Page #1
--------------------------------------------------------------------------
________________
Gleb][lale [J Tolkiä p
*lcloblo ‘lo?llel313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
5822008
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનસાધુસમ્મેલનના ઠરાવા પર
દૃષ્ટિપાત
૨૯૦૪
ન્યાયવિજય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
[ (લY
=
==
==
ર=
RST
RANA
અમદાવાદમાં મળેલ જૈન સાધુસમેલને પસાર કરેલા ઠરાવો પર જ
=
=
==
દષ્ટિપાત.
annA
==
લેખકઃ
ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિ મહારાજશ્રીન્યાયવિજયજી.
====
hana
=
પ્રકાશક:શ્રી જેનયુવક સંઘ. ઘડીયાળપળ, વહેદરા
7
-
~
મે. ૧૮૩૪.
કેક
-
=
-
-
=
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં મળેલ જૈન સાધુસમેલને
પસાર કરેલા ઠરાવો.
દીક્ષા અને દેવદ્રવ્યના પ્રશ્ન પર પરામર્શ.
સમેલનની રૂઢિચુસ્તતા અને સંકુચિત મનોદશા !
મુદ્દાના સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગયેલું સમેલન!
વિચારસંસ્કૃતિને ભવ્ય યુગ મુનિએ ક્યારે પીછાનશે?
કઈ પણ સ્થળને જેનસંધ પિતાને આંગણે બાલદીક્ષા
ન થવા દે!
અમદાવાદમાં મળેલા જેનસાધુસમેલને પસાર કરેલા ઠરાવમાં બે ઠરાવે ખાસ આલેચનીય છે–એક દીક્ષા બાબતને અને બીજે દેવદ્રવ્ય સંબંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
(૧) દીક્ષા.
દીક્ષાના ઠરાવમાં બાળદીક્ષાને પણ રાખી છે. આની સામે મારે વિરોધ સમેલન ચાલતું હતું તેજ વખતે મેં સમેલન પર કતાર કરી પાઠવી દીધો હતો. બાળદીક્ષા શાસ્ત્રષ્ટિએ પણ વિરલવિષયક છે. તેનું સ્થાન કાદાચિત્ક છે. તેનું સ્થાન આ જમાનામાં તે શું, પણ શ્રી તીર્થકર ભગવતોના જમાનામાં પણ અત્યન્ત વિરલ હતું. ત્યારે આજે તેનું સ્થાન કેટલું? એ સહજ સમજી શકાય છે. છતાં સમેલને તેને દીક્ષાના ઠરાવમાં દાખલ કરી છે તે ગ્ય નથી થયું. દીક્ષા માટે સોળ વર્ષની ઉમ્મર થવા સુધી રાહ જોવામાં કંઈ જ ખોટ નહતી. ત્યાં સુધી ધીરજ રાખવાની આવશ્યક્તા હતી. આટલું નિયમન કરવામાં ખરેખર સમેલનનું ઔદાર્ય વખણાત અને તેની વિચારસંસ્કૃતિની જગની દષ્ટિએ પ્રશંસા થાત.
જે કે, ઠરાવમાં, બાળકને જે ગામમાં દીક્ષા આપવાની હોય ત્યાંના બે શ્રાવક દ્વારા બાળકના ગામે આદમી મેકલી તેના માતાપિતા કે વાલીની લેખિત સમ્મતિને
* Request not to pass Bala-Diksha resolution. Please, register my emphatic protest against Bala-Diksba. My humble opinion is that Sammelan will lose prestige in favouring Bala-Diksha. Hope Sammelan would show wisdom to check Diksha up to 16 years age.
