Book Title: Agam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ ૩૦/૬૪ થી ૯૯ • સૂત્ર-૬૪ થી ૯૯ : સમવાય-૩૦ — * — — [૬૪] મોહનીયના ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે ૧ [૬૫] જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કર્મ બાંધે.. [૬૬] તીવ્ર અશુભ અધ્યવસાયી જે કોઈને આમથી તેના મસ્તકને અત્યંત દૃઢ બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. [૬] જે કોઈ હાથ વડે ત્રા જીવના મુખને ઢાંકી, જીવને રુંધીને અંદર શબ્દ કરતા એવા તેને માટે તે મહામોહને કરે છે. [૬૮] જે કોઈ અગ્નિ આરંભ વડે ઘણાં જનોને તેમાં રુંધીને ધુમાડા વડે તેને મારે, તે મહામોહને કરે છે. [૬૯] સંક્લિષ્ટ ચિત્ત વડે જીવને તેના મસ્તકમાં શસ્ત્રાદિ મારીને ફાડી નાંખે તે મહામોહને કરે છે.. [૭૦] લોકને માયા વડે, ફળ વડે, દંડ વડે વારંવાર મારીને હસે, તે મહામોહને કરે છે.. [૭૧] જે ગૂઢાચારી, દુષ્ટાચારને ગોપવે, માયાથી માયાને ઢાંકે, અસત્ય બોલીને છૂપાવે, મહામોહ કરે છે. [9] પોતે દુષ્ટકર્મ કરીને, દુષ્ટ કર્મ ન કરનારાનો ધ્વંસ કરે અથવા આ કર્મ તે કર્યું છે તેમ કહે, તે મહામોહને કરે છે. [૩] કલહથી શાંત ન થયેલો, જાણવા છતાં સભામાં સત્યમૃષા ભાષા બોલે તે મહામોહને કરે છે. [૭૪,૭૫] અનાયક રાજાનો મંત્રી, રાજાની સ્ત્રીનો ધ્વંસ કરે, રાજાને અત્યંત ક્ષોભ પમાડે, તેને અત્યંત બાહ્ય કરે, પારો આવેલ રાજાને પ્રતિકૂળ વચનોથી સંપિત કરીને તેના કામભોગનું વિદારણ કરે, તે મહામોહને કરે છે. [9] કુમાર નહીં છતાં પોતાને કુમાર કહે, સ્ત્રી આસક્ત થઈ તેને વશ થાય, તે મહામોહને કરે છે. [૭] અબ્રહ્મચારી છતાં જે કોઈ હું બ્રહ્મચારી છું, એમ કહે, તે ગાયો મધ્યે ગધેડાની જેમ નાદને કરે છે. [૩૮] પોતાના આત્માનું અહિતકર્તા, રુમી વિષયમાં આસક્ત થઈને અતિ માયામૃષાને બોલે છે. તે મહામોહને કરે છે. [૭૯] જે કોઈ યશકીર્તિ વડે કે સેવના વડે રાજાદિના આશ્રયને ધારણ કરીને તેના જ દ્રવ્યમાં લોભાય. તે મહામોહને કરે છે. [૮૦,૮૧] રાજા કે ગામલોકોએ જે કોઈ નિર્ધન હતો તેને ધનવાન કર્યો હોય, તે ધનરહિતને ઘણી લક્ષ્મી પ્રાપ્ત થઈ, પછી ઈધ્યાના દોષથી અને પાપ વડે વ્યાપ્ત ચિતવાળો તેઓને અંતરાય કરતા મહામોહને કરે છે. [૮૨] જેમ સાપણ પોતાના બચ્ચાને ખાય છે, તેમ પોતાનું ભરણપોષણ કરનાર સેનાપતિ કે મંત્રીને હણે છે, તે મહામોહને કરે છે. [૮૩] જે કોઈ રાજ્યના નાયક કે વેપારીજનના નેતા મોટા યશવાળા શ્રેષ્ઠીને હણે છે, તે મહામોહને કરે છે. [૮૪] જે કોઈ ઘણા જનોના નેતા કે દ્વીપની જેમ પ્રાણીઓનું રક્ષણકર્તા એવા પુરુષને હણે છે, તે મહામોહને કરે છે. [૮૫] દીક્ષા લેવાને ઉપસ્થિત, સંયત, સુતપસ્વીને બળાત્કારે ચાત્રિ ધર્મથી ભ્રષ્ટ કરે, તે મહામોહને કરે છે. [૬] તે રીતે કોઈ અનંત જ્ઞાની, શ્રેષ્ઠ 8/6 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દર્શનવાળા જિનેશ્વરનો અવર્ણવાદ કરે તે અજ્ઞાની મહામોહને