Book Title: Agam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [180 नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ઉવાસગ દસાઓ સાતમું અંગસૂત્ર-ગુર્જરછાયા sssssssssssssss s (કઅધ્યયન-૧ આણંદ:-) [1] તે કાલે અને તે સમયે ચપ્પા નામક નગરી હતી. તેનું વર્ણન ઉવવાઈ સૂત્ર પ્રમાણે સમજી લેવું, પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ૨]તે કાલે અને તે સમયે આર્ય સુધમસ્વિામી સમોસા- સુધમાં સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી જેબૂ સ્વામીએ તેમની ઉપાસના કરતાં પૂછ્યું. ભગવાન અહંન્ત લાવતું નિવણને પ્રાપ્ત થયેલાં શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મકથા નામક છઠા અંગનો આ અર્થ કહ્યો છે, જે મેં તમારા પાસેથી સાંભળ્યો છે. તો ઉપાસકદશા નામક સાતમા અંગનો શો અર્થ કહ્યો છે? હે જંબૂા શ્રમણ યાવત્ નિવણને પ્રાપ્ત ઉપાસકદશા નામક સાતમાં અંગના દશ અધયયનો કહેલાં છે. [૩આનંદ, કામદેવ, ગૃહપતિ ચલુનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, ગૃહપતિ કુંડકોલિક, સકલાલપુત્ર, મહાશકિતક, નંદિનીપિતા અને સાહિપિતા. [૪]હે ભગવાન્ ભગવંત મહાવીરે પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે? પહે જંબૂ, તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં દૂતિપલાશચત્ય હતું. જિતશત્રુરાજા હતો. તેનું વર્ણન ઉવવાઈ મુજબ. તે વાણિજ્યગ્રામમાં આનંદ નામક ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને બીજા કોઈથી પરાભવ ન પામનાર હતો. તે આનંદ ગૃહપતિને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. વળી તેને દશ હજાર ગાયોના એક વજના હિસાબે ચાર વ્રજો હતા. તે આનંદ ગૃહપતી ઘણા રાજા ધનિક વગેરે યાવતુ સાર્થવાહોના ઘણા કાર્યોમાં મંત્રવિચારોમાં તથા કુટુંમ્બોમાં ગૃહ્ય રહસ્યો, નિશ્ચયો અને વ્યવહારોમાં પૂછવા યોગ્ય, સલાહ લેવા યોગ્ય હતો. પોતાના કુટુમ્બનો પણ આધાર, પ્રમાણભૂત યાવતુ બધા કાર્યોને વધારનાર હતો. તે આનંદ ગૃહપતિને શિવાનન્દા નામે ભાય હતી. તે પરિપૂર્ણ અંગવાળી, યાવતું સુંદર રૂપવાળી, આનંદ ગૃહપતિને પ્રિય અને આનંદ ગૃહપતિને સાથે અનુરક્ત અને અવિરક્ત થયેલી ઈષ્ટ શબ્દાદિ મનુષ્ય સંબંધી કામ અને ભોગોનો અનુભવ કરતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43