Nyayavijaya.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
( ૩ ) નિર્ણય કરવા માટે જાહેર કર્યું છે. અને બીજા સંઘાડાના બે આચાર્યો અથવા વડીલે પાસે બાલકની યોગ્યતાની પરીક્ષા કરાવવાનું જણાવ્યું છે. પણ જ્યાં બાલદીક્ષા મૂલે જ અસ્વાભાવિક અને અયોગ્ય છે, ત્યાં પછી આ બધા
ટેકા ” લગાવીને જબરન બાલદીક્ષાને ખડી કરવાનો પ્રયત્ન હાસ્યપાત્ર નથી શું ? બાલદીક્ષાના રસીયા સાધુ મહારાજાએને આ બધા “ટેકા” લગાવતાં બહુ સારા આવડે છે! જે ગામમાં બાળકને દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંઘની સમ્મતિ લેવાની તે “પંચાત” છે જ નહિ. ત્યાંના પિતાના કેઈ અન્દરાગીઓ દ્વારા બાળકના ગામે માણસ મોકલવામાં ક્યાં અડચણ આવવાની હતી અને દીક્ષા માટે તૈયાર કરેલ બાળકના માબાપ કે વાલી તે પહેલેથી જ સાધુ મહારાજના “છુમંતર થી સધાઈ જ ગયા હોય ને ! પછી બાલકને મુંડવામાં કયાં મુશ્કેલી આવવાની? યેગ્યતાને તપાસનારા પણ પિતાનીજ લાઈનના પિતાના ભાઈબંધ પાસે જ છે ને?
ભેળા શ્રાવક ઠરાવની કલમે જોઈ રાજી થાય; પણ સાધુ મહારાજાની ચાલાકીની તેમને ક્યાં ખબર છે? તેઓ સમજી રાખે કે દીક્ષાના ઠરાવ પરની આ “ રસ્સીઓ”— માં કંઈ દમ નથી. ચાલાક સાધુઓને મન કાચા સુતરના તાંતણા જેવી છે. તે “તાંતણ” એને તેડી પિતાની મુરાદ પૂરી કરવી એ તેમને રમ્મતની વાત છે.
આ ઠરાવથી બાળકનું હિત જોખમાતું અટકશે નહિ. સમ્મતિના “દેખાવ” સાથે બાલદીક્ષાઓનાં ફારસ ધડાધડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૪ )
ભજવાશે અને દુનિયાની ખત્રીશીએ ચઢશે. શાસનની અપભ્રાજના વધશે અને ખાલજીવનની વિરાધનાના પાપમાં ધર્મ અને સમાજ ડૂબતા જશે!
દીક્ષાના ઠરાવમાં “ શિષ્યનિષ્ફટિકા ’ ને પણ યાદ કરી છે. અને સેાળ વર્ષ પછીની દીક્ષામાં તે દેાષ લાગતા નથી એમ જણાવ્યું છે. પણ આ ગલત છે. અને એ ખાખતનું પિંજણુ અગાઉનાં બહાર પડેલાં ચર્ચાનાં પેન્ક્વેટા અને ટ્રેકટોમાં ખૂબ જ પિાઇ ગયું છે. સેાળ વર્ષ પછીનાને પણ અપહરણપૂર્વક દીક્ષા આપવામાં આવે તેા તે પણ “ શૈક્ષનિષ્ફટિકા ” છે એ કાઈ ન ભૂલે. અને તે વિષયમાં આર્ય “ રક્ષિત ”નું ઉદાહરણ સ્પષ્ટ છે. સમ્મેલને ખરેખર “ શૈક્ષનિષ્ફટિકા ” નું તત્ત્વ સમજવામાં ગુલાંટ જ ખાધી છે જે દિલગીરીને વિષય ગણાય.
