Page #1
--------------------------------------------------------------------------
________________
આગમગચ્છીય આ. જિનપ્રભસૂરિકૃત સર્વ-ચિત્ય-પરિપાટી-સ્વાધ્યાય
સંપા, રમણીક મ. શાહ પ્રાચીન ગૂર્જર ભાષામાં ઉપલબ્ધ ચૈત્યપરિપાટી રચનાઓમાં કદાચ આદ્ય રચના કહી શકાય તેવી આ કૃતિ અહીં પ્રથમ વાર પ્રકાશિત થાય છે.
મધ્યકાળમાં રચાયેલી આવી અનેક કૃતિઓની જેમ આમાં કવિનો હેતુ કોઈ એક તીર્થની જ પરિપાટી આપવાનું નથી, પણ અનેક પરંપરામાન્ય પૌરાણિક, અર્ધ ઐતિહાસિક અને કેટલાંક ઐતિહાસિક તીર્થસ્થળોનું માહાસ્ય દર્શાવી, શ્રદ્ધાળુ શ્રા કેના નિત્ય-સ્મરણ માટે “સજઝાય' (સ્વાધ્યાય) રચવાને છે. કર્તાએ આપેલ નામ પણ તેમ જ સૂચવે છે.
આગમગરછીય આચાર્ય જિનપ્રભસૂરિ વિરચિત આ ચૈત્ય-પરિપાટી પાટણના ખેતરવસહી જૈન જ્ઞાનભંડારની એક તાડપત્રીય પ્રત પરથી સંપાદિત કરેલ છે. એને ક્રમાંક ૧૨ (ન ૬) છે. અને તેમાં ૩૫ ૪૫ સે. મી. કદનાં ૨૬૪ પત્રોમાં નાની મોટી કુલ ૫૪ કૃતિઓ લખાયેલ મળે છે. પ્રસ્તુત કૃતિ પત્ર ૨૧૨/૧ થી ૨૧૪૨ સુધીમાં આવેલ છે. પ્રતિ પ્રાયઃ શુદ્ધ છે. આ જ પ્રતિમાં કર્તાની અન્ય ત્રીસેક લઘુ રચનાઓ સંગ્રહાઈ છે. લિપિ પરથી પ્રતિ ચૌદમી સદીની શરૂઆતની હેવાનું અનુમાની શકાય છે.
આ. જિનપ્રભસૂરિની અન્ય ત્રણ કૃતિઓમાં રચના-વર્ષ મળે છે, ' યથા – ૧. મયણ રેહા-સંધિ વિ. સં. ૧૨૯૭ (ઈ. સ. ૧૨૪૧) ૨. વરસામિ-ચરિઉ વિ. સં. ૧૩૧૬ (ઈ. સ. ૧૨૬૦) ૩. નમયાસુંદરિ-સંધિ વિ. સં. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨)
આ પરથી તેમના કવનકાળને અંદાજ સ્પષ્ટપણે આવી જાય છે. પ્રસ્તુત ચિત્ય-પરિપાટી કર્તાની પ્રારંભિક રચના હેય તેમ તેની સરળ ભાષા અને તેમાં નિરૂપિત સામાન્ય વિષય પરથી માની શકાય.
આ. જિનપ્રભસૂરિ આગમિક-ગછના દેવપ્રભસૂરિના શિષ્ય હતા અને તેમણે ઉત્તરકાલીન અપભ્રંશ કે પ્રાચીન ગૂર્જર ભાષામાં અનેક નાની નાની પદ્યકૃતિઓ રચી છે – આથી વધારે કેઈ વિગત તેમના વિશે મળતી નથી.
ચિત્ય-પરિપાટીને વિષય સામાન્યતયા જ્યાં જ્યાં જિનચૈત્ય હોય તે તે સ્થળના વર્ણન સાથે વંદન-વિધિ આપવાને હોય છે. અહીં પણ એ જ રીતે કવિ પરંપરાગત અનેક શાશ્વત-અશાશ્વત ચે ગણાવી તે બધાને વંદન કરી કૃતાર્થ થવાને ઉપદેશ આપે છે.
