________________
સ્થળમાં ત્યારે સંઘ તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે દેવદ્રવ્ય ગણાય. અને જે સ્થળમાં ત્યાંને સંઘ તેને બીજા ક્ષેત્રમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે તે ક્ષેત્રનું થાય. આવશ્યકતા અને પરિસ્થિતિ બદલાતી રહે છે અને તદનુસાર સમયપરત્વે પરિવર્તન થવું એ સ્વાભાવિક જ છે. એક સમયના સંઘે બાંધેલા રિવાજ હંમેશાં બંધ બેસતા જ રહે છે એવું કંઈ નથી. એટલે પૂર્વ કાળના રિવાજમાં સગાનુસાર યોગ્ય પરિવર્તન કરી શકાય છે. દેવને અપીએ, ચઢાવીએ તે તો દેવદ્રવ્ય છે. પણ બેલીનું દ્રવ્ય કંઈ દેવને અર્પતા નથી. તે પછી વગર અર્પે તે દેવદ્રવ્ય કેમ ગણાય ? આશય પર બધો આધાર છે. મન્દિરમાં “ થાળ ” ચઢાવવાનું કહેતાં થાળગત ચીજો ચઢાવાય છે, પણ થાળ તો પાછો ઘરે લવાય છે. તે દેવદ્રવ્ય થતું નથી. આ સાદી સમજને માણસ પણ સમજી શકે છે. પછી, આરતિ–પૂજાની બેલીના દ્રવ્ય પર
દેવદ્રવ્ય” ની હાર છાપ મારવાનું કંઈ કારણ ? દેવને અર્પવાની જ્યાં કશી જ કલ્પના નથી, કશી જ ભાવના નથી, કશી જ ભેજના નથી, છતાં તે દેવદ્રવ્ય ગણુઈ જાય એ તે અજબ ફિલસુફી!
દેવદ્રવ્યની વ્યાખ્યાને વિચાર કરતાં આરતિ–પૂજા આદિની બોલીની ઉપજને સંયેગાનુસાર ગમે તે ક્ષેત્રમાં લઈ જવાની ગોઠવણ કરી શકાય છે, અને તે સશાસ્ત્ર છે. સંઘ ધારે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પછી તેને દેવદ્રવ્યમાં લઈ જવાને ઠરાવ કરવો અને તે આજના સમયની પરિસ્થિતિ વચ્ચે એ બિકુલ ઠીક થયું નથી.
વર્તમાન પરિસ્થિતિ તે એવી છે કે આજે એ દ્રવ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com