દીક્ષાના ઠરાવમાં અઢાર વર્ષ પછીનાને માટે માતાપિતાની અનુમતિ વગર પણ દીક્ષા ચલાવી લીધી છે. જો કે તે ઠરાવમાં માતાપિતાની અનુમતિ મેળવવા માટે પ્રયત્ન કરવાના ઉલ્લેખ કર્યા છે. પણ અનુમતિ ન મળે તે તે વગર પણ દીક્ષાદાન વિધેય ઠરાવ્યુ છે. શિષ્યેષણાની દશા સાધુએની આજે કેવી છે તે ઉઘાડું છે. માતાપિતાની સમ્મતિ વગર ચલાવી લેવામાં સમ્મેલને ભયંકર ભૂલ કરી છે. નાશભાગ કરી–કરાવીને દીક્ષા આપવાના માર્ગ આથી રૂધાશે નહિ. એવી ઝઘડાખાર દીક્ષાના કલહકાલાહલ આથી બંધ પડશે નહિ. એવી દીક્ષા માટે પણ આ ઠરાવથી અચાવ કરવાનું ખુલ્લુ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૫ ) આ રીતે મારા નમ્ર અભિપ્રાય મુજબ આ પહેલે ઠરાવ અયોગ્ય હોવાથી અગ્રાહ્ય છે. (૨) દેવદ્રવ્ય.
દેવને અર્પિત થયેલું હોય તે દેવદ્રવ્ય કહેવાય. આ દેવદ્રવ્યની વ્યાખ્યા છે. પણ આરતિ–પૂજા આદિની બેલીનું દ્રવ્ય એને દેવદ્રવ્યમાં લઈ જવું કે ન લઈ જવું એ સંઘની મુખત્યારીનું કામ છે. તે ચાહે તો તેને દેવદ્રવ્યમાં લઈ જઈ શકે છે અને ચાહે તો અન્ય ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. કેમકે અર્પણ વગર દેવદ્રવ્ય થાય નહિ. પછી તેને “દેવદ્રવ્ય” ગણવાની આજે શી આવશ્યકતા હતી? બેલીની પ્રથા શાસ્ત્રીય નથી. એ રિવાજ લેકએ સગવડની ખાતર ઉભે કર્યો છે. એ લોકેની ઉભી કરેલી પ્રથા છે. પૂજા-ભકિત પહેલી કેણ કરે? એ સવાલને અંગે ઝઘડા ન થાય એ માટે અને ' ઉપજને સારૂ પણ બેલીનો રિવાજ ચલાવવામાં આવ્યો છે.
માટે બેલીની ઉપજ દરેક ગામને સંઘ પોતાના સંગે - વિચારી તદનુસાર પોતાને અનુકૂળ પડે તે ક્ષેત્રમાં લઈ જઈ
શકે છે. પૂજા-આરતિ આદિ કોઈ પણ બોલીની ઉપજ ઉપર કોઈ પણ ક્ષેત્રને કઈ ચોક્કસ સિક્કો લાગે જ નથી, એ
ધ્યાનમાં રાખવું જોઈએ. પછી પૂજા–આરતિ આદિની બેલીનું દ્રવ્ય “દેવદ્રવ્ય જ ગણાય એમ કહેવું એ સરાસર ગલત છે. પૂજાભક્તિનું નિમિત્ત હેવા માત્રથી કંઈ તેની બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય નથી થઈ જતું. પણ દેવને તેનું અર્પણ ઠરાવવાથી તે દેવદ્રવ્ય થાય છે. તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવું કે ન ઠરાવવું એ સંઘની મુખત્યારીની વાત છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્થળમાં ત્યારે સંઘ તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે દેવદ્રવ્ય ગણાય. અને જે સ્થળમાં ત્યાંને સંઘ તેને બીજા ક્ષેત્રમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે તે ક્ષેત્રનું થાય. આવશ્યકતા અને પરિસ્થિતિ બદલાતી રહે છે અને તદનુસાર સમયપરત્વે પરિવર્તન થવું એ સ્વાભાવિક જ છે. એક સમયના સંઘે બાંધેલા રિવાજ હંમેશાં બંધ બેસતા જ રહે છે એવું કંઈ નથી. એટલે પૂર્વ કાળના રિવાજમાં સગાનુસાર યોગ્ય પરિવર્તન કરી શકાય છે. દેવને અપીએ, ચઢાવીએ તે તો દેવદ્રવ્ય છે. પણ બેલીનું દ્રવ્ય કંઈ દેવને અર્પતા નથી. તે પછી વગર અર્પે તે દેવદ્રવ્ય કેમ ગણાય ? આશય પર બધો આધાર છે. મન્દિરમાં “ થાળ ” ચઢાવવાનું કહેતાં થાળગત ચીજો ચઢાવાય છે, પણ થાળ તો પાછો ઘરે લવાય છે. તે દેવદ્રવ્ય થતું નથી. આ સાદી સમજને માણસ પણ સમજી શકે છે. પછી, આરતિ–પૂજાની બેલીના દ્રવ્ય પર
દેવદ્રવ્ય” ની હાર છાપ મારવાનું કંઈ કારણ ? દેવને અર્પવાની જ્યાં કશી જ કલ્પના નથી, કશી જ ભાવના નથી, કશી જ ભેજના નથી, છતાં તે દેવદ્રવ્ય ગણુઈ જાય એ તે અજબ ફિલસુફી!
