Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ( ૧૧ ) સુધારવાનું ધ્યાન રાખે, અને અનીતિ તથા ઉર્ફે ખલતાના અંશે જે ઘુસી ગયા હોય તેને દૂર કરવાનું કામ પિતે બજાવે તે રાજશાસનને દખલગીરી કરવાને વખત શેનો આવે ? બધા ઠરા જેવાઈ ગયા. નથી એમાં દષ્ટિ, વિચારણું, ઉદારતા કે સંસ્કૃતિ. છતાં એમાં શ્રેષ્ઠ અને સુન્દર કઈ વાત હોય તે તે એક સંપવૃદ્ધિની છે. સમેલને બીજું કશું જ કર્યું ન હતા અને આ એક જ ઠરાવનું મજબૂત અને વ્યવસ્થિત બંધારણ ઘડયું હતું તે એટલા માત્રથી પણ સમેલનની બેઠક યશસ્વી અને પ્રશંસનીય બની જાત. એટલું જ નહિ, એણે શાસનની હેટી સેવા પણ બજાવી ગણાત. પરન્તુ અગ્ય ઠરાવ કરીને ઉલટું વધારે ઉંધું માર્યું છે. હું તે કહું છું કે સંપવૃદ્ધિના એક જ ઠરાવનું જે રીતસર પાલન થાય તે બહુ છે. એથી સમાજની ઘણું અશાનિત દૂર થશે અને ધર્મનું હિત સધાશે. પણ જ્યાં મનના મેલ હજુ એટલાજ વિધમાન હોય ત્યાં સંપની વાત કેવી ? સમેલનની સ્થિતિને વિચાર કરતાં કઈ પણ તટસ્થ દષ્ટિએ એમજ કહેશે કે સન્મેલને રૂઢિદેવીની અર્ચાનું જ કામ બજાવ્યું છે. પરંતુ નવયુગની સંસ્કારી હવા જ્યાં પ્રવેશવા પામી ન હોય, ત્યાંથી નૂતન ભાવનાની આશા પણ શી રખાય? એક કદમ પણ આગળ વધવાને જેઓ અશક્ત હોય, જરા પણ સુધારાની વાત સાંભળતાં જેમને ચીઢ ચઢતી હોય તેવા સંકુચિત મને દશાવાળા રૂઢિપૂજક વર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20