.” આ.વિ.કલાપૂર્ણસૂરિજી ના શિષ્ય આ.કલાપ્રભસૂરિજી ગ્રંથના સંપાદન કાર્યો બેવડાય નહીં એ માટે તમારો પ્રયાસ અનુમોદનીય છે. અભ્યાસીઓને ગ્રંથ પહોંચાડવાની તમારી તમન્નાની અનુમોદના.આ.મુનિચંદ્રસૂરિજી "તમે પુસ્તક પ્રકાશન અંગે હૃદયની વેદના જણાવી તે હકીકત સત્ય છે બધા જ અરસ પરસ મળીને સંકલન કરે તો પુસ્તકો ઘણાં પ્રગટ થઇ શકે અને ડબલ પ્રકાશન ન થાય.” પં. વજસેનવિજયજી " જ્ઞાનના ક્ષેત્રે એક કોમન પ્લેટફોર્મ ઉભું થાય એ જરૂરી છે. આ ક્ષેત્રમાં રસ લેનારા શ્રાવકો ઓછા છે, મોટા ભાગના સંઘોમાં જ્ઞાનખાતાનું દ્રવ્ય વપરાયા વિના પડ્યું રહે છે એ બાબતે જાગૃતિ આણવી જરૂરી છે.” પૂ.વૈરાગ્યરતિવિજયજી Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળ Printed by:-Bhgyalaxmi 98240 19610 પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543