પ્રથમ જિનધર્મને અને જિનવરને જય વાંછી, દુર્લભ મનુષ્ય જન્મ અને તેમાંય જિનધર્મ પ્રાપ્ત કરનાર ભવ્ય આત્માઓને ઉદ્દેશી, સર્વવિરતિ – સંપૂર્ણ મુનિધર્મ ન પાળી શકાય તે દેશવિરતિ એટલે કે આંશિક ધર્મ – શ્રાવક ધર્મ – પાળવાને, જિનપૂજા કરવા અને સુપાત્રે દાન કરવાને બોધ આપે છે. (૧૬)
બાદ ભવનપતિ, વ્યંતર-તિષ, ઊર્વલક, મેરુ પર્વત, ગજદંત, વિષધર, વૈતાઢય, વક્ષષ્કાર,
૧. આમાંની પ્રથમ અને તૃતીય કૃતિના આદિ-અંત માટે જુઓ – “અપભ્રંશ સંધિ કાવ્યો' - સંબોધિ, વર્ષ ૨-અંક-૨, દ્વિતીય કૃતિ હજુ અપ્રકાશિત છે. આચાર્ય જિનપ્રભસૂરિ અને તેમની કૃતિઓને સામાન્ય પરિચય ઉપરોક્ત લેખમાં આ સંપાદકે આપેલ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
સંપા. રમણીક મ. શાહ
૧૦૮ કુતર, માનુષત્તર, કંડલ, રેચક, તથા નંદીશ્વર એ આગમોક્ત સ્થળે એ રહેલા શાશ્વત જિનચેની સંખ્યા આપી, ભાવપૂર્વક વંદન કરવા કહે છે. (૭ ૧૨)
પછી તિલોકના અશાશ્વત-શાશ્વત જિનગૃહે તથા રથનપુર જેવા વિદ્યાધરનગર અને મહાવિદેહ ક્ષેત્રના ક્ષેમ (મા) આદિ પુરોના દેવગૃહે ગણાવે છે. (૧૩-૧૪) - ત્યાર બાદ ભરત અને ઐરાવત ક્ષેત્રનાં તીર્થો, કે જ્યાં તીર્થકરેનાં કલ્યાણક-સ્થળો આવેલાં છે અને જેમાં ભરત વગેરે રાજેશ્વરીએ તીર્થકરેના વર્ણપ્રમાણ મુજબ કનકમય બિબે ચાવ્યાં છે, એની નોંધ આપે છે?
અષ્ટાપદ, સમેત (સમેત શિખર), રેવતગિરિ (ગિરનાર), અયોધ્યાપુરિ, ગજપુરિ (હસ્તિનાપુર), કપિલ (કાસ્પિલ્ય), ધર્મચક્ર (તક્ષશિલા), શૌરીપુર, વારાણસી, સોપારક, ભૃગુકચ્છ, વિમલગિરિ (શત્રુંજય), વૈભારગિરિ (રાજગૃહી), તામ્રલિપ્તિ (તાલુક), ઉજજૈન, ચંપા, મિથિલા, કુંડગ્રામ (વીરજન્મસ્થાન), શ્રાવસ્તિ, મથુરા, અબુંદ, સત્યપુર (સર), ખંભાત, મેહેરા અને અણહિલવાડ. (૧૫-૧૯)
અંતે કવિ કહે છે કે આ અનેક શાશ્વત-અશાશ્વત ચો, જેમાં ઋષભાદિકની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે – તેમને પ્રણામ કરનારને દિવસ સફળ છે. વિશ વિહરમાન જિનેનાં પ્રત્યક્ષ દર્શન નિત્ય કરનારા પુણ્યશાળીઓ કૃતકૃત્ય છે. દ્વાદશાંગી રચનાર ગણધર અને જિનવરેના પરિવાર પણ ધન્ય છે. ચોવીસમા તીર્થંકર વર્ધમાન તથા જેના પ્રભાવે જિનધર્મ નિર્વિધન છે તે ચતુર્વિધ સંઘ આનંદ પામે. દ્રવ્ય (બાહ્યોપચાર) કે ભાવ (અંતઃકરણ)થી જે આ ચૈત્યની સ્તુતિ કરે છે તેનાં અનંત ભવોનાં દુઃખ નાશ પામે છે અને સઘળા ઉપસર્ગો દૂર થઈ તત્કાળ સ્વર્ગ અને અપવર્ગનાં સુખ મળે છે. (૨૦-૨૪). અંતિમ કડીના ત્રીજા ચરણમાં કવિએ લેષપૂર્વક પિતાનું નામ જિનપ્રભ (
નિષ૬) ગૂંથી લીધેલું જોઈ શકાય છે.