દેવદ્રવ્યની વ્યાખ્યાને વિચાર કરતાં આરતિ–પૂજા આદિની બોલીની ઉપજને સંયેગાનુસાર ગમે તે ક્ષેત્રમાં લઈ જવાની ગોઠવણ કરી શકાય છે, અને તે સશાસ્ત્ર છે. સંઘ ધારે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પછી તેને દેવદ્રવ્યમાં લઈ જવાને ઠરાવ કરવો અને તે આજના સમયની પરિસ્થિતિ વચ્ચે એ બિકુલ ઠીક થયું નથી.
વર્તમાન પરિસ્થિતિ તે એવી છે કે આજે એ દ્રવ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૭ ) દેવદ્રવ્યમાં ન લઈ જતાં જ્ઞાનદ્રવ્યમાં કે સાધારણ ક્ષેત્રમાં લઈ જવાની જરૂર છે. દેવદ્રવ્ય કેવળ દેવને ઉપાગી અને સાધારણવ્ય દેવને અને તેના સકળ પરિવારને (તમામ ક્ષેત્રને) ઉપયેગી. આ પરથી ખ્યાલ આવી શકે છે કે કોને મહિમા વધારે? કેની વિશેષ ઉપગિતા ? કેની વ્યાપકતા ? જરા વિચાર કરવાની વાત છે. સમય અને સંગે તરફ પણ સન્મેલને ધ્યાન નથી આપ્યું. દિલગીરીની વાત છે.
દેવદ્રવ્યનું ક્ષેત્ર અતિસંકુચિત છે. પ્રજાના વ્યાવહારિક હિસાધન માટે તે કશા કામમાં આવી શકતું નથી. ભૂકમ્પ કે એવી બીજી પ્રલયકારક આફત આવી પડતાં હજારો-લાખે માણસો મરી રહ્યા હોય તેવા સમયમાં પણ જે તે ધનની એક કડી પણ માણસજાતના કે પ્રાણીવર્ગના રક્ષણ યા ઉપકાર માટે કામ આવી શકતી નથી, તે પછી તે ધનને વધારવું શું ઉપયોગી? જરા ધ્યાનમાં લેવાની વાત છે.
