Book Title: Agamgacchiya Jinprabhsurikrut Sarva Chaitya Paripati Swadhyaya Author(s): Ramniklal M Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ સંપા. રમણીક મ. શાહ ૧૦૮ કુતર, માનુષત્તર, કંડલ, રેચક, તથા નંદીશ્વર એ આગમોક્ત સ્થળે એ રહેલા શાશ્વત જિનચેની સંખ્યા આપી, ભાવપૂર્વક વંદન કરવા કહે છે. (૭ ૧૨) પછી તિલોકના અશાશ્વત-શાશ્વત જિનગૃહે તથા રથનપુર જેવા વિદ્યાધરનગર અને મહાવિદેહ ક્ષેત્રના ક્ષેમ (મા) આદિ પુરોના દેવગૃહે ગણાવે છે. (૧૩-૧૪) - ત્યાર બાદ ભરત અને ઐરાવત ક્ષેત્રનાં તીર્થો, કે જ્યાં તીર્થકરેનાં કલ્યાણક-સ્થળો આવેલાં છે અને જેમાં ભરત વગેરે રાજેશ્વરીએ તીર્થકરેના વર્ણપ્રમાણ મુજબ કનકમય બિબે ચાવ્યાં છે, એની નોંધ આપે છે? અષ્ટાપદ, સમેત (સમેત શિખર), રેવતગિરિ (ગિરનાર), અયોધ્યાપુરિ, ગજપુરિ (હસ્તિનાપુર), કપિલ (કાસ્પિલ્ય), ધર્મચક્ર (તક્ષશિલા), શૌરીપુર, વારાણસી, સોપારક, ભૃગુકચ્છ, વિમલગિરિ (શત્રુંજય), વૈભારગિરિ (રાજગૃહી), તામ્રલિપ્તિ (તાલુક), ઉજજૈન, ચંપા, મિથિલા, કુંડગ્રામ (વીરજન્મસ્થાન), શ્રાવસ્તિ, મથુરા, અબુંદ, સત્યપુર (સર), ખંભાત, મેહેરા અને અણહિલવાડ. (૧૫-૧૯) અંતે કવિ કહે છે કે આ અનેક શાશ્વત-અશાશ્વત ચો, જેમાં ઋષભાદિકની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે – તેમને પ્રણામ કરનારને દિવસ સફળ છે. વિશ વિહરમાન જિનેનાં પ્રત્યક્ષ દર્શન નિત્ય કરનારા પુણ્યશાળીઓ કૃતકૃત્ય છે. દ્વાદશાંગી રચનાર ગણધર અને જિનવરેના પરિવાર પણ ધન્ય છે. ચોવીસમા તીર્થંકર વર્ધમાન તથા જેના પ્રભાવે જિનધર્મ નિર્વિધન છે તે ચતુર્વિધ સંઘ આનંદ પામે. દ્રવ્ય (બાહ્યોપચાર) કે ભાવ (અંતઃકરણ)થી જે આ ચૈત્યની સ્તુતિ કરે છે તેનાં અનંત ભવોનાં દુઃખ નાશ પામે છે અને સઘળા ઉપસર્ગો દૂર થઈ તત્કાળ સ્વર્ગ અને અપવર્ગનાં સુખ મળે છે. (૨૦-૨૪). અંતિમ કડીના ત્રીજા ચરણમાં કવિએ લેષપૂર્વક પિતાનું નામ જિનપ્રભ ( નિષ૬) ગૂંથી લીધેલું જોઈ શકાય છે. સરળ અને પ્રવાહી ઉત્તરકાલીન અપભ્રંશ ભાષાની આ પદ્યરચનાને પ્રાન્ત કવિએ કે પછી લિપિકારે કરેલ નોંધ સજઝાય (સ્વાધ્યાય) નામ આપે છે, અને રાસરૂપે સમૂહમાં ગાઈ શકાય તેવી તથા બેલી (બેલિકા) રૂપે શાંત એકાંતમાં ઉચ્ચારી શકાય તેવી છે એમ કહી તેની ગેયતા તરફ નિર્દેશ કરે છે. પ્રથમ કડીને છંદ પ્રસિદ્ધ આર્યા છંદ છે – પ્રથમાધ ૩૦ માત્રા ( ચતુષ્કલ + –) અને દ્વિતીયાધ ૨૭ માત્રા (૫ ચતુષ્કલ + + ૧ ચતુષ્કલ + –), બાકીની બધી કડીઓ ૪ + + + -- કે ૬ + ૬ + - એવી ગણુ વ્યવસ્થા ધરાવતા, પંદર માત્રાના પ્રત્યેક ચરણવાળા ચોપાઈ છંદમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5