Book Title: Agam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ અધ્યયન 187 મુખવારિત્રકાનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરી પાત્ર અને વસ્ત્રનું પ્રતિલેખન કરે છે.પાત્ર અને વસ્ત્રને પ્રમાર્જે છે. પાત્રો ગ્રહણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈ વંદન અને નમસ્કાર કરે છે. આ પ્રમાણે કહે છેઃ હે ભગવન્! આપની અનુજ્ઞાથી છઠના ઉપવાસના પારણે વાણિજ્યગ્રામ નગરને વિશે ગૃહસામુદાનિકી ભિક્ષાચય માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાચયએ જવા ઈચ્છું છું. ભગવાન ઉત્તરમાં કહે છેઃ હે દેવાનુપ્રિય! સુખ થાય તેમ કરો. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે અનુજ્ઞા આપી એટલે ભગવાન ગૌતમ દૂતિપલાશ ચૈત્યથી નીકળે છે. નીકળીને ત્વરા, ચપળતા અને સંભ્રમ સિવાય યુગપ્રમાણ ભૂમિને જોનારી દ્રષ્ટિ વડે ઈયમાર્ગને શોધતા જ્યાં વાણિજ્યગ્રામ નગર છે ત્યાં આવે છે. આવીને ગૃહસાબુ દાનિકી ભિક્ષા માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં અટન કરે છે. ત્યાર પછી તે ભગવાનું ગૌતમ વાણિજ્ય ગ્રામ નગરમાં જેમ ભગવતી-સૂત્રમાં કહ્યું છે તેમ ભિક્ષા ચર્યાએ ભમતા યથાયોગ્ય ભાત-પાણીને સમ્યક પ્રકારે ગ્રહણ કરે છે. વાણિજ્યગ્રામથી બહાર નીકળે છે. નીકળીને કોલ્લાક સંનિવેશની પાસેથી જઈ રહ્યા હતા ત્યારે શબ્દ સાંભળે છે. ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવંત મહાવીરના અન્તવાસી આનંદ નામ શ્રાવક પોષધશાલામાં અપશ્ચિમ મારણાન્તિક સંખનાનું આરાધન કરી રહ્યા છે અને મૃત્યુની દરકાર નહિ કરતા વિહરે છે. ત્યાર બાદ તે ભગવાનું ગૌતમને ઘણા જણની પાસેથી એ અર્થ સાંભળી, વિચારી આવા પ્રકારનો આ વિચાર થયો. હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉ જ્યાં કોલ્લાક સંનિવેશ છે, જ્યાં પોષધશાલા છે અને જ્યાં આનંદ શ્રમણોપાસક છે ત્યાં પહોંચે છે. [૧૮]ત્યાર બાદ તે આનંદ શ્રાવક ભગવાન ગૌતમને આવતાં જુએ છે, જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ હૃદયવાળો થઈ ભગવાન ગૌતમને વંદન-નમસ્કાર કરે છે, ભગવન! હું આ ઉગ્રતપના કારણે વાવતું ધમની-નાડીઓ વડે વ્યાપ્ત શરીરવાળો થયો છું. તેથી આપ દેવાનુપ્રિયની પાસે આવીને વંદન કરવાને સમર્થ નથી, તો ભગવનું ! આપ જ સ્વેચ્છાથી અનભિ યોગ-અહીં આવો તો વંદન-નમસ્કાર કરું. ત્યારે ભગવાન્ ગૌતમ જ્યાં આનંદ શ્રમણ પાસક હતા ત્યાં આવ્યાં. ત્યાર પછી તે આનંદ શ્રાવક ભગવાન ગૌતમને ત્રણ વાર મસ્તક વડે પગે વંદન નમસ્કાર કરે છે, વંદન-નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું, ભગવન્ ! ગૃહસ્થને ગૃહવાસમાં રહેતો અવધિજ્ઞાન થઈ શકે છે ? ગૌતમ હા, થઈ શકે છે. હે ભગવનું ! ગૃહવાસમાં રહેતાં ગૃહસ્થ એવા મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. હું પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં પાંચસો યોજન સુધી યાવતુ નીચે રોયનામક નામકાવાસ સુધી જાણું છું અને દેખું છું. ત્યાર બાદ ભગવાન ગૌતમ આનંદ શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું. આનંદ! ગૃહસ્થને યાવત્ અવધિજ્ઞાન થાય છે, પરંતુ એટલું મોટું હોતું નથી, માટે આનંદ! તું મૃષાવાદરૂપ એ સ્થાનકની આલોચના કર યાવત્ શુદ્ધિને માટે તપ કર્મ સ્વીકાર કર. ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસકે ભગવનું ગૌતમને કહ્યું, ભગવન્! જિન પ્રવચનમાં સત્ય, તથ્ય તથા યથાર્થ ભાવોની આલોચના કરાય છે ? યાવતું પ્રાયશ્ચિતરૂપે તપનો સ્વીકાર કરાય છે? હે આનંદ! એ અર્થ યુક્ત નથી. હે ભગવન્! જો જિન પ્રવચનમાં સદ્દરૂપ ભાવો સંબંધે આલોચના ન કરાય અને વાવતું પરૂપે પ્રાયશ્ચિત ન કરાય તો ભગવનું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43