________________ 308 વડિદસાઉં-૧/૩ સુરપ્રિય યક્ષનું યક્ષાયતન છે. તે ઘણા કાળનું સ્થાપિત છે. યાવતુ ત્યાં ઘણા માણસો આવીને હંમેશાં તે સુરપ્રિય યક્ષાયતનની પૂજા કરે છે. તે સુરપ્રિય યક્ષા યતન એક મોટા વનખંડ વડે સર્વ દિશાએ ચોતરફથી પરિવરેલું છે. તેનું વર્ણન પૂર્ણભદ્ર યક્ષાયતનની જેમ વાવતુ પૃથ્વીશિલાપ સુધી જાણવું. ત્યાં તારવતી નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા હતા. યાવત્ રાજ્યને શાસન કરતા વિચરતા હતા-રહ્યા હતા. તે કૃષણ રાજા ત્યાં સમુદ્રવિજય વિગેરે દશ દશાહ, બળદેવ વિગેરે પાંચ મહા વીરો, ઉગ્રસેન વિગેરે સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડા ત્રણ કરોડ કુમારો, સાંબ વિગેરે સાઠ હજાર દુદ્દત કુમારો, વીરસેન વિગેરે એકવીસ હજાર વીરો, રુકિમણી વિગેરે સોળ હજાર રાણીઓ, અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતુ સાર્થવાહ વિગેરે પરિવાર સહિત ઉત્તરમાં વૈતાઢય ગિરિ અને બીજી ત્રણ દિશાએ સમુદ્રની મર્યાદાવાળા દક્ષિણાઈ ભરતક્ષેત્રના આધિ પત્યને ભોગવતા રહેલા હતા. તે દ્વારવતી નગરીમાં બળદેવ નામે રાજા હતા, તે મોટા એટલે હિમવંત, મલય, મંદર અને મહેંદ્ર પર્વત જેવા સારવાળા યાવતું રાજ્યને પાળતા રહ્યા હતા. તે બળદેવ રાજાને રેવતી નામની રાણી હતી. તે સુકોમળ હતી યાવતું સુખે સુખે વિચરતી હતી. ત્યારપછી તે રેવતી રાણી એકદા તે પ્રકારના શયનને વિષે સુતી સતી. થાવતુ સ્વપ્રમાં સિંહને જોઈને જાગી ગઈ અને જે પ્રમાણે સ્વપ્ર જોયું તે પ્રમાણે રાજાને કહ્યું વિગેરે. તે રાણીએ પુત્ર પ્રસવ્યો અને તે કાળમાં મહાબલ કુમાર જેવો થયો. વિશેષ એ કે-પચાસનો દાયજો આપ્યો. પચાસ રાજકન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે નિષધ નામનો કુમાર યાવત્ પ્રાસાદની ઉપર ક્રીડા કરતો વિચરતો હતો. તે કાળે તે સમયે અહંનું અરિષ્ટનેમિ ધર્મની આદિને કરનારા, દશ ધનુષ ઉંચા શરીરવાળા, તેનું વર્ણન કહેવું. યાવતુ નંદનવદન ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્મદા નીકળી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે આ કથાનો અર્થ પામ્યા હુષ્ટ તુષ્ટ થઈ કૌટુંબિક પુરુપોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું-શીધ્રપણે હે દેવાનુપ્રિયો 1 સુધમાં સભામાં સામુદાનિક ભેરી ને વગાડો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો વાવ– કૃષ્ણ વાસુદેવની આજ્ઞા અંગીકાર કરીને જ્યાં સુધમ સભામાં સામુદાનિક ભેરી હતી ત્યાં આવ્યા. તે સામુદાનિક ભેરીને મોટા મોટા શબ્દવડે વગાડી. ત્યારપછી તે સામુદાનિક ભેરી મોટા મોટા શબ્દ વગાડી ત્યારે તેનો પ્રતિછંદ સાંભળીને સમુદ્રવિજ્ય વિગેરે દશ દશારો તથા દેવીઓ-રાણીઓ પણ કહેવી યાવતુ અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતુ સાથેવાહ વિગેરે સ્નાન કરી પાવતુ પ્રાયશ્ચિત્ત કરી સર્વ અલંકારથી વિભૂષિત થઈ, પોતપોતાના યથાયોગ્ય વૈભવ, ઋદ્ધિ અને સત્કારના સમુદાયવડે કેટલાક અશ્વપર આરુઢ થઈને યાવતુ પુરુષોના સમૂહ પરિવર્યા અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી કણ વાસુદેવને જયવડે વિજયવડે વધાવતા હતા- વધાવ્યા. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું - શિધ્રપણે હે દેવાનુપ્રિયો ! અભિષેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org