કરે છે. [૮] ન્યાયમાર્ગનો દ્વેષી જે કોઈ ઘણો અપકાર કરે અને તે માર્ગને નિંદતો મહામોહને કરે છે. [૮૮] જે આચાર્ય કે ઉપાધ્યાયે શ્રુત, વિનય ગ્રહણ કરાવ્યા હોય, તેમની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહને કરે છે. ર [૮૯] જે કોઈ ઉપકારી એવા આચાર્ય-ઉપાધ્યાયાદિનો વિનયાદિથી પ્રત્યુપકાર ન કરે, પૂજક ન થાય, અભિમાની થાય તે મહામોહને કરે છે. [૯] બહુશ્રુત એવો જે કોઈ શ્રુત વડે પોતાની શ્લાધા કરે, સ્વાધ્યાયનો વાદ કરે તે મહામોહને કરે છે. [૧] અતપરસ્તી છતાં જે કોઈ તપ વડે પોતાની શ્લાધા કરે, તે સર્વલોકમાં ઉત્કૃષ્ટ ચોર મહામોહને કરે છે. [૯૨,૯૩] જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ આચાર્યાદિની સેવા નથી કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત, પોતાને અબોધિ કરનાર મહામોહને કરે છે. [૯૪] જે કોઈ પુનઃ પુનઃ વિકથા કરીને, મંત્રાદિ પ્રયોગ કરે છે, સર્વે તીર્થોનો ભેદ કરે છે, તે મહામોહને કરે છે. [૫] જે કોઈ અધાર્મિક યોગને પોતાની શ્લાધા કે મિત્રતા માટે વારંવાર પ્રયોજે છે, તે મહામોહને કરે છે. [૬] ભોગથી અતૃપ્ત એવો જે કોઈ માનુષિક કે પરભવિક ભૌગોની અભિલાષા કરે તે મહામોહને કરે છે. [૭] જે દેવોને ઋદ્ધિ, કાંતિ, યશ, વર્ણ, બલ, વીર્ય છે, તે દેવોનો પણ જે અવર્ણવાદ કરે, તે અજ્ઞાની મહામોહને કરે છે. [૯૮] દેવ, યક્ષ, ગુલકને ન જોવા છતાં હું જોઉં છું એમ બોલે, અજ્ઞાની છતાં જિનેશ્વરની જેમ પોતાની પૂજાને ઈચ્છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. [આ રીતે ૩૦ સ્થાનો કU] [] સ્થવિર મંડિતપુત્ર ૩૦ વર્ષ શ્રામણ્યપર્યાય પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.. એક અહોરાત્રિના કુલ મુહૂર્ત ૩૦ છે. તે આ પ્રમાણે – રૌદ્ર, શકત, મિત્ર, વાયુ, સુપ્રીત, અભિચંદ્ર, માહેન્દ્ર, પ્રલંબ, બ્રહ્મ, સત્ય, આનંદ, વિજય, વિશ્વોન, પામપત્ય, ઉપશમ, ઈશાન, તટ, ભાવિતાત્મા, વૈશ્રવણ, વરુણ, શતઋષભ, ગંધર્વ, અગ્નિવૈશ્યાયન, તપ, આવર્ત, તવાન, ભૂમહાન, ઋષભ, સવથિસિદ્ધ, રાક્ષસ. અર્હત્ અર ૩૦ ધનુચ્ ઉંચા હતા... દેવેન્દ્ર દેવરાજ સહસારને ત્રીશ હજાર સામાનિક દેવો છે... અર્હત્ પાર્શ્વ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને ઘરથી નીકળીને પ્રવ્રુજિત થયા... શ્રમણ ભગવંત મહાવીર ૩૦ વર્ષ ગૃહવારામાં રહીને ઘરથી નીકળીને પતિ થયા... રત્નપ્રભામાં ૩૦ લાખ નરકાવાસો છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૩૦ પલ્યોપમ સ્થિતિ છે.. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નાસ્કોની ૩૦ સાગરોપમ સ્થિતિ છે.. કેટલાક અસુકુમારોની ૩૦ પલ્યોપમ સ્થિતિ છે.. ઉદ્યમિ ઉવમિ ગૈવેયકદેવોની જઘન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે.. જે દેવો ઉરિમઝિમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦-સાગરોપમ છે.


Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104