Book Title: Agam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ અધ્યયન 199 દિશા તરફ ગયો. પછી મહાવીર સ્વામી બહાર દેશોમાં વિહાર કરવા લાગ્યો. ૪૦તે કુંડકોલિક શ્રમણોપાસકને ઘણાં શીલવતાદિ વડે વાવતુ આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા. પંદરમાં વર્ષની વચ્ચે વર્તતા એને કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો, ઈત્યાદિ કામદેવની પેઠે બધું કહેવું. તે જ્યેષ્ઠ પુત્રને પોતાની જગ્યાએ સ્થાપીને અને તેમજ પોષધશાલામાં યાવતુ ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. એમ અગિયાર ઉપા સકની પ્રતિમાઓ તેમ જ પાળીને યાવતુ સૌધર્મ દેવલોકમાં અરુણધ્વજ વિમાનમાં ઉત્પન્ન થયો. યાવત્ પછી(મહાવિદેહમાં જન્મગ્રહણ કરીને) કર્મોનો અંત કરશે. અધ્યયન-દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૭-સદાલપુત્ર) [41] પોશાલપુર નગર હતું. ત્યાં સહસ્ત્રાભ્રવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. તે પોલાશપુર નગરમાં આજીવિકાના સિદ્ધાન્તનો અર્થ જેણે જાણ્યો છે, જેણે અર્થ ગ્રહણ કર્યો છે, જેણે અર્થ પૂછ્યો છે, જેણે તાત્પર્યથી અર્થને જાણ્યો છે એવો તથા જેની અસ્થિઓ અને મજ્જામાં તે સિદ્ધાન્તનું પ્રેમ તથા અનુરાગ સમાયેલ હતો, એવો આજીવિકાનો ઉપાસક સદ્દાલપુત્ર કુંભાર હતો. તે કહેતોઃ હે આયુષ્પનુંઆ આજીવિકાનો. સમયે એ જ અર્થરૂપ છે, એ જ પરમાર્થરૂપ છે. બાકી બધું. અનર્થરૂપ છે. એમ તે આજીવિકના સમય વડે આત્માને ભાવિક કરતો રહેતો હતો. તે આજીવિકોપાસક સાલ પુત્રને ત્યાં એક હિરણ્યકોટિ નિધાનમાં રહેલી, એક વ્યાજે મૂકેલી અને એક કોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. અને દસ હજાર ગાયોનું એક વ્રજ હતું, તે આજી વિકોપાસક સદ્દાલપુત્રની અગ્નિમિત્રા ભાયી હતી. તે આજીવિકોપાસક સાલપુત્રને પોલાશપુર નગરની બહાર કુંભકારના પાંચસો હાટ હતાં. તેમાં ઘણાં પુરુષો કામ કરતાં હતા, જેઓને ભૂતિ- ભોજન અને વેતન આપવામાં આવે છે, એવા ઘણા પુરુષો દરેક પ્રભાતે (પ્રતિદિન) ઘણા પિઠરક ઘડાઓ, અર્ધઘડાઓ, ક્લશો જંબૂલકો, ઉષ્ટ્રિકાઓ બનાવતાં હતા. બીજા ઘણા પુરુષો વેતન લઈને તે કરકો, વાવત્ ઉષ્ટ્રિકા વડે રાજ માર્ગ માં પોતાની આજીવિકા કરતા હતાં. [42 ત્યાર પછી આજીવિકોપાસક સદાલપુત્ર અન્ય કોઈ દિવસે મધ્યાહ્ન કાળે જ્યાં અશોકવનિકા છે ત્યાં જાય છે, ત્યાં જઈને મંખલીપુત્ર ગોશાલકની પાસેથી સ્વીકાર કરેલ ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર પછી આજીવિકોપાસક સકડાલ પુત્રની પાસે એક દેવ પ્રકટ થયો. ઘૂઘરીઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરેલા તે દેવે અંત રિક્ષપ્રતિપત્ર એટલે આકાશમાં રહી આજીવિકોપાસક સાલપુત્રને આ પ્રમાણે કહ્યું: દેવાનુપ્રિય ! આવતી કાલે અહીં ઉત્પન્ન થયેલાં જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણનાર, અરિહંત, જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી, ત્રણ લોક વડે અવલોકિત, સ્તુતિ કરાયેલા અને પૂજિત, દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકને અર્ચનીય, વન્દનીય, સત્કાર કરવા યોગ્ય, સન્માન કરવા યોગ્ય, કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય, સત્ય કર્મની સંપત્તિથી યુક્ત મહા માહન આવશે. માટે તું તેમને વંદન કરજે, યાવતું પર્થપાસના કરજે, તથા પ્રાતિહારિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43