________________ અધ્યયન-૧ 39 હસ્તીને તૈયાર કરી લાવો, તથા શ્રેષ્ઠ એવા અશ્વ, ગજ, રથ, વિગેરે પણ તૈયાર કરી લાવો, ત્યારે તેઓએ પણ યાવતુ તેમ કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરવાના ગૃહમાં યાવતું આરુઢ થયા. આઠ મંગલ આગળ ચાલ્યા. કણિકની જેમ સર્વ કહેવું. શ્વેત શ્રેષ્ઠ ચામરો વીંઝાતા. સમુદ્રવિજ્ય વિગેરે દશ દશાર સહિત યાવતુ સાર્થવાહ વિગેરે સહિત પરિવય સર્વ સમૃદ્ધિવડે થાવત વાજિત્રના શબ્દવડે દ્વારવતી નગરી ની મધ્યે થઈને નીકળ્યા. શેષ સર્વ અધિકાર કૂણિકની જેમ જાણવો યાવતુ ભગવાન અહંન શ્રી અરિષ્ટનેમિની પપાસના કરવા. લાગ્યા. ત્યારપછી તે નિષધ કુમાર શ્રેષ્ઠ પ્રાસાદપર રહેલો હતો. તેણે મોટો લોકશબ્દ સાંભળીને જમાલિની જેમ ભગવાન પાસે આવી, ધર્મ સાંભળી, હૃદયમાં ધારી, વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચનની કરું છું. વિગેરે કહી ચિત્રની જેમ યાવતું શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરી પાછો પોતાને ઘેર ગયો. - તે કાળે તે સમયે અહંનું શ્રીઅરિષ્ટનેમિના શિષ્ય વરદત્ત નામના અનગાર ઉદાર એવા યાવતુ વિચરતા હતા. ત્યારપછી તે વરદત્ત અનગારે નિષધ કુમારને જોયો. જોઇને તેનાપર શ્રદ્ધા થઈ યાવતું ભગવાનની પાસે આવી તેની પર્યાપાસના કરતા આ પ્રમાણે, કહ્યું અહો ભગવાન ! નિષધ કુમાર ઈષ્ટ, ઈષ્ટરૂપવાળો, કાંત, કાંતરૂપ વાળી. એજ પ્રમાણે પ્રિય, મનોજ્ઞ, મનને ગમતો, મનને ગમતા રૂપવાળો, સૌમ્ય, સૌમ્ય રૂપવાળો, પ્રિયદર્શન અને સારરૂપવાળો છે. તો હે ભગવાન! નિષધ કુમારે આ આવા પ્રકારની મનુષ્યદ્ધિ : શી રીતે મેળવી? શી રીતે પ્રાપ્ત કરી? એમ સૂયભની જેવી પૃચ્છા કરી આ પ્રમાણે નિશે હે વરદત્ત ! તે કાળે તે સમયે આજ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં રોહિડ નામનું નગર હતું. તે ઋદ્ધિમાન વિગેરે વિશેષણવાળું હતું. તેની બહાર ઈશાન વિદિશાને વિષે મેઘવર્ણ નામે ઉદ્યાન હતું. તેમાં મણિદત્ત નામના યક્ષનું યક્ષાયતન હતું. તે રોહિડનગરમાં મહાબળ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તેણીએ એકદા કદાચિતું તે તેવા પ્રકારના શયનને વિષે સુતી સતી સ્વપ્રમાં સિંહ જોયો. એ પ્રમાણે તેના જન્મ પયંત સર્વ વૃત્તાંત મહાબલ કુમારની જેમ કહેવો. વિશેષ એ કે તેનું વીરંગદત્ત નામ આપ્યું. તેને બત્રીશનો દાય આપી એક જ દિવસે રાજાઓની બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું.યાવત્સંગીતગાતો પ્રાવૃજેઠ, અષાડ, વરાત્ર, શરદ, હેમંત, ગ્રીષ્મ અને વસંત, એ છએ ઋતુને ઉચિત વૈભવ પ્રમાણે ભોગ. ભોગવતો કાળને નિર્ગમના કરતો ઇષ્ટ એવા શાદિક ભોગ ભોગવતો યાવત રહ્યો. તે કાળે. તે સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય જાતિસંપન્ન વિગેરે કેશી ગણધરની જેવા વિશેષણવાળા, વિશેષ એ કે બહયુતવાળા ઘણા પરિવારવાળા જ્યાં રોહિડ નગર હતું. જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું, જ્યાં મણિદત યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યા અને આવીને યથાયોગ્ય યાવતું અવગ્રહ યાચીને વિહય રહ્યા. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે વખતે તે વીરંગદર કુમાર શ્રેષ્ઠ પ્રસાદની ઉપર ક્રીડા કરતો રહેતો હતો, તે આવા પ્રકારના મોટા જનશબ્દને સાંભળી જમાલિની જેમ વાંદવા નીકળ્યો. અને ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યો. વિશેષએ કે હે દેવાનુપ્રિયો ! હું મારા માતાપિતાની રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org