________________ [37] नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ rrrr વણિહદસાણે હવંગ-૧૨-ગુજરછાયા (-અધ્યયન-૧ નિષઠ:-) [1] શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગ ના ચોથા વર્ગ પુષ્પચૂલાનો આ અર્થ કહ્યો છે તો હે પૂજ્ય ! એ ઉપાંગના પાંચમા વર્ગ વહિદશાનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન શ્રીમહાવીરે વાવતુ પાંચમા વર્ગના બાર અધ્યયનો કહ્યાં છે. [2] નિષધ 1, અનિય 2, વહ૩, વેહલ 4, પ્રગતિ પ, જુત્તિ 6, દશરથ 8, મહાધન 9, સપ્તધનુ 10, દશધનું 11 અને શતધનું 12. આ બાર કુમારના નામના બાર અધ્યયનો છે. [3] હે પૂજ્ય ! જો શ્રમણ ભગવાને યાવતુ બાર અધ્યયનો કહ્યો છે, તો પ્રથમ અધ્યયનનો શો ઉલ્લેપ અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે દ્વારવતી નામની નગરી હતી, તે બાર યોજન વિસ્તારવાળી, યાવતું પ્રત્યક્ષ દેવલોક જેવી, પ્રાસાદીયા એટલે ચિત્તને પ્રસન્ન કરનારી, દર્શનીયા એટલે જોતાં નેત્રને શ્રમ ન લાગે તેવી, અભિરુપા એટલે મનોહર પાવાળી અને પ્રતિરુપા એટલે દરેક જોનાર મનુષ્યને સુંદર લાગે તેવી હતી, - તે દ્વારવતી નગરીની બહાર ઈશાન ખૂણાની દિશાના ભાગમાં રેવત નામનો પર્વત છે. તે ઉંચો છે, તેના શિખર આકાશતળને સ્પર્શ કરે છે, વિવિધ પ્રકારના આગ્રાદિક વૃક્ષો. ચંપકાદિક ગુચ્છો, ચંપેલી આદિક લતા અને તુવેર આદિક વલ્લીવડે પરિવરેલ હોવાથી અભિરામમનોહર છે, હંસ, મૃગ, મયૂર. કૌચ, સારસ, કાક, મેના, સાલુંકી અને કોયલ વિગેરે પક્ષીના સમૂહે કરીને સહિત છે, તટ,કટક, વિવર, નિઝરણાં, પ્રાપ્ત અને શિખરવડે વ્યાપ્ત છે, અપ્સરાઓના સમૂહ, દેવોના સમૂહ અને વિદ્યાધરોના મિથુન નોવડે સહિત છે, દશ દશાર, શ્રેષ્ઠ વીરપુરુષો અને ત્રણ લોકને વિષે બળવાન એવા બળરામ, કૃષ્ણા અને નેમિનાથ વિગેરેનો નિરંતર ઉત્સવરુપ તે પર્વત છે. તેમ જ તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શનવાળો, સુપ, પ્રાસા દીય યાવતું પ્રતિરુપ છે. તે રેવત પર્વતની અતિ દૂર કે નજિક નહીં એવે ઠેકાણે નંદનવન નામનું ઉદ્યાન છે. તે સર્વ ઋતુના પુષ્પ સહિત કાવતુ દર્શનીય-જોવા લાયક છે. તે નંદન વન ઉદ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org