________________ અધ્યયન 311 ત્યારપછી તે નિષધ અનગાર અહમ્ શ્રીઅરિષ્ટનેમિ ભગવાનના તથા પ્રકારના સ્થવિરમુનિની પાસે સામાયિકાદિક અગ્યાર અંગને ભણ્યા. ભણીને ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે યાવતું વિચિત્ર પ્રકારના તપકર્મવડે આત્માને ભાવતા પરિપૂર્ણ નવ વર્ષ સુધી ચારિત્રપયયિને પાળી બેંતાળીશ ભક્તને અનશનવડે છેદી આલોચના પ્રતિ કમણ કરી સમાધિને પામીને અનુક્રમે કાળધર્મ પામ્યા. ત્યારપછી તે વરદત્ત અનગાર નિષધ અનગારને કાળધર્મ પામેલા જાણીને જ્યાં અહંન શ્રીઅરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને વાવતું આ પ્રમાણે બોલ્યા - હે ભગવાન ! આ પ્રમાણે નિચે આપ દેવાનુપ્રિયના શિષ્ય નિષધ નામના અનગાર પ્રકૃતિથી ભદ્રક યાવતુ વિનયવાળા હતા. તે નિષધ અનગાર હે ભગવાન! કાળ સમયે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? વરદત્તાદિક સર્વને ઉદેશીને અહંનું શ્રી અરિષ્ટનેમિ ભગવાન વરદત્ત અનગારને આ પ્રમાણે કહેતા હતા આ પ્રમાણે નિશ્ચે હે વરદત્ત ! મારો શિષ્ય નિષધ નામનો અનુગાર પ્રકૃતિથી ભદ્રક યાવતુ વિનયવાળો હતો, તે મારા તથા પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિકાદિક અગ્યાર અંગ ભણીને પરિપૂર્ણ નવ વર્ષ સુધી ચારિત્ર પયય પાળીને બેંતાળીશ ભક્તને અનશનવડે છેદીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને કાળસમયે કાળધર્મ પામીને ઉંચે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનોના ઓળંગી, સૌધર્મ. ઈશાન વિગેરે યાવતુ અશ્રુત નામના બારમા દેવલોકને ઓળંગી, તે ઉપર નવ શૈવેયકના ત્રણસો ને અઢાર વિમાનોને ઓળંગીને સવથિસિદ્ધ નામના વિમાન માં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. હે ભગવાન! તે નિષધ દેવ તે દેવલોકથકી આયુષ્યના ક્ષયે કરીને એટલે આયુ કર્મના દળીયાની નિરણાવડે કરીને, ભવના ક્ષયે કરીને એટલે દેવગતિ વિગેરેના કારણ ભૂત કર્મની નિરાવર્ડ કરીને, સ્થિતિના ક્ષયે કરીને એટલે આયુકર્મની સ્થિતિના પૂર્ણ વેદનાએ કરીને આંતરા રહિત ચયને એટલે દેવભવ સંબંધી શરીરને તજીને અથવા અવનને કરીને ક્યાં જશે? જઈને પણ ક્યાં ઉત્પન્ન થશે? હે વરદત્ત મુનિ ! આ જ જેબૂદીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નતનામના નગરમાં વિશુદ્ધ માતાપિતાના વંશમાં રાજાના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે બાલ્યપણાથી મુક્ત થઈ, વિજ્ઞાન અવસ્થાને પ્રાપ્ત થઈ યૌવનને પામ્યો સંતો તથા પ્રકારના સ્થવિર સાધુની પાસે કેવળ બોધીને પામીને અગારવાસથી, અનગારપણાને પામશે. તે ત્યાં અનગાર થશે. તે ઈસમિતિવાળા યાવતું ગુપ્ત બ્રહ્મ ચારી થશે. તે ત્યાં ઘણા ઉપવાસ, છ8, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તથા માસક્ષપણ અધ માસક્ષપણ વિગેરે વિચિત્ર પ્રકારના તપકર્મવડે આત્માને ભાવતા ધણા વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળશે. એક માસની સંખનાવડે આત્માને ક્ષીણ કરશે, ક્ષીણ કરીને સાઠ ભક્તને અનશનવડે છેદશે. જે અર્થને માટે નગ્નપણું અંગીકાર કર્યું, મુંડપણું કર્યું સ્નાનનો અભાવ, યાવતું દાંત સાફ ન કરવા, છત્ર રહિતપણું, મોજડી રહિતપણું, પાટીયા પર શયન, કાષ્ઠપર શચન, કેશનો લોચ, બ્રહ્મચર્ય વાસ, આહારપાણી માટે પરઘરમાં પ્રવેશ, આહારની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સમભાવ તથા ઉચા નીચા ગ્રામકંટક સમાન Jain Education. International For Private & Personal use only . www.jainelibrary.org