સરળ અને પ્રવાહી ઉત્તરકાલીન અપભ્રંશ ભાષાની આ પદ્યરચનાને પ્રાન્ત કવિએ કે પછી લિપિકારે કરેલ નોંધ સજઝાય (સ્વાધ્યાય) નામ આપે છે, અને રાસરૂપે સમૂહમાં ગાઈ શકાય તેવી તથા બેલી (બેલિકા) રૂપે શાંત એકાંતમાં ઉચ્ચારી શકાય તેવી છે એમ કહી તેની ગેયતા તરફ નિર્દેશ કરે છે.
પ્રથમ કડીને છંદ પ્રસિદ્ધ આર્યા છંદ છે – પ્રથમાધ ૩૦ માત્રા ( ચતુષ્કલ + –) અને દ્વિતીયાધ ૨૭ માત્રા (૫ ચતુષ્કલ + + ૧ ચતુષ્કલ + –), બાકીની બધી કડીઓ ૪ + + + -- કે ૬ + ૬ + - એવી ગણુ વ્યવસ્થા ધરાવતા, પંદર માત્રાના પ્રત્યેક ચરણવાળા ચોપાઈ છંદમાં છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
आगमगच्छीय जिनप्रभसूरि विरचित सर्व-चैत्य-परिपाटि-स्वाध्याय
जयइ जयइ जिण-धम्मो विवेय-रम्मो पणासिय-कुहम्मो । उवसमापुर-पायारो पयडिवानाणाइ-आयारो ॥१॥ तं जयइ जगि सिरि-जिणवर-विंद,
जसु पय पणमइ सयल सुरिंद । परिवज्जिय-सावज्जारंभ,
नरयकूव-निवडतह खभ ॥२॥ त दुल्लहु लहिउ सु माणुस-जम्मु,
तह वि कह वि सिरि-जिगवर-धम्मु । तत्थ वि बोहि-बीउ पुण रम्मु,
जं निहणइ दुट्ठऽट्ठ वि कम्मु ॥३॥ तं मुत्तु कुमय कुबोहु कुग्गाहु,
- किं अणुसरहु न जिनवर-नाहु । तसु विणु जीवु सया व अणाहु,
समय विसमय कसायह दाहु ॥४॥ ता भो भविय(या) भावउ भव-भावु,
(पुण) दुलहउ सामग्गी-सब्भावु । सव्व-विश्इ जइ करण न जाइ,
देस-विरइ तो धामिउ ठाइ ॥२॥ जइ बाहिर-पावह परिहारु,
तोइ सारु संसारु असारु । पूअह जिणवरु भाविहिं भत्ति,
देयह दाणु सुपत्तह सत्ति ॥६॥ त मोह-चरड नीधाडिय धाडि,
तउ करहु चेइय-परिवाडि । भवणवई ठिय वंदह दक्ख,
सत्त-कोडि बाहत्तरि लक्ख ॥७॥ त' वितर-जोइस-माझि असख,
उड्ढ-लोइ चउरासी लक्ख । सत्ताणउइ सहसा तह तत्थ,
तेवीसाहिय रयण पसत्थ ॥८॥ मेरुसु पचासी जिण-गेह,
भवियहु पणमहु विहिय सिणेह । गयदंतेसु चेइय वीस,
पव्वय वासहरेसु तीस ॥९॥
Page #4
--------------------------------------------------------------------------
________________
सा. भली भ. शा
सत्तरिसउ वेयड्ढ-नगेसु,
जहिं न लहइ नीपुन्न पवेसेो ॥ १०१
तं वखारे असीई जिणवर,
नाणाहि यहि मणोहर । नइ य जिगह कुरुतरु हुंति,
