________________
( ૭ ) દેવદ્રવ્યમાં ન લઈ જતાં જ્ઞાનદ્રવ્યમાં કે સાધારણ ક્ષેત્રમાં લઈ જવાની જરૂર છે. દેવદ્રવ્ય કેવળ દેવને ઉપાગી અને સાધારણવ્ય દેવને અને તેના સકળ પરિવારને (તમામ ક્ષેત્રને) ઉપયેગી. આ પરથી ખ્યાલ આવી શકે છે કે કોને મહિમા વધારે? કેની વિશેષ ઉપગિતા ? કેની વ્યાપકતા ? જરા વિચાર કરવાની વાત છે. સમય અને સંગે તરફ પણ સન્મેલને ધ્યાન નથી આપ્યું. દિલગીરીની વાત છે.
દેવદ્રવ્યનું ક્ષેત્ર અતિસંકુચિત છે. પ્રજાના વ્યાવહારિક હિસાધન માટે તે કશા કામમાં આવી શકતું નથી. ભૂકમ્પ કે એવી બીજી પ્રલયકારક આફત આવી પડતાં હજારો-લાખે માણસો મરી રહ્યા હોય તેવા સમયમાં પણ જે તે ધનની એક કડી પણ માણસજાતના કે પ્રાણીવર્ગના રક્ષણ યા ઉપકાર માટે કામ આવી શકતી નથી, તે પછી તે ધનને વધારવું શું ઉપયોગી? જરા ધ્યાનમાં લેવાની વાત છે.
અનેક મન્દિર કે તીર્થો ધનરાશિથી ઉભરાય છે ત્યારે તેનું શું કરવું? કયાં ઠેકાણે પાડવું? એ પ્રશ્ન ઉભું થાય છે. પરિણામ એ આવે છે કે બીનજરૂરી “નગારાં ને તગારાં” હંમેશાં ચલાવ્યે જ રાખવાં પડે છે. પૈસાને ઠેકાણે પાડવા માટે મન્દિરને તોડી ફેડી નવી નવી મરમ્મતના સમારંભ ચાલુ જ રાખવા પડે છે, જ્યારે પ્રજાહિતની બૂમને દાદ મળતી નથી. અનેક ક્ષેત્રે સીદાયા કરે છે, કમબખ્ત સ્થિતિ ભગવે છે, ત્યારે દેવદ્રવ્યની સદા ચાલુ રહેતી વૃદ્ધિ યા તે વેડફાયા કરે છે ત્યા સામાન્ય અને અનાવશ્યક ઉપયોગમાં વહી નિકળે છે! કેટલું અંધેર!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com