અનેક મન્દિર કે તીર્થો ધનરાશિથી ઉભરાય છે ત્યારે તેનું શું કરવું? કયાં ઠેકાણે પાડવું? એ પ્રશ્ન ઉભું થાય છે. પરિણામ એ આવે છે કે બીનજરૂરી “નગારાં ને તગારાં” હંમેશાં ચલાવ્યે જ રાખવાં પડે છે. પૈસાને ઠેકાણે પાડવા માટે મન્દિરને તોડી ફેડી નવી નવી મરમ્મતના સમારંભ ચાલુ જ રાખવા પડે છે, જ્યારે પ્રજાહિતની બૂમને દાદ મળતી નથી. અનેક ક્ષેત્રે સીદાયા કરે છે, કમબખ્ત સ્થિતિ ભગવે છે, ત્યારે દેવદ્રવ્યની સદા ચાલુ રહેતી વૃદ્ધિ યા તે વેડફાયા કરે છે ત્યા સામાન્ય અને અનાવશ્યક ઉપયોગમાં વહી નિકળે છે! કેટલું અંધેર!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
જે દેવદ્રવ્ય છે તેને મીલે વગેરેમાં રેવું યા લશ્કરીખાતા અને કતલખાના જેવી ભયંકર હિંસામાં ઉપયોગ થાય તેવા સરકારી ખાતામાં રકવું એ મંગળધનથી અમંગળ સાધવાની ચેષ્ટા છે. તેના કરતાં ગરીબ અને બેકાર જનતા લાભ લઈ શકે તેવી જનાના રસ્તે તેનો ઉપયોગ કરે જોઈએ. ગરીબ સાધર્મિકોને લાભ થવા સાથે આવક વધારાય એવી રીતે દેવદ્રવ્ય રેકવામાં વાંધે કશે નથી, જ્યારે લાભ પુષ્કળ છે. એ ગૃહસ્થોએ ધ્યાન પર લેવાની આવશ્યકતા છે. ધાર્મિક ધનના રક્ષણ અને સદુપયોગ માટે અને સાથેજ ગરીબ અને બેકાર સાધમિક જનતાના હિત માટે જૈન બેંકની યેજના બહુ ઉપયુક્ત થઈ પડશે.
* ઉપધાન ” સંબંધે યદ્યપિ મારૂં દષ્ટિબિન્દુ ભિન્ન છે. પરંતુ પ્રસંગતઃ જણાવવું જોઈએ કે તેની પ્રચલિત “માળા” આદિની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાનું સમેલને જે એગ્ય ગયું છે તેમાં તેનું અવિચારક માનસ વધુ ખુલ્લું થઈ જાય છે.
આમ, દીક્ષા અને દેવદ્રવ્ય સંબંધી નિર્ણયે આપવામાં સમેલન’ ગંભીર ભૂલેને ભેગ બન્યું છે. એ કઈ પણ સુજ્ઞ વિચારક જોઈ શકશે. અએવ એ દૂષિત નિર્ણય માન્ય રાખવા યોગ્ય નથી. (૩) શ્રમણ સંઘ,
ત્રીજા ઠરાવનું મથાળું “ શ્રમણસંઘ” છે. આ મથાળા નીચે ઠરાવ કરવાની શી જરૂર હતી? સંઘ–ચતુર્વિધ સંઘમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રમણ પિતાના ચારિત્રગુણે પ્રધાન છે જ. એમાં નવી વાત શી હતી ? અને એમાં કોને વાંધો છે? પણ એની પાછળ શ્રાવક–સંઘની એગ્ય સત્તા અને તેના સમુચિત અધિકારને ઉતારી પાડવાનો આશય જે રહ્યો હોય તો તે અનુચિત ગણાશે. શ્રાવકસંઘ સાધુઓના ગમે તેવા વિચાર–આચાર સામે માથું નમાવ્યા જ કરે, તેમના રૂઢિષિત અને અજ્ઞાનાવૃત વિચાર અને કલુષિત વર્તન સામે માથું ઉંચું કરવાને તેમને અધિકાર જ નથી એવો ખ્યાલ જે કઈ રખાતે હોય તો તેને હવે ભુંસી નાખો જ રહ્યો. સામયિક વાતાવરણને પ્રભાવ હજુ પણ અમારા સાધુઓના ભેજાને ન સ્પર્યો હોય તો એ નવાઈની વાત ગણાશે. (૪) સાધુસંસ્થાની પવિત્રતા શી રીતે વધે?
આ ઠરાવમાં કેટલાક અંશે વિચારણીય છે. (૫) તીર્થસંબંધી.