नरउत्तर - नगि चियारि न भांति ॥ ११ ॥ कुंडल - रुगिसु चियारि चियारि,
नंदीसर - वरि वीस विचारि । एगारुत्तर पाँचसयाई,
भावि वंदउ सव्वि वि ताई || १२ || अट्ठ कोडि छप्पन्न य लक्ख,
सत्ताणुइ सहसा इव पक्ख ।
पचसयई चउतीसइं अहिय,
सासय चेइय एत्तिय कहिय ॥१३॥
तिरिय- लोइ पुण संखाईय,
सव्वे वि जिण - सासण - विहिय । जाणि असासय सासय गेह,
विधि - विहियाइ नीसंदेह ||१४||
रहनूपुर - नयराइय रम्म,
वेडूढे विज्जाहर - गम्म । महाविदेहे देवहराई',
खेमाइ नगराइ जाइ ||१५|| त भरहेखए खिक्ति जि तित्थ,
जम्माइय कल्लोण पसत्थ ।
भर निवाइय कारियाई,
बन्न - पमाणिहिं कण्यमयाई ॥१६॥ सिरि- अट्ठावयगिरि - सम्मेय
रेवगिरि - पमुहाइ अणेय । अवज्झाउरि गयपुरि क पिल्लि,
धम्मचक्क रयणमय महल्लि || १७||
सोरियपुरि वाणारसि रम्मि,
सोपारइ भरुअच्छि पुरम्मि । विमलगिरी - वे भारगिरिम्मि,
तामलित्ति-उज्जेणी - रम्मि ॥१८॥
૧, પ્રતમાં આ કડીના અંતે હું ને અંક છે અને અપૂર્ણ છે,
૧૧૧
Page #5
--------------------------------------------------------------------------
________________ 112 સર્વ–ચય-પરિપા-િસ્વાધ્યાય चपा-महिलानगर पुरम्मि, कुडगामि जिण-जम्मण-रम्मि / सावत्थी-महुरापुरि जाई कणय रयण-मणि-मणोहराई // 19 // अब्बुअ-सिरि सच्चउर-वरम्मि, थंभणपुर-मोढेरपुरम्मि / सोहई सुदर-देवहरम्मि // 20 // त असासय-सासय-चेइयाइं, रिसहाइय- पडिम-पइट्ठियाई / गामागर-पुर-नयरोईसु, जे पणमई तहँ सहलउ दीसु // 21 // तविहरई संपइ वीस जिणिंद लोआलोअ-पयास-दिणिंद / धन्न पुन्न जे पिच्छइ निच्चु, ताण जम्मु जीविउ कयकिच्चु // 22 // गणहर-सेणी सयल वि चंग, जेहिं विरइय बारस अंग / सिरि-जिणवर-परिवार वि धन्नु, मोक्ख-मग्गु पडिपुन्नु पवन्नु // 23 // तं नंदउ चउवीसमउ जिणिंदु, वद्धमाण-पहु भुवणाणंदु / नदउ चउविह-संघु अणग्घु, जसु पहावि जिण-धम्मु अविग्घु // 24 // दव-थउ भाव-थउ जि कुणंति, ते अणंतु भव-दुहु निहणंति / सिरि-जिण-पहणिय-सयलुवसग्ग, ते लहु लहिसई सग्गऽपवग्ग // 25 // 1. अत:-इति सर्व-चैत्य-परिपाटि-स्वाध्यायो रासेन दीयते, बोल्लिका भए यते समाधिना /