________________
( ૩ ) નિર્ણય કરવા માટે જાહેર કર્યું છે. અને બીજા સંઘાડાના બે આચાર્યો અથવા વડીલે પાસે બાલકની યોગ્યતાની પરીક્ષા કરાવવાનું જણાવ્યું છે. પણ જ્યાં બાલદીક્ષા મૂલે જ અસ્વાભાવિક અને અયોગ્ય છે, ત્યાં પછી આ બધા
ટેકા ” લગાવીને જબરન બાલદીક્ષાને ખડી કરવાનો પ્રયત્ન હાસ્યપાત્ર નથી શું ? બાલદીક્ષાના રસીયા સાધુ મહારાજાએને આ બધા “ટેકા” લગાવતાં બહુ સારા આવડે છે! જે ગામમાં બાળકને દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંઘની સમ્મતિ લેવાની તે “પંચાત” છે જ નહિ. ત્યાંના પિતાના કેઈ અન્દરાગીઓ દ્વારા બાળકના ગામે માણસ મોકલવામાં ક્યાં અડચણ આવવાની હતી અને દીક્ષા માટે તૈયાર કરેલ બાળકના માબાપ કે વાલી તે પહેલેથી જ સાધુ મહારાજના “છુમંતર થી સધાઈ જ ગયા હોય ને ! પછી બાલકને મુંડવામાં કયાં મુશ્કેલી આવવાની? યેગ્યતાને તપાસનારા પણ પિતાનીજ લાઈનના પિતાના ભાઈબંધ પાસે જ છે ને?
ભેળા શ્રાવક ઠરાવની કલમે જોઈ રાજી થાય; પણ સાધુ મહારાજાની ચાલાકીની તેમને ક્યાં ખબર છે? તેઓ સમજી રાખે કે દીક્ષાના ઠરાવ પરની આ “ રસ્સીઓ”— માં કંઈ દમ નથી. ચાલાક સાધુઓને મન કાચા સુતરના તાંતણા જેવી છે. તે “તાંતણ” એને તેડી પિતાની મુરાદ પૂરી કરવી એ તેમને રમ્મતની વાત છે.
આ ઠરાવથી બાળકનું હિત જોખમાતું અટકશે નહિ. સમ્મતિના “દેખાવ” સાથે બાલદીક્ષાઓનાં ફારસ ધડાધડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com