આ સાદી સૂચનામાં કંઈ વિશેષત્વ નથી. (૬) સાધુસંસ્થાની જ્ઞાનવૃદ્ધિ.
આ એગ્ય છે. (૭) દેશના.
આમાં કરેલી જટિલ શબ્દજના તેની પાછળને ભેદ ખુલ્લો કરે છે. છતાં તેમાંથી યથેષ્ટ ભાવ કાઢી શકાતું હોવાથી કોઈને વાંધારૂપ થાય તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
(૮) શ્રાવકાની ઉન્નતિ માટે સાધુએ શું પ્રયત્ન
કરી શકે?
આ પણ ચાલશે.
(૯) સંપની વૃદ્ધિ
આ ઠરાવ બહુ ચેાગ્ય અને જરૂરને છે. (૧૦) ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોના પ્રતીકાર કરવા.
ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોના પ્રતીકાર કરવા આ ઠરાવમાં પાંચ મુનિવરેાની કમિટી નીમવામાં આવી છે. (૧૧) ધર્માંમાં રાજસત્તાના પ્રવેશ.
cr
ધર્મમાં રાજસત્તાના પ્રવેશ કાઇ ન ચાહે. પણ જ્યારે ધર્મમાં તેના અનુયાયી વર્ગ તરફથી અને ખાસ કરી તેના ગુરૂવર્ગ તરફથી “ ગડબડાધ્યાય ” પ્રવર્તાવા શરૂ થાય છે છે અને તેના હેઠળ પ્રજાનું હિત બગડે છે, જનતામાં અશાન્તિ અને ત્રાસ ફેલાય છે અને તેનું દમન કરવાનું કાર્ય જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે તેને અંકુશમાં લેવાની ફ્રજ રાજશાસનની ઉભી થાય છે. અને એ ફ્રજ અદા કરવી એ તેને ધર્મ થઈ પડે છે. એ ધર્મ બજાવવામાં એનુ અને પ્રજાનું શ્રેય છે. ધર્મના અનુયાયીઓજ અને ગુરૂ મહારાજા જ જો પાતાના ધર્મની બગડેલી પરિસ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) સુધારવાનું ધ્યાન રાખે, અને અનીતિ તથા ઉર્ફે ખલતાના અંશે જે ઘુસી ગયા હોય તેને દૂર કરવાનું કામ પિતે બજાવે તે રાજશાસનને દખલગીરી કરવાને વખત શેનો આવે ?
બધા ઠરા જેવાઈ ગયા. નથી એમાં દષ્ટિ, વિચારણું, ઉદારતા કે સંસ્કૃતિ. છતાં એમાં શ્રેષ્ઠ અને સુન્દર કઈ વાત હોય તે તે એક સંપવૃદ્ધિની છે. સમેલને બીજું કશું જ કર્યું ન હતા અને આ એક જ ઠરાવનું મજબૂત અને વ્યવસ્થિત બંધારણ ઘડયું હતું તે એટલા માત્રથી પણ સમેલનની બેઠક યશસ્વી અને પ્રશંસનીય બની જાત. એટલું જ નહિ, એણે શાસનની હેટી સેવા પણ બજાવી ગણાત. પરન્તુ અગ્ય ઠરાવ કરીને ઉલટું વધારે ઉંધું માર્યું છે. હું તે કહું છું કે સંપવૃદ્ધિના એક જ ઠરાવનું જે રીતસર પાલન થાય તે બહુ છે. એથી સમાજની ઘણું અશાનિત દૂર થશે અને ધર્મનું હિત સધાશે. પણ જ્યાં મનના મેલ હજુ એટલાજ વિધમાન હોય ત્યાં સંપની વાત કેવી ?
સમેલનની સ્થિતિને વિચાર કરતાં કઈ પણ તટસ્થ દષ્ટિએ એમજ કહેશે કે સન્મેલને રૂઢિદેવીની અર્ચાનું જ કામ બજાવ્યું છે. પરંતુ નવયુગની સંસ્કારી હવા જ્યાં પ્રવેશવા પામી ન હોય, ત્યાંથી નૂતન ભાવનાની આશા પણ શી રખાય? એક કદમ પણ આગળ વધવાને જેઓ અશક્ત હોય, જરા પણ સુધારાની વાત સાંભળતાં જેમને ચીઢ ચઢતી હોય તેવા સંકુચિત મને દશાવાળા રૂઢિપૂજક વર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
તરફથી પ્રગતિના સન્દેશ સાંભળવાની ઇન્તેજારી રાખવી એ કેમ સફળ થાય ? મતાન્તરસમભાવના ઉમદા એધપાઠ જેએ પામ્યા ન હાય, જેમનાં વિચાર, વાણી અને વન ખીજાના વિચારભેદ પર એકદમ કલુષિત સ્થિતિમાં મૂકાઇ જતાં હાય, તેવાઓનાં સમ્મેલન શાચનીય સ્થિતિમાં ન મૂકાય તા ખીજી શું થાય !
,,
દેવદ્રવ્યની ચર્ચા સમાજમાં શું ઓછી ફેલાઇ હતી ? દીક્ષાના પ્રશ્ન પર શું આછે ઊહાપાહ થયેા છે ? છતાં એની એ પુરાણી અવિહીન “ લકીર ” પીટીને સમ્મેલને “ ઘટવુટયાં પ્રમાતમ્ ” જેવુ... કરી ખરેખર પેાતાના ગૌરવ પર પાણી ફેરવ્યું છે. એમ દિલગીરી સાથે જાહેર કરવુ પડે છે.
""
સમ્મેલન આટલા લાંબા દિવસેા સુધી અથડાઇ-પછડા- . ઈને છેવટે, “ કંઇક કરી છૂટવું, નહિતર નાક કપાશે. ” ના ભયથી જેમ તેમ ભીનું સંકેલી વિખરાયું. આ પ્રકારની સ્થિતિથી સમ્મેલન ખરી રીતે લેાકષ્ટિમાં હાસ્યપાત્ર બન્યું છે. સમ્મેલનથી સાધુઓમાં પરસ્પર સામનસ્યનું વાતાવરણ પ્રસરાવું જોઇતુ હતુ તે બન્યું નથી. જુદાં પડેલા મન સધાયાં નથી. ખિન્ન વૃત્તિઓ સતાષાઇ નથી. ઉદારતા રખાઈ નથી. દૃષ્ટિવૈષમ્ય ધાવાયું નથી. સ્થૂલ મિલનના એ મેળાવડામાં દ્વેષ, દુરાગ્રહ અને મદના જોરે ઉછળતાં આધાત–પ્રત્યાઘાતનાં ઉદ્ડ મેાજા'માં ગુંગળાઇ ગયેલ સ્થિતિ પર ઢાંકપિછાડા કરી કેવળ વેઠ ઉતારવાની પામર ચેષ્ટા કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ) બતાવી છે ! પક્ષકાર શ્રાવકેને છેડી સામાન્ય દષ્ટિથી વાત કરીએ તે આખા સમાજમાં સમેલન માટે અસત્તેષ, નૈરાશ્ય અને ખેદની લાગણી ફેલાયલી જેવાય છે. અને જેનેતર જનતા તે “દીક્ષાના ભવાડા ” પર પહેલેથી જ હસી રહી હતી. તેમાં આ જાતના સમેલને ઉમેરે કર્યો છે. શાસનની અવગત કરાતી દશા પર દિલ રડે છે. પ્રભુ પાર ઉતારે !
[ તા. ૨૭–૪-૩૪ શુક્રવારના “મુંબઈ સમાચાર” માં પ્રકાશિત.]
*કે:
.
Jill/iIIT
WNOWA
JAIulliIliliilii).
1"Illution
NI\\\\\\
BE
\
).
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________ થશો alchbllo kabra pe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com